કેતુ નું બીજા ભાવ માં પ્રભાવ । લાલ કિતાબ મુજબ
લાલ કિતાબ મુજબ કેતુ નું બીજા ભાવ માં ફળ
બીજું ઘર ચંદ્ર થી પ્રભાવિત હોય છે, જે કેતુ નો શત્રુ ગ્રહ છે. જો બીજા ભાવ માં સ્થિત કેતુ શુભ છે તો જાતક ને પિતૃક સંપત્તિ મળે છે. જાતક ખુબ મુસાફરી કરશે અને મુસાફરી થી લાભ મળશે. આવી સ્થિતિ માં શુક્ર પોતાની સ્થિતિ અનુસાર સારા પરિણામો આપે છે. ચંદ્ર ખરાબ પરિણામો આપે છે. જો સૂર્ય ૧૨માં ઘર માં હોય તો જાતક પોતાની ઉમર ના ૨૪માં વર્ષ પછી પોતાની આજીવિકા કમાવા નું શરુ કરી દે છે. જો કેતુ ની સાથે સબળ ગુરુ હોય તો લાખો ની કમાણી થશે. જો બીજા ભાવ માં સ્થિત કેતુ અશુભ છે તો જાતક સુખ વિસ્તારો ની મુસાફરી કરશે. જાતક એક જગ્યા પર આરામ નહિ કરી શકે અને તે અલગ અલગ જગ્યાએ ભટકતું રહેશે. કમાણી સારી હશે, પણ ખર્ચો પણ એટલોજ થયી જશે. આ રીતે વાસ્તવિક લાભ ના બરાબર થયી જશે. જો ચંદ્ર અથવા મંગળ આઠમા ઘર માં હોય તો જાતક અલ્પાયુ હશે અને તેને સોળ અથવા વીસ વરસ ની ઉમર માં ગંભીર સમસ્યા થશે. જો આઠમું ઘર ખાલી હોય તો કેતુ પણ ખરાબ પરિણામો આપશે.
ઉપાય:
(1) માથા ઉપર કેસર અથવા હળદર નો તિલક લગાડો.
(2) ચરિત્ર નું નબળું ના હોવો જોઈએ.
(3) જો મંદિરો ની ધાર્મિક યાત્રા કરો અને મંદિરો માં માથું નમાવો તો બીજા ભાવ નો કેતુ સારા પરિણામો આપશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems










