નમસ્કાર. એસ્ટ્રોસેજ ના જ્યોતિષ શીખો કોર્સ માં તમારું ફરી થી સ્વાગત છે. આજે વાત કરીશું રાજ યોગ ની. રાજ યોગ નું મતલબ કોઈ રાજા બનવા થી નથી પરંતુ યશ, સફળતા અને સમૃદ્ધિ ના યોગ થી છે. રાજ યોગ કોઈ એક યોગ નું નામ નથી પરંતુ યોગો ના પ્રકાર છે. જેટલા વધારે રાજ યોગ કુંડળી માં હોય છે એટલુંજ સફળ અને સમૃદ્ધ વ્યક્તિ જીવન માં હોય છે.
અમુક વિશેષ ગ્રહ સ્થિતિઓ ને યાદ રાખવા માં સરળતા થાય એના માટે ભારતીય જ્યોતિષ માં યોગો નું નામ આપી દેવા માં આવ્યું છે. જેમ કે ચંદ્ર અને ગુરુ પરસ્પર કેન્દ્ર માં હોય તો તેને ગજ કેસરી યોગ કહેવાય છે. મંગલ, બુધ, ગુરુ, શુક્ર અથવા શનિ કેન્દ્ર માં પોતાની રાશિ અથવા પોતાની ઉચ્ચ રાશિ માં હોય તો તેને પંચ મહાપુરુષ યોગ કહેવાય છે. અમે પહેલા જે 15 નિયમ બતાવ્યા હતા તેના થી રાજ યોગ ને સમજવા માં આસાની રહેશે. આના સિવાય આજે અમે પરાશરીય રાજ યોગ જણાવીએ છે. પારાશરી રાજ યોગ ને કેન્દ્ર ત્રિકોણ રાજ યોગ પણ કહે છે.
જો કોઈ કેન્દ્ર નો સ્વામી કોઈ ત્રિકોણ ના સ્વામી સાથે સંબંધ બનાવે છે તો તેને રાજ યોગ કહે છે. કેન્દ્ર નું મતલબ 4, 7, 10 ભાવ અને ત્રિકોણ નું મતલબ 5 અને 9 ભાવ. પહેલું ભાવ કેન્દ્ર અને ત્રિકોણ બન્ને ભાવ તરીકે ઓળખાય છે. જેમ કે પહેલા જણાયું છે કે બે ગ્રહો ના વચ્ચે ના સંબંધ નું મતલબ -
જેમ કે મેષ રાશિ વાળા માટે ત્રિકોણ એટલે કે પાંચમા અને નવમાં ભાવ ના સ્વામી છે સૂર્ય અને ગુરુ. જો આમના પહેલા ભાવ નો સ્વામી એટલે કે મંગલ, અથવા ચોથા ભાવ નો સ્વામી એટલે કે ચંદ્ર, અથવા સાતમા ભાવ નો સ્વામી એટલે કે શુક્ર અથવા દસમા ભાવ નો સ્વામી એટલે કે શનિ થી યુતિ, દૃષ્ટિ અથવા પરિવર્તન હોય તો પારાશરી રાજ યોગ બનશે. જેટલા વધારે સંબંધો હશે એટલાજ વધારે રાજ યોગ હશે.
આના સિવાય અમુક સમયે એકજ ગ્રહ કેન્દ્ર અને ત્રિકોણ બન્ને નો સ્વામી થયી જાય છે. કર્ક લગ્ન માટે મંગલ ત્રિકોણ એટલે કે પાંચમા ભાવ અને કેન્દ્ર એટલે કે દસમા ઘર નો સ્વામી હોવા ને લીધે પણ પારાશરી રાજ યોગ બને છે. પારાશરી રાજ યોગ બનાવનાર ગ્રહ ને યોગકારક ગ્રહ કહીએ છે અને આ ગ્રહ પોતાની દશા અંતર્દશા માં વિશેષ રૂપ થી સફળતા, સમૃદ્ધિ અને યશ આપે છે. આ લેખ માં માત્ર આટલુંજ. નમસ્કાર.