Kal nu Rashifal: આવતી કાલ નું રાશિફળ

Saturday, November 16, 2024

Plan your day with AstroSage free rashi bhavishya. Select a sign below to display rashiphal:

Read in English - Tomorrow Horoscope

કોઈક આજે તમારો મૂડ બગાડી શકે છે પણ તેને લગતી હતાશાને તમારા પર સવાર થવા ન દો ... મેષ રાશી
તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વનના કામ માટે નહીં જઈ શકો તેન ... વૃષભ રાશી
શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. ... મિથુન રાશી
બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવવા ન દો. શાંત તથા તાણમુક્ત રહેવાનો ... કર્ક રાશી
આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શ ... સિંહ રાશી
તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. ગ્ર ... કન્યા રાશી
તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુકનવંતો દિવસ છે. કેટલાક લોકો મ ... તુલા રાશી
તમારી હતાશાની લાગણીને તમારા પર કાબૂ મેળવવા દેતા નહીં. જો તમે પરિણીત છો તો આ ... વૃશ્ચિક રાશી
વધુ પડતું ખાવું તથા ઉચ્ચ કૅલૅરી ધરાવતો ખોરાક ટાળવો. આજે પાર્ટી માં તમારી મુ ... ધન રાશી
હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. કેટલાક બાકી રહેલા મુદ્દા વધ ... મકર રાશી
તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે. તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે। ... કુંભ રાશી
માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે-આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણ ... મીન રાશી

'આવતીકાલ માટે રાશિ ફળ’ દ્વારા તમે કાલે થનારી ઘટનાઓ નો મૂલ્યાંકન આજે કરી શકો છો. આનો ફાયદો એ છે કે તારાઓ ના ગ્રહો ની હિલચાલ અનુસાર, તમે આવતી કાલે ના સારા અને ખરાબ પરિણામો માટે પહેલેથી જ સચેત થયી શકો છો. આની સાથે જ આવતીકાલ માટે ના રાશિ ફળ ની મદદ થી તમને ખબર પડશે કે કાલ ના દિવસ માં તમારે કઈ વસ્તુઓ પર વધારે ધ્યાન આપવો જોઈએ અને કોના થી બચવા નો પ્રયાસ કરવો જોઈએ, શું આવનારો કાલ તમને ઉન્નતિ ના પથ પર લયી જશે અને શું તમારી સામે અવરોધો ઉભા થશે? આવતીકાલ નો રાશિ ફળ તમને આ બધી માહિતી ની જાણ કરશે.

રાશિ ફળ મૂળરૂપ થી પ્રાચીન જ્યોતિષ વિદ્યા ની એક વિદ્યા છે, જેના દ્વારા અમે કોઈપણ વ્યક્તિ અથવા સ્થળ અને તેમના વિશે ના ભવિષ્ય ની આગાહી અને ઇતિહાસ વિશે જાણી શકીએ છે અને ભવિષ્ય વાણી કરી શકીએ છે. જ્યાં એક બાજુ અમે દૈનિક રાશિ ફળ થી પોતાના વર્તમાન વિષે જાણી શકીએ છે ત્યાંજ આવતીકાલ ના રાશિ ફળ ની મદદ થી અમે આજેજ પોતાના કાલ વિષે જાણી શકીએ છે. આના સિવાય સાપ્તાહિક રાશિ ફળ દ્વારા આખા અઠવાડિયા નું, માસિક રાશિ ફળ દ્વારા પુરા મહિના નું અને વાર્ષિક રાશિ ફળ દ્વારા પુરા વરસ નું ફલાદેશ આપવા માં આવે છે. વેદિક જ્યોતિષ વિદ્યા માં ૧૨ રાશિઓ મેષ, વૃષભ, મિથુન, સિંહ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન માટે આ તમામ આગાહીઓ કરવા માં આવે છે. એ જ રીતે ૨૭ નક્ષત્રો માટે પણ ભવિષ્ય વાણી કરવા માં આવે છે. કાળ પુરુષ ના જન્માક્ષર માં હાજર દરેક રાશિ ફળ નો સ્વભાવ અને ગુણ-ધર્મ જુદા જુદા હોય છે. તેથી, દરરોજ ગ્રહો અને નક્ષત્રો ની સ્થિતિ અનુસાર, વિવિધ રાશિઓ માં સ્થિતિઓ જુદી જુદી હોય છે અને તેમના પરિણામો સમાન નથી હોતા. AstroSage.com પર આપેલ રાશિ ફળ માં, અમે ચોક્કસ ખગોળશાસ્ત્રીય ગણતરીઓ ના આધારે ફલાદેશ તૈયાર કર્યો છે. એ જ રીતે, દૈનિક અને સાપ્તાહિક રાશિ ફળો માં અમે સૂક્ષ્મ જ્યોતિષીય ગણતરીઓ ની કાળજી લીધી છે. જો આ માસિક રાશિ ફળ માટે ની વાત છે, તો આ માપદંડ તેના ઉપર પણ લાગુ થાય છે. વાર્ષિક રાશિ ફળ માં અમારા અનુભવી જ્યોતિષીઓ અને વિદ્વાનોએ પુરા વરસ માં થનારા બધા ગ્રહીય પરિવર્તન, ગોચર અને અને બીજી બ્રહ્માંડીય ગણનાઓ ના માધ્યમ થી વરસ ના વિવિધ પાસાઓ પર જેમકે આરોગ્ય, લગ્ન જીવન અને પ્રેમ, ધન-ધાન્ય અને સમૃદ્ધિ, કુટુંબ અને વેપાર અને નોકરી પેશા જેવા દરેક વિષય ની પુરી વિવેચના કરી છે અને તેના આધારે ફલાદેશ આપ્યું છે.

આ રાશિ ફળ નામ રાશિ ના આધારે છે અથવા જન્મ રાશિ ની અનુસાર છે?

એસ્ટ્રોસેજ ના નિષ્ણાંત જ્યોતિષીઓ માને છે કે જન્મ ની રાશિ અનુસાર આવતીકાલ ના રાશિ ફળ માં આપેલા ફલાદેશ ને જોવું વધુ સારું છે. જો તમને તમારી જન્મ રાશિ ખબર નથી, તો તમે તમારા નામ રાશિ સાથે પણ ભવિષ્ય ફળ જોઈ શકો છો. જૂના સમય માં, નામો નામ રાશિ ના અનુસાર રાખવા માં આવતા હતા. ઘણા પંડિતો માને છે કે નામ રાશિ જન્મ રાશિ જેટલી જ મહત્વપૂર્ણ છે.

શું આ રાશિ ફળ સૂર્ય પર આધારિત છે કે ચંદ્ર રાશિ પર આધારિત છે?

એસ્ટ્રોસેજ નો ફલકથન ચંદ્ર રાશિ એટલે કે મૂન સાઈન આધારિત છે. સન સાઇન (સૂર્ય રાશિ) સાથે આ આગાહી ને વાંચવું યોગ્ય રહેશે નહીં. ભારતીય જ્યોતિષ વિદ્યા માં કોઈપણ પ્રકાર ના ગણતરી કરવા માટે, ચંદ્ર રાશિ ને મહત્વ આપવા માં આવે છે અને તે પ્રમાણે ભાવિ અથવા ભૂતકાળ વિશે કહેવા માં આવે છે.

મારી રાશિ શું છે - કેવી રીતે જાણવું?

જો તમને તમારી પોતાની રાશિ ખબર નથી અથવા તમે તમારી પોતાની રાશિ જાણવા માંગો છો, તો તમે એસ્ટ્રોસેજ ના રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીને તમારી રાશિ ને જાણી શકો છો. તમારી રાશિ ને જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ની જરૂર પડશે. રાશિ કેલ્ક્યુલેટર ફક્ત તમારી રાશિ વિષે નથી જણાવતો પરંતુ તમે તમારા નક્ષત્ર, જન્માક્ષર, ગ્રહો ની સ્થિતિ અને દશા જેવી ઘણું વસ્તુ જાણી શકો છો.

આ રાશિ ફળ તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે. જાણો તમારી ચંદ્ર રાશિ : ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર

કેવી રીતે આવતીકાલ નું રાશિ ફળ ગણાય છે?

ભારતીય જ્યોતિષ વિદ્યા માં વર્તમાન ગ્રહો ની સ્થિતિ ને ગોચર કહેવા માં આવે છે. આવતીકાલ ની રાશિ ફળ ગોચર પર આધારિત છે એટલે કે તે જોવા માં આવે છે આવતીકાલે વર્તમાન ગ્રહ તમારા રાશિ ચક્ર માં ક્યાં સ્થિત હશે. લગ્ન તરીકે તમારા રાશિ ને સ્વીકારી ને, જન્માક્ષર માં ગોચર ના ગ્રહો મૂકી ને જે જન્માક્ષર રચાય છે તે રાશિ ફળ નો મુખ્ય આધાર છે. આ ઉપરાંત વાર, નક્ષત્ર, યોગ અને કરણ જેવા પંચાંગ ના ઘટકો પણ જોવા માં આવે છે. ભવિષ્ય ફળ ના લેખન માં, જન્માક્ષર ના ગ્રહો ની સ્થિતિ અને દશા ઇત્યાદિ નો ઉપયોગ નથી થતો.

શું આ રાશિ ફળ સાચું છે?

જેમ કે નામ પોતે સ્પષ્ટ છે, આ ફલાદેશ રાશિ ના આધારે લખવા માં આવે છે અને તેથી તેને રાશિ ફળ કહેવા માં આવે છે. વિશ્વભરના અબજો લોકો વિશે માત્ર બાર રાશિ ની મદદ થી જ ભવિષ્ય વાણી કરવા માં આવે છે, તેથી તેને સામાન્ય ફળકથન માનવું જોઈએ. ચોક્કસ આગાહી માટે કોઈ જ્યોતિષ જોડે જન્માક્ષર નો સંપૂર્ણ અધ્યયન કરાવવું વધારે સારું રહે છે. તમે તમારા જન્માક્ષર અનુસાર સચોટ માહિતી મેળવવા માટે અમારા જ્યોતિષીય નિષ્ણાતો સાથે વાત કરી શકો છો.


Talk to Astrologer Chat with Astrologer