મંગળ નો ધનુ રાશિ માં ગોચર (27 ડિસેમ્બર 2023)
મંગળ નો ધનુ રાશિ માં ગોચર: જ્યોતિષ માં મંગળ ગ્રહને મહત્વપૂર્ણ સ્થાન મળેલું છે અને હવે એ 27 ડિસેમ્બર 2023 ની રાતે 11 વાગીને 40 મિનિટે ધનુ રાશિ માં ગોચર કરવા જઈ રહ્યો છે.મંગળ ના ગોચર નો પ્રભાવ નિશ્ચિત રૂપથી બધાના પડશે.ઘણા ફાયદાકારક સાબિત થશે તો ઘણા લોકો માટે ઘણી સમસ્યાઓ લઈને આવી શકે છે.એસ્ટ્રોસેજના આ ખાસ લેખમાં અમે તમને મંગળ ના ગોચરથી થવા વાળા બધાજ પ્રકારના પરિવર્તન સાથે રૂબરૂ કરાવશું.એની સાથે,એના નકારાત્મક પ્રભાવથી બચવાના જણાવીશું.આવો વિસ્તારથી જાણીએ.
વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો મંગળ નો ધનુ રાશિ માં ગોચર નો પોતાના પ્રભાવ
મંગળ નો ધનુ રાશિ માં ગોચર: જ્યોતિષ માં મંગળ ગ્રહ નું મહત્વ
ગ્રહોના સેનાપતિ મંગળ ને શક્તિ અને સાહસ નો કારક ગ્રહ માનવામાં આવ્યો છે,જે ગુરુ,શનિ જેવા બીજા બહારના ગ્રહોની સરખામણી માં પૃથ્વી થી સૌથી નજીક નો ગ્રહ માનવામાં આવે છે.મંગળ ગ્રહ ની સપાટી લગભગ 4200 મિલ છે અને આ ધરતી ની સપાટી થી લગભગ અડધો છે.હિન્દૂ માન્યતોઓ મુજબ,મંગળ મહારાજ શુભતા નું પ્રતિનિધિત્વ કરે છે અને એમને “ધરતી નો પુત્ર”પણ કહેવામાં આવે છે.જે વિવાદ,વિનાશ અને યુદ્ધ નો કારક ગ્રહ છે.આને ઉગ્ર અને પુરુષ પ્રધાન ગ્રહ માનવામાં આવે છે.મંગળ વ્યક્તિમાં ઘણી મહત્વકાંક્ષાઓ અને ઈચ્છાઓ ઉભી કરવા માટે જાણવામાં આવે છે.સિવાય,આ જીવન શક્તિ,ઈચ્છા શક્તિ,સહનશક્તિ,સમર્પણ,કંઈક કરવાની પ્રેરણા અને કોઈ કામ કરવાની પુરી લગન વગેરે નો કારક ગ્રહ માનવામાં આવે છે.સામાન્ય રીતે મંગળ એક ક્રૂર ગ્રહ છે.
આ ગ્રહ કોઈપણ લોકોના શરીર માં માંશપેસી તંત્ર,જમણા કાન,મોઢું,માથું,મૂત્રાશય,નાક,સ્વાદ,ગર્ભાશય,કિડની અને લોહીના પ્રવાહ માટે જિમ્મેદાર હોય છે.એ લોકો જેના પર મંગળ નો ગેહરો પ્રભાવ હોય છે,એમના ચામડી નો કલર સફેદ સાથે થોડો લાલ હોય છે.આવા લોકો લાંબા અને ગઠિલા હોય છે અને એમના મોઢા ઉપર મુહંસા હોય છે.આવા લોકોની આંખ ગોળ હોય છે.મંગળ ગ્રહના અશુભ પ્રભાવ થી લોકો તીવ્ર તાવ,ચેચક,ચિકન પોક્સ,પ્લેગ,ખસરા,કંઠમાળા,સોજા ની શિકાયત,બળવાની શિકાયત,ઘાવ,રક્તસ્ત્રાવ,ટાઈફોડ,પ્રસુતિજવર,હાડકામાંઅલસર,મલેરિયા,ગર્ભપાત,ફોડલા,રક્તસ્ત્રાવ,ટ્યુમર,ટીટનેસ,વગેરે રોગોથી ગ્રસ્ત હોઈ શકે છે.ત્યાં કુંડળીમાં મંગળ ની મજબુત સ્થિતિ લોકોને કઠિન પરિસ્થિતિઓ માં સામનો કરવા માટે મજબુત ઇચ્છાશક્તિ આપે છે.મંગળ ના પ્રભાવ થી લોકો શિલ્પ ચિકત્સાહ,રસાયણ શાસ્ત્ર,સેના,યુદ્ધ,પુલીસકર્મી,ડૉક્ટર,દાંત ના ડૉક્ટર,વગેરે વિભાગમાં બહુ વધારે સારું પ્રદશન કરવામાં સક્ષમ હોય છે.
મંગળ ને મેષ અને વૃશ્ચિક રાશિ નું સ્વામિત્વ મળેલું છે અને આ મકર રાશિ માં 28 ડિગ્રી પર ઉચ્ચ નું થઇ જાય છે પરંતુ કર્ક રાશિમાં 28 ડિગ્રી પર નીચ નું થઇ જાય છે.આ ગ્રહ નું બહુમૂલ્ય રત્ન “લાલ મૂંગા”છે.બધાજ લાલ ગ્રહ મંગળ ગ્રહ દ્વારા શાસિત હોય છે.મંગળગ્રહ દ્વારા શાસિત દિવસ “મંગળવાર”છે.જો કોઈ વ્યક્તિ “મંગળ”ની મહાદશા પર શાસન કરે છે તો એ દિવસે સારા પરિણામ ની ઉમ્મીદ કરી શકીએ છીએ.કુંડળી માં મંગળ ને મજબુત બનાવા માટે તાંબા ધાતુ નો પ્રયોગ કરવામાં આવે છે.
જ્યોતિષ માં ધનુ રાશિ
હવે વાત કરીએ ધનુ રાશિ ની,તો કાળ પુરુષ કુંડળીમાં ધનુ નવમી રાશિ છે.ધનુ અગ્નિતત્વ ની રાશિ છે જો કે ડબલ સ્વભાવ વાળી પુરુષ પ્રધાન રાશિ છે.આ ધર્મ,ઉચ્ચજ્ઞાન,આસ્થા,વેદ,સત્ય,નસીબ,પિતા,ગુરુ,પ્રરકવાક્તા,રાજનેતા,બુદ્ધિ અને નસીબ નું પ્રતીક છે.ધનુ રાશિનો સ્વામી ગુરુ છે અને આ મંગળ ની મિત્ર રાશિ છે અને મંગળ આ રાશિમાં સહજ મહેસુસ કરે છે.મંગળ નો ધનુ રાશિ માં ગોચર લોકોને ધર્મ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.આ દરમિયાન લોકો પોતાને રોજના કર્યો માં ખોવાયેલા રાખે છે અને કામ ને જલ્દી પૂરું કરવાની કોશિશ કરતા નજર આવે છે.લોકોનો રુઝાન આ દરમિયાન જોખમ ભરેલા કામ તરફ વધારે રહે છે અને આ લોકો આ સમયે નવી પરિયોજનાઓ ને ચાલુ કરવા માટે ઉત્સાહિત જોવા મળે છે.રાજકારણ,ધાર્મિક ઉપદેશક,કાઉન્સિલર,શિક્ષક અને મોટિવેશનલ સ્પીકર આ દરમિયાન સ્વભાવથી ગુસ્સા થઇ શકે છે અને પોતાની માન્યતોઓ ને લઈને સખ્ત પણ નજર આવે છે.પરંતુ આનો પ્રભાવ લોકોની જન્મ કુંડળી માં મંગળ ની સ્થિતિ અને દશા ઉપર નિર્ભર કરે છે.આવો હવે આગળ વધીએ અને જાણીએ કે મંગળ નો ધનુ રાશિ માં ગોચર નો બધીજ 12 રાશિઓ ઉપર શું પ્રભાવ પડશે.
To Read in English Click Here: Mars Transit In Sagittarius (27 December 2023)
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.તમારી વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાંજ જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.
રાશિ પ્રમાણે રાશિફળ અને ઉપાય
મેષ રાશિ
મંગળ ગ્રહ મેષ રાશિના લોકોનો લગ્ન ભાવ અને આઠમા ભાવ નો સ્વામી છે અને મંગળ નો ધનુ રાશિ માં ગોચર તમારા નવમા ભાવ એટલે કે પિતા,ધર્મ,ઇન્ટરનૅશનલ લાંબી દુરી ની યાત્રા,યાત્રા,અને નસીબના ભાવમાં થવા જઈ રહ્યો છે.નવમા ભાવમાં મંગળ ના ગોચર તમારા માટે અનુકુળ પ્રતીત થઇ રહ્યો છે.આના પરિણામસ્વરૂપે,તમે તમારા જીવનમાં સકારાત્મક શક્તિ મેળવશો અને તમે જે પણ જગ્યાએ કામ કરી રહ્યા હશો એમાં તમને નવા નવા અવસર મળશે.તમે તમારા જીવનમાં જે પણ કામ કરવા માંગો છો એના માટે મેહનત કરો કારણકે આ સમયગાળા માં તમને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે.આ દરમિયાન તમે એડવેન્ચર થી ભરેલી યાત્રા માં જવાનો પ્લાન કરી શકો છો.મેષ રાશિના વિદ્યાર્થીઓ આ સમયે રાજકારણની સક્રિયતા જેમકે સાંસ્કૃતિક,શિક્ષક અથવા રાજનીતિક સંગઠનો માં ભાગ લેવા માટે ઉત્સાહિત રેહશો પરંતુ સાવધાન રહો કે તમે વધારે પડતા આંધળા નહિ બની જાવ અને તમારી રાઈ બીજા પર નહિ નાખતા.તમે તમારા પિતા અથવા ગુરુ ના અનુભવ અથવા માર્ગદર્શન થી આગળ વધશો.
મંગળ પોતાની ચોથી દ્રષ્ટિ થી તમારા બારમા ભાવ ને જોઈ રહ્યો છે અને એના પરિણામસ્વરૂપે,તમે થોડા ચિંતા માં રહી શકો છો.મંગળ ગોચર દરમિયાન તમે તમારા અચાનક થવાવાળા ખર્ચા અને નુકસાન ને લઈને વધારે સાવધાન રેહશો.મંગળ પોતાની સાતમી દ્રષ્ટિ થી તમારા ત્રીજા ભાવને જોઈ રહ્યો છે અને આના કારણે તમે વધારે તણાવ માં આવી શકો છો.પરંતુ તમારી અંદર આત્મવિશ્વાસ બહુ ભરેલો રહેશે અને તમારા નાના ભાઈ-બહેનો સાથે તમારા સબંધ મજબુત રહેશે.તમને એમનો પુરો સહયોગ મળશે.ત્યાં મંગળ પોતાની આઠમી દ્રષ્ટિ થી તમારા ચોથા ભાવને જોઈ રહ્યો છે અને આના પરિણામસ્વરૂપે,તમને ઘરેલુ જીવન અને પારિવારિક સુખ માં ઘણી અશાંતિ જોવા મળી શકે છે.કારણકે આનાથી બચવા માટે તમને ઘર પર કોઈ કથા અથવા પુજા નું આયોજન કરવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : મંગળ ગ્રહના શુભ પરિણામ મેળવા માટે તમારા જમણા હાથની અનામિકા આંગળીમાં સોનામાં બનેલી સારી ગુણવતા વાળી લાલ મૂંગા પહેરો.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે મંગળ બારમા અને સાતમા ભાવ નો સ્વામી છે.મંગળ નો ધનુ રાશિ માં ગોચર તમારી લાંબી ઉંમર,અચાનક થવાવાળી ઘટનાઓ,ગોપનીયતા,રહસ્ય વિજ્ઞાન અને પરિવર્તન ના આઠમા ભાવમાં થવા જઈ રહ્યો છે.મંગળ નો આઠમા ભાવમાં ગોચર વૃષભ રાશિના લોકો માટે અનુકૂળ નહિ રેહવાની સંભાવના છે.આ દરમિયાન તમારા જીવનમાં અચાનક થવાવાળી ઘટના ઘટી શકે છે એટલા માટે તમને સલાહ આપવામાં આવે છે કે યાત્રા કરતી વખતે,ગાડી ચલાવતી વખતે,ખાવાનું બનાવતી વખતે અથવા તમે કોઈપણ પ્રકારના શારીરિક રમત માં શામિલ છો તો વધારે સાવધાન રહો.
આના સિવાય,આ ગોચર અચાનક તમારા ખર્ચા માં વધારો પણ કરાવી શકે છે અથવા અચાનક લાંબી દુરી ની યાત્રા પણ કરાવી શકે છે.જો કુંડળી માં તમારી દશા અનુકુળ નથી તો,મંગળ ગોચર તમારા પ્રેમ જીવનમાં પણ ઉતાર ચડાવ લાવી શકે છે.સંભાવના છે કે તમારા પાર્ટનર સાથે તમારો વાળ-વિવાદ અથવા ઝગડો થઇ જાય.પરંતુ આ ગોચરના સકારાત્મક પક્ષ ની વાત કરીએ તો,આ દરમિયાન સાથી સાથે સંયુક્ત સંપત્તિમાં નિવેશ કરવાથી તમને લાભ થશે.મંગળ પોતાની ચોથી દ્રષ્ટિ થી તમારા અગિયારમા ભાવને જોઈ રહ્યો છે જે તમારા નિવેશ અને વિત્તીય લાભ વિષે થોડા વધારે સંવેદનશિલ બની શકે છે.ત્યાં મંગળ સાતમી દ્રષ્ટિ થી તમારા બીજા ભાવને જોઈ રહ્યો છે જેના કારણે તમારો વાતચીત કરવાનો તરીકો પ્રભાવશાળી થશે પરંતુ એની સાથે,આ કંઈક મૌખિક ગોચર અથવા મોઢા ને લગતી સમસ્યા પણ આપી શકે છે.મંગળ પોતાની આઠમી દ્રષ્ટિ થી તમારા ત્રીજા ભાવને જોઈ રહ્યો છે અને આના પરિણામસ્વરૂપે,સાહસ થી ભરેલા રહેશે પરંતુ પિતૃક સંપત્તિના કારણે તમારા નાના ભાઈ-બહેનો અથવા ચચેરા ભાઈ સાથે ઝગડા થવાની એન્કા છે.
ઉપાય : મંગળ ગ્રહના બીજ મંત્ર નો નિયમિત જાપ કરો.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે મંગળ તમારા અગિયારમા ભાવ અને છથા ભાવ નો સ્વામી છે.મંગળ નો ધનુ રાશિ માં ગોચર તમારા જીવનસાથી અને બિઝનેશ પાર્ટ્નરશિપ ના સાતમા ભાવમાં થવા જઈ રહ્યો છે.આ ગોચરના પરિણામસ્વરૂપ તમને આ સમયે કોઈપણ વિવાદ માંથી બચવા અને પોતાના પાર્ટનર સાથે ધૈર્ય બનાવી રાખવાની સલાહ આપવામાં આવે છે.કારણકે મંગળ એક ક્રૂર અને કઠોર ગ્રહ છે.જે વૈવાહિક જીવન માટે બહુ વધારે અનુકુળ પ્રતીત થતો નથી દેખાઈ રહ્યો.આ દરમિયાન તમને તમારા વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે એમ છે.છથા ભાવના સ્વામી નો સાતમા ભાવમાં ગોચર મિથુન રાશિના લોકો માટે વધારે સારો નહિ રેહવાની સંભાવના છે.આ સમયે સાથી સાથે તમારા ઝગડા થવાની આશંકા પણ છે અને બની શકે છે કે એમનો આરોગ્ય પણ પ્રભાવિત થઇ જાય.
મંગળ ના ધનુ રાશિમાં ગોચરના સકારાત્મક પક્ષ ની વાત કરીએ તો,જે લોકો વેપાર કરવા માટે નિવેશ અથવા પાર્ટ્નરશિપ ની ખોજ કરી રહ્યા છે એમને આ સમયે સારા વિકલ્પ મળી શકે છે.હવે મંગળ ની દ્રષ્ટિ ની વાત કરીએ તો,મંગળ એમની ચોથી નજર થી તમારા દસમા ભાવને જોઈ રહ્યો છે,જે તમારી કારકિર્દીમાં વધારા માટે અનુકૂળ સાબિત થઇ રહ્યું છે પરંતુ,એની સાથે,એ તમને વેવસાયિક જીવનમાં થોડી સમસ્યા આપી શકે છે.ત્યાં મંગળ સાતમી દ્રષ્ટિ થી તમારા પેહલા ભાવને જોઈ રહ્યો છે અને એના પરિણામસ્વરૂપ તમારી શક્તિના સ્તર માં વધારો જોવા મળશે અને તમને સારા આરોગ્યના આર્શિવાદ મળશે.પરંતુ નાની મોટી આરોગ્ય સમસ્યા તમને પરેશાન કરી શકે છે.મંગળ પોતાની આઠમી નજર થી તમારા બીજા ભાવને જોઈ રહ્યો છે,જેના ફળસ્વરૂપ તમારા પૈસા માં અચાનક વધારો થઇ શકે છે અને તમારી અંદર પૈસા કમાવાની ઈચ્છા તેજીથી જાગૃત થઇ શકે છે પરંતુ તમારા આ સ્વભાવ થી પરિવાર ના સભ્યો સાથે તમારો સબંધ ખરાબ થઇ શકે છે અને એમની સાથે તમારો વિવાદ થઇ શકે છે.
ઉપાય : દર મંગળવારે હનુમાનજી ને તુલસી ના પાનની માળા ચડાવો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન!અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે મંગળ દસમા અને પાંચમા ભાવ નો સ્વામી છે.મંગળ નો ધનુ રાશિ માં ગોચર તમારા દુશ્મન,આરોગ્ય,વિરોધી અને મામા ના છથા ભાવમાં થઇ રહ્યો છે.કર્ક રાશિવાળા માટે મંગળ એક યોગકારક ગ્રહ છે,પરંતુ છથા ભાવમાં આનો ગોચર તમારા માટે મિશ્રણ પરિણામ લઈને આવી શકે છે.પરંતુ છથા ભાવમાં મંગળ ની હાજરી તમારા દુશ્મનો અને વિરોધીઓ ને દબાવા માટે બહુ અનુકુળ છે કારણકે આ દરમિયાન તમારા દુશ્મન અથવા વિરોધી તમને કોઈ નુકસાન નહિ પોહચાડી શકે.જે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની પ્રતિયોગિતા પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે,એ લોકો આ સમયે શાનદાર પ્રદશન કરશે.
આરોગ્ય ની દ્રષ્ટિ એ જોઈએ તો,મંગળ ગ્રહ તમારા માટે પ્રતિકુળ સાબિત થઇ શકે છે કારણકે આ દરમિયાન તમારા આરોગ્યનું વધારેમાં વધારે ધ્યાન આપો કારણકે સોજો અથવા તાંત્રિક તણાવ ના કારણે થવા વાળી સમસ્યા તમને પરેશાન કરી શકે છે.આના સિવાય,તમારે તમારા બાળક ના ભવિષ્ય નું પણ સારી રીતે ધ્યાન દેવાની જરૂરત છે.મંગળ પોતાની ચોથી દ્રષ્ટિ થી તમારા નવમા ભાવને જોઈ રહ્યો છે અને આના પરિણામસવરૂપે,તમે તમારા પિતાના આરોગ્યને લઈને ચિંતા માં રહી શકો છો.ત્યાં મંગળ ની સાતમી દ્રષ્ટિ થી તમારો ઝુકાવ અધીયાત્મ ગતિવિધિઓ તરફ વધારે હશે અને તમે ધાર્મિક બની શકો છો.મંગળ ના બારમા ભાવ ઉપર દ્રષ્ટિ એ વિદ્યાર્થીઓ માટે સારી સાબિત થઇ શકે છે જે લોકો પોતાના અભ્યાસ માટે વિદેશ માં જવાની ઈચ્છા રાખે છે.ત્યાં વેવસાયિક લોકોને પણ કામકાજ માટે લાંબી દુરી ની યાત્રા માટે અવસર મળી શકે છે.મંગળ પોતાની આઠમી દ્રષ્ટિ થી તમારા પેહલા ભાવને જોઈ રહ્યો છે અને આના ફળસ્વરૂપે,તમને ઘણા નવા મોકા મળશે પરંતુ આરોગ્ય પ્રત્ય લાપરવાહી તમને કોઈ આરોગ્યને લગતી સમસ્યા પણ આપી શકે છે.એટલા માટે સાવધાન રહો.
ઉપાય : સારા આરોગ્ય માટે નિયમિત રૂપથી ગોળ નું સેવન કરો.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે મંગળ તમારા નવમા ભાવ અને બારમા ભાવ નો સ્વામી છે.મંગળ નો ધનુ રાશિ માં ગોચર તમને શિક્ષણ,પ્રેમ સબંધો,બાળકોના પાંચમા ભાવમાં થવા જઈ રહયો છે અને આ પૂર્વ પૂર્ણય નો ભાવ પણ છે.આના પરિણામસ્વરૂપે,સિંહ રાશિના લોકોને સલાહ આપવામાં આવે છે કે પોતાના પ્રેમ જીવનમાં ઈચ્છાઓ ને નિયંત્રણ માં રાખો અને સંવેદનશિલ રહો.ઈર્ષા,નિરાશા અને આક્રમણ વેવહાર કરવાથી સાવધાન રહો.સિંહ રાશિના જે લોકો માતા પિતા છે એમને પણ સલાહ દેવામાં આવે છે કે તમારા બાળકો ઉપર વધારેમાં વધારે ધ્યાન આપો અને એમને બહાર ની રમત અથવા શારીરિક ગતિવિધિઓ માં શામિલ કરવાની જગ્યાએ હિંસક મનોરંજન અને વિડિઓ ગેમ રમવાથી સાવધાન કરો.તમારા માટે આ સમય પોતાના બાળકો ને નિયંત્રણ કરવામાં મુશ્કિલ બની શકે છે પરંતુ તમારે તમારું નિયંત્રણ નહિ ખોવું જોઈએ અને પ્યારથી તમારા બાળકો ને સમજાવા જોઈએ.
મંગળ નો ધનુ રાશિ માં ગોચર એ વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહેશે ,જે ટેક્નિકલ અથવા એન્જીન્યરીંગ વિભાગ સાથે જોડાયેલા છે.આ સમય શેક્ષણિક વિકાસ માટે બહુ સારી રહેશે અને તમને તમારા શિક્ષકો અને માતા પિતા નો પૂરો સહયોગ મળશે.મંગળ ની દ્રષ્ટિ ની વાત કરીએ તો,મંગળ પોતાની ચોથી દ્રષ્ટિ થી તમારા આઠમા ભાવને જોઈ રહ્યો છે અને આ એ વિદ્યાર્થીઓ માટે સારી સાબિત થઇ રહી છે.મંગળ પોતાની સાતમી દ્રષ્ટિ થી તમારા અગિયારમા ભાવને જોઈ રહ્યો છે અને આ સમયે તમે તમારી ભૌતિકવાદી ઈચ્છાઓ ને પુરી કરવામાં ઘણા ઉત્સાહિત રેહશો.તમને તમારા મોટા ભાઈ-બહેનો અને મિત્રો નો પણ સહયોગ મળશે.આ સમયે તમને સારો નફો પણ થશે.મંગળ આઠમી દ્રષ્ટિ થી દદાસ એટલેકે તમારા બારમા ભાવને જોઈ રહ્યો છે,જે તમારા આર્થિક જીવન માટે બહુ સારો સાબિત થશે અને તમે તમારા ખોટા ખર્ચા ને કાબુ કરવામાં સફળ થશો.
ઉપાય : મંગળવાર ના દિવસે હનુમાનજી ની પુજા કરો અને મીઠાઈ નો પ્રસાદ ચડાવો.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે મંગળ ગ્રહ આઠમા અને ત્રીજા ભાવ નો સ્વામી છે.મંગળ ગોચર તમારા માતા,ઘરેલુ જીવન,ઘર,વાહન અને સંપત્તિ ના ચોથા ભાવમાં થવા જઈ રહ્યો છે.મંગળ નો ચોથા ભાવમાં ગોચર તમારા માટે અનુકૂળ પ્રતીત થતો નથી દેખાઈ રહ્યો પરંતુ તો પણ મંગળ ના ગોચર નું પરિણામ તમને કેવું મળશે એ તમારી કુંડળી માં ગ્રહો ની દશા ઉપર નિર્ભર કરશે.આજ દશા અનુકૂળ હશે તો આ સમયે ઘર,સંપત્તિ અને વાહન ખરીદવા માટે સારી સાબિત થશે પરંતુ આ દશા અનુકૂળ નથી તો તમને આ મામલો માં સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.પરંતુ મંગળ એક ક્રૂર ગ્રહ છે અને તમારા આઠમા ભાવ નો સ્વામી પણ છે અને આના પરિણામસ્વરૂપે,તમારા ઘરેલુ જીવનમાં અચાનક થવાવાળી સમસ્યા વધી શકે છે,જેનાથી ઘરનો માહોલ અશાંત બની શકે છે.
મંગળ ચોથી દ્રષ્ટિ થી તામર આઠમા ભાવને જોઈ રહ્યો છે અને આના કારણે તમે તમારા પાર્ટનર પ્રત્ય ઘણા પઝેસિવ થઇ શકો છો અને અહીંયા સુધી તમારા વૈવાહિક જીવનમાં તમારી માતા નું અત્યધિક હસ્તસેપ પણ તામર પાર્ટનર સાથે વિવાદ નું કારણ બની શકે છે.મંગળ સાતમી દ્રષ્ટિ થી તમારા દસમા ભાવને જોઈ રહ્યો છે અને આ તમારા વેવસાયિક જીવન માટે અનુકૂળ છે,ખાસ કરીને એ લોકો માટે જે રિયલ એસ્ટેટ ના બિઝનેશ સાથે જોડાયેલા છે.મંગળ પોતાની આઠમી દ્રષ્ટિ થી તમારા અગિયારમા ભાવને જોઈ રહ્યો છે,જેનાથી તમારા વેવસાયિક નેટવર્ક સર્કલ માં થોડી સમસ્યા ઉભી થઇ શકે છે.એની સાથે,મોટા ભાઈ-બહેનો સાથે અચાનક તમારા સબંધ માં ઉતાર ચડાવ જોવા મળી શકે છે અને આ સમય કોઈપણ પ્રકારના નિવેશ માટે અનુકૂળ થતી નથી દેખાઈ રહી એટલા માટે આ સમયે કોઈપણ જાત નું જોખમ લેવાથી બચો.
ઉપાય : મંદિર માં ગોળ અને મગફળી ની મીઠાઈ ચડાવો.
કુંડળી માં હાજર રાજયોગ ની બધીજ જાણકારી મેળવો.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે મંગળ સાતમા ભાવ અને બીજા ભાવ નો સ્વામી છે.મંગળ નો ધનુ રાશિ માં ગોચર તમારા ભાઈ-બહેન,શોખ,નાની દુરી ની યાત્રા અને સંચાર કૌશલ ના ત્રીજા ભાવમાં થવા જઈ રહ્યો છે.મંગળ નો ત્રીજા ભાવમાં ગોચર તમારા માટે શુભ સાબિત થઇ રહ્યો છે.આના પરિણામસ્વરૂપ જે લોકોનો પોતાનો ધંધો છે અથવા જે લોકો ફ્રીલેન્સર અથવા પોતાના ધંધા સાથે જોડાયેલા છે એમને આર્થિક લાભ થશે.સાતમા ભાવના સ્વામીનો ત્રીજા ભાવમાં ગોચર કરવો તમારા પ્રેમ જીવન માટે વધારે અનુકૂળ રહેશે.આ સમયે તમે અને તમારા પાર્ટનર બંને ખુલીને એકબીજા ને સમજીને તમારી વાતો રાખશો અને એકબીજા ને ભેટ પણ આપશો.એની સાથે,તમે કોઈ ડેટ અથવા નાની દુરી ની યાત્રા કરવા પણ જઈ શકો છો.કુલ મળીને આ સમય તમે એકબીજા ઉપર મન ખોલીને પૈસા ખર્ચ કરશો અને શાનદાર સમયનો આનંદ લેશો.
આના સિવાય,મંગળ નો ધનુ રાશિ માં ગોચર તમારા નાના ભાઈ-બહેનો અને ચચેરા ભાઈ સાથે તમારા સબંધ માં મધુરતા લઈને આવશે.જો તમારી જન્મ કુંડળી માં મંગળ પીડિત છે તો,તમારા સ્વભાવ માં બદલાવ જોવા મળી શકે છે અને તમે સ્વભાવમાં ચિડ઼ચિડ઼ા બની શકો છો,જે વ્યક્તિગત અને વેવસાયિક બંને જગ્યાએ સમસ્યા ઉભી કરી શકે છે.હવે વાત મંગળ ની દ્રષ્ટિ વિષે કરીએ તો,મંગળ ચોથી દ્રષ્ટિ થી તમારા છથા ભાવને જોઈ રહ્યો છે અને એના પરિણામસ્વરૂપ તમે તમારા દુશ્મનો અને વિરોધીઓ ઉપર ભારી પડી શકો છો.એની સાથે,મંગળ ની આ સ્થિતિ એ લોકો માટે પણ સારી સાબિત થશે જે કોઈપણ પ્રકારની પ્રતિયોગિતા પરીક્ષામાં ભાગ લઇ રહ્યા છે.મંગળ પોતાની સાતમી દ્રષ્ટિ થી તમારા નવમા ભાવને જોઈ રહ્યો છે,જેનાથી તમે ધાર્મિકરૂપ થી ઉન્નાતિવાદ બનશો અને આનાથી તમને લાભ થશે.આના સિવાય,તમને તમારા પિતા અને ગુરુ નો પણ સહયોગ મળશે.મંગળ આઠમી દ્રષ્ટિ થી તમારા દસમા ભાવને જોઈ રહ્યો છે અને એના કારણે તમારા વેવહાર માં બદલાવ જોવા મળી શકે છે.કાર્યક્ષેત્ર માં તમારા આક્રમક સ્વભાવના કારણે તમારે ઘણી સમસ્યો નો સામનો પણ કરવો પડી શકે છે એટલા માટે તમારા સ્વભાવપર નિયંત્રણ રાખો.
ઉપાય : તમારા નાના ભાઈ બહેનો ની ગોળ થી બનેલી મીઠી વસ્તુઓ અથવા લાલ કલર ની કોઈ વસ્તુ ભેટ આપો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળ છથા અને પેહલા (લગ્ન) ભાવ નો સ્વામી છે.મંગળ નો ધનુ રાશિ માં ગોચર તમારા પરિવાર,બચત અને ભાસણ ના બીજા ભાવમાં થવા જઈ રહ્યો છે.મંગળના આ ગોચર પરોણામસ્વરૂપ તમારો ઝુકાવ ભૌતિક સુખ સુવિધાઓ અને વધારે હશે અને તમે બચત કરવામાં પણ સક્ષમ હસો.એની સાથે,તમારો વાતચીત કરવાનો તરીકો પણ પ્રભાવશાળી હશે પરંતુ ઘણી વાર આના કારણે તમારા પરિવારના નજીકના સભ્યો સાથે વિવાદ પણ થઇ શકે છે કારણકે તમને સલાહ આપવામાં આવે છે કે બીજા સાથે વાતચીત કરતી વખતે સમય અને શબ્દો ઉપર ખાસ ધ્યાન આપો કારણકે તમારા શબ્દો નો ખોટો મતલબ કાઢવામાં આવી શકે છે.
મંગળ ગોચર તમને થોડી આરોગ્યને લગતી સમસ્યા આપી શકે છે.આ દરમિયાન તમારે ગળા ને લગતી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.પરિવારના નજીકના સભ્યો સાથે થોડા ઉતાર ચડાવ જોવા મળી શકે છે.મંગળ ચોથી દ્રષ્ટિ થી તમારા પાંચમો ભાવ એટલે શિક્ષા,બાળકો અને પ્રેમ જીવનના ભાવ ને જોઈ રહ્યો છે.આવા માં આ વિભાગમાં તમને અસુરક્ષા ની ભાવના મેહસૂસ થઇ શકે છે અને આના પરિણામસ્વરૂપ તમારે તમારા સ્વભવમાં નિયંત્રણ રાખવાની જરૂરત છે.ત્યાં મંગળ પોતાની સાતમી દ્રષ્ટિ થી તમારા આઠમા ભાવ ને જોઈ રહ્યો છે.જેના કારણે આ સમયે કોઈ અચાનક થવાવાળી ઘટના ઘટી શકે છે કારણકે આ સમયે યાત્રા કરતી વખતે સમય અને વાહન ચલાવતી વખતે વધારે સાવધાન રહો.મંગળ આઠમી દ્રષ્ટિ થી તમારા નવમા ભાવને જોઈ રહ્યો છે અને આના કારણે તમારે તમારા પિતા ના આરોગ્યને વધારે સચેત રાખવા માટે સલાહ આપવામાં આવે છે.
ઉપાય : જમણા હાથ માં તાંબા નું કડુ પહેરો.
બૃહત કુંડળી : જાણો ગ્રહોનો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
ધનુ રાશિના લોકો માટે મંગળ પાંચમા અને દ્રાદશ એટલે કે બારમા ભાવ નો સ્વામી છે.મંગળ નો ધનુ રાશિ માં ગોચર તમારા લગ્ન એટલે કે પેહલા ભાવમાં થવા જઈ રહ્યો છે એટલા માટે ધનુ રાશિના લોકો માટે મંગળ નો આ ગોચર તમારા વ્યક્તિત્વ પર સૌથી વધારે પ્રભાવ નાખશે.આ દરમિયાન તમને સાહસ,શક્તિ,આત્મવિશ્વાસ અને ઉચ્ચ શક્તિ ની પ્રાપ્તિ થશે અને તમે તમારા ગુણો નો સાચી રીતે ઉપયોગ કરવામાં સક્ષમ હશો.પરંતુ તમારે તમારા સ્વભાવ ઉપર નજર રાખવાની બહુ જરૂરત છે નહિ તો તમારો સ્વભાવ આક્રમક બની શકે છે અને તમે બીજા ઉપર હાવી થઇ શકો છો.આરોગ્ય ની દ્રષ્ટિ એ જોઈએ તો,મંગળ નો ધનુ રાશિ માં ગોચર તમને થોડી આરોગ્ય સમસ્યા આપી શકે છે.,જે તમારી લાપરવાહી ની પરિણામ હોય શકે છે.
ધનુ રાશિના જે લોકો એન્જીન્યરીંગ જેવા ટેક્નિકલ વિભાગ સાથે જોડાયેલા છે એમના માટે આ સમય સારો રહેશે.ત્યાં જે લોકો સિંગલ છે એમને આ સમયે ઘણા પ્રેમના પ્રસ્તાવ મળી શકે છે અને જે લોકો પરિવાર ના વિસ્તાર નો પ્લાન કરી રહ્યા છે,એમને આ સમયે સારા સમાચાર મળી શકે છે.હવે વાત કરીએ મંગળ ની દ્રષ્ટિ ની તો મંગળ પોતાની ચોથી દ્રષ્ટિ થી તમારા ચોથા ભાવને જોઈ રહ્યો છે.એવા માં,તમે તમારા પારિવારિક જીવનને લઈને વધારે પઝેસિવ હોય શકો છો અને આના પરિણામસ્વરૂપ તમારા ઘર ની શાંતિ ભંગ થઇ શકે છે.મંગળ પોતાની સાતમી દ્રષ્ટિ થી તમારા લગ્ન ના સાતમા ભાવને જોઈ રહ્યો છે અને આના પરિણામસ્વરૂપ તમારા પાર્ટનર ને કોઈ આરોગ્ય સમસ્યા થી બે ચાર થવું પડી શકે છે.મંગળ આઠમી દર્ષ્ટિ થી તમારા આઠમા ભાવને જોઈ રહ્યો છે અને આના કારણે તમારા જીવનમાં અચાનક થવાવાળી ઘટનાઓ માં વધારો થઇ શકે છે અને એની સાથે,તમારી સસુરાલ વાળા સાથે પણ કંઈક સમસ્યા ઉભી થઇ શકે છે.
ઉપાય : દરરોજ સાતવાર હનુમાન ચાલીસા નો પાઠ કરો.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે મંગળ ચોથા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.મંગળ નો ધનુ રાશિ માં ગોચર તમારા વિદેશી જમીન,પૃથુકરણ,હોસ્પિટલો,વ્યય અને એમએનસી કંપનીઓ ના બારમા ભાવમાં થવા જઈ રહ્યો છે.મંગળ નો બારમા ભાવમાં ગોચર મકર રાશિના લોકો માટે વધારે અનુકૂળ પ્રતીત થતો નથી દેખાઈ રહ્યો કારણકે આ દરમિયાન તમારા સાહસ,શક્તિ અને ઉત્સાહ માં કમી જોવા મળી શકે છે.તમારા આર્થિક જીવન ની વાત કરીએ તો,આ ગોચર દરમિયાન તમને પૈસા નું નુકસાન થવાની સંભાવના છે અને તમારા ખર્ચા માં પણ વધારો થઇ શકે છે એટલા માટે કોઈ મોટું નાણાકીય જોખમ લેવાથી બચો.સંકેત મળી રહ્યા છે કે આ સમયે તમે કોઈ દૂર જગ્યાએ અથવા વિદેશ માં કોઈ સંપત્તિ અથવા વાહન ખરીદવામાં પૈસા ખર્ચ કરી શકો છો.જો કુંડળી માં તમારી દશા અનુકૂળ નથી તો તમારે વધારે પડતા ખર્ચા અને પૈસા ના નુકસાન નો સામનો કરવો પડી શકે છે.મંગળ ગોચર તમારા માતા ના આરોગ્યમાં પણ ગિરાવટ લાવી શકે છે એટલા માટે વધારે સાવધાન રહો કારણકે અસનાકા છે કે માતા ના આરોગ્યના કારણે તમારે ઘણીવાર હોસ્પિટલ ના ચક્કર પણ લગાવા પડી શકે છે.
મંગળ ચોથી દ્રષ્ટિ થી તમારા ત્રીજા ભાવ ને જોઈ રહ્યો છે અને આના કારણે નાના ભાઈ-બહેનો અને ચચેરા ભાઈ સાથે તમારા વિવાદ થઇ શકે છે.એની સાથે,તમે સ્વભાવ થી ચિડ઼ચિડ઼ા થઇ શકો છો.મંગળ પોતાની સાતમી દ્રષ્ટિ થી તમારા છથા ભાવ ને જોઈ રહ્યો છે અને આના પરિણામસ્વરૂપે,તમે તમારા દુશ્મનો અને વિરોધીઓ ઉપર હાવી થશો અને એમને હરાવામાં સફળ થશો.ત્યાં મંગળ પોતાની આઠમી દ્રષ્ટિ થી તમારા સાતમા ભાવમાં જોઈ રહ્યો છે અને એટલા માટે તમારા લગ્ન જીવનમાં ઘણી સમસ્યા આવી શકે છે અને તમારા પાર્ટનર ના આરોગ્યમાં પણ થોડો ઉતાર ચડાવ જોવા મળી શકે છે.
ઉપાય : તમારી માતા ને ગોળ ની મીઠાઈઓ ભેટ માં આપો.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે મંગળ ત્રીજા ભાવ અને દસમા ભાવ નો સ્વામી છે.મંગળ નો ધનુ રાશિ માં ગોચર તમને નાણાકીય લાભ,ઈચ્છા,મોટા ભાઈ-બહેન અને કાકા ના અગિયારમા ભાવમાં થવા જઈ રહ્યો છે.આના પરિણામસ્વરૂપ તમારો ભૌતિકવાદી વસ્તુઓ પ્રત્ય લગાવ વધારે હશે.એની સાથે,તમે શારીરિક ગતિવિધિઓ,મિત્રો અથવા લોકોની સાથે કામ કરવામાં વ્યસ્ત રેહશો અને એ તમારા માટે ફાયદાકારક પણ સાબિત થશે.આ દરમિયાન તમારું પૂરું ધ્યાન તમારા સપના અને લક્ષ્ય ને મેળવામાં હશે.એટલા માટે તમને ટીમ વર્ક ની જરૂરત પડી શકે છે એટલા માટે તમને સલાહ આપવામાં આવે છે કે પોતાની મદદ માટે અથવા કામો ને સારી રીતે પુરા કરવા માટે સાચા લોકોને પસંદ કરો.
મંગળ નો ધનુ રાશિ માં ગોચર તમને તમારા ભાઈ-બહેનો અથવા મામા નો સહયોગ આપશે પરંતુ જો તમારી જન્મકુંડળી માં મંગળ ની સ્થિતિ નકારાત્મક છે તો તમને તમારા મિત્રો ના ખોટા કામો થી બચવા અને એનાથી પ્રભાવિત થવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.મંગળ ચોથી દ્રષ્ટિ થી તમારા બીજા ભાવને જોઈ રહ્યો છે અને એટલા માટે તમારે તમારા આર્થિક જીવનમાં થોડું સાવધાન રેહવાની જરૂરત પડી શકે છે કારણકે વિત ના મામલો માં તમારી અસુરક્ષા ની ભાવના મેહસૂસ કરી શકો છો પરંતુ એની સાથે,આ સમય તમને પૈસા કમાવા માટે ઘણા મોકા આપશે,જેનાથી તમારા બેંક બેલેન્સ માં વધારો થશે.મંગળ સાતમી દ્રષ્ટિ થી તમારા પાંચમા ભાવને જોઈ રહ્યો છે અને એવા માં,આ સમય કુંભ રાશિના વિદ્યાર્થીઓ માટે બહુ ફળદાયક સાબિત થશે.પરંતુ તમને પ્રેમ જીવન માટે અનુકૂળ નહિ રેહવાની સંભાવના છે કારણકે થોડી સમસ્યા તમને પરેશાન કરી શકે છે.મંગળ આઠમી દ્રષ્ટિ થી તમારા છથા ભાવને જોઈ રહ્યો છે,જે તમને દુશ્મનો અને વિરોધીઓ પર સફળતા મેળવા માટે ફળદાયક રહેશે.
ઉપાય : શનિવાર ના દિવસે ગરીબો ને ગોળ ની મીઠાઈ દાન કરો.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે મંગળ બીજા અને નવમા ભાવ નો સ્વામી છે.મંગળ ગોચર તમારા પૈસા અને કાર્યસ્થળ ના દસમા ભાવમાં થવા જઈ રહ્યો છે.દસમા ભાવમાં મંગળ ને દિશાત્મક શક્તિ મળે છે એટલા માટે,મંગળ નો દસમા ભાવમાં ગોચર ના પરીઅમસ્વરૂપ તમે કારકિર્દી માટે જે લક્ષ્ય તૈયાર કર્યો છે,એને તમે પૂરો કરશો અને તેજી થી પ્રદશન કરશો.કામકાજ માટે તમારે શારીરિક મેહનત કરવી પડી શકે છે.આ સમય એ લોકો માટે પણ સારો સાબિત થશે જે લોકો પોતાની કારકિર્દી ની શુરુઆત કરવા માટે નવા મોકા ની શોધ કરી રહ્યા છે અથવા વેપાર ચાલુ કરવાનો વિચાર કરી રહ્યા છે.પરંતુ એની સાથે,તમારે સાવધાન રેહવાની પણ જરૂરત છે કારણકે તમે તાનાશાહી વેવહાર કરી શકો છો,જેનાથી લોકોને તમારી સાથે ટકરાવ થઇ શકે છે.
મંગળ નો ધનુ રાશિ માં ગોચર કાર્યસ્થળ માં ઘણા બદલાવ લઈને આવી શકે છે એટલા માટે જે લોકો નોકરી બદલવા માંગે છે,અથવા બીજી જગ્યાએ ટ્રાન્સફર લેવા માંગે છે,એમના માટે આ એક આદર્શ સમય છે.આ દરમિયાન તમારે કામના સિલસિલા માં લાંબી દુરી ની યાત્રા એ પણ જય શકો છો.મંગળ ચોથી દ્રષ્ટિ થી તમારા પેહલા ભાવને જોઈ રહ્યો છે,જેના કારણે તમારી વેવસાયિક ઉપલબ્ધીઓ ના કારણે તમે તમારા વ્યક્તિત્વ માં બહુ આત્મવિશ્વાસી અને સાહસી હસો પરંતુ એની સાથે,સંભાવના પણ છે કે કામ માં વધારે વ્યસ્તતા ના કારણે તમે તમારા આરોગ્યને નજરઅંદાજ કરી શકો છો.મંગળ સાતમી દ્રષ્ટિ થી તમારા ચોથા ભાવને જોઈ રહ્યો છે,જે રીયલ એસ્ટેટ ના બિઝનેશ સાથે જોડાયેલા લોકો અને ઘર અથવા સંપત્તિ બનવાની ઈચ્છા રાખતા લોકો માટે સારો રહેવાનો છે.પરંતુ આ સમય તમારા ઘરેલુ જીવન માં થોડા ઉતાર ચડાવ લઈને આવી શકે છે.મંગળ આઠમી દ્રષ્ટિ થી તમારા પાંચમા ભાવને જોઈ રહ્યો છે અને આ સ્થિતિ મીન રાશિના વિદ્યાર્થીઓ માટે અનુકૂળ નહિ રેહવાની આશંકા છે.આટલુંજ નહિ મીન રાશિની જે મહિલાઓ ગર્ભવતી છે એમને પણ આ દરમિયાન સતર્ક રેહવાની અને ગર્ભ માં રહેલા બાળક ને અથવા આરોગ્ય પર ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : પોતાના કાર્યસ્થળ ઉપર લાલ કલર ના ફુલ ચડાવો અને એની સારી રીતે દેખભાળ કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઈન શોપિંગ સેંટર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025