રોહિણી નક્ષત્ર ભવિષ્યકથન
તમે પાતળા, પરિવર્તનક્ષમ, આકર્ષક હોવાની સાથે તમારા વ્યક્તિત્વમાં એક ચુંબકીય આકર્ષણ હશે. તમારી આંખો ખૂબ જ સુંદર હશે તથા તમારી મુસ્કાન લોકોના હૃદયના ધબકારા ચુકવી દેનારી હશે. ભાવનાયુક્ત હૃદય સાથે, તમે પ્રકૃતિ પ્રેમી છો. તમે અત્યંત વિનમ્ર, સાલસ તથા વિવેકી છો. વળી, તમે એ બખૂબી જાણો છો કે કોની સાથે કઈ રીતે વર્તવાનું છે. તમારા વર્ગના લોકોમાં તમે ખાસ્સા લોકપ્રિય તથા આકષર્ણનું કેન્દ્ર હશો એ પણ એટલું જ સાચું છે. તમારી આવડત તથા દેખાવ દ્વારા લોકોને પ્રભાવિત કરવાનું તમને મુશ્કેલ નહીં જણાય. આથી, લોકો સામાન્યપણે તમારા પર બહુ સરળતાથી વિશ્વાસ મુકે છે. આમ છતાં, તમે સ્વભાવે ખૂબ જ સરળ, સ્પષ્ટવક્તા તથા સાચા હશો. તમે તમારા પરિવાર, ઘર, સમાજ અથવા આખા વિશ્વની સેવા કરી તમારી આવડત દેખાડવા માગો છો. અભિવ્યક્તિની અદભુત આવડતને કારણે તમે એક સારા અભિનેતા પણ બની શકો છો. વધુમાં, તમે લોકોનું ધ્યાન ખેંચવામાં પણ કુશળતા ધરાવો છો. તમે સામાન્યપણે સમાજ તથા પરિવારના મૂલ્યો તથા નિયમોને માન આપો છો. વળી, તમે તમારા ધ્યેય અંગે પણ ખાસ્સા સમર્પિત તથા પ્રતિબદ્ધ છો. તમને તમારા નિકટના મિત્રો સાથે પરમ શાંતિ તથા નિરાંતનો અનુભવ થાય છે. તમને લોકો પરંપરાવાદી ગણી શકે છે, પણ તમે જૂના સિદ્ધાંતોને બિલકુલ અનુસરતા નથી કેમ કે તમે નવા વિચારો તથા પરિવર્તનોને આસાનીથી સ્વીકારી લો છો. સ્વાસ્થ્યની વાત આવે ત્યારે તમે હંમેશા સતર્ક તથા જાગરૂક રહો છો. કદાચ આ કારણસર જ તમે રોગમુક્ત તથા લાંબું આયુષ્ય ભોગવશો. ઘણીવાર તમે લાગણીના પ્રવાહમાં તણાઈ જાવ છો તથા લોકો પર બહુ ઝટ વિશ્વાસ કરી બેસો છો, જેને કારણે ઘણીવાર તમને છેતરપિંડીનો ભોગ પણ બનવું પડી શકે છે. આમ છતાં, સત્યને વળગી રહેવાની તમારી નિષ્ઠા બદલાશે નહીં. તમે વર્તમાનમાં રહેવામાં માનો છો; આવતી કાલની ચિંતા-ફીકરથી તમે મુક્ત રહો છો. તમારા જીવનમાં અનેક ચડાવ-ઉતાર આવશે. તમે દરેક કામ સંપૂર્ણ ભક્તિભાવથી કરવામાં માનો છો. તમે જે પણ કામ ધીરજપૂર્વક કરશો તેમાં તમને ચોક્કસ જ સફળતા મળશે. તમને યુવાન વયે થોડોક સંઘર્ષ કરવો પડશે, પણ 38 વર્ષની વય બાદ પરિસ્થિતિ થાળે પડતી જણાય છે.
શિક્ષા ઔર આવક
તમે ખેતી, બાગકામ અથવા અનાજ ઉગાડવાને લગતી બાબતો દ્વારા ધન મેળવશો. વધુમાં, ખાણીપીણીની ચીજોનું પ્રૉસેસિંગ તથા તેનું વેચાણ કરવા તેમાં કોઈ ફેરફાર કરવા અને પછી તેનું ટ્રાન્સપૉર્ટિંગ કરવું, આ કામ તમારી માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, બૉટની, સંગીત, કળા, સૌંદય પ્રસાધનો, ફૅશન ડિઝાઈનિંગ, બ્યુટી પાર્લર, જ્વૅલરી, મોંઘા વસ્ત્રો, પ્રવાસન, ટ્રાન્સપૉર્ટેશન, કાર ઉદ્યોગ, બૅન્ક, ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન, ઑઈલ તથા પૅટ્રોલિયમ ઉત્પાદન, ટેક્સ્ટાઈલ ઉદ્યોગ, જળ પરિવહન સેવા, ખાણીપીણીની ચીજો, ફાસ્ટ ફૂડ, હોટેલ, શેરડીનો વેપાર, કેમિકલ એન્જિનિયરિંગ, ઠંડું પાણી અથવા મિનરલ વૉટર સંબંધિત ક્ષેત્રો તમને તમારી રોજી-રોટી રળવા માટે ઉપયોગી થઈ શકે છે.
પારિવારિક જીવન
તમારા જીવનસાથી સુંદર, આકર્ષક તથા હોંશિયાર હશે. વળી, તેમને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ હશે. તેઓ તમારી જેમ જ લાગણીશીલ તથા સામાજિક હશે. તમારૂં તેમની સાથેનું સંકલન પણ ગજબનું હશે. તમારૂં વ્યક્તિત્વ જાદુભર્યું તથા વર્તન સૌમ્ય હશે. તમે દરેક સાથે ખૂબ જ સારી રીતે વર્તશો. આથી, તમને આદર્શ કે પ્રેરણારૂપ ગણવાનું લોકોને આસાન લાગશે. તમે તમારા પરિવારની સારી દરકાર લેશો તથા તમારા ઘરને લગતા કાર્યો બહુ ઝડપથી પૂરાં કરશો. આ બાબત તમારા પારિવારિક જીવનને ખૂબ જ સુખદ બનાવશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026





