આપણે ગ્રહો ના વિશે જાણી લીધું અને રાશિ ના વિશે જાણી લીધું. હવે આપણે જાણીશું કુંડળી વિશે. કુંડળી નું માળખું આ પ્રકારે છે.
થોડીકવાર માટે આ ચાર્ટ માં લખેલા નંબર ભૂલી જાઓ. આ જે ઉપર ચોરસ ભાગ છે, આને લગ્ન કહેવાય છે. લગ્ન ભાવ ને પહેલું ભાવ પણ કહેવાય છે અને અહીં થીજ ભાવ ની ગણતરી કરવા માં આવે છે. સમજવા માટે ચાર્ટ જુઓ એટલે કે પહેલું ભાવ એના પછી ડાબી બાજુ તરફ બીજો ભાવ તેમજ ત્રીજો, ચોથો અને ક્રમશઃ બારમો ભાવ આવે છે. જો કે સીધા શબ્દો માં કહીએ તો ભાવ ની ગણતરી ઘડિયાળ ની વિરુદ્ધ દિશા (એન્ટી કલોકવાઇસ) થાય છે. કુંડળી માં ભાવ ની જગ્યા નિશ્ચિત છે પછી ગમે તે નંબર ત્યાં લખ્યો હોય. આ કુંડળી માં શુક્ર અને રાહુ પાંચમા ઘર માં બેઠા છે. ઘર ને ભાવ અથવા ખાનું પણ કહેવા માં આવે છે. ચંદ્ર અને મંગલ છઠા ઘર માં બેઠા છે, શનિ, સૂર્ય અને બુધ સાતમા ભાવ માં બેઠા છે અને ગુરુ તથા કેતુ અગિયારમા ભાવ માં બેઠા છે.
નંબર જણાવે છે રાશિ ને અને રાશિ થી તે ભાવ ના સ્વામી ની જાણ થાય છે. આ કુંડળી માં આપણે કહી શકીએ છે કે લગ્ન માં માં અગિયારમી રાશિ એટલે કે કુમ્ભ રાશિ છે. આને આ રીતે કહી શકીએ કે આ વ્યક્તિ નો કુમ્ભ લગ્ન છે. યાદ છે ને કે અગિયારમી રાશિ કુમ્ભ છે.
રાશિઓ ના સ્વામી નિશ્ચિત છે અને ભાવ ના સ્વામી દરેક કુંડળી મુજબ બદલાયા કરે છે.
આ લેખ માં માત્ર આટલુંજ નમસ્કાર.