શુક્ર નું ચોથા ભાવ માં પ્રભાવ । લાલ કિતાબ મુજબ
લાલ કિતાબ મુજબ શુક્ર નું ચોથા ભાવ માં ફળ
ચોથા ભાવ માં સ્થિત શુક્ર બે જીવન સાથી ની શક્યતા ને મજબૂત કરે છે અને જાતક ને ધનવાન બનાવે છે. જો ગુરુ દસમા ભાવ માં હોય અને શુક્ર ચોથા ભાવ માં હોય અને જાતક ધાર્મિક બનવા ની કોશિશ કરે તો દરેક જગ્યા થી પ્રતિકૂળ પરિણામો મળશે. જો જાતકે કુવા ઉપર ધાબુ અથવા ઘર બનાવ્યું હોય તો ચોથા ભાવ નો શુક્ર પુત્ર પ્રાપ્તિ ની શક્યતા ને નબળી બનાવે છે. બુધ થી સંબંધિત વેપાર પણ નુકસાનદેય હોય છે. જો જાતક દારૂ પીશે તો શનિ વિનાશકારી પ્રભાવ આપશે. મંગળ થી સંબંધિત વેપાર જાતક માટે ફાયદાકારક રહેશે. ચોથા ઘર નું શુક્ર અને પ્રથમ ઘર નું ગુરુ સાસુ જોડે ઝગડો કરાવે છે.
ઉપાય:
(1) પોતાના જીવન સાથી નો નામ બદલો અને તેમની જોડે ફરી થી ઔપચારિક રૂપે વિવાહ કરો.
(2) ચોખા, ચાંદી અને દૂધ વહેતા પાણી માં પ્રવાહિત કરો અથવા ખીર અથવા દૂધ માતા સમાન મહિલાઓ ને ખવડાવા થી સાસ વહુ ના ઝગડા શાંત થશે.
(3) જીવન સાથી ના આરોગ્ય માટે ઘર ની છત ને સાફ અને સ્વચ્છ બનાવો.
(4)ગુરુ સંબંધિત વસ્તુઓ જેમકે ચણા, દાળો અને કેસર નદી માં પ્રવાહિત કરો.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems










