નમસ્કાર. જ્યોતિષ શીખો કોર્સ માં તમારું સ્વાગત છે. આ કોર્સ માં આપણે ગણિત નહિ પરંતુ ફલિત પર ધ્યાન આપીશું એટલે કે કુંડળી કેવી રીતે જોવાય. કુંડળી બનાવા માટે તમે અમારા નિઃશુલ્ક એસ્ટ્રોસેજ સોફ્ટવેર નો પ્રયોગ કરી શકો છો.
સંપૂર્ણ જ્યોતિષ નવ ગ્રહ, બાર રાશિઓ, સત્તાવીસ નક્ષત્રો અને બાર ભાવો પર ટકેલી છે. બધા ભવિષ્ય ફળ નો મૂળ આધાર આમના પરસ્પર એક બીજા સાથે ના સંયોગ છે. સૌથી પહેલા સમજીયે છે ગ્રહો ને.
ગ્રહ નવ છે. અહીં અમે ગુજરાતી સિવાય ઈંગ્લીશ માં ગ્રહો નામ જણાવી રહ્યા છીએ, આવનારા સમય માં આ ઘણા કામ આવશે. તેથી પ્રયાસ કરજો કે ઈંગ્લીશ માં પણ યાદ રાખી શકો.
ધ્યાન રાખો કે જ્યોતિષ માં ગ્રહ શબ્દ ની વ્યાખ્યા આધુનિક વ્યાખ્યા થી જુદી છે અને ગ્રહો ના પ્રભાવ પર આધારિત છે. જ્યોતિષ ની ઈંગ્લીશ પુસ્તકો માં ગ્રહ શબ્દ નું પ્લેનેટ માં અનુવાદ કરવા માં આવે છે કેમકે ઈંગ્લીશ માં ગ્રહ નું તેના સિવાય બીજું કોઈ શબ્દ નથી. પરંતુ ધ્યાન રાખો કે ખગોળ વિજ્ઞાન નો પ્લેનેટ અથવા ગ્રહ શબ્દ અને જ્યોતિષ ના ગ્રહ શબ્દ નું મતલબ જુદું છે. આધુનિક ખગોળ વિજ્ઞાન ની વ્યાખ્યા મુજબ સૂર્ય તારો છે ગ્રહ નથી. ચંદ્ર ઉપગ્રહ છે અને રાહુ કેતુ ગણિતીય બિંદુ છે. જ્યોતિષ મુજબ સૂર્ય, ચંદ્ર, રાહુ, કેતુ જોકે અમારા પર પ્રભાવ નાખે છે એટલે ગ્રહ છે.
આ ભાગ માં માત્ર આટલુંજ. નમસ્કાર.