આપણે જાણીયે છે કે રાશિ ચક્ર ને જો 12 બરાબર ભાગો માં વહેંચવા માં આવે તો દરેક ભાગ 'રાશિ' કહેવાય છે. સૂક્ષ્મ ફળ કઠણ માટે રાશિ ના પણ ભાગ કરવા માં આવે છે અને તેમને વર્ગ કહેવાય છે. વર્ગો ને ઈંગ્લીશ માં ડીવીજન (division) અને વર્ગો પર આધારિત કુંડળી (વર્ગ ચક્ર) ને ડિવિઝનલ ચાર્ટ (divisional chart) કહેવાય છે. વર્ગો ને જ્યોતિષમાં નામ આપેલા છે જેમ કે જો રાશિ ને બે ભાગ માં વહેંચવા માં આવે તો આ હોરા કહેવાય છે. તેવીજ રીતે જો ત્રણ ભાગ માં વહેંચાય તો દ્રેષ્કાણ, નવ ભાગ થાય તો નવમાંશ કહેવાય છે. તેવીજ રીતે દરેક વર્ગ વિભાજન ને નામ આપેલા છે. આજ કાલ સોળ વર્ગ વિભાજન ઘણી પ્રચલિત છે અને આને ષોડષ વર્ગ કહેવાય છે.
ષોડશ વર્ગ ના સોળ વર્ગ અને તેથી વિચારણીય વિષય તાલિકા માં જુઓ.
વર્ગ નામ | વર્ગ સંખ્યા | વિચારણીય વિષય |
લગ્ન | 1 | શરીર |
હોરા | 2 | ધન |
દ્રેષ્કાણ | 3 | ભાઈ બહેનો |
ચતુર્થાંશ | 4 | ભાગ્ય (નસીબ) |
સપ્તમાંશ | 7 | પુત્ર - પૌત્રાદિ |
નવમાંશ | 9 | સ્ત્રી અને વિવાહ |
દશમાંશ | 10 | રાજ્ય અને કર્મ |
દ્વાદશાંશ | 12 | માતા પિતા |
ષોડશાંશ | 16 | વાહનો થી સુખ દુઃખ |
વિશાંશ | 20 | ઉપાસના |
ચતુર્વિશાંશ | 24 | વિદ્યા |
સપ્તવિશાંશ અથવા ભાંશ | 27 | શક્તિ અને અશક્તિ |
ત્રિશાંશ | 30 | અરિષ્ટ |
ખવેદાંશ | 40 | શુભ અશુભ |
અક્ષવેદાંશ | 45 | બધા નું |
ષષ્ટયંશ | 60 | બધા નું |
વર્ગો ના ગણિત પર અમે નહિ જઈશું. તમે એસ્ટ્રોસેજ અથવા બીજા કોઈ સોફ્ટવેર થી વર્ગો ની ગણતરી કરી શકો છો. વર્ગો નો પ્રયોગ ખાસ કરીને ગ્રહો ના બળ ની ગણતરી માટે કરવા માં આવે છે. સામાન્ય રીતે જે ગ્રહ વધારે ઉચ્ચ વર્ગ, મિત્ર વર્ગ અને શુભ ગ્રહો નો વર્ગ પ્રાપ્ત કરે છે તે એટલુંજ શુભ ફળ આપે છે. જે ગ્રહ જેટલું તાકાતવર હોય છે તે પોતાનું ફળ એટલુંજ વધારે આપી શકે છે. શરૂઆત માં વર્ગો ઘણી ગૂંચવણ કરે છે એટલે તમે તમારું ધ્યાન માત્ર નવમાંશ પર આપો. જો કોઈ ગ્રહ નવમાંશ માં નબળું છે એટલે કે નીચ રાશિ નો અથવા શત્રુ રાશિ નો છે તો પોતાનો શુભ ફળ નથી આપી શકતો. જો કોઈ ગ્રહ કુંડળી આમ ઉચ્ચ નો હોય પણ નવમાંશ માં નીચ નો હોય તો તે ગ્રહ કોઈ ખાસ શુભ ફળ નહિ આપી શકે.
આ બધા વર્ગો માં નવાંશ અથવા નવમાંશ સૌથી મહત્વપૂર્ણ હોય છે.