હસ્ત નક્ષત્ર ભવિષ્યકથન
તમે શિસ્તપ્રિય છો તથા બધી જ સમસ્યાઓનો સામનો વિવેકબુદ્ધિથી કરવાનું તમને ગમે છે. તમારૂં મગજ સતર્ક હોવાથી તમને નવા-નવા વિચારો આવ્યા કરે છે. તમે કોઈક ખરાબ બાબતનો ભોગ બન્યા હો અથવા તમારી સાથે છેતરપિંડી અથવા છળ-કપટ થયું હોય તો પણ તમે તમારૂં ખોટું કરનાર વિરૂદ્ધ કશું જ બોલતા નથી. સ્વભાવથી તમે શાંત છો તથા ચુંબકીય વ્યક્તિત્વ ધરાવો છો. તમે સંતોષી, સામાજિક, તથા મૈત્રીપૂર્ણ છો. અભ્યાસમાં તમે અત્યંત તેજસ્વી છો તથા શબ્દોના જાદુગર છો.. કોઈ પણ વિષયને સમજવાનો ગુણ તમારામાં ખાસ છે. તમે ગમે તે જગ્યાએ તમારા મીઠા શબ્દોને કારણે અનુકૂળ થઈ જાવ છો તથા તમારામાં રમૂજીપણું પણ ભારોભાર છે. અપાર માનસિક ક્ષમતા હોવા છતાં, તમે નિર્ણયો ઝડપથી લઈ શકતા નથી. તમે શાંતિ પ્રિય હોવાથી, ઝઘડા-વિવાદથી દૂર રહો છો. તમે થોડાક શરમાળ છો, આમ છતાં તમે નવા મિત્રો આસાનીથી બનાવી લો છો. વળી, તમારા મિત્રો પાસેથી કામ કઈ રીતે કઢાવવું એ તમે બહુ સારી રીતે જાણો છો. નોકરી ઉપરાંત તમને વેપાર કરવાનું વધુ ગમે છે; આને કારણે તમે વધુ સફળ પણ થશો. તમને દરેક પ્રકારના ભૌતિક સુખનો આનંદ લેવાનું ગમે છે. તમારૂં જીવન ખુશખુશાલ હશે તથા તમને તમારા કામને કારણે માન-સન્માન મળશે. તમે જે કોઈ નિર્ણય લો છો તેના પ્રત્યે તમે સંપૂર્ણપણે કટિબદ્ધ રહો છો. લોકો મુજબ તમારા નિર્ણયો બદલાતા નથી; તમારે જે કરવું હોય છે તે જ તમે કરો છો. સામાન્યપણે, તમારે કોઈ આર્થિક મુશ્કેલીનો સામનો કરવાનો નહીં આવે કેમ કે નાણાં કઈ રીતે બચાવવા એ તમે બહુ સારી રીતે જાણો છો. તમે શાંતિપ્રિય વ્યક્તિ છો તથા અન્યોને મદદ કરવા સદા તત્પર રહો છો અને દેખાડો કરવામાં તમે જરાય વિશ્વાસ ધરાવતા નથી. તમારા પરિવારમાં અનેક ઉતાર-ચડાવ આવશે, પણ તમે સદાય હસતા રહેશો. મુશ્કેલીઓ દૂર કરવામાં તમે હથોટી ધરાવો છો. આને કારણે જ તમે સારા માર્ગદર્શક પણ બની શકો છો. તમે લોકોને અસરકારક તથા હકારાત્મક અને હળવાશપૂર્વક પાઠ શીખવવામાં માહેર છો કેમ કે તમે જીવનને રમત ગણો છો અને વિશ્વને રમતનું મેદાન, શારીરિક તથા માનસિક રીતે, તમે હંમેશા સક્રિય રહો છો કેમ કે તમને નવરા બેસી રહેવાનું ગમતું નથી. તમારો સ્વભાવ આનંદી હોઈ શકે છે, પણ તમે કોઈની ભૂલ સાંખી શકતા નથી. તમારા પ્રયત્નો દ્વારા ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત કરવાનો વિશિષ્ટ ગુણ તમે ધરાવો છો.
શિક્ષા ઔર આવક
તમે કામમાં સંપૂર્ણ શિસ્તને અનુસરો છો. કોઈપણ બાબતમાં તમે દરેકને પાછળ મુકી દો છો તથા આ બાબત કઈ રીતે પુરવાર કરવી એ પણ તમે ખૂબ જ સારી રીતે જાણો છો. તમારી માટે અનુકૂળ એવા વ્યવસાયોમાં સોની; કારીગર તથા વેપારી; નટ; જિમ્નાસ્ટ અથવા સર્કસનો કલાકાર; કાગળના ઉત્પાદનને લગતું કામ; છાપકામ તથા પ્રકાશન; શૅર બજાર; પૅકિંગ; રમકડાં બનાવવાં; દુકાન; ક્લાર્ક; બૅન્કિંગ; ટાયપિસ્ટ; ફિઝિયોથૅરેપિસ્ટ; સૌંદર્ય પ્રસાધનો સંબંધિત કામ; ડૉક્ટર; સાયકોલૉજિસ્ટ; જ્યોતિષ; કાપડને લગતું કામકાજ; ખેતી; બગાયત કામ; રેડિયો તથા ટેલિવિઝન; ન્યૂઝનું એન્કરિંગ; માટી તથા સિરમિકને લગતું કામ; વગેરે.
પારિવારિક જીવન
તમે આદર્શ વૈવાહિક જીવનનો આનંદ માણશો, પણ લગ્નજીવનમાં નાના-મોટા મુદ્દાઓને કારણે તકલીફ રહેવાની શક્યતા છે. તમારા જીવનસાથી સારૂં વર્તન ધરાવનારા હશે. મોટા ભાગે, તમારૂં પ્રથમ સંતાન પુત્ર હશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026





