તમે સખત મહેનત કરનારી તથા સામાજિક વ્યક્તિ છો. વળી, તમે લગભગ દરેક વ્યક્તિ સાથે ખૂબ
જ સારા સંબંધો ધરાવો છો. તમે જેને પણ મળો છો, તેના પ્રત્યે તમે અપાર પ્રેમ દર્શાવો
છો. છટાદાર વાકપટુતા એ તમારો વિશિષ્ટ ગુણ છે અને તમે હંમેશા તમારા જીવનમાં સંતુલન જાળવવાનો
પ્રયાસ કરો છો. સંબંધના મામલે તમે ખૂબ જ લાગણીશીલ છો. પણ, તમારો ફાયદો અને નુકસાન તમે
સારી રીતે જાણો છો. આથી, તમે તમારા સામાજિક જીવનમાં લાગણીઓને હાવી થવા દેતા નથી. તમે
ઊર્જા તથા બહાદુરીથી સભર રહો છો. કામ ગમે તે હોય, તમે તમારી ઊર્જાથી તેને પૂરૂં કરી
લો છો. ગમે તેવી વિપરિત પરિસ્થિતિથી ડરવાનું તમે શીખ્યા જ નથી; ઉલ્ટું તમે બધી જ સમસ્યાઓનો
સામનો બહાદુરીપૂર્વક કરો છો તથા તેના પર વિજય મેળવો છો અને આગળ વધો છો. વૈવિધ્યસભર
ચીજો કરવામાં પણ તમને એટલો જ રસ પડે છે અને તમને નવરા બેસી રહેવાનું ગમતું નથી. તમે
કોઈપણ બાબતે બહાનાબાજી કરતા નથી; જે કંઈ પણ કરવાનું હોય છે તે તમે સમય વેડફ્યા વિના
તુરંત પૂરૂં કરો છો. કોઈ પણ મોરચે, તમે બસ વ્યસ્ત રહેવાની જ કોશિષ કરો છો; એક કામ પૂરૂં
થતાં તરત જ તમે બીજું કામ હાથમાં લઈ લો છો. કદાચ, તમે આરામ શબ્દથી વાકેફ નથી. ક્યારેક
તમારૂં વલણ જીદ્દી પણ હશે. તમે નોકરી કરતાં વેપારને વધુ પ્રાધાન્ય આપશો કેમ કે તમારૂં
મગજ વેપારને લગતી બાબતોમાં વધારે સક્રિય હોય છે. તમારી આ વેપારી વૃત્તિને કારણે, તમને
ઘણી સફળતા મળશે. બોલવાની કળામાં તમને મહારત હાંસલ હશે. પણ, તમારે ગુસ્સાને ટાળવો પડશે
તથા તમારે ખૂબ જ ધીરજપૂર્વક કામ લેવાનું રહેશે. તમે જલદીથી ઉદાસ થતાં નથી, કેમ કે આશાવાદી
હોવું એ તમારો વધુ એક મહત્વનો ગુણ છે. સંપત્તિનો સંચય કરવો તમને ગમે છે તથા તમે ભૌતિક
સુખો ભરેલું જીવન માણવાના શોખીન હશો. તમને કળા તથા વિજ્ઞાનમાં સારો રસ હશે. પોતાની
નબળાઈઓ તમને અસરકારક રીતે છૂપાડતા આવડતી હશે તથા તમારી ગરિમા કઈ રીતે જાળવવી એ તમને
સારી રીતે આવડતું હશે. તમારો અંદેશો બહુ સારો હશે, જેને કારણે તમારૂં આકલન મોટા ભાગે
સાચું પડતું હશે. તમારા જીદ્દી વલણને કારણે, તમારે ઘણીવાર વિરોધનો સામનો કરવો પડી શકે
છે. પણ, આ અંતરાયો અંતે તો તમને પ્રગતિ કરવામાં મદદરૂપ જ થશે. વંચિત સમુદાયો પ્રત્યે
તમને વિશેષ કરૂણા હશે તથા તેમના કલ્યાણને લગતા કોઈ પણ કામ માટે તમે હંમેશા તત્પર રહો
છો. જીવનના 32 વર્ષ સુધી કેટલાક સંઘર્ષોની શક્યતા જણાય છે; પણ એ પછી, બધું જ સમૂસુતરૂં
પાર પડશે. તમને તમારા પિતા તરફથી ખાસ પ્રેમ અને સંરક્ષણ મળશે. વિજ્ઞાનમાં તમને હંમેશા
રસ પડશે અને શક્યતા છે કે તમે આ જ ક્ષેત્રમાં શિક્ષણ પણ મેળવો. તમે આકર્ષક, સ્વતંત્રતાના
ચાહક છો; પણ ઘણીવાર, તમે બિનજવાબદારપણે પણ વર્તશો.
શિક્ષા ઔર આવક
તમારી માટે અનુકૂળ વ્યવસાયો આ પ્રમાણે છે વાસ્તુ નિષ્ણાત; ફૅશન ડિઝાઈનર; મૉડેલ; સૌંદર્ય
ઉત્પાદનોને લગતું કામ; પ્લાસ્ટિક સર્જરી; સર્જરી; ફોટોગ્રાફી; ગ્રાફિક ડિઝાઈનિંગ; સંગીત
નિર્દેશક અથવા ગીતકાર; સોની; ચિત્રકાર કે કળાકાર; પટકથા લેખક; નવલકથાકાર; નાટક-સિનેમાના
સેટ ડિઝાઈનર; કળા દિગ્દર્શક; નાટક, સિનેમા અથવા રંગભૂમિ સંબંધિત કામ; દવા સંબંધી કાર્ય;
એડવર્ટાઈઝિંગ; વગેરે.
પારિવારિક જીવન
માતા-પિતા તથા ભાઈભાંડુઓ પ્રત્યેનો તમારો પ્રેમ સાચો છે. પણ, એવી શક્યતા છે કે કામને
કારણે તમારે તેમનાથી દૂર રહેવું પડશે. તમારે તમારી જન્મભૂમિથી દૂર રહેવું પડશે. આથી,
તમારે તમારા માતા-પિતાને છોડીને જવું પડશે. લગ્નજીવનમાં તમારે હંમેશા વાદવિવાદો તથા
ઝઘડાથી દૂર રહેવું અન્યથા આ બાબત તમારા બંને વચ્ચે મતભેદ સર્જી શકે છે.