જન્માક્ષર મિલાન / કુંડળી મિલાન / લગ્ન માટે કુંડળી મિલાન મફત
વૈદિક જ્યોતિષ વિદ્યા માં ગુણ મિલાન જોવા માટે ઉત્કૃષ્ટ અને સાર્થક રીત છે જે નક્ષત્રો (ચંદ્ર નક્ષત્ર) પર આધારિત છે અને એ અષ્ટકૂટ મિલાન અથવા ફક્ત ગુના મિલાપ ના નામે ઓળખાય છે. આમાં વૈવાહિક બિંદુઓ ને ધ્યાન માં રાખી ને અંક આપવા માં આવે છે. મિલાન માં જેટલા વધારે અંક મળે એટલી જ એક સફળ વિવાહ ની સંભાવનાઓ વધી જાય છે. બીજી બાજુ આ રીત માત્ર વિવાહ સુધી સીમિત નથી થોડાક સંશોધન પછી વર અને કન્યા ની વચ્ચે સામંજસ્ય વિશ્લેષણ માટે પણ આનો ઉપયોગ થાય છે.
લગન પહેલા કુંડળી મિલાન કરતી વખતે તમે લોકો ને આ કહેતા સાંભળ્યું હશે કે "લગ્ન - વિવાહ તે ઢીંગલા અને ઢીંગલી ની રમત નથી". મનુષ્ય ના જીવન માં લગ્ન એકજ વખત થાય છે, એટલેજ લોકો ઈચ્છે છે કે તેમના જીવન માં જે જીવન સાથી આવે તે સર્વગુણ સંપન્ન હોય. વિવાહ બે લોકો વચ્ચે નો એક સંબંધ છે જે આવનારા 7 જન્મો સુધી તેમને એક બીજા ની સાથે બાંધે છે. પ્રેમ વિવાહ હોય અથવા અરેન્જ વિવાહ, દર વખતે અમુક એવી વસ્તુઓ હોય છે જેમના પુરા થયા પછીજ લગ્ન કરાવા માં આવે છે. આમાં સૌથી મહત્વપૂર્ણ છે કુંડળી મિલાન. અમારા વડીલો અને અમુક અનુભવી લોકો મુજબ વિવાહિત જીવન ખુશહાલ રહે તેના માટે વિવાહ થી પૂર્વ કુંડળી મિલાન ઘણું જરૂરી છે. તમે નીચે આપેલા ફોર્મ માં તમારી અને તમારા જીવન સાથી ની માહિતી ભરી મફત કુંડળી મિલાન કરી શકો છો -
શું છે કુંડળી મિલાન?
પ્રાચીન કાળ માં, ઋષિ મુનિઓએ તેમના દૂરદર્શન અને જ્ઞાન નો ઉપયોગ કરી ને સમાજ માટે ના તમામ નિયમો બનાવયા હતા. આ નિયમો માં થી એક કુંડળી મિલાન છે. આપણા હિન્દુ સંસ્કૃતિ માં લગ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આધ્યાત્મિક ગ્રંથો અનુસાર, કુંડળી મિલાન આનંદપ્રદ લગ્ન જીવન ના માર્ગ તરીકે વર્ણવવા માં આવી છે. કુંડળી મિલાન ભવિષ્ય ની કન્યા અને વર ની સુસંગતતા ને જાણવા નો અને તેમના સુખી અને સમૃદ્ધ ભવિષ્ય ને જાણવા નો માર્ગ છે. કોઈ પણ વ્યક્તિ ના લગ્ન કરવા માટે કુંડળી મિલાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ એક પ્રારંભિક પગલું છે જે વર રાજા ના પરિવાર દ્વારા ઉઠાવવા માં આવે છે. કેટલાક લોકો માને છે કે કુંડળી મિલાન વિના, સારા જીવન સાથી ની શોધ પૂર્ણ થતી નથી.
તે ફક્ત દંપતી અને લગ્ન ની સુસંગતતા વિશે જ નહીં, પરંતુ લગ્ન ના બંધન દ્વારા બંધાયેલા બે જુદા જુદા લોકો ની આધ્યાત્મિક, શારીરિક અને ભાવનાત્મક સુસંગતતા વિશે ની માહિતી પણ આપે છે. કુંડળી મિલાન સાથે તમે ઊંડાણ પૂર્વક સંબંધ ની વિશ્વસનીયતા અને દીર્ધાયુષ્ય ની ઊંડાઈ મેળવો છો.
ગુણ મિલાન નું વાસ્તવિક મતલબ
કુંડળી મિલાન માં સૌથી પહેલું કાર્ય ગુણ મિલાન નું હોય છે. કોઈ પણ વ્યક્તિ ની કુંડળી માં આઠ પ્રકાર ના ગુણો અને અષ્ટકુટ નો મિલાન કરવા માં આવે છે. લગ્ન માં ગુણ મિલાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ગુણો છે - વર્ણ, વૈશ્ય, તારા, યોની, ગૃહ, મૈત્રી, ગણ, ભકૂટ અને નાડી. આ બધા મિલાન પછી, કુલ 36 અંક છે. લગ્ન સમયે, જો વર અને વધુ બંને ના જન્માક્ષરો માં 36 માં થી 18 ગુણ મેળવે તો એવું માનવા માં આવે છે કે લગ્ન સફળ થશે. આ 18 ગુણો આરોગ્ય, દોષ, વલણ, માનસિક સ્થિતિ, બાળક વગેરે સાથે સંબંધિત છે. ચાલો આપણે જોઈએ કે, જ્યોતિષ વિદ્યા અનુસાર, લગ્ન માટે કેટલા ગુણો શુભ છે અને કેટલા અશુભ -
18 અથવા ઓછા ગુણ મળવા પર | 18 અથવા ઓછા ગુણ મળવા થી અધિકાંશ લગ્નો નિષ્ફળ થવા ની શક્યતા હોય છે. |
18-24 ગુણ મળવા પર | કુંડળી મિલાન માં 18-24 ગુણ મેળવે તો લગ્ન સફળ થશે પરંતુ સમસ્યાઓ ની વધુ તક છે. |
24-32 ગુણ મળવા પર | કુંડળી મિલાન માં 24-32 ગુણ મળવા થી લગ્ન માં સફળ થવા ની શક્યતા વધુ હોય છે. |
32 થી 36 ગુણ મળવા પર | જ્યોતિષ વિદ્યા અનુસાર, આવા લગ્ન ને ખૂબ જ શુભ માનવા માં આવે છે અને તે ઘણી સમસ્યાઓ નથી હોતી. |
તમને જણાવી દઈએ કે જ્યોતિષ વિધા મુજબ સફળ લગ્ન માટે 36 માં થી 18 ગુણો નું મળવું ફરજીયાત છે.
લગ્ન માટે કુંડળી મિલાન કરવું કેમ જરૂરી છે?
આપણા સમાજ માં બધા પ્રકાર ના લોકો છે, જેમાં થી કેટલાક આજ ના આધુનિક યુગ નો ભાગ છે અને સંપૂર્ણપણે તેમના ઢબ માં ઢંકાયેલા છે, અને અમુક એવા લોકો છે જે આધુનિક સાથે સાથે પેઢીઓ ની પરંપરાઓ ને પણ માને છે, આપણે બધા જાણીએ છીએ કે જ્યોતિષ વિદ્યા વિજ્ઞાન છે. તે આપણ ને જણાવે છે કે આપણા જન્માક્ષર માં ગ્રહો, ગુણો વગેરે ની મદદ થી, આપણું ભવિષ્ય કેવું હશે?
લગ્ન માં કુંડળી મિલાન એક ગણતરી છે જે અમને જણાવે છે કે છોકરો અને છોકરી ના ગ્રહ અને નક્ષત્ર એક બીજા માટે યોગ્ય છે કે નહીં. જો છોકરો અને છોકરી બંને ના નક્ષત્ર અને ગુણો અનુકૂળ હોય તો તેમના લગ્ન જીવન સુખી રહે છે, પરંતુ, જ્યારે બંને ના નક્ષત્રો પ્રતિકૂળ હોય તો વૈવાહિક જીવન પીડાદાયક અને ભારે દુ: ખ સંપૂર્ણ હોય છે. જેઓ જ્યોતિષ વિદ્યા માં માનતા નથી તેઓ માને છે કે લગ્ન માટે મિત્રતા, પરસ્પર સમજણ અને વિશ્વાસ એક બીજા માટે વધુ મહત્વ નું છે.
કુંડળી મિલાન કેવી રીતે કરવું?
તમે લગ્ન પહેલાં જ્યોતિષ વિદ્યા ની સહાય થી કુંડળી મિલાન કરી શકો છો. આ માટે, તમારે વર અને વધુ ના નામ, તેમની જન્મ ની તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય જ્યોતિષ ને જણાવવું પડશે. જ્યોતિષ વિદ્યા હેઠળ, તમારી જન્મ તારીખ, સમય અને સ્થાન ની મદદ થી કુંડળી બનાવવા માં આવે છે. લગ્ન સમયે કન્યા અને વર ના જન્માક્ષર નો અભ્યાસ કર્યા પછી, તે નક્કી કરવા માં આવે છે કે તેમનું આવનારું જીવન કેવું રહેશે.
ધ્યાન માં રાખો કે લગ્ન આખા જીવન સાથે સંકળાયેલું છે, તેથી કોઈ પણ રાહ ચાલતા અથવા ખોટા લોકો ના ભ્રમ માં ન આવો. સિદ્ધ જ્યોતિષી ની મદદ થી હંમેશાં છોકરા અને છોકરી ના ગુણ મિલાન કરાવડાવો. કુંડળી મિલાન માટે, તમારી પાસે જન્મ, તારીખ, સમય અને સ્થાન સંબંધિત માહિતી હોવી આવશ્યક છે. જન્મ ની તારીખ થી કુંડળી મિલાન ખૂબ જ સરળ બને છે.
એસ્ટ્રોસેજ પર વિશેષ શું છે?
ઍસ્ટ્રોસેજ પર, તમે કોઈ પણ ફી ચૂકવ્યા વિના સંભવિત વર - વધુ ની કુંડળી મિલાન વિના મૂલ્યે કરી શકો છો. અહીં બધા ગુણો અને નક્ષત્ર ના આધારે કુંડળી મિલાન પછી તમે યોગ્ય નિષ્કર્ષ મેળવો છો. તે તમારા દોષો અને તમારા શુભ સંકેતો વિશે ની માહિતી આપે છે. તમે આ નિષ્કર્ષ ને કાગળ પર પણ છાપી શકો છો. જો તમારા જન્માક્ષર માં કોઈ દોષ હોય તો તમે અમારી વેબસાઇટ પર આપવા માં આવેલ જ્યોતિષ નો સંપર્ક કરી શકો છો. તે તમારા જન્માક્ષર ને સારી રીતે અભ્યાસ કર્યા પછી, તમને દોષ નિવારણ ના પગલાં પણ બતાવશે.
ઘણા લોકો તેમના જન્મ ની તારીખ થી પરિચિત નથી, તે લોકો માટે, હવે અમારી વેબસાઇટ પર નામ અનુસાર કુંડળી મિલાન ની સુવિધા આપવા માં આવી રહી છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Mercury Rise In Pisces: Bringing Golden Times Ahead For Zodiacs
- Chaitra Navratri 2025 Day 3: Puja Vidhi & More
- Chaitra Navratri Day 2: Worship Maa Brahmacharini!
- Weekly Horoscope From 31 March To 6 April, 2025
- Saturn Rise In Pisces: These Zodiacs Will Hit The Jackpot
- Chaitra Navratri 2025 Begins: Note Ghatasthapna & More!
- Numerology Weekly Horoscope From 30 March To 5 April, 2025
- Chaitra & Shani Amavasya On The Same Day; Do This To Get Rid Of Shani Dosha
- Solar Eclipse & Saturn Transit 2025 On Same Day; Detailed Impacts
- Mars’ Movement In Chaitra Navratri: Cosmic Blessings For 3 Zodiac Signs!
- बुध का मीन राशि में उदय होने से, सोने की तरह चमक उठेगा इन राशियों का भाग्य!
- चैत्र नवरात्रि 2025 का तीसरा दिन: आज मां चंद्रघंटा की इस विधि से होती है पूजा!
- चैत्र नवरात्रि 2025 के दूसरे दिन मां दुर्गा के इस रूप की होती है पूजा!
- मार्च का आख़िरी सप्ताह रहेगा बेहद शुभ, नवरात्रि और राम नवमी जैसे मनाए जाएंगे त्योहार!
- मीन राशि में उदित होकर शनि इन राशियों के करेंगे वारे-न्यारे!
- चैत्र नवरात्रि 2025 में नोट कर लें घट स्थापना का शुभ मुहूर्त और तिथि!
- अंक ज्योतिष साप्ताहिक राशिफल: 30 मार्च से 05 अप्रैल, 2025
- एकसाथ पड़ रही है चैत्र और शनि अमावस्या, आज कर लिया ये काम तो फिर कभी नहीं सताएंगे शनि महाराज!
- शनि गोचर के साथ ही लग रहा है सूर्य ग्रहण, इन राशियों को भुगतने पड़ेंगे भयंकर परिणाम
- हिन्दू नववर्ष 2025: चैत्र शुक्ल प्रतिपदा (विक्रमी संवत् 2082) की विशेष भविष्यवाणी
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025