Rashi Bhavishya 2018 in Gujarati: રાશિ ભવિષ્ય
We are back with Rashi Bhavishya 2018. These predictions cover all important spheres of your life such as finance, love, health, and career. This Gujarati horoscope for 2018 is based on the time tested principles of Vedic Astrology. If you want to avoid pitfalls and tread the path of success and prosperity in 2018, get benefitted from this in-depth astrological analysis for each zodiac sign now:
રાશિ ભવિષ્ય 2018 વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્વાંતોને આધારિત છે. વર્ષ 2018 પ્રત્યેક રાશિના જાતકો માટે કેવું રહેશે, ચાલો એક નજર કરીએ.
આ અગાહીઓ તમારી ચંદ્ર રાશિ આધારિત છે. જો તમને તમારી ચંદ્ર રાશિ વિષે ખબર ન હોય તો એસ્ટ્રોસેજ મૂન સાઇન કેલ્ક્યુલેટર પૃષ્ઠની મુલાકાત લો.
મેષ રાશિ ભવિષ્ય 2018
મેષ રાશિના જાતકો માટે વર્ષ 2018નું રાશિ ભવિષ્ય દર્શાવે છે કે વર્ષની શરૂઆતમાં તમે ઊર્જા અને દૃઢ મનોબળથી સંપન્ન હશો. તમે સમજદારીપૂર્વક લીધેલા નિર્ણયોથી વર્ષ દરમિયાન તમારા માટે સારા સમાચાર મળે. ઘરની દિનચર્યામાં વ્યસ્તતાને કારણે મનમાં અસંતોષ અને ઉદાસી રહ્યા કરે જેને કારણે પારિવારિક જીવનમાં અરાજક્તા વ્યાપે. ભોજન અવગણો તેવું બને. સ્વાસ્થ્ય મોરચે પહેલા બે મહિના સાનુકૂળ નથી જણાઇ રહ્યા. આવકમાં વધારો થાય અને કારકિર્દીમાં પ્રગતિ કરો. લાંબા અંતરની મુસાફરી તમને એક યા બીજી રીતે ફળદાયી નિવડે અને સારા પરિણામની પ્રાપ્તિ થાય. ઑક્ટોબરના મધ્યાંતર બાદ કમાણીની ગતિ ધીમી પડે અને સખત મહેનતની આવશ્યક્તા રહે. સંતાનોનું સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. દાંપત્યજીવન વધુ સમય અને પ્રતિબદ્વતા માગી લેશે તથા ધીરે ધીરે લોકોના હૃદયમાં સ્થાન પામવાનું સામર્થ્ય હાંસલ કરશો. કામથી પ્રસંગોપાત અળગા રહેવાનું મન થાય. એકંદરે, તમારા માટે આ વર્ષ સારું અને પ્રગતિકારક રહે.
વૃષભ રાશિ ભવિષ્ય 2018
મનમાં રહેલા આવેશને કારણે તમારા પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના હોવાથી સ્વાસ્થ્યમાં સાચવવું પડે. ધીરે ધીરે તમે સંકલ્પશક્તિ પ્રાપ્ત કરશો અને જીવનમાં કશુંક હાંસલ કરવાની ઇચ્છા રાખશો. વર્ષ દરમિયાન સફળતાના હકદાર બનવા માટે તમારે સખત પરિશ્રમ કરવો પડશે. કામને લઇને કોઇ નિરાશાજનક સ્થિતિ તમને પરેશાન કરે. ઑક્ટોબર બાદ તમારી કમાણીમાં વધારો થશે અને વૈવાહિક જીવનમાં પરમ સુખનો આનંદ માણશો. વર્ષ 2018ના વૃષભ રાશિ ભવિષ્ય પ્રમાણે ટૂંકા અંતરની મુસાફરી લાભદાયી નિવડે, તીર્થયાત્રા પર જવાનું થાય. સંતાનો તેના કામકાજ અને પરફોર્મન્સમાં ખીલી ઊઠશે. તેઓને કારણે નાણાકીય ખોટ થવાના અણસારને જોતા તકરાર અને બોલાચાલી ટાળજો. વર્ષના પ્રથમ બે મહિના દરમિયાન આપની છબી ખરડાય તેવી સંભાવના હોવાથી કોઇપણ પ્રકારના વાદ-વિવાદ કે કૌભાંડોથી દૂર રહેવું. જો કે જીવનમાં આવનારા પડકારોને ખંતપૂર્વક ઝીલવામાં તમે ખૂબ ઝડપી હશો. સ્વાસ્થ્ય મોરચે કેટલીક ફરિયાદ રહે. આ સમયગાળામાં વજન વધવાની શક્યતા હોવાથી ખાવામાં પૂરતી પરેજી પાળવી. જીનવસાથી તેમજ ધાર્મિક કામકાજો પાછળ ધનખર્ચ થાય. એકંદરે મધ્યમ ફળદાયી આ વર્ષે તમે અનેક નવી વસ્તુઓ શીખશો. તમારું વૈવાહિક જીવન સુખમય રહેશે તથા આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.
મિથુન રાશિ ભવિષ્ય 2018
મિથુન રાશિના જાતકોની અભિવ્યક્તિની શક્તિથી તમને આખુ વર્ષ મદદ મળી રહેશે. જો કે પહેલા મહિના દરમિયાન વાણીથી વિખવાદ થવાના એંધાણ જોતા વાણીમાં સંયમ રાખવો અનિવાર્ય બને. તમારા કામકાજના વિસ્તરણ માટે ઘરથી દૂર જવાના યોગ જણાય છે તેમજ ત્યાં સારી કમાણી પણ કરશો. પણ તે તમને પ્રિયજનોથી દૂર રાખશે. તેથી અંગત અને પ્રોફેશનલ જીવનમાં સંતુલન સાધવું ખૂબ આવશ્યક છે. મિથુન રાશિના જાતકો માટે વર્ષ 2018ના રાશિ ભવિષ્યને જોતા સંતાનો નટખટ હશે પણ નવી વસ્તુઓ શીખવા માટે ખૂબ જ ઉત્સુક રહેશે તથા પોતાના ક્ષેત્રમાં સારું પરફોર્મ કરશે. જો અપરિણીત હોવ તો ડિસેમ્બરના મધ્યાંતર સુધીમાં ઇચ્છિત પાત્ર જોડે પ્રભુતામાં પગલા માંડશો. વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં અતિશય ખર્ચ થાય. તમારું સ્વાસ્થ્ય નરમગરમ રહે તેમજ વાયુથી થતા વિકારોની સમસ્યા પરેશાની વધારે. જેમ કે સાંધાના દુખાવો વગરે..હલકી ગુણવત્તાના ખાદ્યપદાર્થોનું સેવન ટાળવું. વર્ષ દરમિયાન વ્યવસાયથી વધુ ફાયદો થાય. ભૂતકાળમાં તમે કરેલો પરિશ્રમ તમારી પ્રોફેશનલ સફળતાનો પાયો નાંખશે. એકંદરે આ વર્ષ જીવનમાં પ્રગતિ અને સફળતા માટે તમને અનેક તકો પૂરી પાડશે.
કર્ક રાશિ ભવિષ્ય 2018
કર્ક રાશિના જાતકો માટે વર્ષ 2018ના રાશિ ભવિષ્ય અનુસાર તમે તમારી આસપાસ વધુ ઊર્જાનો અનુભવ કરશો અને બીજાનું નેતૃત્વ કરવાની ઇચ્છા પ્રબળ હશે. પ્રિયપાત્ર તમને સારી રીતે ના સમજે અને આ જ કારણોસર સંબંધોમાં કડવાશ આવે. કૌટુંબિક જીવન સૌહાર્દપૂર્ણ રહેશે. તમારી પ્રતિષ્ઠા વધશે અને કાર્યસ્થળે જવાબદારીમાં વધારો થાય. સામાજિક હોદ્દો-દરજ્જો પણ વધશે. આ સમયગાળામાં જૂની બિમારી ફરીથી માથુ ઊંચકે તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખતા સ્વાસ્થ્યની પૂરતી કાળજી લેવી. વૈવાહિક જીવનમાં ખુશીનો અભાવ વર્તાય અને ઉદાસી રહે. વૈવાહિક જીવનના સૌહાર્દને ટકાવી રાખવા માટે ઉગ્ર દલીલબાજી કરવાનું ટાળવું. અતિશય ખર્ચ થાય. કમાણી થાય પરંતુ અતિશય ખર્ચાઓ પર કાબૂ રાખજો અન્યથા આર્થિક સ્થિતિમાં અંસતુલન આવતા વાર નહીં લાગે. વિદ્યાર્થી જાતકો સારું પરફોર્મ કરે તેમજ સંતાનો દૃઢનિશ્ચય રાખશે. વર્ષ દરમિયાન તમારો હેતુ જીવનને માણવાનો અને ખર્ચ કરવાનો હોવાથી તમે વૈભવી જીવનશૈલીનો આનંદ માણશો. તેના માટે તમે સખત મહેનત પણ કરશો. એકંદરે, આ વર્ષ કેટલાક પડકારોને બાદ કરતા ખૂબ સાનુકૂળ બની રહેશે.
સિંહ રાશિ ભવિષ્ય 2018
સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2018ના રાશિ ભવિષ્ય પર નજર કરતા જાણવા મળે છે કે તમે ધાર્મિક અને સેવાભાવી પ્રવૃત્તિઓમાં વિશેષ અભિરૂચિ રાખશો તથા તીર્થયાત્રા પર જવાનું આયોજન કરશો. જાન્યુઆરી- ફેબ્રુઆરી દરમિયાન ભાઇબહેનનું સ્વાસ્થ્ય કથળે પણ તમારી બહાદુરીમાં પણ વધારો થશે. પ્રણયજીવનમાં ઉતાર-ચડાવ રહે. એક તરફ પ્રણયજીવનમાં પારસ્પરિક ગેરસમજ ઊભી થશે તો બીજી તરફ પ્રિયપાત્રના સંગાથમાં પ્રેમની તાજગીથી ભરપૂર લહેરનો આનંદ માણશો. તમારું કામ જ તમને સફળતાના માર્ગ તરફ દોરશે. જો કે પ્રમાદીવૃત્તિથી મનમાં દૂર કરો. વૈવાહિક જીવનમાં પરમ સુખની અનુભૂતિ તમારા તન-મનને પ્રફુલ્લિત કરે. જીવન આગળ વધે તેવો અનુભવ થાય અને તમારા માર્ગમાં પરિસ્થતિ આવી રહી હશે તેવું લાગશે. આર્થિક દૃષ્ટિએ પણ દેખીતો સુધારો થશે. સંતાનોએ વધુ મહેનત કરવાનું મકક્મ મનોબળ રાખવું પડે તથા તમારે તેઓની કાળજી રાખવી પડશે. સંતાનોના સાહસો કે કાર્યોમાં સાથસહકાર આપની ફરજ બની રહે. વિદેશગમનના પણ પ્રબળ યોગ છે. જાન્યુઆરી- ફેબ્રુઆરી દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ સાચવવું. ઑક્ટોબરના મધ્યગાળા બાદ કૌંટુબિકની સાથોસાથ પ્રોફેશનલ જીવનમાં પણ સકારાત્મક પરિવર્તનના સાક્ષી બનશો. સમાજમાં પણ તમારી યશકિર્તી વધે.
કન્યા રાશિ ભવિષ્ય 2018
વર્ષ 2018માં કન્યા રાશિના જાતકોના રાશિ ભવિષ્ય પ્રમાણે આ વર્ષમાં તમે સારી સિદ્વિઓ હાંસલ કરી શકશો. અનેકવિધ તકોથી સારું આર્થિક પરિણામ પ્રાપ્ત થાય. સામાજિક વર્તુળ ખૂબ સક્રિય હશે તેમજ તમારો સામાજિક દરજ્જો પણ વધશે. મિત્રો અને પ્રિયજનો સાથે સુખકારક સમય વ્યતિત કરશો. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ વર્તાય તેથી સખત મહેનત જ સફળતાની ખરી ચાવી છે. સંતાનોને સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓ રહેતા તેઓ ઉશ્કેરાટ અનુભવશે તેથી તમારા સંતાનોની વિશેષ રીતે સારસંભાળ રાખવી. પ્રોફેશનલ જીવનનો આનંદ માણો. તમારા દરેક સાહસોમાં સિદ્વિ હાંસલ કરો. લાંબા ગાળાથી તમારી જે ઝંખનાઓ હતી તે હવે પૂરી થશે. વર્ષ દરમિયાન એકંદરે આવકનો પ્રવાહ પણ સારો રહેશે. જાન્યુઆરી મહિનામાં અનઅપેક્ષિત લાભ થાય તેવી શક્યતા નકારી શકાય નહીં. ઑક્ટોબર બાદ તેમાં વધારો થાય તો નવાઇ ના પામશો. જીવનસાથી મારફતે લાભની પ્રાપ્તિ થાય પણ તે/તેણી ઓક્ટોબર સુધી શરીરમાં ઉર્જાની કમીનો અનુભવ કરશે અથવા સ્વાસ્થ્યલક્ષી પરેશાનીનો સામનો કરે. જો કે તમને તેનો પૂરતા સાથ સહકાર પ્રાપ્ત થાય. પ્રોફેશનલ કારણોસર કે કામના સંદર્ભમાં તમારે ઘરથી દૂર જવાની નોબત આવે. પરિવારમાં કોઇ માંગલિક કાર્યો કે પ્રસંગનું આયોજન થાય. પરિવારમાં કોઇ નવા સભ્યનું આગમન થાય. સમગ્ર દૃષ્ટિએ આ સંપૂર્ણ વર્ષ તમારા માટે ખૂબ લાભદાયી નિવડે. તમારે માત્ર કૌટુંબિક જીવનમાં શાંતિ બની રહે તે ધ્યાન રાખવું પડશે અને બોલાચાલી ટાળવાનો પ્રયત્ન કરવો પડશે.
તુલા રાશિ ભવિષ્ય 2018
તુલા રાશિના જાતકો માટે રાશિ ભવિષ્ય 2018ને જોતા શરીરમાં ઊર્જા અને શક્તિ સાથે વર્ષની શરૂઆત થાય પરંતુ મનમાં આવેશ પણ હશે. કૌંટુબિક તેમજ વૈવાહિક જીવનને સુખકારક બનાવી રાખવા માટે આ આવેશને કાબૂમાં રાખવો. જાન્યુઆરી- માર્ચ દરમિયાન સ્વાસ્થ્ય નરમગરમ રહે. તમારી વાણી પર સંયમ રાખવો પડશે નહીં તો તેનાથી લોકોની લાગણી દુભાય તેવું બને. કાર્યસ્થળ એક શ્રેષ્ઠત્તમ સ્થળ બનશે જ્યાં તમારા વિચારોને આકાર મળશે અને વસ્તુઓને આપની તરફેણમાં રાખવામાં સમર્થ બનશો. પ્રમાદીવૃત્તિ ટાળવી. સહોદરો પણ નિષ્પક્ષ હશે. તેથી તમારે તમારી ખુદની ક્ષમતાઓના જોરે સામર્થ્ય સાબિત કરવું પડે. જાન્યુઆરી- માર્ચ દરમિયાન આવકમાં વૃદ્વિના યોગ છે. ત્યારબાદ પ્રયાસોથી નવા સાહસોની શરૂઆત કરો. તમે એકલા પડી ગયા હોય તેવી મનોવ્યથા પ્રવર્તે જેના કારણે કૌંટુબિક જીવનમાં અંસતોષ અને ઉદાસી જોવા મળે તેમજ પરિવારજનોને પણ પૂરતો સમય આપવામાં અસક્ષમ હશો. આ બાબતમાં ધ્યાન આપવું જરૂરી બને. ટૂંકો યાત્રા-પ્રવાસ કે પછી લાંબી અથવા વિદેશી યાત્રાના યોગ છે. સંતાનો ખુશખુશાલ રહેશે અને આંનદપૂર્ણ જીવન માણશે. વિદ્યાર્થી જાતકો સખત મહેનત કર્યા બાદ તેનું ફળ ચાખવા ઉત્સુક બને. માર્ચ મહિના બાદ વૈવાહિક જીવન પ્રગતિપૂર્ણ બને. એકંદરે વર્ષ પ્રગતિપૂર્ણ અને સુખરૂપ રહે. તમારે આવકના નવા સ્ત્રોતને વધારવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
વૃશ્વિક રાશિ ભવિષ્ય 2018
વૃશ્વિક રાશિના જાતકો માટે વર્ષ 2018નું રાશિ ભવિષ્ય જણાવે છે કે આ વર્ષ તમારા માટે કેટલાક પડકારો લઇને આવશે પણ જો તમે સક્ષમ થઇને તેને ઝીલવાની તૈયારી દેખાડશો તો નિશ્વિતપણે સિદ્વિઓ હાંસલ કરશો. જાન્યુઆરી-માર્ચ દરમિયાન સ્વાસ્થ્યની ફરિયાદ રહે. જો કે ત્યારબાદ સમસ્યાઓથી છૂટકારો મળતા ફરીથી ઉર્જાવાન બનો. શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ થાય. વર્ષ દરમિયાન આર્થિક સ્થિતિ જોઇએ તો અને ખાસ કરીને ઑક્ટોબર સુધી અતિશય અને અર્થહિન ખર્ચાઓથી તમારુ આર્થિક આયોજન ખોરવાય. ઑક્ટોબર બાદ, વધુ અસરકારક રીતે ફળદાયી પરિણામ મળતા જણાય. રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવી સલાહભર્યું છે. આ વર્ષ સંપૂર્ણપણે તમારા કૌશલ્ય અને આવડતોથી સુસજ્જ થઇને સારી આવક માટે વધુ મહેનત કરવાનું છે. ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવામાં રસ ધરાવતા જાતકો માટે આ વર્ષ એકદમ સાનુકૂળ જણાઇ રહ્યું છે. સંતાનો જીવનમાં અપાર સુખ મેળવશે. તેઓમાં નટખટપણુ જોવા મળે. જો કે અભ્યાસ પ્રત્યે અરુચિ રહે. વર્ષ દરમિયાન પારિવારિક જીવનમાં સૌહાર્દ અને સૂમેળ બન્યો રહે. દાંપત્યજીવનથી સારા પરિણામની પ્રાપ્તિના યોગ છે. જીવનસાથી કૌશલ્યપૂર્ણ હોવાની સાથોસાથ તમારા દરેક સાહસોમાં સહાયરૂપ બનશે. કાર્યસ્થળે પડકારજનક માહોલ વચ્ચે પણ પ્રગતિની તકો સાંપડે. એકંદરે આ વર્ષ મિશ્ર ફળદાયી નિવડે.
ધન રાશિ ભવિષ્ય 2018
ધન રાશિના જાતકો માટે વર્ષ 2018ના રાશિ ભવિષ્યને જોતા આ વર્ષ તમારા જીવનને વધુ પ્રગતિકારક બનાવવા માટે કેટલીક તકો પૂરી પાડશે. આપના મકક્મ મનોબળથી આ વર્ષને પરિપૂર્ણ બનાવવા પ્રયત્નશીલ બનશો. માર્ચ મહિના સુધી આવકમાં વૃદ્વિ થાય. ત્યારબાદ મે મહિના સુધીમાં ધનખર્ચ વધે પણ ત્યારબાદ બધુ યથાયોગ્ય રીતે પાર પડતું જણાય. તેથી નાણાકીય મોરચે ચિંતામુક્ત રહેવું. વર્ષ દરમિયાન નોકરી કે ધંધા ઉપરાંત અન્ય સ્ત્રોતથી કમાણી કરશો. શનિ આપને વધુ પરિશ્રમ માટે તૈયાર કરે. જો કે અતિશય શ્રમ ટાળવો અન્યથા સ્વાસ્થ્ય બગડે તેવી નોબત આવી શકે છે. માર્ચ- મે મહિનાનો સમય થોડો નિરસ રહે. ઑક્ટોબર બાદ સ્વાસ્થ્યની ફરિયાદ રહ્યા કરે. વાહન કાળજીપૂર્વક હંકારવું. સંતાનો મહેનતુ બને અને વિદ્યાર્થી જાતકો અભ્યાસમાં સારું પરફોર્મન્સ કરશે. કૌટુંબિક જીવન કેટલીક મુશ્કેલીઓને બાદ કરતા સારું અને સૌહાદપૂર્ણ રહેશે. જો કે એકલા પડી ગયા હોય અથવા ગૃહસ્થજીવનમાં અસંતોષની લાગણી ના રાખશો અને વાણી પર સંયમન આવશ્યક બને. દાંપત્યજીવન ફળદાયી પરિણામ આપે પણ જીવનસાથીનું સ્વાસ્થ્ય તમને ચિંતાતુર કરે. પ્રણયજીવનમાં સૂમેળ સધાય. શત્રુઓ પરાસ્ત થાય. એકંદરે વર્ષ સાનુકૂળ રહે. સ્વાસ્થ્યની પૂરતી કાળજી રાખવી.
મકર રાશિ ભવિષ્ય 2018
વર્ષ 2018 તમને જીવનનો ખરો અર્થ શું છે તેની અનુભૂતિ કરાવશે. એક તરફ તમારા ખર્ચમાં વધારો થશે જેને કારણે આર્થિક સ્થિતિ નબળી પડી રહ્યા હોવાની ચિંતા તમને સતાવે. બીજી બાજુ તમારું સ્વાસ્થ્ય શારીરિક અને માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરાવે. જો કે વિદેશી સંપર્કથી કમાણીમાં વૃદ્વિના યોગ છે. વેદિક જ્યોતિષશાસ્ત્ર 2018નું રાશિ ભવિષ્ય કહી જાય છે કે તમને આ સમયમાં આધ્યાત્મિક્તામાં વિશેષ અભિરૂચિ અને લગાવ રહેશે અને તેથી જ ભૌતિક વિશ્વથી ક્યારેક અલગ પડી ગયા હોવાની અનુભૂતિ થાય. કાર્યસ્થળે સત્તાની પ્રાપ્તિ થાય પણ વિવાદમાં પડવાથી દૂર રહેવું જ ખરી સમજદારી છે. કામના સ્થળે તમારા કામકાજ અને પ્રતિષ્ઠામાં વધારો થાય અને નવા અસાઇમેન્ટ અથવા મહત્વના પ્રોજેક્ટની તમને સોંપણી કરવામાં આવે. વિદ્યાર્થી જાતકો ખુશખશાલ રહે અને અભ્યાસમાં તેઓનું મન પરોવાયેલું રહે. વિદ્યાર્થીઓમાં કશુંક નવીનત્તમ શીખવાની ધગશ જોવા મળે. માર્ચ-મે મહિના દરમિયાન ઉપરીવર્ગ તમારા પર મહેરબાન રહે તેવી સંભાવના હોવાથી તેઓ સાથેના સંબંધોમાં સૂમેળ બન્યો રહે તેનું ખાસ ધ્યાન રાખવું. કૌંટુબિક જીવન ખુશીઓથી હર્યુંભર્યું રહેશે તથા પારિવારિક સામંજસ્ય વધુ ગાઢ બને. દાંપત્યજીવનમાં કેટલાક મતભેદ કે ગેરસમજના પ્રશ્નો ઉપસ્થિત થાય તેવા અણસાર હોવાથી પારસ્પરિક સમજ કેળવાય તેવા પ્રયત્નો કરવા. ઑક્ટોબર બાદ દાંપત્યજીવન સુખમય બને અને અંગત જીવનમાં સુખશાંતિનો માહોલ પ્રવર્તે. વર્ષ 2018 એકદંરે તમારી નબળાઇઓ દૂર કરવા તથા પ્રગતિ માટે તમારું સામર્થ્ય પુરવાર કરવા માટેનું રહેશે.
કુંભ રાશિ ભવિષ્ય 2018
વર્ષ 2018 કુંભ રાશિના જાતકો માટે સાનુકૂળ નજરે પડે છે. વર્ષ દરમિયાન તમારા નિર્ણયો જ જીવનમાં પ્રગતિ માટેનો પાયો નાખશે. આવકમાં વૃદ્વિ તમારો મુખ્ય સંકલ્પ બની રહે તથા તમારા સખત પરિશ્રમથી જ વર્ષને ફાયદાકારક બનાવી શકશો અને આર્થિક સ્થિતિ તથા દરજ્જો પણ વધે. લાંબા અંતરની મુસાફરીના યોગ છે. દરેક નિર્ણયો સમજદારીપૂર્વક લેશો. સ્વાસ્થ્ય સુખાકારી જળવાઇ રહે અને જૂની બિમારીઓથી મુક્ત થશો. ઉપરીઓ તમારા કામની પ્રશંસા કરે. સેવાભાવી કે ધર્માદાના કાર્યોમાં પરોવાયેલા રહેશો. દાંપત્યજીવનમાં પ્રેમ અને લાગણીનું સત્વ પ્રસરે. જો કે પહેલા બે મહિનાનો સમય થોડોક પડકારજનક રહેતા જીવનસાથી જોડે જીભાજોડી થાય અથવા તેના સ્વાસ્થ્યના પ્રશ્નો મનને ચિંતાતુર કરે. પ્રણયસંબંધો ધરાવતા જાતકોને વિશેષ રીતે ધ્યાન આપવું પડે અને પારસ્પરિક સમજ કેળવાય તે માટે વધુ સમજદારી કેળવવી પડે. વિદ્યાર્થી જાતકોમાં વધુ મહેનત કરવાની ધગશ રહે જ્યારે સંતાનોને કેટલીક ફરિયાદ રહે. જો કે તમારા પ્રેમ, હૂંફ અને કાળજીથી તેઓ ફરીથી ખીલી ઊઠશે. વર્ષ 2018 તમારા માટે સકારાત્મક અને પ્રગતિકારક નિવડે.
મીન રાશિ ભવિષ્ય 2018
વર્ષ 2018ના રાશિ ભવિષ્ય અનુસાર લાગણીશીલ સ્વભાવ ધરાવતા મીન રાશિના જાતકોએ વર્ષ દરમિયાન ખાસ કરીને ઑક્ટોબર સુધી સ્વાસ્થ્યમાં સાચવવું પડે. ત્યારબાદ તેઓ જીવનના ખરા આનંદને માણી શકશે. માનસિક તણાવ તથા સતત કામ કરવાનો સ્વભાવ તમારી પરેશાની વધારે. કામકાજના સ્થળે ઇચ્છિત પરિણામની પ્રાપ્તિ માટે વધુ અને આકરી મહેનત કરતા પણ તમે અચકાશો નહીં. ઉપરીઓ તમારી પાસેથી વધુ અપેક્ષાઓ રાખશે જેથી કરીને એક જ સમયે આ દરેક બાબતોને સંભાળવી વધુ કઠીન બને. જાન્યુઆરી મહિનો આર્થિક મોરચે સાનુકૂળ નથી જણાઇ રહ્યો તેથી ફેબ્રુઆરી મહિનામાં કોઇ મોટો આર્થિક સોદો મુલતવી રાખવો. આ સમય પસાર થઇ ગયા બાદ આવકમાં નોંધપાત્ર વૃદ્વિના યોગ છે. અનઅપેક્ષિત કે અનિચ્છનિય યાત્રા-પ્રવાસના યોગ પણ નકારી શકાય નહીં. દાંપત્યજીવનમાં સૌહાર્દ અને સામંજસ્યનો માહોલ પ્રવર્તે તેમજ જીવનસાથી તમારા દરેક સાહસો કે કામકાજમાં શ્રેષ્ઠત્તમ પ્રયાસો સાથે સાથ-સહકાર આપે. પ્રોફેશનલ જવાબદારીઓને કારણે ઘરથી દૂર રહેવાના સંજોગો ઉપસ્થિત થાય. સંતાનો નટખટ હોવાથી તેઓને શિષ્ટાચારમાં રાખવા તમારે પ્રયાસો કરવા પડશે. વિદ્યાર્થીઓમાં અભ્યાસમાં પ્રમાદીવૃત્તિ દેખાડે તથા વધુ ચીડીયાપણુ પણ જોવા મળે. તમે પણ જીવનમાં સહેલાઇથી સફળતા મેળવવા માટે સરળ રસ્તો પસંદ કરશો તેનાથી સારું પરિણામ મળશે પણ પાછળથી તેને અટકાવવાની નોબત આવે. ઑક્ટોબર બાદ જીવનમાં દેખીતા સકારાત્મક પરિવર્તનો સ્થાન લેશે. સમગ્ર દષ્ટિએ 2018ના વર્ષમાં સ્વાસ્થ્યને પ્રથમ પ્રાથમિક્તા આપવી પડશે તથા જીવનના દરેક ક્ષેત્રોમાં અનુકૂલન સાધવા માટે પ્રયત્ન કરવો પડે.
આ રીતે અમે તમારા માટે વર્ષ 2018ના રાશિ ભવિષ્યનો ચિતાર રજૂ કર્યો છે. ઉપરોક્ત પ્રસ્તુત કરાયેલા નિ:શુલ્ક ફળકથનનો મહત્તમ ઉપયોગ કરીને તમે આ વર્ષને વધુ સફળ અને ફળદાયી બનાવી શકો છો.
Read Other Zodiac Sign Horoscope 2018
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Rashifal 2025
- Horoscope 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025