નમસ્કાર. જેમ કે પહેલા બતાવ્યું છે કે એક ગ્રહ ના સારા અને ખરાબ પરિણામો બીજી ઘણી વાતો પર નિર્ભર કરે છે. આ પહેલાજ બતાવ્યું છે કે 6, 8, 12 ભાવો માં ગ્રહો ના કારકત્વ ને નુકસાન પહુંચે છે. એવીજ રીતે હજી એક વાત છે ગ્રહ ની રાશિ માં સ્થિતિ ની. કોઈપણ ગ્રહ સામાન્યતઃ પોતાની ઉચ્ચ રાશિ, મિત્ર રાશિ અને સ્વયં ની રાશિ માં સારા પરિણામો આપે છે. આની વિરુદ્ધ ગ્રહ પોતાની નીચ રાશિ અને શત્રુ રાશિ માં ખરાબ પરિણામો આપે છે.
ગ્રહો ની ઉચ્ચ અને નીચ રાશિઓ નીચે ટેબલ માં જુઓ.
ક્રમ | ગ્રહ | ઉચ્ચ રાશિ | નીચ રાશિ |
1 | સૂર્ય | મેષ | તુલા |
2 | ચંદ્ર | વૃષભ | વૃશ્ચિક |
3 | મંગલ | મકર | કર્ક |
4 | બુધ | કન્યા | મીન |
5 | ગુરુ | કર્ક | મકર |
6 | શુક્ર | મીન | કન્યા |
7 | શનિ | તુલા | મેષ |
8 | રાહુ | ધનુ | મિથુન |
9 | કેતુ | મિથુન | ધનુ |
ટેબલ માં અમુક વસ્તુઓ ધ્યાન આપવા જેવી છે. પહેલી એ કે ગ્રહ ઉચ્ચ રાશિ અને નીચ રાશિ એક બીજા થી સાતમી હોય છે. જેમ કે સૂર્ય મેષ માં ઉચ્ચ નો હોય છે જે રાશિ ચક્ર ની પહેલી રાશિ છે અને તુલા માં નીચ હોય છે જે રાશિ ચક્ર ની સાતમી રાશિ છે.
ગ્રહ ઉચ્ચ રાશિ માં સૌથી બળવાન હોય છે. સ્વયં ની રાશિ માં બીજી શ્રેણી નો બળવાન, મિત્ર રાશિ માં ત્રીજી શ્રેણી નો બળવાન, સમ રાશિ માં ચોથી શ્રેણી નો, શત્રુ રાશિ માં પાંચમી શ્રેણી નો અને નીચ રાશિ માં છઠ્ઠી શ્રેણી નો એટલે કે સૌથી નબળું હોય છે.
કુંડળી જોવા નું શરુ કરતા પહેલા એ નોટ કરો કે કયા કયા ગ્રહ પોતાની ઉચ્ચ અને નીચ રાશિઓ માં સ્થિત છે. જો ગ્રહ ઉચ્ચ રાશિ માં હોય છે તો પોતાનો ફળ આપી શકે છે. જો ગ્રહ નીચ અથવા શત્રુ રાશિ માં હોઈ નબળો હોય તો પોતાનો ફળ નહિ આપી શકે. પોતાનો ફળ એટલે કે પોતાનો કારકત્વ અને તે ભાવો નો કારકત્વ જેનો તે ગ્રહ સ્વામી છે.
આ લેખ માં માત્ર આટલુંજ. નમસ્કાર.