Talk To Astrologers

સાપ્તાહિક પ્રેમ રાશિ ફળ - Weekly Love Horoscope

સાપ્તાહિક પ્રેમ રાશિ ફળ એટલે કે આખા અઠવાડિયા ની તમારા પ્રેમ સંબંધો અથવા જીવન સાથી સાથે ના સંબંધ વિશે આગાહીઓ. આ ભવિષ્ય કથન ને લોકો અંગ્રેજી માં Weekly Love Horoscope પણ કહે છે.

પોતાનો સાપ્તાહિક પ્રેમ રાશિ ફળ જાણવા માટે તમારી રાશિ પસંદ કરો

ઘણા બધા લોકો તેમના ઘર કુટુંબ સાથે તેમના પ્રેમ ફળ વિશે પણ ચિંતિત હોય છે. વિવાહિત લોકો ને તેમના લગ્ન જીવન ની ચિંતા હોય છે. આ બધી સમસ્યાઓ નું સમાધાન અમારા સાપ્તાહિક પ્રેમ રાશિ ફળ માં છે. જેમ કે આપણે જાણીએ છે કે શુક્ર ગ્રહ પ્રેમ સંબંધો અને વિવાહિત જીવન નો કારક હોય છે. સાપ્તાહિક પ્રેમ રાશિ ફળ માં અમે વ્યક્તિ ની રાશિ દ્વારા વિભિન્ન કારક ગ્રહો ની ખગોળીય પરિવર્તનો અને ગોચર ની સૂક્ષ્મ ગણતરીઓ ના અધ્યયન થી તે વ્યક્તિ ના પ્રેમ સંબંધ અને વિવાહ જીવન ની આગાહીઓ કરી શકીએ છે, કે આ સપ્તાહ તેના પ્રેમ જીવન માટે કેવું રહેશે, પ્રેમ સંબંધો સારા રહેશે કે ખરાબ રહેશે, દામ્પત્ય જીવન માં કેવી તકો હશે અથવા કેવા પડકારો / અવરોધો હશે. જો વ્યક્તિ ને આ આગાહીઓ દ્વારા પહેલે થી માહિતી મળી જાય તો તે સારા અથવા ખરાબ સ્થિતિ માટે પહેલા થી તૈયાર રહેશે.

સાપ્તાહિક પ્રેમ રાશિ ફળ માં અમારા વિદ્વાનો અને અનુભવી જ્યોતિષીઓએ આખા સપ્તાહ ના બધા ગ્રહીય પરિવર્તનો, ગોચર અને ઘણી બીજી બ્રહ્માંડીય ગણતરીઓ દ્વારા પ્રેમ સપ્તાહ ના પાસાઓ જેમ કે વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધ, જેવા વિષયો ની પુરી માહિતી છે.

દૈનિક રાશિ ફળ કેવી રીતે ગણાય છે?

ભારતીય જ્યોતિષ વિદ્યા માં વર્તમાન ગ્રહો ની સ્થિતિ ને ગોચર કહેવા માં આવે છે. આજ નું રાશિ ફળ ગોચર પર આધારિત હોય છે, એટલે કે તે જોવા માં આવે છે કે વર્તમાન ગ્રહ તમારા રાશિ ચક્ર થી ક્યાં સ્થિત છે. તમારી રાશિ ને લગ્ન માની ને તેમાં ગોચર ના ગ્રહ ને મૂકી ને જે કુંડળી બને છે તે કુંડળી ફલાદેશ નો મુખ્ય આધાર હોય છે. આ ઉપરાંત પંચાંગ ના ઘટકો જેમ કે વાર, નક્ષત્ર, યોગ અને કરણ પણ જોવા માં આવે છે. ભવિષ્ય ફળ લેખન માં કુંડળી ના ગ્રહો ની સ્થિતિ અને દશા વગેરે નો પ્રયોગ નથી થતો.

એસ્ટ્રોસેજ પર ખાસ શું છે

જો તમે પણ તમારા સાપ્તાહિક પ્રેમ રાશિ ફળ કે તમારી કુંડળી વિશે જાણવા માંગો છો તો પછી એસ્ટ્રોસેજ તમે સંપૂર્ણપણે મદદ કરશે. એસ્ટ્રોસેજ તમારા જન્મ સમયે ચંદ્ર અને ગ્રહો ની સ્થિતિ ને ધ્યાન માં રાખી મફત સાપ્તાહિક પ્રેમ રાશિ ફળ ની માહિતી આપે છે. અહીં આપેલ સાપ્તાહિક પ્રેમ રાશિ ફળ આખા સપ્તાહ માં તમારી રાશિ માં સૂર્ય, ચંદ્ર, તમામ ગ્રહો ની સ્થિતિ, ગોચર વગેરે ધ્યાન માં રાખી ને તૈયાર કરવા માં આવ્યો છે. અમને આશા છે કે તમને તેમાં થી સંપૂર્ણ લાભ મળશે.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer