જ્યોતિષ ના માધ્યમ થી અમે વધારે સમય આજ જાણવા નું પ્રયાસ કરતા હોઈએ છે કે કોઈ ઘટના ક્યારે થશે. મારુ લગ્ન ક્યારે થશે, મારી નોકરી ક્યારે લાગશે આવા અમુક સામાન્ય પ્રશ્નો છે અને આને કેવી રીતે જોવા માં આવે છે તેની આજે ચર્ચા કરીશું. આવા પ્રશ્નો ના જવાબ જાણવા માટે દશા ને સમજવું જરૂરી છે. જ્યોતિષ માં ઘણી બધી દશાઓ ના વિશે જાણવા માં આવ્યું છે અને અમે સૌથી મહત્તવપૂર્ણ વિંશોત્તરી દશા વિશે જણાવીશું.
વિંશોત્તરી દશા નક્ષત્ર પર આધારિત છે. જન્મ ના સમયે ચંદ્ર જે નક્ષત્ર માં બેઠું હોય તે નક્ષત્ર ના સ્વામી ની સૌથી પહેલી દશા હોય છે. જેમ કે જન્મ ના સમય ચંદ્ર અશ્વિની નક્ષત્ર માં છે તો કેતુ ની પહેલી દશા હશે, ભરણી માં છે તો શુક્ર ની પહેલી દશા હશે. દશા માં ગ્રહો ના ક્રમ નક્ષત્ર સ્વામી ગ્રહો ના ક્રમ ની જેમ હોય છે એટલે કે - કેતુ, શુક્ર, ચંદ્ર, મંગલ, રાહુ, ગુરુ, શનિ અને બુધ. સંપૂર્ણ દશા નો સમય 120 વર્ષ નો હોય છે. જે રીતે ગ્રહો ની દશા ક્રમ નિશ્ચિત હોય છે તેજ રીતે દરેક ગ્રહ ની દશા અવધિ એટલે કે દશા કેટલા વર્ષ સુધી રહેશે તે પણ નિશ્ચિત છે જેમ કે કેતુ ની 7 વર્ષ, શુક્ર ની 20 વર્ષ, સૂર્ય ની 6 વર્ષ વગેરે.
ગ્રહ | દશા ની અવધિ (વર્ષો માં) |
કેતુ | 7 |
શુક્ર | 20 |
સૂર્ય | 6 |
ચંદ્ર | 10 |
મંગલ | 7 |
રાહુ | 18 |
ગુરુ | 16 |
શનિ | 19 |
બુધ | 17 |
કુલ | 120 |
દરેક ગ્રહ ની નિશ્ચિત મહાદશા નો સમય તમે તાલિકા માં જોઈ શકો છો.દરેક ગ્રહ ની મહાદશા માં ફરી થી આજ નવ ગ્રહ ની અંતર્દશા આજ ગુણોત્તર માં હોય છે. એવીજ રીતે અંતર્દશા માં ફરી થી આજ નવ ગ્રહો ની પ્રત્યાંતર્દશા આજ ગુણોત્તર માં હોય છે અને પ્રત્યાંતર્દશા ની અંદર સૂક્ષ્મ વગેરે દશાઓ હોય છે. સટીક ગણતરી માટે તમે એસ્ટ્રોસેજ ડોટ કોમ નું નિઃશુલ્ક સોફ્ટવેર વાપરી શકો છો.
ગ્રહ પોતાની દશા માં શું ફળ આપશે આ જાણવા માટે ત્રણ વાતો ને સમજો -
જો તમે આ વાતો નું ધ્યાન રાખો તો વિવાહ અને નોકરી વગેરે ઘટનાઓ નું સાચું સમય કાઢી શકશો.
પોતાના મિત્રો અને સંબંધીઓ ની કુંડળીઓ પર દશા નું અભ્યાસ કરો.
આજ ના લેખ માં માત્ર આટલુંજ. નમસ્કાર.