માસિક રાશિ ફળ નું મતલબ છે રાશિ ના આધારે આખા મહિના માટે કરેલી ભવિષ્ય વાણી. આ ભવિષ્ય કથન ને લોકો અંગ્રેજી માં Monthly Horoscope પણ કહે છે. માસિક રાશિ ફળ એક વ્યક્તિ ને રાશિ ની મદદ થી તેના આવનારા 30 દિવસ ની માહિતી પ્રદાન કરે છે. કેટલાક લોકો માસિક રાશિ ફળ ને માસિક ફલાદેશ પણ કહે છે. અહીં સમગ્ર મહિના ની રાશિ ચક્ર ના આધારે વ્યક્તિ નો ભાવિ એટલે કે તેના સારા અને ખરાબ દિવસો ગણાય છે. તમારા માસિક રાશિ ફળ ને જાણવા માટે, નીચે તમારી પોતાની રાશિ પસંદ કરો-
અંગ્રેજી માં વાંચો - માસિક રાશિ ફળ
દરેક પ્રકાર ના લોકો આપણા સમાજ માં રહે છે. કેટલાક લોકો છે જે રાશિ ફળ માં વિશ્વાસ કરે છે, એવા કેટલાક છે જે તેમની સાથે સંબંધિત રાશિ અને વસ્તુઓ માં વિશ્વાસ કરતા નથી. તમને જણાવા માંગીશું કે દૈનિક રાશિ ફળ, સાપ્તાહિક રાશિ ફળ અથવા માસિક માસિક રાશિ ફળ એક એવી ગણતરી હોય છે, જે કોઈ વ્યક્તિ ની રાશિ માં આવનારા દિવસો, સપ્તાહ અને મહિના માં નક્ષત્રો, ગ્રહો, સૂર્ય - ચંદ્ર ની દશા જોઈને કરાય છે.
રાશિ ફળ અંગે અનુમાનો જ્યોતિષીય ગણતરીઓ ના આધારે નક્કી થાય છે જેમાં કોઈ વ્યક્તિ ના વર્તમાન અને ભવિષ્ય ની માહિતી ખગોળીય ઘટનાઓ ના આધારે દર્શાવા માં આવેલી હોય છે. આ ખગોળીય પિંડો નું સઘન અધ્યયન માત્ર કોઈ વ્યક્તિ ના જીવન માં પ્રભાવ અને દુષ્પ્રભાવો ને જણાવે છે. જેની ગણતરી કરતી વખતે વ્યક્તિ ના ગોચર ના ગ્રહો ની સ્થિતિ પણ ધ્યાન માં રાખવા માં આવે છે. જેમ કે ચંદ્ર કયી રાશિ માં છે અથવા કયો ગ્રહ કયી ચાલ માં છે.
જેમ કે આપણે બધા જાણીએ છીએ કે એક વરસ માં 12 મહિના અને એક મહિના માં 30 દિવસ હોય છે. મહિના ની શરૂઆત થી, લોકો આગામી 30 દિવસો ની યોજના શરૂ કરી દે છે. તેમને આ વાત ની જિજ્ઞાસા હોય છે તેમનો આ મહિનો કેવો પસાર થશે. આવા માં, માસિક રાશિ ફળ તેમના માટે ભવિષ્ય વાણી તરીકે કાર્ય કરે છે.
આજ ના વાતાવરણ માં, લોકો વર્તમાન કરતા ભવિષ્ય વિશે વધારે વિચારે છે. લોકો ને આજ ની ચિંતા નથી હોતી, તેઓ ચિંતા કરે છે કે આવનારો સમય કેવું હશે. માસિક રાશિ ફળ અથવા ભવિષ્ય ફળ માં અમે સમગ્ર મહિના ની સમસ્યાઓ, આરોગ્ય ને લગતી સમસ્યાઓ, નફો, નુકસાન, યાત્રા, મિલકત, કુટુંબ વગેરે જેવી વસ્તુઓ થી સંબંધિત માહિતી આપીએ છે. જરા વિચારો કે જો કોઈ વ્યક્તિ ને આગામી 30 દિવસો માટે પહેલા થી બધી જાણ હોય, તો તે પહેલા થી જ બધી ખરાબ પરિસ્થિતિ માટે માનસિક રીતે તૈયાર રહેશે. સાથે, સખત મહેનત અને નિષ્ઠા સાથે, તે તેમના જીવન માં આગળ વધવા ની અને તેના કાર્ય ને ઝડપી બનાવવા નો પ્રયત્ન કરશે.
જેવું કે આપણે બધા જાણીએ છે કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુલ 12 રાશિઓ હોય છે - મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુમ્ભ, મીન. આ બધી રાશિઓ માં તેમની પોતાની નબળાઈઓ, શક્તિઓ, ગુણો, લોકો તરફ વલણ અને ઇચ્છા છે. જ્યોતિષ વિદ્યા મારફતે વ્યક્તિ જન્મ સમયે ગ્રહો ની સ્થિતિ નું આકલન કરી તેની પ્રાથમિકતાઓ, જરૂરિયાતો અને ખામીઓ વિશે અનુમાન લગાવી શકાય છે. રાશિઓ ની આ મૂળભૂત લાક્ષણિકતાઓ અમને લોકો ને વધુ સારી રીતે જાણવા માં મદદ કરે છે.
જો તમે પણ તમારા માસિક રાશિ ફળ કે તમારી કુંડળી વિશે જાણવા માંગો છો તો પછી એસ્ટ્રોસેજ તમે સંપૂર્ણપણે મદદ કરશે. એસ્ટ્રોસેજ તમારા જન્મ સમયે ચંદ્ર અને ગ્રહો ની સ્થિતિ ને ધ્યાન માં રાખી મફત માસિક રાશિ ફળ ની માહિતી આપે છે. અહીં આપેલ માસિક રાશિ ફળ આખા મહિના માં તમારી રાશિ માં સૂર્ય, ચંદ્ર, તમામ ગ્રહો ની સ્થિતિ, ગોચર વગેરે ધ્યાન માં રાખી ને તૈયાર કરવા માં આવ્યો છે. અમને આશા છે કે તમને તેમાં થી સંપૂર્ણ લાભ મળશે.