Personalized
Horoscope
  • Talk To Astrologers
  • Talk To Astrologers
  • Talk To Astrologers
  • Brihat Horoscope
  • Personalized Horoscope 2024
  • Live Astrologers
  • Top Followed Astrologers
Home » 2015 » Rashi Bhavishya 2015 in Gujarati Published: October 14, 2014

રાશિ ભવિષ્ય 2015: Rashi Bhavishya 2015 in Gujarati

This Rashi Bhavishya 2015 in Gujarati is based on the principles of Vedic Astrology. Gujarati Rashi Bhavishya 2015 tells you how year 2015 is going to be for love, family, finance, succss and prosperity. Check out this Gujarati horoscope 2015 now:

આ અગાહીઓ તમારી ચંદ્ર રાશિ આધારિત છે. જો તમને તમારી ચંદ્ર રાશિ વિષે ખબર ન હોય તો એસ્ટ્રોસેજ મૂન સાઇન કેલ્ક્યુલેટર પૃષ્ઠની મુલાકાત લો.

મેષ રાશિનું રાશિ ભવિષ્ય 2015

વૃષભ રાશિ ભવિષ્ય

ગુરૂ ભગવાન મેષ જાતકો પર આશીર્વાદ વરસાવી રહ્યા છે. તમારા નવમા ભાવનો સ્વામી (ભાગ્યેશ) તમારા ચોથા અને પાંચમા ભાવમાં છે. આથી, 2015 ના ઉત્તરાર્ધમાં તમારું પારિવારિક જીવન સુંદર બની રહેશે. વિદેશ જવા માટે પ્રયત્ન કરી રહ્યા હો તો આ સમય તે માટે અનુકૂળ જણાય છે. નવી કાર કે નવું ઘર લેવા માંગો છો? થોડા હકારાત્મક પ્રયાસો કરો અને તમારી ઈચ્છા પૂર્ણ થશે. 2015 નો પૂર્વાર્ધ પ્રણય અને લગ્ન માટે સર્વોત્તમ છે. બાળક ઈચ્છતા પરણિત યુગલોના ઘેર દેવદૂત સમાન બાળકનો જન્મ થશે. ધંધાદારીઓ પોતાનું કાર્ય વિસ્તારવા પાછળ ખર્ચ કરશે. એકદમ નવીન આયોજન સાથે તમે કંઈક નવતર કરશો. મેષ રાશિના રાશિભવિષ્ય 2015 પ્રમાણે તમને તમારા કરતા વરિષ્ઠનો સહારો મળશે. સારા નાણાં કમાવાની ઉમદા તકો છે. જોકે, આઠમા ભાવમાં શનિ અને છઠ્ઠા ભાવમાં રાહુની સ્થિતિ જોતા તમે પારિવારિક અને આરોગ્ય બાબતે નિશ્ચિંત નહિ રહી શકો. સમયાંતરે તમારે આ અંગે વિચારતા રહેવું પડશે. બારમા ભાવનો કેતુ સૂચવે છે કે સમસ્યાઓ વચ્ચે ઘેરાઈ જઈ, ઝનૂની વ્યક્તિની જેમ વર્તન કરવાને બદલે કોઈની સલાહ લેવી હિતાવહ છે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે.

2015 માં મેષ જાતકો માટે ઉપાય: તમારી સાથે ચાંદીનો એક ચોરસ ટુકડો રાખો.

વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય 2015

વૃષભ રાશિ ભવિષ્યવર્ષ 2015 માં વૃષભ જાતકો પર ગુરૂ ભગવાન ખુશ રહેશે. ગુરૂના આશીર્વાદ તમને સફળતા તરફનો સાચો માર્ગ ચીંધશે. તમારાં કાર્ય યોગ્ય રીતે પૂર્ણ થવાની સાથે તમને સન્માન, આદર તેમજ પ્રશંસા પ્રાપ્ત થશે. છે ને આનંદદાયક સમાચાર? જોકે, વૃષભ રાશિ ભવિષ્ય 2015 પ્રમાણે તમારા સાતમા ભાવમાં આવેલો શનિ આવકમાં અડચણ પેદા કરશે. પરંતુ ચિંતા ન કરશો. સારા સમય પહેલા ખરાબ સમય આવે છે જેથી તમને સુખનું મૂલ્ય સમજાય. ઉપરાંત તમારા વ્યક્તિગત જીવનમાં તમને સુસંગતતાનો અભાવ જણાશે. પણ ફક્ત થોડા પ્રયત્ન કરવાથી તમે આ બધી જ અડચણોને પાર કરી શકશો. તમારા પ્રણય જીવન વિષે વાત કરીએ તો, પાંચમા ભાવમાં રહેલો રાહુ દર્શાવે છે કે, પ્રેમમાં સત્ય તેમજ નિષ્ઠા સહુથી જરૂરી છે. આથી એ ખાસ જુઓ કે તમે તમારા સાથી પ્રત્યે નિષ્ઠાવાન રહો. સંપત્તિ વિષે વાત કરીએ તો, આ વર્ષ સર્વોત્તમ રહેશે. વોશિંગ મશીન, ફ્રીઝ, વગેરે જેવાં ઘર વપરાશનાં સાધન થોડો ખર્ચ જરૂર કરાવે. વૃષભ રાશિ ભવિષ્ય 2015 પ્રમાણે વિદ્યાર્થીઓને અણધાર્યા પરિણામ મળે તેમ શક્ય છે.

2015 માં વૃષભ જાતકો માટે ઉપાય: કાળી ગાયની સેવા કરો.

મિથુન રાશિનું રાશિ ભવિષ્ય 2015

મિથુન રાશિ ભવિષ્ય

વર્ષ 2015 મિથુન જાતકો માટે આશીર્વાદનો જાદુઈ પટારો લાવી રહ્યું છે. પ્રિયજન માટે તમે કંઈક ખાસ કરવા માંગતા હો તો આ સમય તે માટે બિલકુલ યોગ્ય છે, અને તમે કરેલા પ્રયત્નો ચોક્કસ રંગ લાવશે. તમારા માટે આ સમય કેક પરની ચેરી સમાન હશે. 2015 માં તમને નામ, પ્રતિષ્ઠા, સંપત્તિ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ મેળવવા ઝંખતી હોય તે તમામ બાબતો મળે તેવી પૂરી શક્યતા છે. બીજું તો આપણને શું જોઈએ? મિથુન રાશિ ભવિષ્ય 2015 પ્રમાણે, તમારું આરોગ્ય પણ સારું રહેશે. તમે જૂની બીમારીનો સામનો કરી રહ્યા હશો તો તેમાં પણ સુધારો જણાશે. આમ સમગ્રપણે આ સમય તમારા માટે જેકપોટ લાવી રહ્યો છે. પ્રણય બાબતો માટે લગભગ આખું વર્ષ સારું છે. તમે કામ કરો છો તે જગ્યા બદલવાનો વિચાર કરતા હશો તો કોઈક વધુ સારી જગ્યાએ કામ મળવાની ઉત્તમ શક્યતા છે. આથી કોઈ પણ નવી તક ગુમાવ્યા વિના તેને ઝડપી લેજો! બીજી બાજુએ ધંધાદારીઓએ થોડી મહેનત કરવી પડશે, પણ યાદ રાખો કે મહેનતનું પરિણામ હંમેશા સારું જ આવે છે. આમ મિથુન રાશિ ભવિષ્ય 2015 કહે છે - મહેનતથી ક્યારેય ન ડરો. વિદ્યાર્થીઓ વિષે વાત કરીએ તો, તેમને સતત સારા પરિણામ મળતા રહેશે.

2015 માં મિથુન જાતકો માટે ઉપાય: નાની બાળકીઓની સેવા કરો.

કર્ક રાશિનું રાશિ ભવિષ્ય 2015

કર્ક રાશિ ભવિષ્ય

2015 નું વર્ષ કર્ક જાતકો માટે કેટલીક બાબતોમાં અતિશય પ્રભાવી નીવડશે. પરણવાની ઉંમરે પોહોંચ્યા હશો તો આ વર્ષમાં લગ્ન થવા નિશ્ચિત છે. તો તૈયાર થઈ જાઓ! તમે પરણો કે પરિવારની કોઈ બીજી વ્યક્તિ, ઘરમાં લગ્નનો માહોલ ચોક્કસ સર્જાશે. કર્ક રાશિ ભવિષ્ય 2015 પ્રમાણે, પ્રણયની બાબતોમાં દુરાગ્રહ રાખવો યોગ્ય રહેશે નહિ. તો થોડી ધીરજ રાખી કાળજીપૂર્વક વર્તન કરો. કાર્ય સંબંધી બાબતોમાં પણ 2015 નું વર્ષ ઘણું ઉત્તમ જણાય છે. નોકરીમાં બઢતી મળવાની સારી તકો છે. આ તમારા માટે ઘણો સારો સમય હોય તેવું લાગે છે. કામ સંબંધે પ્રવાસ કરવાનું બને. જોકે મોટા ભાગનો પ્રવાસ નકામો જશે. જોકે કર્ક રાશિ ભવિષ્ય 2015 કહે છે કે તમને શાંતિ રહેશે. આ વર્ષ દરમિયાન નાણાકીય સ્થિતિ સારી રહેશે તેવું લાગતું હોવા છતાં, રોકાણ કરતી વખતે આંધળુકિયા કરવા યોગ્ય રહેશે નહિ. અંતે તમારે એક બાબતે ચિંતિત રહેવું પડશે. આરોગ્ય થોડું અસ્વસ્થ રહ્યા કરશે. પણ તેનો અર્થ એવો નથી કે તમે ચોક્કસ બીમાર પડશો જ. તમારે ફક્ત થોડું સાવધ રહેવાનું છે. વિદ્યાર્થીઓ માટે પણ 2015 શુભ રહેશે. વર્ષનો 90% હિસ્સો કર્ક રાશિની તરફેણમાં હોય તેવું લાગે છે.

2015 માં કર્ક જાતકો માટે ઉપાય: મંદિરમાં બદામનું દાન કરો.

સિંહ રાશિનું રાશિ ભવિષ્ય 2015

સિંહ રાશિ ભવિષ્ય

સિંહ રાશિ ભવિષ્ય 2015 પ્રમાણે આ વર્ષ મિશ્ર ફળ આપશે. મૂંઝાઈ ન જશો. થોડું ખરેખર સારું અને થોડું સાહસિક બનશે. 2015 ના ઉત્તરાર્ધમાં ગુરૂ તમારા બારમા ભાવમાં અને શનિ છઠ્ઠા ભાવમાં છે. આથી તમારે કેટલીક તકલીફ સહન કરવી પડશે. કોઈ અસામાન્ય વર્તન ન કરશો, તમારી ક્ષમતા ચકાસવાનો આ સર્વોત્તમ સમય છે. તમારા કેટલાક પ્રિયજનોના વર્તનને કારણે તમે અસ્વસ્થ થશો. પણ વર્ષનો પૂર્વાર્ધ સરખામણીએ સારો લાગે છે અને તમારી તકલીફો ધીરે-ધીરે દૂર થતી જશે. જોકે, આ સમય દરમિયાન કોઈના કહેવા વિષે ચિંતા ન કરવાની હું તમને સલાહ આપીશ. સિંહ રાશિ ભવિષ્ય 2015 પ્રમાણે આ રીતે જ શાંતિ જાળવી શકાશે. વળી, સમજપૂર્વકના આયોજન થકી તમે વિપરીત પરિસ્થિતિઓ પર કાબૂ મેળવી શકશો. એવું લાગે છે કે તમે ઘણા બુદ્ધિશાળી છો. આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાવાથી તમને સારું લાગશે. આમ સમગ્રપણે, વર્ષ ઘણું રસપ્રદ અને બનાવોથી ભરેલું પસાર થશે. 2015 ના સારા હિસ્સાનો ઉપયોગ કરો અને તમને તમારી છૂપી ક્ષમતાઓ ખોળવાની તક મળશે, જે તમને કંઈક અંશે જાણે મહા માનવ બનાવી દેશે.

2015 માં સિંહ જાતકો માટે ઉપાય: ગાયને ખીર ખવડાવો.

કન્યા રાશિનું રાશિ ભવિષ્ય 2015

 કન્યા રાશિ ભવિષ્ય

2015 ના ઉત્તરાર્ધમાં, અગિયારમા ભાવમાં સ્થિત રાહુ દર્શાવે છે કે, તમને વિવિધ પ્રકારના લાભ થશે. આ વર્ષ દરમિયાન તમે માની ન શકો તેટલી આશ્ચર્યજનક બાબતો તમારી સામે આવશે. કન્યા રાશિ ભવિષ્ય 2015 પ્રમાણે પરિવારજનોનો સમય પણ સારો જશે, જોકે પ્રથમ ભાવમાં રાહુની સ્થિતિ જોતા તેમનું આરોગ્ય સંભાળવું પણ જરૂરી બનશે. આ બધાં ઉપરાંત, આ વર્ષનો ઉત્તરાર્ધ પ્રણય, લગ્ન અને બાળકો માટે પણ ઉત્તમ છે. વળી, કામ, ધંધા અને અભ્યાસ માટે પણ આ સમય ઘણો સારો છે. કન્યા રાશિ ભવિષ્ય 2015 અનુસાર, વર્ષ 2015 ઉત્સવ મનાવવાની ઘણી તક સાથે આવે છે. જોકે વર્ષના પૂર્વાર્ધમાં દરેક બાબતે કાળજી લેવી જરૂરી બનશે. તમારે બસ થોડું સજાગ રહેવાનું છે. વ્યગ્ર થવાની જરૂર નથી, કારણકે કંઈ ખાસ ગંભીર બાબતનો તમારે સામનો નહિ કરવો પડે. વચ્ચે કદાચ ખર્ચ વધશે અને તમારું આરોગ્ય લથડશે. ચિંતા ન કરશો, કોઈ મોટી બીના નહિ બને. આમ ધીરજ અને ચાતુર્યથી કામ કરવું જરૂરી બનશે.

2015 માં કન્યા જાતકો માટે ઉપાય: પીપળાના વૃક્ષને નિયમિત પાણી પીવડાવો.

તુલા રાશિનું રાશિ ભવિષ્ય 2015

તુલા રાશિ ભવિષ્ય

વર્ષ 2015 એકંદર તુલા જાતકો માટે સારું જશે તેમ લાગે છે. તુલા રાશિ ભવિષ્ય 2015 પ્રમાણે કૌટુંબિક જીવનમાં નાની-મોટી ગેરસમજ ઊભી થવાની શક્યતા છે. જોકે, ઘરનું સામંજસ્ય ભંગ થશે નહિ. આરોગ્ય મુદ્દે પણ 2015 સારું જશે. તમે કાર કે ઘર લેવાનું વિચારતા હો તો, દ્વિધામાંથી બહાર આવો. એક દૃઢ નિશ્ચય કરવાનો સમય આવી ગયો છે. 2015 નો પૂર્વાર્ધ તમારા પ્રણય તેમજ વ્યક્તિગત જીવન માટે ગુલાબની સુગંધ અને ચોકલેટ્સની મીઠાશ લઈને આવે છે. તો પ્રેમના સાગરમાં ડૂબકી મારવા તૈયાર રહો. તુલા 2015 રાશિ ભવિષ્ય પ્રમાણે, આ વર્ષે તમે તમારા કાર્યક્ષેત્રમાં કંઈક ખાસ કરશો. એવું લાગે છે કે તમારામાં નવીન ઊર્જાનો સંચાર થયો છે. બઢતીની શક્યતાઓ પણ ઉત્તમ છે. જાહેર સ્વીકારની સાથે આદર અને બહુમાન પણ વધશે. લાભની શક્યતાઓ પણ વધશે. જોકે, શનિ બીજા ભાવમાં હોવાને કારણે ખર્ચ વધુ થશે. તમારે થોડી કરકસર કરવી જરૂરી બનશે. વિદ્યાર્થીઓને હકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે.

2015 માં તુલા જાતકો માટે ઉપાય: લલાટ પર કેસરી તિલક કરો.

વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય 2015

વૃશ્ચિક રાશિ ભવિષ્ય

2015 માં મોટા ભાગના ગ્રહો તમારો પક્ષ લેતા જણાશે. એવું લાગે છે કે તમે સુરક્ષિત બાજુએ છો. આમ, 2015 તમારા માટે ઘણું અદ્ભુત રહેશે. ફક્ત શનિની સ્થિતિ થોડું સાહસ લાવશે, બાકી દરેક બાબત ઉત્તમ જણાય છે. એમ પણ જીવનમાં ફક્ત આરામ આવકાર્ય નથી, થોડું સાહસ પણ જરૂરી છે. કુટુંબમાં સામંજસ્ય જળવાઈ રહેશે. પ્રણયની બાબતોમાં 2015 ઘણું હકારાત્મક અને ઊર્મિલ રહેશે. જોકે પ્રથમ ભાવમાં શનિ હોવાને કારણે લગ્નજીવનમાં થોડી અશાંતિ રહેશે. થોડો સમય પ્રેમ માટે તરસતા રહેવું પણ સારું જ છે ને! ઉપરાંત, તે તમને કેટલીક આરોગ્ય સંબંધી સમસ્યાઓ પણ આપશે. ચિંતા ન કરશો, કોઈ ખાસ તકલીફ ઊભી થતી દેખાતી નથી. કાર્યક્ષેત્રમાં પણ આ સમય લાભદાયી છે. આમ, કામમાં ગળાડૂબ રહેવાનું પસંદ કરનાર વ્યક્તિઓ માટે આ ઉત્તમ સમય છે. વૃશ્ચિક 2015 રાશિ ભવિષ્ય પ્રમાણે, નાણાકીય સ્થિતિ સુધરશે. ​ખરીદવી જરૂરી તમામ વસ્તુઓની યાદી બનાવવાની શરૂ કરી દો. બીજી બાજુએ સખત મહેનત કર્યા બાદ વિદ્યાર્થીઓને હકારાત્મક પરિણામો મળશે. ધંધાકીય વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વર્ષના પૂર્વાર્ધમાં વિકાસ થશે.

2015 માં વૃશ્ચિક જાતકો માટે ઉપાય: વાનરોની સેવા કરો અને બિન-શાકાહારી ખોરાક લેવાનું તેમજ મદ્યપાન કરવાનું ટાળો.

ધન રાશિનું રાશિ ભવિષ્ય 2015

ધન રાશિ ભવિષ્ય

2015 ના શરૂઆતના હિસ્સામાં ગુરૂ ધન જાતકોની કુંડળીમાં આઠમા ભાવમાં રહેશે, જે હકારાત્મક નથી. જોકે તે નકારાત્મક પણ નથી. વળી, શનિ બારમા ભાવમાં હોવાને કારણે નાણાકીય બાબતોને કાળજીપૂર્વક સંભાળવી પડશે. પરંતુ આ બધી બાબતોનું ધ્યાન રાખતી વખતે તમારે ગભરાવાનું નથી. તમે જાણો છો તેમ નાણાકીય સ્થિતિમાં થોડી-ઘણી ખલેલ પણ એક સમસ્યા નોતરી શકે છે, આથી તમારે આ બધાંથી બની શકે તેટલું દૂર રહેવાનું છે. ધન રાશિ ભવિષ્ય 2015 પ્રમાણે, ફક્ત સ્વસ્થ અને શાંત મન જ આમ કરી શકે. 2015 દરમિયાન તમે તમારા પરિવારજનોના વર્તનમાં પણ ફેરફાર જોઈ શકશો. આ ફેરફાર તમને દુઃખ પહોંચાડી શકે. એવું લાગે છે જાણે આ આખા વર્ષે તમને જીવનના દરેક પાસામાં સશક્ત બનાવવાનું પ્રણ લીધું છે. મનમાં અસલામતીની ભાવના ઉદ્ભવી શકે છે, જે તમારા આરોગ્યને પણ અસર પહોંચાડશે. ધન 2015 રાશિ ભવિષ્ય પ્રમાણે, પ્રણય બાબતો પણ થોડી અસંતુષ્ટિ આપશે. પણ યાદ રાખો - "જે બને છે તે સારા માટે બને છે". બીજી બાજુએ, 2015 ના પૂર્વાર્ધમાં તમારી ઇચ્છાઓ પૂર્ણ થતી દેખાશે. જીવનમાં ફરી પરમ સુખનો અનુભવ થવા લાગશે. આવક વધશે અને વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે. વાહ! તમારા માટે ઘણી સાહસિક સફર.

2015 માં ધન જાતકો માટે ઉપાય: મંદિરમાં ઘી અને બટેટાનું દાન કરો.

મકર રાશિનું રાશિ ભવિષ્ય 2015

મકર રાશિ ભવિષ્ય

2015 નો ઉત્તરાર્ધ મકર જાતકો માટે ઘણો અદ્ભુત રહેશે. મકર રાશિ ભવિષ્ય 2015 પ્રમાણે ઉત્કૃષ્ટ આયોજન તમને સફળતા અપાવ્યા કરશે. તમે ઘણા બુદ્ધિશાળી છો. જીવનમાં ઘણી ઘટનાઓ ઘટશે. કાર્યસ્થળે પણ બધું હકારાત્મક હશે. એવું લાગે છે જાણે આ તમારા માટે ઉજવણીનો સમય છે. જોકે 2015 ના પૂર્વાર્ધમાં જીવનનો માર્ગ થોડી સમસ્યાઓ લાવશે. તે સમયે ગુરૂ તમારા આઠમા ભાવમાં હશે. પરિણામે આવતી નાણાકીય મુશ્કેલીઓને કારણે લક્ષ્ય સુધી પહોંચવું કઠીન લાગશે. આથી કંઈ પણ કરતી વખતે તમારે સાવચેત રહેવું જરૂરી છે. પણ ચિંતા ન કરશો, વિપરીત સંજોગોમાં પણ અડગ ઊભા રહેવાની તમારી ક્ષમતા ચકાસવા માટે જાણે આ સમય આવ્યો છે. આ ઉપરાંત મકર 2015 રાશિ ભવિષ્ય કહે છે કે, કોઈ પણ જગ્યાએ રોકાણ કરતા પહેલા તમારે બે વખત વિચારવું.

2015 માં મકર જાતકો માટે ઉપાય: દર ચાર મહીને છોતરા સાથેના 6 શ્રીફળ વહેતા પાણીમાં વહાવવા

કુંભ રાશિનું રાશિ ભવિષ્ય 2015

કુંભ રાશિ ભવિષ્ય

2015 કુંભ જાતકો માટે મિશ્ર ફળ લાવશે. કુંભ રાશિ ભવિષ્ય 2015 અનુસાર તમને તમારા પ્રિયજન સાથેનો સંબંધ તૂટતો લાગશે. પણ દુઃખી ન થતા; જે થાય છે તે સારા માટે જ થાય છે. તમારી વાણીની કટુતા કદાચ આ પાછળ કારણભૂત હોઈ શકે. આથી બને શકે તેટલા વિનમ્ર બનવાની કોશિશ કરો. કુટુંબના કોઈ સભ્યના આરોગ્યને કારણે તમને તણાવ રહે તેમ બની શકે. પણ ચિંતાનું કોઈ કારણ નથી, સમય ઝડપથી પસાર થઈ જશે. બીજી બાજુએ કુંભ 2015 રાશિ ભવિષ્ય પ્રમાણે તમારું આરોગ્ય સારું હોવાનું જણાય છે. કાનૂની મુકદ્દમામાં તમે અટવાયેલા રહેશો. પણ ચિંતા ન કરશો, તમે સૌને પછાડી દેશો. 2015 નો પૂર્વાર્ધ પ્રણય જીવનમાં સુખાકારી લાવશે. લગ્ન જીવનમાં પરમ સુખની અનુભૂતિ થશે. કામદેવ તમારા પર ઘણા ખુશ હોવાનું જણાય છે. તમે સાતમા આસમાને વિહરશો. કામના સ્થળે પણ સારો સુધારો દેખાય છે. આ ઉજવણીનો સમય છે. આવક અને અભ્યાસ વધશે. એવું લાગે છે જાણે આ વખતે તમે પરિસ્થિતિને ઝડપથી સમજી પ્રતિસાદ આપી શકશો.

2015 માં કુંભ જાતકો માટે ઉપાય: પુજારીને પીળાં વસ્ત્રનું દાન કરો.

મીન રાશિનું રાશિ ભવિષ્ય 2015

મીન રાશિ ભવિષ્ય

2015 મીન જાતકો માટે સુંદર શરૂઆત આપશે. મીન રાશિ ભવિષ્ય 2015 અનુસાર, ઘરમાં કોઈ શુભ પ્રસંગ બનશે. ઘર આંગણાની ઉજવણીને માણવાનો આ સમય છે. જોકે, કેટલાક પરિવારજનોનું તોછડું વર્તન તમને દુઃખ પહોંચાડશે. પણ હું તમને એ વાતને અવગણવાનું કહીશ. લગ્ન ઉપર કેતુની સ્થિતિ જોતા તમારે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આવી પરિસ્થિતિમાં તમારી ખાન-પાનની આદતો પર નજર રાખવી જરૂરી છે. મીન 2015 રાશિ ભવિષ્ય કહે છે - વાહન ચલાવવામાં સાવચેતી રાખો. પ્રણય બાબતો માટે સારો સમય કહી શકાય, પણ સાતમા ભાવમાં રહેલો રાહુ સારો ગણાતો નથી. આથી પ્રેમ અને ભરોસા માટે તમે હંમેશા ઝંખ્યા કરશો. તમને સારી નોકરી મળી શકે છે. તમને કર્ણોપકર્ણ વાતો કરતા જોઈ શકાશે. જોકે, સખત મહેનત અને જવાબદારીનું પ્રમાણ વધશે. આથી, સજ્જ રહો. ઉપરાંત, લાભ વધવાની પણ શક્યતા છે. તમારા જીવનમાં ઘણી સારી બાબતો બનશે આથી, બેવડી ઉજવણીનો આ સમય છે. અભ્યાસ માટે હકારાત્મક સમય રહેશે. 2015 ના પૂર્વાર્ધમાં થોડી મુશ્કેલીઓ આવી શકે.

2015 માં મીન જાતકો માટે ઉપાય: મંદિરમાં ચોખા, ગોળ અને ચણા મસૂરનું દાન કરો.

- પં. હનુમાન મિશ્રા

2015 Articles

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

AstroSage TVSubscribe

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com

Reports

Live Astrologers