શતાભિશા નક્ષત્ર ભવિષ્યકથન

તમે "સત્યમેવ જયતે"(સત્યનો હંમેશા વિજય થાય છે)ની ફિલસૂફીમાં માનો છો. સત્ય માટે, તમે તમારૂં જીવન પણ સમર્પિત કરી દેવા તૈયાર હશો. તમારા જીવનમાં કેટલાક ચોક્કસ સિદ્ધાંતો છે, જેને કારણે તમારે અવારનવાર અન્ય લોકો સાથે સંઘર્ષ થાય છે. તમે પોતાના સ્વાર્થ માટે કોઈ કામ કરતા નથી. તમારૂં હૃદય અત્યંત કોમળ છે અને તમે ખૂબ જ ધાર્મિક છો. તમે બહાદુર તથા પરાક્રમી છો.તમારા આશયો ખૂબ જ દૃઢ અને ઉન્નત હોય છે અને તમે એકવાર કશુંક કરવાનો નિર્ણય લો છો, તો તમે એ પૂર્ણ કરીને જ ઝંપો છો. તમે તમારી જવાબદારીઓ જાણો છો અને તથા તેને યોગ્ય રીતે પૂરી કરવાનો પ્રયાસ કરો છો. તમારા વિચારો રાજકારણ પ્રેરિત છે અને તમે રાજરમતોમાં પણ પ્રવીણ હશો. તમને વધુ પડતું શારીરિક કામ કરવું ગમતું નથી; એના કરતાં તમે મગજનો વધુ ઉપયોગ કરો છો. તમે આત્મવિશ્વાસથી છલોછલ હોવાથી, તમને ભાગીદારીમાં કામ કરવાને બદલે એકલા મુક્તપણે કામ કરવું ગમે છે. તમારો સ્વભાવ થોડો આળસુ છે અને તમને મોજમજા કરવાનું ગમે છે. તમને સંપૂર્ણ સુખભર્યું જીવન જીવવાનું ગમશે. મશીનની જેમ કામ કરવું તમને ગમતું નથી અને તમે જીવનને મુક્તપણે માણવા ઈચ્છતા હશો. તમે કોઈ પણ મુશ્કેલીમાં ગભરાઈ જતાં નથી; ઉલ્ટાનું તમે પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરો છો તથા તેની સાથે લડો છો. તમારામાં જે વિશ્વાસ અને શક્તિ છે તે તમને દૃઢતા બક્ષે છે, જેને કારણે તમે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ સામે જીત મેળવી શકો છો. તમારા વ્યક્તિત્વમાં વધુ એક ગુણ છે અને તે એ કે, જો કોઈ તમારી સાથે દુશ્મનાવટભર્યું કે પ્રતિકૂળ થવાનો પ્રયાસ કરે છે, તો તમે તેમને આસાનીથી હરાવી દો છો. જો કે તમે જલદીધી ગુસ્સે થતાં નથી; પણ તમે ગુસ્સે થાવ છો ત્યારે તમને કાબુમાં લેવા બહુ મુશ્કેલ થઈ જાય છે. પણ, તમે નરમ દિલ તથા હોંશિયાર મગજ ધરાવો છો, તમારો ગુસ્સો બહુ જલદીથી ઊતરી જાય છે. એકવાર તમે કંઈક નક્કી કરો છો, એ પછી તમે તેમાં પાછીપાની કરતા નથી. જીવનના દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળે છે કેમ કે તમે સક્ષમ તથા તેજસ્વી છો. તમે જ્યારે કોઈકની સાથે વાત કરો છો, ત્યારે સામેની વ્યક્તિ તમારી ચાહક થઈ જાય છે. આમ છતાં, તમે દેખાડો કરવામાં માનતા નથી અને બની શકે એટલું દેખાડો કરવાનું ટાળો છો. તમારી યાદશક્તિ ખૂબ જ સતેજ છે અને તમે એકવાર કશુંક વાંચી લો છો, તમને તે લાંબા સમય સુધી યાદ રહે છે. તમારામાં સાહિત્યને લગતી પ્રતિભા છે અને બહુ જલદી જ આ પ્રતિભા લાઈમલાઈટમાં આવવાની છે. તમારા સારા સ્વભાવને કારણે, તમે ખાસ્સા લોકપ્રિય હશો.
શિક્ષા ઔર આવક
તમે ઉચ્ચ લાયકાત મેળવવા માટે સક્ષમ છો. માનસશાસ્ત્ર અથવા સ્પર્શ ચિકિત્સાના ક્ષેત્રમાં તમે મહારત હાંસલ કરી શકો છો. તમને જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ રસ છે તથા તમે તેમાં સારા તથા નિશ્ચિત નિષ્ણાંત બની શકો છો. વળી, તબીબી ક્ષેત્રે પણ નામ તથા કીર્તિ મેળવવામાં પણ તમે અસરકારક સાબિત થઈ શકો છો. તમારી માટે અનુકૂળ ક્ષેત્રોમાં ઈલેક્ટ્રિશિયન; કૅમોથૅરેપી; અવકાશયાત્રી અથવા જ્યોતિષ; પાયલોટ; મિલિટરી પ્રશિક્ષક; ફિલ્મ તથા ટીવી સંબંધિત કાર્યો; ફિલ્મ એક્ટર અથવા આર્ટિસ્ટ; મૉડેલ; ફોટોગ્રાફર; વિજ્ઞાનના શિક્ષક અથવા લેખક; ન્યૂક્લિયર ફિઝિક્સ સાથે સંબંધિત કાર્યો; ફાર્માસ્યુટિકલ; ડૉક્ટર અથવા સર્જન; આલ્કોહૉલ બનાવવું અથાવ નશા સંબંધિત કામ; પ્લાસ્ટિક અથવા પ્લાસ્ટિકના ઉત્પાદન સંબંધી કામ; પેટ્રોલિયમ સંબંધિત કામ; યોગ પ્રશિક્ષક; સંશોધક; વગેરે.
પારિવારિક જીવન
એવી શક્યતા છે કે તમારે તમારા નજીકના લોકોને લઈને તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારી ઉદારતાને કારણે, તમે સદાય અન્યોની મદદ કરવા તત્પર રહો છો, પણ તમે પોતે કોઈક માનસિક તાણથી પીડાવ છો. ખાસ કરીને, ભાઈઓ સાથે કોઈક બાબતે અણબનાવ થવાની શક્યતા જોવાય છે. તમને તમારા માતા-પિતા પાસેથી પૂરેપૂરો પ્રેમ મળશે. તમારૂં લગ્નજીવન સંતોષપૂર્વકનું હશે કેમ કે તમે તમારા જીવનસાથીને કોઈ પણ જાતની અપેક્ષા વિના પ્રેમ કરશો. તમારા જીવનસાથી ઉદારતાના કેન્દ્રબિંદુ સમાન હશે. તેઓ તમારા પરિવારના સભ્યોનું યોગ્ય રીતે ધ્યાન રાખશે તથા વડીલોને માન આપશે. તમારા જીવનસાથીનો જીવનમંત્ર હશે – "સારૂં કરો અને ભૂલી જાવ."
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Rahu-Ketu Transit July 2025: Golden Period Starts For These Zodiac Signs!
- Venus Transit In Gemini July 2025: Wealth & Success For 4 Lucky Zodiac Signs!
- Mercury Rise In Cancer: Turbulence & Shake-Ups For These Zodiac Signs!
- Venus Transit In Gemini: Know Your Fate & Impacts On Worldwide Events!
- Pyasa Or Trishut Graha: Karmic Hunger & Related Planetary Triggers!
- Sawan Shivratri 2025: Know About Auspicious Yoga & Remedies!
- Mars Transit In Uttaraphalguni Nakshatra: Bold Gains & Prosperity For 3 Zodiacs!
- Venus Transit In July 2025: Bitter Experience For These 4 Zodiac Signs!
- Saraswati Yoga in Astrology: Unlocking the Path to Wisdom and Talent!
- Mercury Combust in Cancer: A War Between Mind And Heart
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025