ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ભવિષ્યકથન
તમારૂં વ્યક્તિત્વ ચુંબકીય તથા આકર્ષક છે. વળી, તમારા ચહેરા પર સતત હાસ્ય રહે છે. તમે એકવાર જો કોઈની સામે હસીને જોઈ લીધું તો તે વ્યક્તિ તમારા પર ન્યોછાવર થઈ જશે. તમે જાણકાર, જ્ઞાની તથા સમજદાર છો. કોઈની માટે પણ તમારા વર્તનમાં ફેરફાર થતો નથી; તમે દરેક સાથે સમાનપણે વર્તો છો. કોઈને પણ તકલીફ આપવાનું તમને ગમતું નથી; એટલું જ નહીં તમે કોઈને તકલીફમાં જોઈ પણ નથી શકતા. તમારે ગુસ્સા પર હંમેશા કાબુ રાખવો રહ્યો; પણ તમે જ્યારે પણ ગુસ્સે થાવ છો, એ બહુ થોડા સમય માટે હોય છે. તમે દિલથી ખૂબ જ નમ્ર તથા સાફ છો. જે લોકો તમારી માટે પ્રીતિપાત્ર છે, તેમની માટે તમારૂં જીવન પણ સમર્પિત કરી દેવા તૈયાર રહો છો. તમારો અવાજ મીઠો છે તથા તમે ભાષણ આપવામાં ખૂબ જ સારા છો. તમે તમારા શત્રુઓ સામે વિજયી થશો. તમારો વધુ એક ગુણ એ છે કે તમે એક સમયે જ અનેક બાબતોમાં મહારત હાંસલ કરશો. તમને જો વધુ શિક્ષણ નહીં પણ મળે તેમ છતાં તમારી પાસેની માહિતી શૈક્ષણિક યોગ્યતા ધરાવતી વ્યક્તિની સમકક્ષ હશે તમને લલિત કળામાં રસ હશે તથા તમે વિવિધ પુસ્તકો તથા લેખો લખી શકશો. તમારી આસાધારણ આવડત અને અસરકારકતાને કારણે, તમારી નોંધ લગભગ બધા જ ક્ષેત્રોમાં લેવાશે. તમારા જીવનમાં આળસને કોઈ મહત્વ કે સ્થાન મળતું નથી. તમે જ્યારે કંઈક કરવાનો નિર્ણય લો છો, તમે એ કામ પૂરૂં કરીને જ ઝંપો છો. કોઈ નિષ્ફળતાને કારણે તમે નિરાશ થતાં નથી. તમે વર્તમાનમાં તથા જીવનની વાસ્તવિક્તામાં વિશ્વાસ ધરાવો છો, તમને હવાઈ કિલ્લા બાંધવાનું ગમતું નથી. ચરિત્રની દૃષ્ટિએ તમે ખાસ્સા દૃઢ છો તથા કોઈ લાલચ કે વાસના તરફ તમે સરળતાથી આકર્ષિત થતાં નથી. તમે તમારા શબ્દોને દૃઢતાપૂર્વક વળગી રહો છો તથા જે કહો છો તે કરો છો. દયાનો ભાવ તમારામાં છલોછલ ભરેલો છે અને જ્યારે કોઈ નબળી વ્યક્તિ તમારી પાસે આવે છે, તમે તેની મદદ કરવાનો પ્રયાસ કરો છો. તમને ધર્મમાં ઊંડી આસ્થા છે તથા તમે ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલા પણ હશો. નોકરી હોય કે ધંધો, તમે બંનેમાં સફળ થઈ શકશો. તમારી સફળતાનું રહસ્ય તમારો સખત મહેનત કરવાનો સ્વભાવ છે. તમારા સખત પરિશ્રમને કારણે તમે સફળતાના ઉચ્ચતમ શિખરને પણ સર કરી શકશો. તમને વિજ્ઞાન, ફિલસોફી તથા રહસ્યમય-ગૂઢ વિષયોમાં પણ ઊંડો રસ હશે. સમાજમાં, તમે વિદ્વાન તરીકે જાણીતા છો. સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હોવા છતાં,તમને એકલા રહેવાનું ગમે છે. તમારા આશયો બલિદાનના હોય છે તથા તમે દાન-સખાવતો કરવામાં માનો છો. તમને તમારા વ્યક્તિત્વને કારણે સમાજમાં સારૂં માન-સન્માન મળે છે. તમારૂં વયસ્ક જીવન ખુશીઓ તથા સુખથી ભરેલું હશે
શિક્ષા ઔર આવક
તમારૂં શિક્ષણ સારૂં રહેશે અને તમને અનેક વિષયોની જાણકારી હશે. તમારી માટે અનુકૂળ વ્યવસાયોમાં ધ્યાન તથા યોગ; ડાયગ્નોસ્ટિક્સ અને મેડિકલ પ્રૅક્ટિસ; સલાહકાર; આધ્યાત્મિક ગુરૂ; સન્યાસી; યોગી; દિવ્ય પુરૂષ; સખાવતી સંસ્થાઓ સાથે સંકળાયેલા કામ; સંશોધક; ફિલોસોફર; કવિ; લેખક; સંગીતકાર; કલાકાર; દુકાનદાર; સરકારી નોકર; ઈતિહાસકાર; સુરક્ષા રક્ષક; વગેરેનો સમાવેશ થાય છે.
પારિવારિક જીવન
તમે તમારી જન્મભૂમિથી દૂર રહેશો. એવી પૂરેપૂરી શક્યતા છે કે, તમને તમારા પિતા તરફથી ખાસ લાભ નહીં મળે તથા બાળપણમાં તમારી ઉપેક્ષા થઈ હોવાનું પણ તમને લાગશે. તમારૂં લગ્નજીવન ખુશીઓથી સભર હશે. તમારા જીવનસાથી ખૂબ જ સક્ષમ હશે તથા સંતાનો તમારી સાચી સંપત્તિ હશે. લગ્ન બાદ તમારો ખરો ભાગ્યોદય થશે. સંતાનો આજ્ઞાંકિત, બુદ્ધિશાળી અને વડીલોને માન-આદર આપનારા હશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026





