Talk To Astrologers

પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર ભવિષ્યકથન

The symbol of Purva Bhadrapada Nakshatra તમે શાંતિપ્રેમી તથા બુદ્ધિશાળી છો. તમારૂં વર્તન બિનપક્ષપાતી છે તથા તમે સરળ જીવન પસંદ કરો છો. તમને ઈશ્વરમાં પૂરેપૂરી શ્રદ્ધા છે તથા ધાર્મિક બાબતોમાં પણ તમને રસ છે. તમારૂં દિલ સાફ હોવાથી, તમે અન્યોની મદદ કરવા સદા તત્પર રહો છો. ભૌતિક સંપત્તિ કરતાં, તમારી પાસે સારી શાખ તથા નિર્મળતાનું ધન વધુ છે. સાચું બોલવું તથા સત્યનિષ્ઠ રહેવું એ તમારો ગુણ છે. ઈમાનદાર હોવાથી તમે અપ્રમાણિકતા તથા હલકી રીતભાતથી દૂર રહો છો. કોઈ પણ પરિસ્થિતિમાં, તમે હિંમત હારતા નથી કેમ કે તમે આશાવાદી છો. તમે હંમેશા બીજાની મદદ કરવા તત્પર રહો છો કેમ કે તમે ઉદારવૃત્તિના છો. જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હોય છે, તમે તેમની મદદ કરવાનો પ્રયાસ કરો છો. તમે આધુનિક તથા મિત્રતાભર્યા છો. આને કારણે જ તમે લોકોને ખૂબ જ પ્રેમપૂર્વક તથા લાગણીથી મળો છો. દોસ્તીમાં, તમે ઈમાનદારી તથા સમજદારીની ખૂબ દરકાર રાખો છો. તમે દિલથી સાફ છો તથા પવિત્ર વર્તન ધરાવો છો તથા કોઈને પણ ઠેસ પહોંચાડવાનો પ્રયાસ તમે કરતા નથી. તમારા વ્યક્તિત્વની આ ખાસિયતને લીધે જ, લોકો તમારા પર વિશ્વાસ મુકે છે. શિક્ષણ તથા જ્ઞાનના દૃષ્ટિકોણથી જોઈએ તો, તમે ખાસ્સા બુદ્ધિશાળી છો. તમને સાહિત્યમાં પણ રસ છે. આ ઉપરાંત, તમારા રસ-રૂચિના વિષયોમાં, વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર તથા જ્યોતિષશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં તમે આ વિષયોમાં નિષ્ણાંત પણ હોઈ શકો છો. તમે તમારા વિચારો બિનપક્ષપાતી રીતે મુકી શકો છો. અધ્ચાત્મ ઉપરાંત, તમને વિવિધ વિષયોનું સારૂં જ્ઞાન છે. વળી, તમે જ્યોતિષશાસ્ત્રના પણ જાણકાર છો. તમે આદર્શવાદી છો તથા નાણાં કરતાં જ્ઞાનને વધુ મહત્વ આપો છો. જીવન માટે આવકનો સવાલ છે ત્યાં સુધી, નોકરી તથા વેપાર બંને તમારી માટે હકારાત્મક છે. તમને નોકરી કરતાં વેપાર કરવાનું ગમશે અને તમે નોકરીમાં ઉચ્ચ પદ પર હશો. તમે જો વેપાર માટે જશો તો, તેને વિકસાવામાં તમે તમારા બધા જ પ્રયત્નો લગાડશો. તમને ભાગીદારીમાં વેપાર કરવાનું ગમશે. જવાબદારીની વાત આવે ત્યારે, તમે તેને સારી રીતે સમજો છો તથા તમારી ફરજોને ઈમાનદારીપૂર્વક નીભાવો છો, તમે નકારાત્મક લાગણીઓને તમારા પર હાવી થવા દેતા નથી તથા નકારાત્મક પરિસ્થિતિમાંથી સ્વપ્રયત્ન તથા હિંમતભેર બહાર આવો છો. નામ કમાવવા માટે તમે ક્યારેય ઉતાવળ કરતા નથી, સારો એવો સમય લઈ યોગ્ય આયોજન બાદ જ તમે આગળ વધો છો,

શિક્ષા ઔર આવક

તમે જન્મજાત બુદ્ધિશાળી છો તથા કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. તમે જો સરકારી નોકરીમાં હશો તો, તમે સરકાર તરફથી અણધાર્યા લાભો તથા પદોન્નતિઓ મેળવી શકશો. તમે આર્થિક તથા સામાજિક રીતે સ્વતંત્ર જીવન જીવી શકશો. 24થી 33 વર્ષ વચ્ચેની વયે, તમે પ્રગતિના અદભુત સમયના સાક્ષી બનશો. તમારી માટે અનુકૂળ વ્યવસાયો છે- સર્જન; કાલ્પનિક સાહસ કથાના લેખક; પંડિત; જ્યોતિષ; યોગ પ્રશિક્ષક; સાયકોએનાલિસ્ટ; રાજકારણી, શસ્ત્રો બનાવવા સંબંધિત કાર્યો; સૈનિક; એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ; વૅલ્ડિંગ; લુહાર તથા સોની સંબંધિત કામ; ફાર્માસ્યુટિકલ; વગેરે.

પારિવારિક જીવન

તમને અપેક્ષા કરતાં માતાનો પ્રેમ ઓછો મળે એવી શક્યતા છે. તેનું એક કારણ માતાથી વિરહ પણ હોઈ શકે. પણ, તમારૂં લગ્નજીવન સુખી હશે. તમારી પત્ની બુદ્ધિશાળી તથા ફરજપરસ્ત હશે. તમને તમારા સંતાનો તરફથી પણ સંપૂર્ણ સુખ મળશે.

Call NowTalk to Astrologer Chat NowChat with Astrologer