જ્યેષ્ઠા નક્ષત્ર ભવિષ્યકથન
તમે સ્વસ્થ, ઊર્જાવાન તથા સક્રિય વ્યક્તિત્વ ધરાવો છો. ઉદાર-હૃદય, ગંભીર-નિષ્ઠાવાન સ્વભાવ એ તમારી ખાસિયત છે. તમને તમારી અંતરઆત્માની સ્ફૂરણા પ્રમાણે કામ કરવું ગમે છે. તમે બીજાની વાત કાને ધરતા નથી, આથી તેમને લાગે છે કે તમે સ્વભાવે જીદ્દી છો. સિદ્ધાંતવાદી હોવાને કારણે,તમે એ જ કરો છો જે તમને સાચું લાગે છે. તમે ખૂલ્લા મગજના છો, તેને કારણે તમે રૂઢિગત પરંપરાઓથી બંધાઈને રહી શકતા નથી. તમારૂં મગજ ખૂબ જ સર્તક છે, જેને કારણે તમે કોઈ પણ વિષયને તરત જ સમજી લો છો. તમે સ્વભાવે ખૂબ જ ઉતાવળા છો, જેને કારણે તમારાથી ઘણીવાર ભૂલો થાય છે. કશુંક મેળવવાની કે કંઈક બનવાની તીવ્ર ઝંખના તમારામાં જોવા મળે છે. પરિણામે, તમે અન્યોને પ્રભાવિત કરવા અનેક બાબતો કરો છો. તમે દિલના સાફ તથા ભલા છો, પણ તમારી લાગણીઓ અન્યો સુધી પહોંચતી રોકવાના પ્રયાસને કારણે, તમારો આ ગુણ છૂપાઈ રહે છે. તમે વ્યાવસાયિક વિશ્વમાં ખૂબ જ વહેલા પ્રવેશશો તથા તેની માટે દૂરના પ્રદેશોની મુસાફરી કરવામાં પણ તમને વાંધો નહીં હોય. તમે બધું જ પૂર્ણ નિષ્ઠાથી કરવાનો પ્રયાસ કરો છો, જે તમને સફળતા પણ અપાવે છે. ચપળ હોવાને કારણે તમે બધું જ બહુ ઝડપથી કરો છો. તમે સમયનું મૂલ્ય બહુ સારી રીતે જાણો છો. આથી, મૂર્ખામીભરી બાબતોમાં તમે તમારો સમય વેડફતા નથી. નોકરી હોય કે વેપાર, તમને તેમાં ઝળહળતી સફળતા મળશે. તમે જો નોકરી કરશો તો તેમાં તમને ઉચ્ચ પદ મળશે તથા યોગ્ય દિશા શોધવા-પામવામાં અનેક લોકો તમારી મદદ કરશે. વેપારમાં પણ, તમને પૂર્ણ સફળતા મળશે. જીવનમાં કોઈપણ તબક્કે સ્પર્ધાનો સામનો કરવાનો આવશે તો તમે તેમાં ચોક્કસપણે વિજેતા તરીકે સામે આવશો, તમે તમારા પ્રતિસ્પર્ધીઓને આસાનીથી પરાસ્ત કરશો. તમને 18થી 26 વર્ષની વયની વચ્ચે સંઘર્ષનો સામનો કરવો પડશે, પણ આ બાબત તમને સારો અનુભવ આપી જશે. કોઈ પણ પ્રકારનો નશો તમારા સ્વાસ્થ્ય માટે સારી બાબત નથી. તમે ખૂબ વિચારવંત, કુશળ તથા હોંશિયાર છો. તમારી આસપાસની દરેક વ્યક્તિ વિશુદ્ધ પ્રેમની અનુભૂતિ કરશે. તમારૂં માન જળવાય એ માટે તમારે સદાય જાગરૂક રહેવું પડશે. તમને સારૂં શિક્ષણ મળશે તથા તમે જીવનનિર્વાહ ચલાવવા માટે આ શિક્ષણનો યોગ્ય ઉપયોગ કરશો.
શિક્ષા ઔર આવક
તમારી માટે આ ક્ષેત્રોમાં અનુકૂળ વ્યવસાયો છે – સુરક્ષા વિભાગ સાથે સંકળાયેલા ક્ષેત્ર; સરકારી સેવાઓ; સંવાદદાતા; રેડિયો અને ટીવી કલાકાર; ન્યૂઝ એન્કરિંગ; અભિનય; કથાકાર; ફાયર બ્રિગૅડ ઑફિસર; જાસૂસ; અમલદાર અથવા ઉચ્ચ અધિકારી; જહાજ અથવા જળમાર્ગને લગતા અન્ય સાધનો; વન વિભાગના અધિકારી; સેના; ડિઝાસ્ટર મેનેજમેન્ટ; દોડવીર; ટેલિ કૉમ્યુનિકેશન અથવા અવકાશ તંત્રને લગતું કામ; સર્જન; વગેરે.
પારિવારિક જીવન
તમારૂં લગ્નજીવન સામાન્યપણે તો સાધારણ જ રહેશે. પણ, તમારે કામને કારણે તમારા પરિવારથી દૂર રહેવું પડી શકે છે. શક્ય છે કે તમારા જીવનસાથીની તમારા પર બહુ અસર હોય. જો કે તેમનો તમારા પરનો અંકુશ તમારી માટે લાભદાયક જ રહેશે. તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ રહી શકે છે. આથી, તકેદારી રાખવાની જરૂર પડશે. ભાઈભાંડુઓ સાથે કલહની શક્યતા જોવાય છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026





