તમારૂં વર્તન નમ્રતાભર્યું તથા ઈશ્વરીય છે. તમે તર્કવાદી છો તથા તમારી માન્યતાઓ પર
અડગ રહો છો. લેખનનો ગુણ પણ તમારામાં છૂપાયેલો છો; ખાસ કરીને તમને કવિતા સાંભળવાનો તથા
લખવાનો શોખ હશે. જો કે, તમારામાં એક દોષ છે, તમે ઉતાવળિયા નિર્ણયો લો છો, જેને કારણે
ગેરસમજો પણ પેદા થાય છે. તમારામાં એક વિશિષ્ટ ગુણ પણ છે અને તે એટલે, તમે એક વાર જે
કરવાનું નક્કી કરો છો, તમે એ કરીને જ રહો છો. પછી તમે એ પરવા નથી કરતા કે તમારો નિર્ણય
સાચો હતો કે ખોટો. તમારામાં ત્વરિત નર્ણય લેવાની ગજબની શક્તિ છે અને તમને વાતોમાં હરાવવા
મુશ્કેલ છે. તમારા આ આક ગુણને કારણે લોકો તમારા દીવાના છે. તમારામાં ગજબનો આત્મવિશ્વાસ
છે અને તમે હિંમત હારી જઈ છોડી દેનારાઓમાંના નથી. અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ,
તમે ગજબની ધીરજ રાખી શકશો. તમે મહત્વાકાંક્ષી છો તથા જોખમ લેવા સદા તૈયાર રહો છો. તમારી
બધી જ ધીરજ અને શ્રદ્ધા સાથે, તમે યોગ્ય સમય માટે રાહ જુઓ છો. તમે અંતરાયોને કારણે
તાણમાં આવતા નથી. તમારૂં શિક્ષણ સારૂં હશે તથા તમને તબીબી ક્ષેત્રમાં અસાધારણ સફળતા
મળશે. એટલું જ નહીં, તમને યોગ તથા ધાર્મિક બાબતોમાં પણ ખાસ્સો રસ રહેશે. તમને વેપારમાં
પણ સારી સફળતા મળી શકે છે, પણ શરત એટલી જ છે કે તમારા કર્મચારીઓ ઈમાનદાર અને વિશ્વાસપાત્ર
હોવા જોઈએ. તમારા દિલમાં તમે હંમેશાં સૌ કોઈ માટે પ્રેમ અને લાગણી ધરાવો છો. તમારા
વ્યક્તિત્વમાં આ એક ગુણને કારણે, તમને સમાજમાં હંમેશા પૂરતો પ્રેમ તથા માન-સન્માન મળશે.
તમે હંમેશાં ખુશ રહેવાનો પ્રયાસ કરો છો. સ્વભાવથી તમે વિનમ્ર છો તથા તમને વિવિધ કળાઓ
તથા અભિનયમાં પણ રસ હશે. વળી, તમને સાહિત્યમાં પણ ખૂબ રસ હશે, એનો અર્થ એ થયો કે તમને
તેના વિશે સારી એવી જાણકારી હશે. તમે ઈમાનદારીપૂર્વક કામ કરો છો તથા સાફ દિલ ધરાવો
છો. તમને આદર્શ મિત્ર કહેવા યોગ્ય ગણાશે કેમ કે તમે મિત્રતાને જીવનભર જાલવો છો. તમે
તમારા શબ્દને વળગી રહો છો. તમને સારૂં શિક્ષણ મળશે તથા તમારા વ્યક્તિત્વમાં ગજબનું
આકર્ષણ હશે. તમે ઊર્જા અને ઉત્સાહથી તરબતર હશો. ખરાબ પરિસ્થિતિમાં પણ તમે ઝંપીને નહીં
બેસો, તમને ખોટું બોલવા તથા બોલનારાઓ પ્રત્યે ભારે નફરત હશે કેમ કે તમે સત્યનિષ્ઠ રહેવામાં
તથા બધું જ સ્પષ્ટપણે કહી દેવામાં માનો છો. સ્વાસ્થ્યની વાત છે ત્યાં સુધી, તમારે તમારી
તબિયતની સારી સંભાળ લેવી જોઈએ અને શ્વાસ સંબંધી કોઈપણ સમસ્યાને હળવાશથી લેવાની ભૂલ
કરતા નહીં.
શિક્ષા ઔર આવક
તમારી માટે અનુકૂળ વ્યવસાયોમાં નૌકાદળના અધિકારી; નૌકાદળને લગતા કાર્યો; બાયોલૉજિસ્ટ;
એક્વાકલ્ચર બિઝનેસ; નૃત્ય; મંચ કલાકાર; ગાયક; માનસશાસ્ત્રી; ફિલોસોફર; કવિ; લેખક; કલાકાર;
ચિત્રકાર; ફૅશન ડિઝાઈનર; હોટેલ સંબંધિત કાર્યો; વગેરે.
પારિવારિક જીવન
તમે તમારા જીવનનો મોટા ભાગનો સમય તમારી જન્મભૂમિથી દૂર વીતાવશો. માતા-પિતા તરફથી તમને
ઝાઝો લાભ નહીં થાય. વૈવાહિક જીવન સારૂં હશે, પણ લગ્ન થવામાં મોડું થઈ શકે છે. તમારો
ઝુકાવ તમારા જીવનસાથી તથા તેના પરિવાર તરફ વધુ હોય એવું બની શકે છે. તમારા બે સંતાનો
હોઈ શકે છે અને તેઓ આજ્ઞાકારી તથા નસીબદાર હશે.