ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ભવિષ્યકથન
તમે ખાસ્સા ઊર્જાવાન છો તથા બધું બહુ જ હોંશિયારીપૂર્વક કરવાનું તમને ગમે છે. તમે સદા સક્રિય રહો છો એ બાબત તમારી યોગ્યતામાં ગણી શકાય. સામાજિક કાર્યોને કારણે તમને માન-સન્માન મળશે. ભવિષ્યની યોજના ઘડવાની બાબતમાં તમે ખાસ્સા નિષ્ણાંત છો. આ એક ચોક્કસ ગુણને કારણે, તમે રાજકારણમાં પણ સફળ થઈ શકો છો. તમે ખૂબ જ મહત્વાકાંક્ષી છો તથા તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયાસ કરો છો. તમને કોઈપણ નાની બાબત કરવાનું ગમતું નથી. વળી, તમને વારંવાર તમારો વ્યવસાય બદલવાનું પણ ગમતું નથી કેમ કે તમને કોઈપણ કામ સ્થિરતાપૂર્વક કરવાનું ગમે છે. તમને સરકારી વિભાગો તરફથી અનેક લાભો મળશે. તમે જયારે કોઈની સાથે મિત્રતા કરો છો, ત્યારે તમે તેની સાથે લાંબા ગાળા સુધી જોડાયેલા રહેવાનું પસંદ કરો છો. તમે સતત કંઈક ને કંઈક નવું શીખવા તૈયાર રહો છો અને આ ગુણને કારણે તમે હંમેશા સફળ પણ થાવ છો. તમે ખુશખુશાલ તથા શાંત રહેવામાં માનો છો તથા કેટલીક બાબતોમાં તમે ખૂબ જ નસીબદાર હશો. તમે દરેક બાબત ખૂબ જ ઈમાનદારપૂર્વક તથા નિષ્ઠા સાથે કરવામાં માનો છો તથા તમે ખાસ્સા ઘાર્મિક પણ છો. તમે પવિત્ર હૃદયના છો, પણ તમારા ગુસ્સા પર કાબુ રાખવો તમારી માટે ખૂબ જ જરૂરી છે. કોઈ પણ જાતની અપેક્ષા વિના અન્યોની મદદ કરવી એ તમારી ખાસિયત છે તથા તમે જ્ઞાનના ભંડાર છો. તમને બધું જ તમારી મેળે કરવાનું ગમે છે. સમાજમાં અલગ વ્યક્તિત્વ ધરાવવા માટે, તમે ખૂબ જ ઉત્સાહિત રહો છો. અન્યોના માન તથા આબરૂ જાળવવા, તમે તરત જ કોઈપણ વાત માની લો છો કેમ કે સામાન્યપણે તમને ઝઘડો પસંદ નથી. તમારી વાણી અસરકારક તથા જ્ઞાનસભર છે તથા તમને ઈમાનદાર અને સત્યનિષ્ઠ જીવન જીવવું ગમે છે. વળી, તમારી સંપત્તિ તથા સત્તાનો ઉપયોગ કરી લોકોની મદદ કરવાની એક પણ તક તમે જતી કરતા નથી. તમે નાણાંની બચત કરવામાં પણ અસરકાર છો. વધુમાં, તમને વારસાગત મિલકત પણ મળશે. આર્થિક રીતે, તમે સ્વતંત્ર હશો. જનસંપર્કને લગતા કાર્યોમાંથી તમને લાભ થશે. સખત મહેનતથી તમે ક્યારેય ગભરાતા નથી અને આ બાબત જ સફળતાને તમારી તરફ લઈ આવે છે. 32 વર્ષની વય સુધી થોડોક સંઘર્ષ રહેશે, પણ 38 વર્ષની ઉંમર બાદ તમે સારૂં કરી શકશો.
શિક્ષા ઔર આવક
શિક્ષણ, લેખન, વૈજ્ઞાનિક સંશોધન સાથે સંબંધિત અનેક ક્ષેત્રોમાં તમારી પ્રતિભા ઝળકે છે. તમારી માટે અનુકૂળ વ્યવસાયો આ મુજબ છે- રાજકારણ; સંગીત; ઉચ્ચ અધિકારી; સાંસદ કે પ્રધાન; પ્રસાર માધ્યમો અથવા જનસપંર્કને લગતા કામ; મનોરંજન; પંડિત; ધાર્મિક વ્યાખ્યાનકાર; લૅક્ચરર; નાણાકીય વિભાગ; સમાજ સેવા; લગ્નસંબંધી સલાહ; ગણિતશાસ્ત્રી અથવા વિજ્ઞાન સંબંધી ક્ષેત્રો; એન્જિનિયરિંગ; ખગોળશાસ્ત્ર; એડવર્ટાઈઝિંગ; પત્રકારત્વ; વગેરે.
પારિવારિક જીવન
તમારૂં પારિવારિક જીવન સારૂં છે. તમે તમારા લગ્નજીવનથી ખુશ છો કેમ કે તમને જોડાયેલા રહેવું ગમે છે. તમારા જીવનસાથી ગૃહકાર્યોમાં નિષ્ણાંત, શાંતિપ્રિય તથા મૃદુભાષી છે. તેમને ગણિત અથવા વિજ્ઞાનમાં રસ હશે તથા તેઓ ભણાવવામાં અને વહીવટી કામોમાં સફળ થઈ શકે છે. તમારા જીવનસાથી મૉડેલિંગ અથવા અભિનયમાં પણ સફળ થઈ શકે છે. દેખાડો કરવાથી દૂર રહેવું એ તેમનો સ્વભાવ હશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026





