પુર્નવસુ નક્ષત્ર ભવિષ્યકથન
તમે નૈતિક, સંતોષી અને સંતુષ્ટ સ્વભાવના છો. તમારા પર શ્રેષ્ઠ રીતે બંધબેસતો સિદ્ધાંત
છે- “સાદું જીવન ઉચ્ચ વિચાર”. તમને ઈશ્વર, પારંપારિક માન્યતાઓ તથા સિદ્ધાંતોમાં, તથા
પ્રેમની પરંપરાઓમાં અપાર શ્રદ્ધા છે. નાણાં બચાવવાની વાત આવે તો, આ બાબતનો તમારી આદતમાં
સમાવેશ થતો નથી. પણ, તમને તમારા જીવનમાં ખૂબ આદર અને માન મળશે. તમારી નિદોર્ષતા તથા
પારદર્શકતા તમને લોકોમાં પ્રિય બનાવે છે. તમારી નિકટના લોકોની પડખે તમે હંમેશા ઊભા
રહો છો. જરૂરિયાતમંદો માટે પણ તમે કાયમ ઊભા રહો છો. જો ગેરકાયદે અથવા નૈતિક રીતે ખોટી
બાબતોની વાત હોય તો. તમે તેની વિરૂદ્ધ દૃઢતાપૂર્વક ઊભા રહેશો. તમે નકારાત્મક વિચારો
તથા લોકોથી દૂર રહો છો કેમ કે આ બાબત તમારા આધ્યાત્મિક વિકાસમાં બાધારૂપ બને છે. તમારૂં
મન અને મગજ હંમેશાં સંતુલિત રહે છે. અન્યોને નિરાંતવા કરવા તથા આધાર આપવો એ તમારો વિશિષ્ટ
ગુણ છે. તમારો વિનમ્ર સ્વભાવ, દયાળુ અને ઉદાર આશયો તમારા વ્યક્તિત્વમાં એક જાદુ ઉમેરે
છે. તમે શાંતિપ્રિય, નિષ્ઠાવાન, ગંભીર, આસ્થાળુ, સત્યનિષ્ઠ, ન્યાયપ્રિય તથા શિસ્તબદ્ધ
છો. લોકો સાથે કામ લેવાની તથા કામ કઢાવવાની તમારી આવડત તથા અતૂટ મિત્રતા ખાસ્સી લોકપ્રિય
બાબત છે. તમે હંમેશા બિનજરૂરી જોખમો લેવાનું ટાળો છો, આમ છતાં જો તમારી સામે કોઈ સમસ્યા
આવે છે તો ઈશ્વરની કૃપાથી તે દૂર થઈ જાય છે. તમે તમારા પરિવારને બહુ પ્રેમ કરો છો તથા
સમાજના કલ્યાણ માટેના કોઈ કાર્ય માટે તમે થોડી વધારે જહેમત લેવામાં પણ જરાય સંકોચ કરતા
નથી. જેમ એક ધર્નુધારી પોતાનું ધાર્યું નિશાન પાડવામાં સફળ રહે છે, તેમ તમે પણ સૌથી
મુશ્કેલ એવી સમસ્યાઓને ધ્યાનપૂર્વક ઉકેલો છો તથા તમે ગમે તે બાબત સિદ્ધ કરી શકો છો.
તમે ભલેને ગમે એટલીવાર નિષ્ફળ કેમ ન થાવ, છતાં તમે પ્રયત્નો કરવાનું છોડતા નથી. તમે
બહુમુખી પ્રતિભા ધરાવો છો અને કોઈ પણ કામ તમે ચોકસાઈપૂર્વક પાર પાડી શકો છો. આ કારણસર
જ તમે બધા જ ક્ષેત્રોમાં સફળ થઈ શકો છો. પછી એ ક્ષેત્ર શિક્ષણ આપવાનું અથવા અભિનયનું
હોય, લેખન કે તબીબી હોય, તમે દરેક જગ્યાએ તમારી સફળતાની ધજા લહેરાવશો. તમે તમારા માતા-પિતા
તથા વડીલોને ખૂબ જ પ્રેમ કરો છો. તમે સ્વભાવે શાંતિપ્રિય તથા તર્કસંગત હોવાની સાથે
ઈમાનદાર પણ છો. તમારા સંતાનો પણ અન્યો સાથે બહુ જ સારી રીતે વર્તશે.
શિક્ષા ઔર આવક
તમે શિક્ષક, લેખક, અભિનેતા, ડૉક્ટર વગેરે જેવા વ્યવસાય દ્વારા નામ તથા કીર્તિ મેળવશો.
તમને સફળ બનાવતા વ્યવસાયોમાં લેખન, જ્યોતિષશાસ્ત્ર,સાહિત્ય, યોગ શિક્ષક, પ્રવાસન વિભાગ,
હોટેલ-રેસ્ટોરન્ટ સંબંધિત કામ, માનસશાસ્ત્રી, ધર્મોપદેશક, પંડિત, સાધુ, વિદેશ વેપાર,
ઐતિહાસિક ચીજ-વસ્તુઓનું વેચાણ, પ્રાણીઓનું સંવર્ધન, રેડિયો, ટેલિવિઝન, ટેલિકૉમ્યુનિકેશન
સંબંધિત કામ, પૉસ્ટલ તથા કુરિયર સેવાઓ, સમાજસેવા વગેરેનો સમાવેશ થાય છે.
પારિવારિક જીવન
તમે તમારા માતા-પિતાના આજ્ઞાકારી હશો તથા ગુરૂઓનું પણ ખૂબ માન રાખનારા હશો. તમારા લગ્નજીવનમાં
કેટલીક સમસ્યાઓ હોઈ શકે છે. આથી તમારા જીવનસાથી સાથે સંતુલન જાળવવાનું જરૂરી થઈ પડશે.
જીવનસાથીને માનસિક તથા સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ હોઈ શકે છે. પણ, તેઓ સારા કૌશલ્યથી
સમૃદ્ધ તથા હૃદયની ધડકન ચૂકી જવાય એવું વ્યક્તિત્વ ધરાવતા હશે. તમારા જીવનસાથી પણ તમારી
જેમ જ વડીલોને આદર-માન આપનારા હશે. સંતાનો તથા પરિવારની સંભાળ-દરકાર લેવાની બાબતમાં
તેઓ અદભુત હશે.