ભાવ ના કારકત્વ કુંડળી જોવા માટે ઘણા મહત્વપૂર્ણ છે. દરેક ભાવ કોઈ ના કોઈ વિષય વસ્તુ વિશે જણાવે છે. દુનિયા ની બધી વસ્તુઓ ની માહિતી આ બાર ભાવો માં સંતાયેલી છે. દુનિયા ની બધી વસ્તુઓ ની વાત નહિ કરી શકાય પરંતુ અમુક મહત્વપૂર્ણ કારકત્વ જણાવીએ છે.
સંપૂર્ણ કુંડળી ના વિશે, જન્મ અને વ્યક્તિ નો સ્વભાવ પહેલા ભાવ થી જોવા માં આવે છે.
સામાન્યતઃ 6, 8, 12 ભાવ માં કોઈ પણ ગ્રહ નું હોવું ખરાબ માનવા માં આવે છે. આ એક સામાન્ય નિયમ છે અને આના અમુક અપવાદો પણ છે જેની ચર્ચા આપણે પછી કરીશું. સામાન્યતઃ 6, 8, 12 ભાવ માં બેઠેલું ગ્રહ પોતાના કારકત્વ ને તો ખરાબ કરેજ છે સંગાથે તે ભાવ ના કારકત્વ ને પણ ખરાબ કરે છે જે ભાવ નો તે સ્વામી છે.
આપણી દાખલા કુંડળી માં મંગલ ત્રીજા અને દસમા ઘર નો સ્વામી છે અને છઠા ઘર માં બેઠું છે. મંગલ ભાઈ અને બહેનો નું કારક હોય છે એટલે ભાઈ બહેન માટે આ સ્થિતિ સારી નથી હોતી. દસમા ભાવ થી વ્યવસાય (વેપાર) જોવા માં આવે છે તેથી આ સ્થિતિ વ્યક્તિ ના વેપાર માટે પણ સારી નથી હોતી.
આ લેખ માં માત્ર આટલુંજ. નમસ્કાર.