રાજ યોગ રહસ્ય કુંડળી: જ્યોતિષ શીખો (ભાગ-16)

નમસ્કાર મિત્રો. આજે પહેલા અમુક રાજ યોગો વિશે જણાવીશું અને પછી તેના માધ્યમ થી રાજ યોગ શક્તિ ના રહસ્ય વિશે જણાવીશું. પહેલા જાણીયે છે નીચ ભંગ રાજ યોગ ના વિશે. આપણે જાણીએ છે કે જો કોઈ ગ્રહ નીચ હોય તો તે પોતાની શુભ ફળ ની શક્તિ ગુમાવી દે છે. પરંતુ અમુક સ્થિતિઓ માં નીચ ગ્રહ પણ રાજ યોગ ના ફળ આપે છે અને તેમાંની ની મુખ્ય ત્રણ સ્થિતિઓ વિશે જણાવીએ છે.

  1. નીચ ગ્રહ નો રાશિ સ્વામી ગ્રહ ઉચ્ચ નો હોય. જેમ કે બુધ મીન માં નીચ નો હોય છે. જો બુધ કન્યા માં હોય પરંતુ મીન નો સ્વામી એટલે કે ગુરુ ઉચ્ચ નો હોય.
  2. નીચ ગ્રહ નો રાશિ સ્વામી ગ્રહ લગ્ન અને ચંદ્ર થી કેન્દ્ર માં હોય.
  3. નીચ ગ્રહ જે રાશિ માં ઉચ્ચ નો થતો હોય તે રાશિ નો સ્વામી ઉચ્ચ નો હોય અથવા લગ્ન અને ચંદ્ર થી કેન્દ્ર માં હોય.

આમ થી જેટલી શરતો પૂર્ણ થશે એટલો શક્તિશાળી રાજ યોગ બનશે.

હવે વાત કરીએ છે પંચ મહાપુરુષ યોગ ની. જો મંગલ, બુધ, ગુરુ, શુક્ર અથવા શનિ પોતાની ઉચ્ચ રાશિ અથવા સ્વ રાશિ માં હોઈ કેન્દ્ર માં સ્થિત હોય તો ક્રમશ રુચક, ભદ્ર, હંસ, માલવ્ય અને શશ નામક રાજ યોગ બને છે.

આના સિવાય જો ગુરુ અને ચંદ્ર પરસ્પર કેન્દ્ર માં હોય તો ગજ કેસરી નામક રાજ યોગ બને છે.

આ રાજ યોગો થી જ્યોતિષ ની ઘણી ઊંડી વાતો શીખી શકાય છે આને ધ્યાન થી સમજો. ગ્રહ જે રાશિ માં હોય છે તે રાશિ નો સ્વામી ઘણો મહત્વપૂર્ણ હોય છે. જો ગ્રહ નબળો પણ હોય પરંતુ જે રાશિ માં છે તે રાશિ નો સ્વામી તાકાતવર છે તો નબળો ગ્રહ પણ તાકાતવર થયી જાય છે. આના વિપરીત તાકાતવર ગ્રહ પણ જો નબળા ગ્રહ ની રાશિ માં હોય તો તે પોતાનો ફળ નથી આપી શકતો. ઘણી વખત જ્યોતિષ લોકો આ મહત્વપૂર્ણ નિયમ ને ભૂલી જાય છે અને ભૂલ કરી દે છે. નીચ ભંગ રાજ યોગ નો રહસ્ય પણ આજ વાત માં સંતાયેલું છે.

કેન્દ્ર માં બેઠેલું ગ્રહ ઘણું પ્રભાવી હોય છે. સામાન્ય રીતે શુભ ગ્રહ કેન્દ્ર માં ઘણા સારા ફળો આપે છે અને પાપ ગ્રહ ઘણા અશુભ ફળો આપે છે. પરંતુ જો પાપ ગ્રહ પોતાની અથવા ઉચ્ચ રાશિ માં હોય તો મહાપુરુષ રાજ યોગ બનાવે છે. કેન્દ્ર ની શક્તિ જ ગજ કેસરી યોગ, મહાપુરુષ યોગ અને નીચ ભંગ રાજ યોગ નું રહસ્ય છે. જે જ્યોતિષ કેન્દ્ર ની શક્તિ ને સમજી લે છે તે રાજ યોગ વાંચવા માં ક્યારેય ભૂલ નથી કરતો.

આજ ના લેખ માં માત્ર આટલુંજ. નમસ્કાર.

Talk to Astrologer Chat with Astrologer