મકર રાશિ ભવિષ્ય 2020 ના મુજબ આ 24 મી જાન્યુઆરી ના દિવસે શનિદેવ તમારી રાશિ માં પ્રવેશ કરશે અને તમારા પરાક્રમ માં વધારો કરશે, તમારા વેપાર ને નવી દિશા આપશે તથા તમારા કાર્યક્ષેત્ર માં તમને મહેનતી બનાવશે. ત્યાંજ બીજી બાજુ ગુરુ દેવ 30 માર્ચે તમારી રાશિ માં પ્રવેશ કરશે પાંચમા, સાતમા અને નવમાં ભાવ પર દૃષ્ટિ નાખશે જેથી તમારી વિદ્યા, પ્રેમ સંબંધ, સંતાન, દામ્પત્ય જીવન, વેપાર, ઉચ્ચ શિક્ષા, માન સમ્માન અને ભાગ્ય માં વધારો કરશે. આ ગુરુ દેવ 14 મે ના રોજ વક્રી થયી જશે અને 30 જૂને ફરી ધનુ રાશિ માં 12માં ભાવ માં જતા રહેશે. મધ્ય સેપ્ટેમ્બર સુધી રાહુ મહારાજ તમારા છઠ્ઠા ભાવ માં રહેશે અને તમને તમારા વિરોધીઓ પર વિજયા અપાવશે. તે પછી તેમનું પાંચમા ભાવ માં ગોચર સંતાન અને શિક્ષા માટે અમુક પરિષની થી ભરેલું રહી શકે છે. આ વર્ષ તમે ઘણી યાત્રાઓ કરશો અને વર્ષ પર્યન્ત વ્યસ્ત રહેશો. જે લોકો વિદેશ યાત્રા ની ઈચ્છા રાખે છે તેમની ઈચ્છા આ વર્ષે પુરી થવા ની પ્રબળ શક્યતા છે.
નોંધ: આ વાર્ષિક રાશિ ભવિષ્ય 2020 તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. પોતાની ચંદ્ર રાશિ જાણવા માટે અહીં ક્લિક કરો :- ચંદ્ર રાશિ કેલ્કયુલેટર
મકર રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમારી કારકિર્દી આમ મિશ્રિત પરિણામ આપવા વાળું હશે. નોકરી ની શોધ માં લાગેલા લોકો માટે જાન્યુઆરી ના પછી એક સ્થાયી અથવ લાંબા સમય સુધી ચાલવા વાળી નોકરી મળવા ની સારી શક્યતા છે. તમારા માના ઘણા લોકો નું ટ્રાન્સફર થશે અને અમુક ને નોકરી ની બાબત માં સ્થાન પરિવર્તન કરવું પડશે. પછી તમે નોકરી કરતા હો અથવા વેપાર તમારે આ વર્ષ કામ ના સંબંધ માં ઘણી યાત્રાઓ કરવી પડશે અને વિદેશ જવા ની શક્યતા પણ બનશે. સારી વાત એ છે કે આ યાત્રાઓ તમારા માટે સુખદ બનશે અને તમને જીવન માં આગળ વધવા ની તક મળશે. મલ્ટી નેશનલ કંપની કરનારા લોકો માટે વર્ષ ઘણી ઉપલબ્ધીઓ થી ભરેલું રહેશે. પરંતુ એક વાત સમજી લો કે આ વર્ષ તમને મહેનત પણ ઘણી કરવી હશે. 24 જાન્યુઆરી ના પછી શનિ દેવ તમારા લગ્ન માં આવી દશમ દૃષ્ટિ થી દશમ ભાવ ને જોશે જેના લીધે તમને વર્ષ પર્યન્ત તમને પોતાના કામ પર ફોકસ રાખી ને ખુબ મહેનત કરવી હશે, જોકે તે મહેનત નું તમને ઘણું સારું પરિણામ પણ પ્રાપ્ત થશે.
મકર રાશિ ભવિષ્ય 2020 મુજબ તમને આ વર્ષે કોઈ નવું કામ અથવ વેપાર શરુ ના કરવો જોઈએ. જો તમે પહેલા થી કોઈ વેપાર કરો છો તો તેને સારું બનાવા નો પ્રયત્ન કરો અને આ સંદર્ભ માં જે કઈ પણ કાર્ય કરવું પડે તેને કરો જેથી તમને વેપારીક સફળતા મળી શકે. 30 માર્ચ થી 30 જૂન ની વચ્ચે ગુરુ તમારી રાશિ માં વિરાજમાન હશે અને તમને ઉત્તમ નિર્ણય લેવા માં મદદ કરશે. આ નિર્ણય ભવિષ્ય માં તમારી સુખદ કારકિર્દી નો પાયો નાખશે. પર્યટન, સમાજ સેવા, મેકેનિકલ એન્જીનીયરીંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વગેરે થી સંબંધિત કામ માં લાગેલા લોકો ને આ વર્ષ સારી પ્રગતિ મળી શકે છે. 30 માર્ચ થી 30 જૂન વચ્ચે તમે પોતાના વેપાર માં કોઈ ઉપલબ્ધી મેળવી શકો છો. ત્યાંજ મધ્ય સેપ્ટેમ્બર ના પછી કોઈપણ પ્રકાર ના જોખીમ થી તમારે બચવું જોઈએ. જો તમે નોકરી માં છો તો તમને ધીરજ રાખવા ની સલાહ આપવા માં આવે છે કેમકે આવું શક્ય છે કે તમે કોઈ વાત થી અસંતુષ્ટ થયી પોતાનો ત્યાગપત્ર આપી દો અને જો તમે આવું કર્યું તો તમે મુશ્કેલી માં આવી શકો છો તેથી ધીરજ થી કામ લો. જો તમે સોચી વિચારી ને ચાલશો તો તમારું નિર્ણય તમને સારો રસ્તો દેખાડશે અને તમે મનપસંદ નોકરી મેળવવા માં પણ સફળ થશો.
મકર રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમારા માટે નાણાકીય દૃષ્ટિકોણ થી વધારે ઉપયુક્ત નહિ રહે તેથી આ વર્ષે તમારે સાચવી ને પગલાં મુકવા પડશે જે થી નાણાંકીય પડકારો નો સામનો કરી શકાય અને તમે કોઈ મુશ્કેલી માં ના પડો. આ વર્ષ આવક કરતા ખર્ચ વધારે હશે અને આ ખર્ચ ઘણી વાર વધી જશે. જેથી તમારી ચિંતાઓ પણ વધશે. આ વર્ષ કોઈપણ જાત નું નિવેશ કરવા થી તમારે બચવું જોઈએ. કેમકે વિત્તીય જોખીમ આ સમયે તમારા પક્ષ માં નહિ હોય. સેપ્ટેમ્બર પછી સ્થિતિ અમુક નિયંત્રણ માં આવશે અને તમે ધન કમાવા ની દિશા માં આગળ વધશો, પરંતુ એક વાત નું તમારે ધ્યાન રાખવું હશે કે કોઈપણ જાત ના ટૂંકા રસ્તા નું પ્રયોગ ધન કમાવા માટે ના કરો નહીંતર લાભ ની જગ્યાએ નુકસાન વેઠવું પડી શકે છે. આ વર્ષ અમુક ખર્ચ શારીરિક સમસ્યાઓ ઉપર પણ થયી શકે છે અને અમુક ધાર્મિક ક્રિયા કલાપો ઉપર પણ. તમારી યાત્રાઓ વધારે થશે જેથી તમારો વ્યય પણ વધારે થશે, તેથી પુરી પ્લાંનિંગ ની સાથે યાત્રા કરો જેથી વધારે વ્યય ને સીમિત કરી શકાય.
મકર રાશિ 2020 મુજબ આર્થિક દૃષ્ટિ થી આ વર્ષ વધારે શુભ નથી છે પરંતુ આવું ના વિચારો કે તમારી આવક નહિ હોય પરંતુ આવક તો સારી થશે પરંતુ તમને આવક અને ખર્ચ ની વચ્ચે સંતુલન બેસાડવા નો પ્રયાસ કરવું હશે. કેમકે આ વર્ષ અણધાર્યા ખર્ચ ના લીધે નાણાકીય સંતુલન બગડી શકે છે. વર્ષ ની શરૂઆત માં તમે પ્રોપર્ટી ભાડા ઉપર આપી સારું લાભ મેળવી શકો છો. આના સિવાય મે થી જૂન સુધી નું સમય પ્રોપર્ટી વેચાણ થી લાભ મળવા નું હશે અને તેના પછી ઓગસ્ટ થી ઓક્ટોબર ની વચ્ચે તમે કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો. તમને માત્ર આટલું ધ્યાન રાખવું છે કે સારી રીતે ધન નું પ્રયોગ કરો જેથી આર્થિક પડકારો નો સામનો કરી શકો.
મકર રાશિ ભવિષ્ય 2020 ના મુજબ આ વર્ષી વિદ્યાર્થીઓ માટે આ વર્ષ અમુક અનુકૂળ તો અમુક પ્રતિકૂળ પરિણામ લયીને આવશે. જોકે એક વિદ્યાર્થી ને સદેવ અધ્યયનશીલ અને મહેનતી રહેવું જોઈએ અને તમારે પણ આવું કરવું હશે. 30 માર્ચ થી 30 જૂન ની વચ્ચે નું સમય તમારી શિક્ષા માટે ઘણું સારું રહેશે, માત્ર સામાન્ય શિક્ષા નહિ પરંતુ ઉચ્ચ શિક્ષા ના જાતકો ને પણ લાભ થશે. તમારી બુદ્ધિ નું વિકાસ થશે અને જ્ઞાન અર્જન કરવા ની ક્ષમતા માં વધારો થશે અને તમે નવી વસ્તુઓ શીખવા નું પસંદ કરશો. પ્રતિસ્પર્ધી પરીક્ષા માટે જે લોકો તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ વર્ષ શુભ રહેશે અને સપ્ટેમ્બર ની વચ્ચે સુધી નું સમય તમે પ્રતિસ્પર્ધી પરીક્ષાઓ માં સફળતા આપવા વાળો સિદ્ધ થશે. તેથી આ સમય નું સારું લાભ ઉઠાવો અને મહેનત કરો તથા એકાગ્રતા ની સાથે પોતાના લક્ષ્ય ની તૈયારી કરો.
મકર રાશિ ભવિષ્ય 2020 મુજબ છઠ્ઠા ઘર નું રાહુ તમારી ઘણી મદદ કરશે અને પ્રતિયોગી પરીક્ષાઓ માં સારા અંકો થી તમને વિજય અપાવશે. વિદેશી વિશ્વવિદ્યાલય માં એડમિશન લેવા વાળાઓ ને સફળતા મળી શકે છે. જોકે મધ્ય સપ્ટેમ્બર ના પછી જયારે રાહુ નું ગોચર પાંચમા ભાવ માં થશે ત્યારે તે સમય શિક્ષા માં થોડું વ્યવધાન આવશે અને તંન પડકારો નો સામનો કરવો પડી શકે છે. પરંતુ 20 નવેમ્બર ના પછી ગુરુ ફરી લગ્ન ભાવ માં આવશે અને પાંચમા ભાવ ને આપશે જેથી નાની મોટી સમસ્યાઓ દૂર થયી જશે અને શિક્ષા માં સુધાર થશે. પરંતુ તમને મહેનત તો કરવી હશે અને તેના માટે સમર્પિત રહો.
મકર રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમારું પારિવારિક જીવન સામાન્ય રહેવા ની શક્યતા છે. આ વર્ષ તમારા પરિવાર માન, સમ્માન અને પ્રતિષ્ઠા માં વધારો થશે અને પરિવાર માં કોઈ નું વિવાહ હોવા ને લીધે સામાજિક રૂપે તમારું પરિવાર આગળ વધશે. તમે આ વર્ષ તમે અમુક વધારે વ્યસ્ત રહેશો અને પોતાના પરિવાર ને ઓછું સમય આપી શકશો અથવા પરિવાર થી દૂર રહેશો જેના લીધે તમે આંતરિક રૂપે તમે સંતુષ્ટ નહિ થશો. જો તમે અપરિણીત છો તો 30 માર્ચ થી 30 જૂન ની વચ્ચે અને પછી 20 નવેમ્બર ના પછી તમારા વિવાહ ના લીધે પરિવાર ના લોકો વ્યસ્ત રહેશે અને પરિવાર માં ખુશી નું વાતાવરણ રહેશે. આ દરમિયાન તમારા ભાઈ બહેન તમને પૂરો સહયોગ આપશે અને તમે તેમના પ્રતિ કૃતજ્ઞતા નો ભાવ રાખશો.
મકર રાશિ ભવિષ્ય 2020 મુજબ 18 જૂન થી 16 ઓગસ્ટ સુધી નું સમય તમારા માતા પિતા અને ભાઈ બહેનો ના આરોગ્ય માટે વધારે શુભ નથી. આના પછી 16 ઓગસ્ટ થી 11 સેપ્ટેમ્બર સુધી નું સમય પારિવારિક જીવન માટે ઘણું ઉત્તમ રહેશે અને આ દરમિયાન તમે કોઈ પ્રોપર્ટી અથવા વાહન પણ ખરીદી શકો છો. જોકે આ દરમિયાન તમારી માતાજી નું આરોગ્ય થોડું કમજોર રહી શકે છે. આ વર્ષે તમને મિશ્ર અનુભવ પ્રાપ્ત થશે અને તમને ધ્યાન રાખવું હશે કે એવી ઘણી તકો આવશે જયારે તમને અમુક કઠિન નિર્ણય લેવા પડશે પરંતુ તમે પોતાની સમજદારી ના દમ પર આ પડકારો નું સામનો કરવા માં સફળ થશો.
મકર રાશિ ભવિષ્ય 2020 મુજબ દામ્પત્ય જીવન માં વધઘટ ની સ્થિતિ રહી શકે છે. 24 જાન્યુઆરી થી 30 માર્ચ ની વચ્ચે તમારા સંબંધો માં તણાવ વધી શકે છે અથવા કામ ના સંબંધ માં એટલા વ્યસ્ત થયી જશો અથવા એટલા દૂર જયી શકો છો કે જીવન સાથી થી તમારા સંબંધો ઉપર અસર પડી શકે છે. પરંતુ જયારે 30 માર્ચ ના દિવસે ગુરુ નું ગોચર તમારી રાશિ માં થશે ત્યારે તમારા વૈવાહિક જીવન માં ખુશીઓ ના ક્ષણ આવશે અને તમારું દામ્પત્ય જીવન મધુર બનશે. તમારા વૈવાહિક જીવન ચાલી આવી રહેલી સમસ્યાઓ દૂર થશે અને તમે બંને એક બીજા ને વધારે સમય આપશો અને સમજવા નો પ્રયાસ કરશો જેથી તમારો આપસી તાલમેલ સારું થશે. 30 જૂન થી 20 નવેમ્બર સુધી સ્થિતિ ફરી થી સમસ્યા કારક રહી શકે છે તેથી આ દરમિયાન તમારે સતર્કતા થી રહેવું પડશે અને કોઈપણ ઝગડા માં ના પડો. તમને પોતાના જીવનસાથી નું આદર કરવું જોઈએ. 20 નવેમ્બર ના પછી સ્થિતિઓ સારી થયી જશે અને તમે વર્ષ પર્યન્ત ઉત્તમ દામ્પત્ય જીવન નું આનંદ લેશો.
મકર રાશિ ભવિષ્ય 2020 મુજબ વર્ષની શરૂઆત તમારી સંતાન માટે વધારે ઉપયોગી નથી અને આ દરમિયાન તમારે તેમનું ધ્યાન રાખવું જરૂરી હશે. જો કે તે તમારા પ્રતિ સમર્પિત રહેશે. આ વર્ષ નું મધ્ય ભાગ તમારી સંતાન માટે ઉપયુક્ત રહેશે અને તે પોતપોતાના ક્ષેત્રો માં વધારે ઉન્નતિ મેળવશે. પરંતુ મધ્ય સેપ્ટેમ્બર ના પછી જયારે રાહુ નું ગોચર તમારા પાંચમા ભાવ માં હશે આ દરમિયાન સંતાન થોડી જિદ્દી અને મનમોજી થયી શકે છે અને તેમને સંભાળવા માં અમુક પરેશાની હોઈ શકે છે, આ દરમિયાન તેમનું આરોગ્ય પણ પ્રભાવિત હોઈ શકે છે. વર્ષ ના મધ્ય માં તમને સંતાન પ્રાપ્તિ હોઈ શકે છે. જો તમારી સંતાન વ્યસ્ક છે તો શક્ય છે કે આ દરમિયાન તેમની જોડે તમારા સંબંધો માં અમુક અસર પડે. તમારી કોઈ એક સંતાન નું વિવાહ આ વર્ષે થયી શકે છે જેથી પરિવાર માં પ્રસન્નતા નું વાતાવરણ બનશે.
મકર રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમારા જીવન માટે અનુકૂળ રહેશે અને જો તમે કોઈ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ માં છો તો તમારા ઘણું સારું રહેવા વાળું છે. આના સિવાય જે લોકો પોતાના પ્રિયતમ થી દૂર ગયેલા હતા તેમના માટે પુનર્મિલન નું સમય આવી ગયો છે. ત્યાંજ બીજી બાજુ અમુક લોકો મુ સ્થાન પરિવર્તન હોવા ને લીધે પોતાના પ્રિયતમ થી દૂર જવું પડી શકે છે, પરંતુ આના ઉપરાંત પણ તમારા પ્રેમ જીવન માં ખુશીઓ ની અછત નહિ આવે.
મકર અર્શી ભવિષ્ય 2020 મુજબ મકર રાશિ ના જાતકો નું આત્મિક સ્વભાવ ઘણું ગહન હોય છે તેથી તે જેના થી પણ પ્રેમ કરશે તેને પુરા ઊંડાણ થી કરશે. આ વર્ષ ઈશ્વર ની કૃપા તમારી સાથે થશે અને જે લોકો અત્યાર સુધી સિંગલ છે તેમને લગ્ન નું અવસર મળશે. 30 માર્ચ થી 30 જૂન સુધી નું સમય ઘણું સારું રહેશે અને તે પછી 20 નવેમ્બર થી વર્ષ ના અંત સુધી તમારા વિવાહ ના બંધન માં બંધાવા ના યોગ બની જશે. તેથી જો તમે કોઈ ની જોડે પ્રેમ કરો છો તો તેમને પ્રપોઝ કરી દો જેથી મોડું ના થયી જાય. જે લોકો પ્રેમ સંબંધો માં પહેલા થી છે તેમના પ્રેમ જીવન માં ઊંડાણ આવશે અને વ્યવહારિક રૂપે એક બીજા ને સમર્પિત રહી જીવન માં આગળ વધવા નું નિશ્ચય કરશો. 28 માર્ચ થી 1 ઓગસ્ટ અને 11 ડિસેમ્બર થી વર્ષ ના અંત સુધી નું સમય તમારા પ્રેમ જીવન નું સૌથી રોમાન્ટિક સમય રહેશે અને આ દરમિયાન એક બીજા ની સાથે પ્રેમ સાગર માં આનંદ માણશો.
મકર રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમે મિશ્રિત રૂપે આરોગ્ય જીવન ની અપેક્ષા કરી શકો છો. લાંબા સમય થી ચાલી આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે અને જો કોઈ જૂની બીમારી ચાલી રહેલી છે તો તેના થી પણ મુક્તિ મળવા નું સમય આવી શકે છે. 24 જાન્યુઆરી ના પછી શનિ તમારી રાશિ માં પોતાની રાશિ મકર માં આવી જશે અને તમને ઉત્તમ આરોગ્ય પ્રદાન કરશે. જોકે આવા માં શનિદેવ પણ તમારી પરીક્ષા લેશે અને તમારા થી મહેનત કરાવશે જેથી તમને થાક હોઈ શકે છે પરંતુ તમારી એપ્રોચ આળસ થી ભરેલી હોઈ શકો છે જેનું ત્યાગ કરવું તમારા માટે જરૂરી હશે નહીંતર ઘણા બધા કષ્ટ હોઈ શકે છે.
મકર રાશિ ભવિષ્ય 2020 મુજબ 30 માર્ચ ના દિવસે ગુરુ દેવ તમારી પોતાની રાશિ માં પ્રવેશ કરશે જેથી આરોગ્ય માં સુધારો આવશે. પરંતુ 14 મે થી 13 સેપ્ટેમ્બર ની વચ્ચે ગુરુ વક્રી થશે અને આ તમારા ત્રીજા અને બારમા ભાવ ના સ્વામી છે તેથી આ દરમિયાન તમને આરોગ્ય નું પણ ધ્યાન રાખવું હશે કેમકે ગુરુ વધારા નું કારક ગ્રહ હોવા થી જો કોઈ શારીરિક સમસ્યા હશે તો વધી શકે છે.
તમે સ્વસ્થ રહેશો પરંતુ તમે નબળાયી અનુભવ થયી શકે છે. તમે પોતાના ખોરાક ને લયીને સાવચેતી રાખો કેમકે જો અવધિ પ્રતિકૂળ હોય તો તેના લીધે તમને કોઈ કષ્ટ ના વેઠવું પડે. મધ્ય સેપ્ટેમ્બર ના પછી સ્થિતિ તમારા નૌકુલ હશે અને તમે ઉત્તમ આરોગ્ય નું આનંદ લેશો.
આ વર્ષ તમને નિમ્ન ઉપાય આખા વર્ષ કરવા જોઈએ જેના પરિણામ સ્વરૂપે તમને ઘણી બધી મુશ્કેલીઓ થી મુક્તિ મળશે અને તમે ઉન્નતિ ના પથ પર અગ્રસર થશો: