નમસ્કાર. એસ્ટ્રોસેજ ના જ્યોતિષ શીખો કોર્સ માં તમારું સ્વાગત છે. ઘણી વખત લોકો આ કહેતા હોય છે કે આટલા બધા રાજ યોગ હોવા છતાં માણસ આટલો હેરાન કેમ છે? મહાપુરુષ અને ગજ કેસરી યોગ હોવા છતાં માણસ ને ખાવા માટે વાંધા કેમ પડી રહ્યા છે? ઘણા બધા જ્યોતિષ રાજ યોગ ભંગ ના નિયમ વિશે નથી જાણતા અને પછી કહે કે રાજ યોગ કઈ નથી હોતું. આજે અમે તમને તે નિયમો વિશે જણાવીશું જેના થી ખબર પડશે કે ક્યારે રાજ યોગ નું ફળ નહિ મળે. રાજ યોગ ભંગ ના આ નિયમો અમે વર્ષો ના અનુભવ થી મેળવ્યા છે. આ ઘણા મહત્વપૂર્ણ છે એટલે ધ્યાન થી સમજો.
રાજ યોગ ના ફળ ના મળવા નું મુખ્ય કારણ હોય છે રાજ યોગ બનાવનાર ગ્રહ નું નબળું હોવું. ગ્રહ ની તાકાત જાણવા માટે અમે 15 નિયમ પહેલા બતાવેલા હતા. એના સિવાય પાંચ બીજા કારણો થી રાજ યોગ ભંગ થાય છે તે આજે જણાવીએ છે.
પહેલો રાશિ સ્વામી ગ્રહ એટલે કે ડિસ્પોઝીટર. જો રાજ યોગ બનવનાર ગ્રહ જે રાશિ માં બેઠું છે તે રાશિ નો સ્વામી ઘણો નબળો છે. આના વિશે અમે ગયા લેખ માં રાજ યોગ રહસ્ય વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
બીજો દૃષ્ટિ એટલે કે રાજ યોગ બનાવનાર ગ્રહ પાપ ગ્રહ ખાસ કરીને મંગલ અથવા શનિ થી જોવા માં આવી રહ્યો હોય. ત્રીજું સંધિ એટલે કે રાજ યોગ બનાવનાર ગ્રહ બે રાશિઓ ના સાંધા પર છે. સંધિ એટલે કે તે જગ્યા જ્યાં એક રાશિ પુરી થાય છે અને બીજી રાશિ શરુ થાય છે. જો રાશિ અને નક્ષત્ર બન્ને ની સંધિ હોય એટલે કે ગ્રહ 120 ડિગ્રી, 240 ડિગ્રી અથવા 360 ડિગ્રી ની પાસે હોય તો તેને ગંડાંત પણ કહેવાય છે. આવી સ્થિતિ માં ગ્રહ ઘણું નબળું થયી જાય છે અને રાજ યોગ નું ફળ નથી આપી શકતું.
ચોથું નવમાંશ બળ. ખાસ કરીને નવમાંશ માં ગ્રહ નું નીચ હોવું. પાંચમું કુંડળી ની શક્તિ. આના વિશે અમે 'સફળતા અને સમૃદ્ધિ ના યોગ' વાળા લેખ માં જણાવી ચુક્યા છે. ટૂંક માં જો લગ્ન અને ચંદ્ર ઘણા નબળા હશે તો કોઈપણ રોજ યોગ નો કોઈપણ ફળ નહિ મળી શકે.
અપેક્ષા છે કે આ લેખ થી તમે જ્યોતિષ ના ઘણા રહસ્યો ને જાણી ગયા હશો. નમસ્કાર.