આશ્લેષા નક્ષત્ર ભવિષ્યકથન
તમે નસીબદાર છો કે તમે સ્વસ્થ શરીર ધરાવો છો. તમારી વાણીમાં અન્યોને મંત્રમુગ્ધ કરવાનો જાદુ છે. શક્યતા છે કે તમને લોકો સાથે વાત કરવાનું ગમે; કોઈક વિષય પર કલાકો સુધી વાત કરવામાં તમને જરાય વાંધો નહીં આવે. તમારો ચહેરો ચોરસ આકારનો તથા સુંદર અને તમારી આંખો નાની હશે. તમારા ચહેરા પર મસો કે કોઈ નિશાની હશે. તમારામાંની નેતૃત્વ શક્તિ તથા હોંશિયારી તમને સતત ટોચ પર જવાની પ્રેરણા આપ્યા કરશે. તમને તમારી આઝાદી પર કોઈ પણ પ્રકારની તરાપ પસંદ નહીં હોય. આથી વ્યક્તિએ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારી સાથે વાતચીત કરતી વખતે તમારા કોઈ શબ્દને તેઓ ઉથાપે નહીં. તમારા અનેક ગુણોમાંનો એક છે કે, તમે તમારા મિત્રો માટે ગમે તે કરી છૂટવામાં માનો છો. ઘણીવાર, એવું પણ થાય છે કે તમને એક યા બીજી રીતે મદદ કરનારાઓનો આભાર માનવાનું તમે ભૂલી જાવ છો. આવી પરિસ્થિતિમાં એવી શક્યતા રહે છે કે તેમની સાથેના તમારા સંબંધોમાં ખલેલ આવી શકે છે. ઘણીવાર, તમારો ગુસ્સો પણ લોકોને તમારી વિરૂદ્ધ લઈ જવામાં નિમિત્ત બને છે. આથી, તેના પર હંમેશા નિયંત્રણ રાખો. આમ છતાં, તમે ખાસ્સા મૈત્રીભર્યા તથા સામાજિક છો. મુશ્કેલીઓ આવે એ પૂર્વે જ તેમના આવવાનો અંદેશો તમને આવી જતો હોય છે. આથી, તમે સામાન્યપણે તેમની માટે અગાઉથી જ તૈયાર રહો છો. કોઈના પર પણ આંધળો વિશ્વાસ મુકવાનું તમારા સ્વભાવમાં નથી. આ બાબત તમને છેતરાતા બચાવે છે. તમને સ્વાદિષ્ટ તથા અદભુત ભોજન પસંદ છે, પણ તમારે કોઈપણ પ્રકારના નશાની લતથી બચવું જોઈએ. તમારૂં મગજ સતત કશુંક વિચારવામાં તથા કરવામાં વ્યસ્ત હોય છે; તથા તમને રહસ્યમય રીતે કામ કરવાનું ગમે છે. તમારા શબ્દો દ્વારા લોકોને આંજી નાખવામાં અથવા મંત્રમુગ્ધ કરવામાં તમે નિષ્ણાત છો. આ બાબત તમને રાજકારણમાં સફળતા અપાવશે. તમારામાં નેતૃત્વનો ગુણ છે તથા તેના દ્વારા ઉપર જવાની આવડત પણ તમારામાં છે. સખત મહેનતની વાત આવે ત્યારે તમે ગદ્ધાવૈતરૂ કરવાની બદલે ચાલાકીપૂર્વક કામ કરવામાં માનો છો. જ્યાં સુધી કોઈ વ્યક્તિથી તમને લાભ હશે તમે તેની સાથે નિકટતા રાખશો. લોકોનું આકલન કરી તેમને તમારી જરૂરિયાત મુજબ ઉપયોગમાં લેવાની આવડત તમારામાં હશે. એકવાર તમે કોઈક બાબત નક્કી કરો છો, એ પછી તમે તેને વળગી રહો છો. એટલું જ નહીં, તમે સારા વક્તા અને અભિનેતા છો. તમે જ્યારે બોલવાનું શરૂ કરો છો ત્યારે તમારે જે કહેવું છે એ સંપૂર્ણપણે કહ્યા બાદ જ તમે થોભો છો.
શિક્ષા ઔર આવક
તમે સારા લેખક છો. તમે જો અભિનયના ક્ષેત્રમાં જશો, તો તમે સફળ અભિનેતા પણ બની શકશો, તમે કળા અથવા વાણિજ્યના ક્ષેત્રમાં પણ જઈ શકો છો, અને તમે વેપાર કરીને પણ લાભ મેળવી શકો છો. આથી, એવી શક્યતા છે કે તમે એક નોકરીમાં ઝાઝો સમય નહીં ટકો. તમે જો નોકરી કરતા હશો તો તેની સાથે-સાથે વેપાર પણ ચાલતો રહેશે. ભૌતિક દૃષ્ટિએ જોઈએ તો, તમે સમૃદ્ધ હશો તથા સારી એવી સંપત્તિ પણ બનાવશો. તમારી માટે લાભદાયક વેપારમાં જંતુનાશક દવાથી લઈને ઝેર; પેટ્રોલિયમ ઉદ્યોગ; રસાયણશાસ્ત્ર; સિગારેટ તથા તંબાકુ સંબંધિત વેપાર; યોગ પ્રશિક્ષક; માનસશાસ્ત્રી; સાહિત્ય, કળા અને પર્યટન સંબંધિત કાર્યો; પત્રકારત્વ; લેખન; ટાઈપિંગ; ટેક્સ્ટાઈલ ઉત્પાદન; નર્સિંગ; સ્ટેશનરી ઉત્પાદન અને વિતરણ; વગેરેનો સમાવેશ થાય છે.
પારિવારિક જીવન
તમને બીજા કોઈનો ટેકો મળે કે ન મળે, તમારા ભાઈઓ ચોક્કસ જ હંમેશા તમારી સાથે ઊભા રહેશે. તમે પરિવારમાં સૌથી મોટા હશો અને સૌથી મોટા હોવાને કારણે તમે કદાચ પરિવારની બધી જ જવાબદારીઓ ઉપાડશો. તમારા જીવનસાથીની ભૂલો-નબળાઈઓને નજરઅંદાજ કરવી તમારી માટે સારી રહેશે; અન્યથા તમારી વચ્ચે વૈચારિક મતભેદો થવાની શક્યતા છે. તમારૂં વર્તન તથા સ્વભાવ દરેકને પ્રભાવિત કરશે. તમે જો આ નક્ષત્રના છેલ્લા તબક્કામાં જન્મ્યા હશો તો તમે અત્યંત નસીબવાન હશો.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026





