બુધ ગ્રહ નો બાર ભાવ માં લાલ કિતાબ મુજબ ફળ
લાલ કિતાબ માં બુધ ગ્રહ ને લીલા કલર નો ગ્રહ જણાવવા માં આવ્યું છે. કુંડળી ના દરેક ભાવ માં બુધ ગ્રહ નો પ્રભાવ જુદા જુદા રૂપ થી પડે છે અને કુંડળી ના આ 12 ખાના નું સંબંધ વ્યક્તિના જીવન ના બધા મહત્વપૂર્ણ પક્ષો થી હોય છે. આવો જાણીએ છે કે લાલ કિતાબ મુજબ બુધ ગ્રહ નું 12 ભાવો માં ફળ અને બુધ ગ્રહ શાંતિ ના ઉપાય:
લાલ કિતાબ મુજબ બુધ ગ્રહ નું મહત્વ
લાલ કિતાબ માં બુધ ગ્રહ ને લીલો ગ્રહ જણાવવા માં આવ્યું છે. બુધ ગ્રહ નું આ રંગ ગુરુ ના પીળા અને રાહુ ના વાદળી રંગ ને ભેળવ્યા પછી બને છે. એટલે કે ગુરુ અને રાહુ ના સાથે હોવા થી બુધ નો પ્રભાવ જોવા મળશે. જોકે સૂર્ય, શુક્ર અને રાહુ બુધ ના મિત્ર ગ્રહ છે. જ્યારે ચંદ્ર ગ્રહ બુધ નો શત્રુ કહેવાય છે. ત્યાંજ લાલ કિતાબ થી અલગ વેદિક જ્યોતિષ માં બુધ ગ્રહ ને એક તટસ્થ ગ્રહ માનવા માં આવ્યું છે, જે શુભ ગ્રહો ની સાથે મળી ને સારું ફળ આપે છે અને અશુભ ગ્રહો સાથે આની યુતિ જાતકો માટે અશુભ હોય છે.
લાલ કિતાબ મુજબ સૂર્ય નો સાથ મળવા થી બુદ્ધ ના દોષ નષ્ટ થઈ જાય છે. જ્યારે શુક્ર (માટી) આની લીલોતરી ને બનાવી રાખે છે. જોકે રાહુ અને બુધ વચ્ચે મિત્રતા છે પરંતુ આ બંને કુંડળી માં એકસાથે નહીં હોવા જોઇએ. બંને અલગ અલગ ભાવ માં રહે તો જાતકો માટે સારું હોય છે. લાલ કિતાબ મુજબ ચંદ્ર બુધ થી શત્રુભાવ રાખે છે જો કે બુધ ચંદ્ર ગ્રહ ને શત્રુ નથી માનતું. પરંતુ ચંદ્ર ના ચતુર્થ ભાવ માં બુધ ઉત્તમ ફળદાયી હોય છે. વેદિક જ્યોતિષ માં બુધ મિથુન અને કન્યા રાશિ નો સ્વામી હોય છે. જ્યારે લાલ કિતાબ માં બુધ ગ્રહ કુંડળી ના ત્રીજા અને છઠ્ઠા સ્થાન નો સ્વામી છે.
બુધ ગ્રહ ના કારકત્વ
બુધ ગ્રહ સંવાદ, બુદ્ધિ, વિવેક, ગણિત, તર્ક અને મિત્ર નો પરિબળ હોય છે. બુધ નો પ્રભાવ વ્યક્તિ ના બોલવા ના સ્વભાવ પર પડે છે. આની સાથે જ વ્યક્તિ કેટલી બુદ્ધિમાન અને વિવેકશીલ હશે એ પણ બુધ ગ્રહ ની સ્થિતિ થી ખબર પડે છે. જો કોઈ વ્યક્તિ ને ટેવા (કુંડળી) માં બુધ ગ્રહ પીડિત અથવા નબળું હોય તો જાતક ને ગણિત, રીઝનીગ અને સંવાદ માં તકલીફો નો સામનો કરવો પડે છે. ત્યાં જ બુધ ની સ્થિતિ મજબૂત હોવા પર જાતક ને આના ઘણા સારા પરિણામો જોવા મળે છે.
લાલ કિતાબ મુજબ બુધ ગ્રહ નો સંબંધ
લાલ કિતાબ મુજબ બુધ ગ્રહ નો સંબંધ લીલોતરી, બુદ્ધિ, ખાલી જગ્યા, મોહર, નકલ, નકલચી, દલાલ, હીજડા, ધ્યાની, બહેન, છોકરી, સાલી, માસી, બકરી, મેંઢા, ચામાચીડિયા, નર્સ, ઢાક, મૂંગ, લીલો રંગ, પન્ના, નાક, દાંત, જીભ, મોઢા નો સ્વાદ, વાંસ, અરીસો, ઢોલ, રેડિયો, તબલા, સારંગી, રાગ, કોરો કાગળ, સિતાર, ટોપી, નાડો, સુખી ઘાસ, સીડી, શંખ, કળી, માટલુ, ઈંડા, ડુંગળી, લોટું, ઓરી અછબડા, પુછડી, મોટા પાનવાળા વૃક્ષ વગેરે થી હોય છે.
લાલ કિતાબ મુજબ બુધ ગ્રહ નો પ્રભાવ
બુધ ગ્રહ શુભ અને અશુભ ગ્રહ છે. જો કોઈ જાતક ની કુંડળીમાં બુધ ગ્રહ સબળ હોય તો આના થી જાતક ને બુધ ના સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં જ આની વિપરીત જો જાતક ની જન્મકુંડળી માં બુધ ની સ્થિતિ નબળી હોય છે તો તેના થી જાતક ને નકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ છીએ બુધ ના નકારાત્મક અને સકારાત્મક પરિણામ શું હોય છે:-
-
સકારાત્મક પ્રભાવ - બુધ ના સકારાત્મક પ્રભાવ થી જાતક ની સંવાદ શૈલી ઘણી જબરદસ્ત હોય છે અને તે બુદ્ધિમાન હોય છે. જાતક પોતાની હાજીર જવાબ થી સમાજ માં પોતાનો પ્રભાવ છોડી દે છે. બુધ ના પ્રભાવ થી વ્યક્તિ ની તાર્કિક ક્ષમતા ઝડપી હોય છે અને તે ગણિત ના વિષય માં પણ સારું હોય છે.
-
નકારાત્મક પ્રભાવ - બુધ ના નકારાત્મક પ્રભાવ થી જાતક ને બોલવા માં પરેશાની નો સામનો કરવો પડે છે તથા તે ગણિત ના વિષય માં કમજોર હોય છે અને તેને ગણતરી કરવા માં તકલીફ થાય છે. અને સાથે જાતક ની તાર્કિક ક્ષમતા ઘણી કમજોર હોય છે. પીડિત બુધ ના પ્રભાવ થી વ્યક્તિ ને વેપાર માં ખોટ થાય છે. વ્યક્તિ ના જીવન માં દરિદ્રતા આવે છે.
લાલ કિતાબ મુજબ બુધ ગ્રહ શાંતિ ના ઉપાય
જ્યોતિષ માં લાલ કિતાબ ના ઉપાય ને ઘણું મહત્વપૂર્ણ ગણવા માં આવ્યું છે. એટલે જ લાલ કિતાબ માં બુધ ગ્રહ ની શાંતિ ના ટોટકા જાતકો માટે ઘણાં લાભકારી અને સરળ હોય છે. જેથી કોઈ પણ વ્યક્તિ આસાની થી તે કરી શકે છે. બુધ ગ્રહ સાથે સંબંધિત લાલ કિતાબ ના ઉપાય કરવા થી જાતકો ને બુધ ગ્રહ ના સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ મુજબ જો કોઈ જાતક નો બુધ કમજોર હોય તો તેને પન્ના રત્ન ધારણ કરવો જોઈએ. જો જાતક રત્ન ને ખરીદવા માં સમર્થ ન હોય તો તેને વિધારા નું મૂળ ધારણ કરવો જોઈએ. આના સિવાય ચાર મુખી રુદ્રાક્ષ ને બુધ ગ્રહ માટે ધારણ કરવા માં આવે છે. બુધ ગ્રહ સંબંધિત લાલ કિતાબ ના ઉપાયો નીચે પ્રમાણે છે:
- દારૂ, માસ, ઈંડા નું ત્યાગ કરો.
- રાત્રે માથા ની જોડે પાણી રાખી સવારે તેને પીપળ ના વૃક્ષ માં ચઢાવો.
- પોપટ અને બકરી નું પાલન ના કરો.
- મૂંગ દાળ ને રાત્રે પલાળી સવારે જાનવરો ને ખવડાવો.
- ચોખા અથવા દૂધ મંદિર અથવા ધાર્મિક સ્થળ પર દાન કરો.
- કાગડા ને ભોજન ખવડાવો.
લાલ કિતાબ ના ઉપાય જ્યોતિષ વિજ્ઞાન ના સિદ્ધાંતો પર આધારિત છે. એટલે જ જ્યોતિષ માં આ પુસ્તક ને મહત્વપુર્ણ સ્થાન પ્રાપ્ત છે. અપેક્ષા છે કે બુધ ગ્રહ સંબંધિત લાલ કિતાબ માં આપેલી આ માહિતી તમારા કાર્ય સિદ્ધ કરવા માં સફળ થશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems










