ગુજરાતી કુંડળી મફત સૉફ્ટવેર ઓનલાઇન - Kundli in Gujarati
મફત ઓનલાઇન કુંડળી સૉફ્ટવેર
વૈદિક જ્યોતિષ વિદ્યા માં કુંડળી નું મહત્વ નું સ્થાન છે. તે સામાન્ય રીતે જન્મ પ્રમાણ પત્ર અથવા જન્માક્ષર તરીકે પણ ઓળખાય છે. જ્યોતિષ વિદ્યા અનુસાર, તકનીકી રીતે જન્માક્ષર અથવા જન્મ પ્રમાણ પત્ર કોઈ પણ વ્યક્તિ ના જન્મ સમયે આકાશ મંડળ માં ઉદિત નક્ષત્ર, રાશિ અને ગ્રહો ની સ્થિતિ નું સચિત્ર વર્ણન છે. ત્યાંજ પ્રશ્ન કુંડળી હેઠળ જાતક દ્વારા પૂછવા માં આવેલા પ્રશ્ન ની કુંડળી બને છે, જેને પ્રશ્ન કુંડળી (હોરારી ચાર્ટ) કહેવા માં આવે છે. આમાં કયા સમયે પ્રશ્ન પૂછવા માં આવે છે અને કયા સ્થળે પૂછવા માં આવે છે, તે ધ્યાન માં રાખવા માં આવે છે. આને સમય વિશિષ્ટ કુંડળી માનવા માં આવે છે.
જન્માક્ષર ની મદદ થી, લોકો ના વ્યક્તિત્વ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે જાણી શકાય છે. આ ઉપરાંત તમે સૂર્ય, ચંદ્ર અને અન્ય ગ્રહો ની સ્થિતિ ને વિવિધ રાશિઓ અને નક્ષત્રો ને પણ જાણી શકો છો.
નોંધ: અમારો કુંડળી સૉફ્ટવેર આપ મેળે ડી.એસ.ટી.(DST) ને અપડેટ કરે છે.
કુંડળી સૉફ્ટવેર બનાવા નો ઉદ્દેશ્ય
ભારત માં એવી પરંપરા છે કે જ્યારે કોઈ બાળક નો જન્મ થાય છે, ત્યારે તેનું કુટુંબ જ્યોતિષી પાસે જાય છે અને તાત્કાલિક કુંડળી બનાવે છે જે ટેવા ના રૂપે ઓળખાય છે. કુંડળી બનાવતી વખતે જન્મ પ્રમાણ પત્ર માં કોઈ દોષ (જેમ કે મૂળ દોષ, બાલરિષ્ઠ વગેરે) હોય તો તેના માટે કોઈ ચોક્કસ ઉપાય કરવા માં આવે છે. પછી, આ લઘુ જન્માક્ષર ને આધાર ગણી ને વિગતવાર જન્માક્ષર બનાવવા માં આવે છે. આમાં વ્યક્તિ ની ભવિષ્ય કથન અથવા આગાહી, ષોડશ વર્ગ અને દોષ વગેરે ની વિગતવાર ગણતરી કરવા માં આવે છે. એસ્ટ્રોસેજ પર ઉપલબ્ધ કુંડળી સોફ્ટવેર અથવા એસ્ટ્રોસેજ કુંડળી એપ્લિકેશન દ્વારા, તમે સરળતા થી તમારું વિગતવાર જન્માક્ષર ઘેર બેઠા બનાવી શકો છો અને તેને તાત્કાલિક મેળવી શકો છો. આ સેવા તમારા માટે મફત છે.
કુંડળી બનાવવા ના ફાયદા
- જીવન માં કુંડળી સફળતા માટે માર્ગ સરળ કરે છે. આ દ્વારા તમે તમારી વાસ્તવિક ક્ષમતાઓ ને ઓળખી શકો છો.
- જન્માક્ષર દ્વારા, તમે તમારા રસ ક્ષેત્ર ને વધુ સારી રીતે જાણી શકો છો, તેથી તમે આ દિશા માં યોગ્ય નિર્ણયો લેવા માં સમર્થ થાઓ છો.
- કુંડળી મિલાન દ્વારા તમે તમારા એવા જીવન ભાગીદાર ને શોધી શકો છો જે તમારા માટે અનુકૂળ હોય.
- જન્મ પત્રિકા દ્વારા તમે તમારા મંગળ દોષ, નાડી દોષ, ભકૂટ દોષ અથવા અન્ય દોષ વિશે પણ જાણી શકો છો.
- જન્માક્ષર દ્વારા તમે તમારી શારીરિક પીડા, રોગ વગેરે વિશે પણ જાણી શકો છો.
- કુંડળી દ્વારા તમે તમારી પ્રકૃતિ ને જાણી તે મુજબ ખોરાક લયી શકો છો.
- કુંડળી તમને યોગ્ય કારકિર્દી, વ્યવસાય, નોકરી પસંદ કરવા માં મદદ કરે છે.
- જન્માક્ષર દ્વારા તમે શિક્ષણ ક્ષેત્રે સાચા નિર્ણયો લો છો.
- જન્માક્ષર દ્વારા તમે તમારી સમસ્યાઓ ના ઉકેલો શોધી શકો છો.
- જન્માક્ષર દ્વારા તમે તમારી જાત નો મૂલ્યાંકન કરી શકો છો.
- જન્માક્ષર ની મદદ થી તમે તમારા સારા અને ખરાબ વિશે જાણી શકો છો.
- કુંડળી દ્વારા આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય છે.
ઍસ્ટ્રોસેજ ઑનલાઇન કુંડળી સૉફ્ટવેર દ્વારા, તમે 50 થી વધુ પૃષ્ઠો નો જન્માક્ષર મફત મેળવી શકો છો. તમે આ કુંડળી પીડીએફ દ્વારા મેળવી શકો છો અને પ્રિન્ટ આઉટ પણ કરી શકો છો. અમારું મફત જન્માક્ષર હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 9 અન્ય ભાષાઓ માં ઉપલબ્ધ છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
