તમે સખત મહેનત કરનારા છો તથા તમારી સખત મહેનતના બળે સફળ થવાની હિંમત તમારામાં છે. આધ્યાત્મ
તરફ તમને ખૂબ જ લગાવ હશે. તમે ખૂબ જ અસરકારક મુત્સદ્દી છો તથા તમારૂં મગજ રાજકારણમાં
ખૂબ જ સારૂં ચાલે છે. રાજકારણની રાજરમતો તમારી માટે કોઈ નવી વાત નથી. આ કારણે જ તમે
હંમેશા સજાગ અને જાગરૂક રહો છો. સખત મહેનતની સાથે તમે તમારી સમજશક્તિને પણ બહુ જ સારી
રીતે ઉપયોગમાં લો છો તથા તમારૂં કામ કઈ રીતે કઢાવી લેવું તેમાં તમને મહારત હાંસલ છે.
તમે સારો સ્વભાવ ધરાવો છો; આને કારણે જ લોકો સાથે તમારા સંબંધો સારા છે. તમારા સ્વભાવ
અને વર્તનને કારણે જ લોકો તમારા પર વિશ્વાસ મુકે છે. તમે લોકો માટે સારી લાગણી ધરાવતા
હોવાથી, તમને તેમનો ટેકો મળી રહે છે તથા સમાજમાં તમારી શાખ પણ સારી છે. અન્યો માટે
તમારા દિલમાં કરૂણા અને સહાનુભૂતિ હોય છે. મુક્ત વિચારશક્તિ સાથે, તમને દબાણ હેઠળ કામ
કરવું ગમતું નથી. આને કારણે જ, તમે જે કંઈ પણ કરો છો તેમાં તમે પૂર્ણ સ્વતંત્રતાની
અપેક્ષા રાખો છો, પછી તે નોકરી હોય કે વેપાર. એટલું જ નહીં, તમે દરેક બાબતમાં સફળતા
મેળવશો. આથી, નોકરી, વેપાર વગેરે મોરચે તમારી સ્થિતિ ખૂબ જ સારી હશે. તમે ખૂબ જ મહત્વાકાંક્ષી
હશો, આથી તમે સર્વોચ્ચ સ્થાને પહોંચવા માટે સદાય તત્પર હશો. તમે દરેક કામ પૂરી ધીરજથી
તથા સંપૂર્ણ યોજના ઘડીને જ કરો છો. તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તમે ક્યારેય ઉતાવળ
નહીં કરો. તમારા ચહેરા પર સદાય મુસ્કાન શોભે છે. તમે સામાજિક નિયમો તથા પરંપરાઓને ખૂબ
જ શ્રદ્ધાપૂર્વક અનુસરો છો. તમારા વિચારો શાંતિપૂર્ણ, દૃઢ તથા સ્પષ્ટ હોય છે. આને કારણે
જ તમારા કામની ટીકા થાય એ તમને ગમતું નથી, વળી, તમે કોઈ અન્યના કામમાં હસ્તક્ષેપ પણ
કરતા નથી તથા તમારા કામમાં કોઈ ચંચુપાત કરે એ પણ તમને ગમતું નથી. સારા ભવિષ્ય માટે,
તમારે તમારૂં માનસિક સંતુલન જાળવી રાખવું રહ્યું તથા ગુસ્સે થવાનું ટાળવું. તમે નવા
વિચારોનું સ્વાગત કરો છો તથા હંમેશા નવું શીખવા તૈયાર રહો છો. અશ્કયને શક્ય બનાવવામાં
તમે ખાસ્સો એવો સમય ખર્ચો છો. તમારી સ્વતંત્રતાનો માર્ગ અવરોધાય નહીં ત્યાં સુધી તમે
અન્યોને મદદ કરવા તૈયાર રહો છો. કોઈ પણ જાતના ભેદભાવ વિના, તમે દરેકનો આદર કરો છો.
જરૂરિયાતમંદોના તમે બહુ જ સારા મિત્ર છો પણ જેઓ દુષ્ટ કે ખરાબ છે તેમના તમે કટ્ટર દુશ્મન
છો. જો કોઈ વ્યક્તિ બીજીને નફરત કરવા લાગે છે તો એ લાગણી તમારી અંદર જડાઈ જાય છે. શક્ય
છે કે તમારૂં બાળપણ સંઘર્ષમય વીતે. તમે દૃઢ તથા સખત મહેનત કરનારા છો, આમ છતાં, તમે
અંકુશિત રીતે જીવતા નથી, આને કારણે તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
યોગ્ય પગલાં લઈ પરિસ્થિતિ પર અંકુશ લાવવાનું તમારે શીખવું જોઈએ.
શિક્ષા ઔર આવક
તમારી માટે અનુકૂળ વ્યવસાયો આ પ્રમાણે છે દુકાનદાર; વેપારી; કુસ્તીબાજ; ખેલાડી; સૌંદર્ય
ઉત્પાદનો; ન્યૂઝ એન્કરિંગ; મંચ સજ્જા; કૉમ્પ્યુટર તથા સૉફ્ટવેર સંબંધિત કામ; શિક્ષક-પ્રશિક્ષક;
માનસશાસ્ત્ર સંબંધિત ક્ષેત્ર; વકીલ; ન્યાયાધીશ; તપાસ અધિકારી; ફ્લાઈટને લગતો વેપાર;
ગ્લાઈડિંગ; વગેરે.
પારિવારિક જીવન
લગ્નજીવનમાં તમારે કોઈ પણ પ્રકારનો વાદવિવાદ અથવા ઝઘડો ટાળવો જોઈએ; અન્યથા વૈવાહિક
જીવન કલહપૂર્ણ થઈ શકે છે. તમે પરિસ્થિતિને જેટલી મીઠાશભરી રાખશો એટલું જ વધુ પારિવારિક
સુખ તમે પામશો. સમાજમાં માન તથા ઉચ્ચ પદ પામવામાં તમને રસ હશે. આ બાબત તમને પરિવારથી
દૂર કરી શકે છે. આથી, સંતુલન જાળવવાનો પ્રયાસ કરજો.