Talk To Astrologers

શનિ ગોચર 2020 રાશિફળ અને ઉપાય

શનિ ગોચર 2020 રાશિફળ અને ઉપાય શનિ ગોચર 2020 ના પરિણામ સ્વરૂપે બધી 12 રાશિઓ ના જીવન પર કેવું હશે આનું પ્રભાવ આ વિશે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે. ધ્યાન આપવા જેવું છે કે 24મી જાન્યુઆરી 2020 ના દિવસે ન્યાયકારી શનિ નું ગોચર ધનુ રાશિ થી મકર રાશિ માં થઈ રહ્યો છે. ફરી થી 11મી મે થી 29 સપ્ટેમ્બર ની વચ્ચે શનિ નું મકર રાશિ માં વક્રી અવસ્થા માં ગોચર થશે. વર્ષ ના અંત માં ડિસેમ્બર મહિના માં શનિ અસ્ત થશે જેના લીધે આનું પ્રભાવ બધી રાશિઓ પર ઓછું રહેશે.

આ વર્ષે ધનુ અને મકર રાશિ ની સાથે જ કુંભ રાશિ ઉપર પણ શનિ ની સાઢેસાતી શરૂ થઈ જશે. શનિ મકર અને કુંભ રાશિ નો સ્વામી કહેવાય છે. શનિ ને સામાન્ય રીતે લોકો એક પાપ ગ્રહ ના રૂપે ગણે છે. પરંતુ સચ્ચાઈ આ છે કે શનિ હકીકત માં એક ન્યાયકારી ગ્રહ છે. જે સારા ની સાથે સારું અને ખોટા ની સાથે ખોટું કરે છે. કહેવા નો મતલબ એમ છે કે તમે જે કર્મ કરશો શનિ તેના પ્રમાણે તમને પરિણામ આપશે. શનિ ના સંક્રમણ દરમિયાન તમે પોતાના ભવિષ્ય માટે નવી યોજના બનાવી શકશો જેથી તમારો પાયો વધારે મજબૂત થશે. આવો જાણીએ છે કે શનિ ગોચર 2020 દરમિયાન બધી રાશિ ઉપર આનુ કેવો પ્રભાવ રહેશે કહેવા નો મતલબ છે કે નકારાત્મક રહેશે કે સકારાત્મક રહેશે.

મેષ

ઉપાય: તમને મહારાજ દશરથ કૃત નીલ શનિ સ્ત્રોત્ર નું પાઠ કરવું જોઈએ અને શનિવાર ના દિવસે સાંજ ના સમય પીપલ ના વૃક્ષ ની નીચે સરસીયા ના તેલ નું દિપક પ્રગટાવું જોઈએ.

વૃષભ

ઉપાય: તમને વિશેષરૂપ થી ઉત્તમ ગુણવત્તા વાળું નીલમ રત્ન શનિવારે વચલી આંગળી માં પંચધાતુ અથવા અષ્ટધાતુ ની વીંટી માં ધારણ કરવું જોઈએ અને શનિ મંત્ર નું જાપ કરવું જોઈએ.

મિથુન

ઉપાય: તમને શનિવાર નું વ્રત રાખવું જોઈએ કે પછી તમે શનિ પ્રદોષ નું વ્રત પણ રાખી શકો છો. આના સિવાય શનિવાર ના દિવસે કાળા વસ્ત્રો પહેરવા થી બચો.

કર્ક

ઉપાય: તમને દરેક શનિવારે સરસીયા નું તેલ કોઈ લોખંડ અથવા માટી ના વાસણ માં ભરી તેમાં પોતાનું મોઢું જોઈ તેને દાન કરવું જોઈએ અને ગરીબો ની યથાસંભવ સહાયતા કરવી જોઈએ.

સિંહ

ઉપાય: તમને શનિવાર ના દિવસે આખી કાળી ઉડદ નું દાન કરવું જોઈએ અને શક્ય હોય તો પીપલ વૃક્ષ ની નીચે તલ ના તેલ નું દીવો સાંજે પ્રગટાવી પીપલ વૃક્ષ ની સાત પરિક્રમા કરવી જોઈએ.

કન્યા

ઉપાય: તમને શનિ પ્રદોષ નું વ્રત રાખવું જોઈએ અને શનિવારે સરસીયા તેલ નું દીવો પ્રગટાવી તેમાં પાંચ દાણા આખી ઉડદ ના નાખવા જોઈએ.

તુલા

ઉપાય: તમને વિશેષરૂપ થી ઉત્તમ ગુણવત્તા વાળું નીલમ રત્ન શનિવારે વચલી આંગળી માં પંચધાતુ અથવા અષ્ટધાતુ ની વીંટી માં ધારણ કરવું જોઈએ. આના સિવાય તમે જામુનીયા રત્ન પણ ધારણ કરી શકો છો.

વૃશ્ચિક

ઉપાય: તમને શનિવાર ના દિવસે કીડીઓ ને લોટ નાખવું જોઈએ અને કોઈ ધાર્મિક સ્થળ ની સાફ સફાઈ નું કામ નિયમિત રૂપે કરવું જોઈએ.

ધનુ

ઉપાય: તમને શનિવાર ના દિવસે કોઈ કાળા વસ્ત્ર અથવા કાળી દોરી માં ધતુરા નું મૂળ ધારણ કરવું જોઈએ. આ મૂળ ને તમે પોતાના ગળા અથવા બાજુ ઉપર પહેરી શકો છો. સાથેજ હનુમાન જી ની ઉપાસના કરવું પરમ લાભકારી રહેશે.

મકર

ઉપાય: તમને શનિવાર ના દિવસે વીંછી નું મૂળ ધારણ કરવું સૌથી સારું રહેશે અને આ જડી તમે કોઈ કાળા વસ્ત્ર માં લપેટી અથવા સીવી ને બાજુ અથવા ગળા માં પહેરી શકો છો અને આના સિવાય શનિદેવ ની આરાધના પણ કરવું સારું રહેશે.

કુંભ

ઉપાય: તમને શનિવાર થી શરુ કરી નિયમિત રૂપ થી શનિદેવ ના બીજ મંત્રૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ નું જાપ કરવું જોઈએ અને શનિવાર ના દિવસે અપંગો ને ભોજન કરાવવું જોઈએ.

મીન

ઉપાય: તમને શનિવાર ના દિવસે શુભ શનિ યંત્ર ની પૂજા કરવી જોઈએ અને શનિવાર ના દિવસે ગરીબો ને મફત દવા વિતરણ કરવી જોઈએ.

અમે અપેક્ષા રાખીએ છે કે શનિ ગ્રહ ગોચર તમારા જીવન માં ખુશાલી અને તરક્કી લઈને આવશે. અમારી તરફ થી તમને હાર્દિક શુભકામનાઓ.

राशिफल और ज्योतिष 2020

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer