જ્યોતિષ શીખો કોર્સ માં ફરી થી તમારું સ્વાગત છે. હવે આપણે વાત કરીશું ગ્રહો ના સ્વભાવ અને કારકત્વ વિશે. ગર્હો ને જ્યોતિષ માં જીવ તરીકે માનવા માં આવે છે. ગ્રહો નો એક 'સ્વભાવ' હોય છે અને 'કારકત્વ' પણ હોય છે. કારકત્વ નું મતલબ પ્રભાવ ક્ષેત્ર. દુનિયા ની બધી વસ્તુઓ ને નવ ગ્રહો ની હેઠળ મુકવા આવ્યું છે. અમુક મુખ્ય કારકતવો ની ચર્ચા કરીશું.
સૂર્ય નો કારકત્વ છે. - રાજા, પિતા, તાંબું, હૃદય વગેરે.
દાખલ તરીકે જો કોઈ ની કુંડળી માં સૂર્ય ખરાબ હોય તો પિતા, હૃદય વગેરે કારકત્વ પ્રભાવિત થશે. બીજા શબ્દો માં વ્યક્તિ ને પિતા નો પ્રેમ નહિ મળે અને હૃદય રોગ વગેરે હશે.
કારકત્વ ના સિવાય ગ્રહો ના સ્વભાવ ને પણ જાણવું જરૂરી છે.
સૂર્ય નો સ્વભાવ છે - લાલ રંગ, પુરુષ, ક્ષત્રિય જાતિ, પાપ ગ્રહ, સત્વગુણ પ્રધાન, અગ્નિ તત્વ, પિત્ત પ્રકૃતિ.
ધારો કે કોઈ ના લગ્ન માં સૂર્ય છે તો સૂર્ય નો ક્ષત્રિય સ્વભાવ હોવા થી તે આક્રામક હશે. સૂર્ય નો પુરુષ સ્વભાવ છે દાખલ તરીકે જો કોઈ સ્ત્રી ની કુંડળી માં સૂર્ય લગ્ન માં હોય તો તે પુરુષો ની જેમ આક્રામક અને મુક્ત ખ્યાલો વાળી હશે.
અપેક્ષા છે કે તમે ગ્રહો ના સ્વભાવ અને કારકત્વ માં ફરક સમજી ગયા હશો. સૂર્ય ના વિશે અમે જાણી લીધું છે હવે ચંદ્ર ના વિશે જાણીયે છે.
સ્ત્રી, વૈશ્ય જાતિ, સોમય ગ્રહ, સત્વગુણ, જળ તત્વ, વાત કફ પ્રકૃતિ વગેરે ચંદ્ર નો સ્વભાવ છે.
સફેદ રંગ, માતા, મન, ચાંદી, ચોખા વગેરે પર ચંદ્ર પોતાનો પ્રભાવ રાખે છે.
લગ્ન માં ચંદ્ર હોય તો વ્યક્તિ માં સ્ત્રી સદૃશ ગુણ હોઈ શકે છે. જો ચંદ્ર ખરાબ હોય ચંદ્ર ના કારકત્વ જેમ કે માતા નું સુખ નહિ મળે.
આ લેખ માં આટલુંજ. નમસ્કાર.