મંગળ કર્ક રાશિમાં વક્રી

Author: Sanghani Jasmin | Updated Mon, 11 Nov 2024 11:59 AM IST

મંગળ કર્ક રાશિ માં વક્રી 07 ડિસેમ્બર 2024 ની સવારે 04 વાગીને 56 મિનિટ ઉપર થવા જઈ રહ્યો છે.વૈદિક જ્યોતિષ માં મંગળ દેવ ને સાહસ નો ગ્રહ માનવામાં આવે છે એટલે એની ચાલ,દશા કે સ્થિતિ માં થવાવાળા બદલાવ રાશિઓ સાથે દેશ-દુનિયા ને પ્રભાવિત કરશે.એસ્ટ્રોસેજ નો આ લેખ “મંગળ કર્ક રાશિમાં વક્રી” ખાસ રૂપથી તમારા માટે તૈયાર કરવામાં આવ્યું છે જેના માધ્યમ થી તમને વક્રી મંગળ સાથે જોડાયેલી બધીજ જાણકારી મળશે.એની સાથે,મંગળ ની વક્રી ચાલ રાશિ ચક્ર ની બધીજ 12 રાશિઓ ને કઈ રીતે પ્રભાવિત કરશે અને આ દરમિયાન ક્યાં ઉપાયો ને કરવા તમારા માટે લાભદાયક રહેશે? અમે એ તમને જણાવીશું.તો ચાલો ચાલુ કરીએ આ લેખ ની તરફ સૌથી પેહલા જાણીએ કે મંગળ નું જ્યોતિષ માં મહત્વ.


આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો મંગળ કર્ક રાશિ માં વક્રી નો પોતાના જીવન ઉપર પ્રભાવ

વૈદિક જ્યોતિષ માં મંગળ ને સાહસ,દ્રઢતા અને પરાક્રમ નો ગ્રહ માનવામાં આવે છે.રાશિ ચક્ર માં લગ્ન ભાવ કે છથા ભાવને નિયંત્રણ કરે છે.જો મંગળ મહારાજ પોતાના સ્વામિત્વ વાળી રાશિ મેષ અને વૃશ્ચિક રાશિમાં બિરાજમાન હોય છે,તો આ તમને બહુ શુભ પરિણામ આપશે.આજ ક્રમમાં મંગળ દેવ જયારે શનિ મહારાજ ની રાશિ મકર રાશિમાં હોય છે ત્યારે એમની ઉચ્ચ રાશિ છે અને આ બહુ મજબુત સ્થિતિ માં છે.એવા માં,મંગળ વ્યક્તિ ને કારકિર્દી,પૈસા છતાં પ્રેમ જીવન સાથે જોડાયેલા મામલો માં સકારાત્મક પરિણામ દેવાની સાથે સાથે ઘણી સફળતા ના આર્શિવાદ આપે છે.ત્યાં,એનાથી ઉલટું,હવે મંગળ ગ્રહ ના વક્રી હોવાથી ઘણા લોકોના પ્રેમ સબંધ માં શુભ ફળ મળે છે.જેમકે અમે જાણીએ છીએ કે મંગળ મહારાજ કર્ક રાશિમાં હાજર છે અને એના પરિણામસ્વરૂપ,લોકોને પૈસા નો લાભ કમાવા ની રસ્તા માં સમસ્યાઓ અને કારકિર્દી માં વધારે સફળતા નહિ મળવાની સમસ્યા પરેશાન કરી શકે છે.એની સાથે,આ સબંધ માં નકારાત્મકતા ઉભી કરવાનું કામ કરે છે.

हिंदी में पढ़े : राशिफल २०२५

મંગળ ગ્રહ મેષ રાશિ માટે પેહલા અને આઠમા ભાવ નો સ્વામી છે છતાં હવે આ એના ચોથા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે,એવા માં,મંગળ દેવ તમને સકારાત્મક અને નકારાત્મક બંને રીતના પરિણામ દેવાનું કામ કરે છે.વાત કરીએ મંગળ કર્ક રાશિમાં વક્રી ની તો આ તમને પ્રેમ સબંધો માં શાંતિ અને તમારી વચ્ચે આપસી શાંતિ રાખી શકે છે.

વૈદિક જ્યોતિષ માં મંગળ નું મહત્વ

જે લોકોની કુંડળી માં મંગળ મજબુત સ્થિતિ માં હોય છે,એમને જીવનમાં બધાજ પ્રકારના સુખ મળે છે.ખાસ કરીને ઉત્તમ આરોગ્ય અને તેજ બુદ્ધિ મળે છે.એનાથી ઉલટું,મંગળ મહારાજ ના અશુભ ગ્રહો જેવા શનિ કે રાહુ/કેતુ ની સાથે હાજર હોવાના કારણે લોકોને સમસ્યાઓ અને બાધાઓ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,ઊંઘ નહિ આવવી,ચામડી કે તંત્રિકા તંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.પરંતુ,મંગળ અને બુધ નું એકસાથે હાજર હોવાના કારણે વ્યક્તિની બુદ્ધિ ઓછી થાય છે અને એમના સ્વભાવ માં ગુસ્સો અને આવેગ આવે છે.પરંતુ,મંગળ ગ્રહ શુભ ગ્રહ ગુરુ સાથે બેસે છે તો વ્યક્તિ ને બહુ સારા પરિણામ મળે છે.

ચાલો હવે આપણે આગળ વધીએ અને જાણીએ કે આ લેખ ના માધ્યમ થી તમને અવગત કરાવીએ કે મંગળ કર્ક રાશિમાં વક્રી બધીજ 12 રાશિઓ ને કઈ રીતે પરિણામ આપશે અને આ દરમિયાન ક્યાં ઉપાયો ને તમારે કરવા જોઈએ.

To Read in English Click Here: Mars Retrograde In Cancer

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.

રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિ ના લોકો માટે મંગળ દેવ તમારા પેહલા અને આઠમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા ચોથા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.

એના પરિણામસ્વરૂપ,મંગળ કર્ક રાશિમાં વક્રી દરમિયાન તમારી ખુશીઓ અને સુખ-સુવિધાઓ માં કમી આવી શકે છે.એની સાથે,તમને ઘર પરિવારમાં પણ સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

કારકિર્દી ની વાત કરીએ,તો આ સમયગાળા માં તમને કાર્યક્ષેત્ર માં વરિષ્ઠ અને સહકર્મીઓ ની સાથે સબંધ માં ઉતાર ચડાવ આવી શકે છે.

વેપારમાં,વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળવાના કારણે તમને નુકશાન થઇ શકે છે અને બિઝનેસ માં તમારી યોજનાઓ પણ જુની થઇ શકે છે.

આર્થિક જીવનમાં આ લોકોના ખર્ચા માં વધારો થવાની સંભાવના છે અને એના ફળસરૂપ,તમારે પૈસા ની સગવડ કરવામાં કઠિનાઈ નો અનુભવ થઇ શકે છે.

પ્રેમ જીવનમાં તમારી અને પાર્ટનર ની વચ્ચે વાતચીત બહુ ઓછી થવાની આશંકા છે જેના કારણે તમારા સબંધ માં પ્રેમ અને સૌંદર્ય ગાયબ થઇ શકે છે.

મંગળ ની વક્રી અવસ્થા દરમિયાન તમને કમર નો દુખાવો અને ફેફસા માં ઇન્ફેક્સન જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે એટલે તમારું ધ્યાન રાખો.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે પુજા કરો.

મેષ રાશિફળ 2025

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા માટે મંગળ ગ્રહ તમારા સાતમા અને બારમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા ત્રીજા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,આ લોકોમાં સાહસ અને દ્રઢતા ની કમી રહી શકે છે.એની સાથે,આ દરમિયાન કરવામાં આવેલી યાત્રાઓ માં પણ તમને સમસ્યા થઇ શકે છે.એના સિવાય,તમારો સબંધ બાધાઓ થી ભરેલો રહી શકે છે જેનું કારણ વાતચીત માં કમી હોય શકે છે.

કારકિર્દી માં મંગળ કર્ક રાશિમાં વક્રી દરમિયાન નોકરીમાં તમારી બદલી કોઈ અંજાન જગ્યા એ થઇ શકે છે.એવા માં,તમે નાખુશ જોવા મળી શકો છો.

વેપાર ની વાત કરીએ,તો બિઝનેસ માં જ્ઞાન અને બુદ્ધિ નો અભાવ માં તમે સારો નફો કરવામાં પાછળ રહી શકો છો.

આર્થિક જીવનમાં યાત્રાઓ દરમિયાન લાપરવહીના કારણે તમારે પૈસા નું નુકશાન ઉઠાવું પડી શકે છે એટલે તમારે સાવધાન રેહવું પડશે.

નિજી જીવનમાં તમે પાર્ટનર ની સાથે મધુર સબંધ બનાવી રાખવામાં નાકામ રહી શકો છો અને એવા માં,તમારી રિલેશનશિપ માંથી ખુશીઓ ગાયબ થઇ શકે છે કારણકે તમારા બંને ની વચ્ચે આપસી સમજણ ની કમી રહી શકે છે.

આરોગ્ય ના મામલો માં તમને વિટામિન ની કમી ના કારણે ફ્લુ જેવી સમસ્યા પરેશાન કરી શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ ભૌમાય નમઃ” નો 21 વાર જાપ કરો.

વૃષભ રાશિફળ 2025

કારકિર્દી નું ટેન્શન થઇ રહ્યું છે.અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા ની કુંડળી માં મંગળ દેવ તમારા છથા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા બીજા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,મંગળ ની વક્રી અવસ્થા માં તમારે ઉધારી અને પરિવાર સાથે જોડાયેલી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.એની સાથે,તમારે લાંબી દુરી ની યાત્રાઓ કરવી પડી શકે છે.

કારકિર્દી ને જોઈએ તો મિથુન રાશિ વાળા ને કાર્યક્ષેત્ર માં સહકર્મીઓ અને સિનિયર્સ ની સાથે ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે જેની અસર તમારા પ્રદશન ઉપર જોવા મળી શકે છે.

વેપારના સબંધ માં મંગળ કર્ક રાશિમાં વક્રી થઈને તમને આર્થિક નુકશાન કરાવી શકે છે જેનું કારણ તમારી વેપાર ની નીતિ જુની થવાનું છે.

આર્થિક જીવન ની વાત કરીએ તો આ સમયગાળા માં યોજનાઓ ની કમી ના કારણે તમારા ખર્ચ માં વધારો થવાની સંભાવના છે એટલે જેટલું બની શકે છે એટલું આને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરો.

પ્રેમ જીવનમાં તમે પાર્ટનર સાથે વાત કરતી વખતે કઠોર શબ્દ નો ઉપયોગ કરી શકો છો અને આની સીધી અસર તમારા સબંધ ઉપર પડી શકે છે.

વાત કરીએ આરોગ્ય ની તો મંગળ ની વક્રી ચાલ દરમિયાન તમને આંખો અને દાંતો નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે કારણકે તમારે થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.

મિથુન રાશિફળ 2025

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા ની કુંડળી માં મંગળ ગ્રહ તમારા પાંચમા અને દસમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા લગ્ન/પેહલા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.

એના પરિણામસ્વરૂપ,તમને કાર્યસ્થળ માં કામ પ્રત્ય જાગરૂક રેહવું પડશે અને બહુ સોચ-વિચાર કરીને કામ કરવું પડશે.આ લોકોની રુચિ બાળકો ની તરક્કી જોવામાં હશે.

કારકિર્દી ની વાત કરીએ,તો આ લોકો જીવનમાં સંતુષ્ટિ મેળવા માટે નોકરીમાં બદલાવ કરવાનું મન બનાવી શકે છે અને એની સાથે,તમને લાભ મળશે.

વેપાર કરવાવાળા લોકો મંગળ કર્ક રાશિમાં વક્રી દરમિયાન નવા વેપારમાં પ્રવેશ કરી શકો છો કારણકે જૂના વેપાર થી તમને વધારે નફો નહિ થઇ રહ્યો હશે.

આર્થિક જીવનમાં તમને ટ્રેડ ના માધ્યમ થી નફો મળવાનો યોગ બનશે અને આ પ્રકારે,તમે પૈસા ની બચત પણ કરી શકશો.

પ્રેમ જીવનમાં પાર્ટનર પ્રત્ય તમારા મનમાં અસુરક્ષા ની ભાવના આવી શકે છે અને આ અઠવાડિયે તમારા સબંધ માં પ્યાર ની કમી રહેશે.

આરોગ્ય ને જોઈએ તો,મંગળ ની વક્રી અવસ્થા દરમિયાન તમને શરદી,ખાંસી જેવા રોગ પરેશાન કરી શકે છે જે તમારી કમજોર રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હશે.

ઉપાય : શનિવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.

કર્ક રાશિફળ 2025

સિંહ રાશિ

સિંહ રાશિ ના લોકો ની કુંડળી માં મંગળ દેવ તમારા ચોથા અને નવમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા બારમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.

મંગળ કર્ક રાશિ માં વક્રી દરમિયાન આ લોકો ધાર્મિક સ્થળ ની યાત્રા કરતા જોવા મળશે જે લાંબી દુરીની હોય શકે છે.

કારકિર્દી માં આ સમયગાળા માં તમે નોકરી ખોય શકો છો અને તમારે નવી નોકરી માટે બહાર જવું પડી શકે છે.

સિંહ રાશિના વેપાર કરવાવાળા લોકો ને યોજનાઓ ની કમી અને વેવસાયિક રીતે કામ નહિ કરવાના કારણે નુકશાન ઉઠાવું પડી શકે છે.

આર્થિક જીવનમાં આ સમયગાળા માં તમને નસીબ નો સાથ નહિ મળવાની સંભાવના છે જેના કારણે તમારો નફો ઓછો થઇ શકે છે.

નિજી જીવનમાં તમે તણાવ માં ડુબેલા રહી શકો છો અને એવા માં,તમે સાથી સાથે સાચી રીતે વાત કરવામાં અસમર્થ રહી શકો છો.

આરોગ્ય ને જોઈએ,તો આ લોકોને પગ અને જોડો નો દુખાવો રહી શકે છે એટલે પોતાના આરોગ્ય નું ધ્યાન રાખો.

ઉપાય : દરરોજ “ઓમ આદિત્ય નમઃ” નો 21 વાર જાપ કરો.

સિંહ રાશિફળ 2025

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકરી મેળવો

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા માટે મંગળ ગ્રહ તમારા ત્રીજા અને આઠમા ભાવ નો આધિપત્ય દેવ છે જે હવે તમારા અગિયારમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.

એના પરિણામસ્વરૂપ,મંગળ કર્ક રાશિમાં વક્રી ના સમયગાળા માં આ લોકોની ઈચ્છાઓ પુરી થશે,પરંતુ,તમને મળવાવાળી સંતુષ્ટિ સામાન્ય રહી શકે છે.પરંતુ,તમારો સંચાર કૌશલ સારો રહેશે.

કારકિર્દી ની વાત કરીએ,તો આ સમયગાળા માં તમે તમારી કડી મેહનત અને લગાતાર પ્રયાસ દ્વારા કારકિર્દી માં સફળતા મેળવી શકશો.

વેપારમાં આ લોકોને પિતૃ ની સંપત્તિ અને સટ્ટાબાજી ના માધ્યમ થી લાભ મળવાના યોગ બનશે.

વાત કરીએ આર્થિક જીવન ની,તો મંગળ ની વક્રી અવસ્થા દરમિયાન તમને જરૂરી માત્રા માં પૈસા ની પ્રાપ્તિ થશે,પરંતુ,એની સાથે તમારી સામે ખર્ચ પણ બનેલા રહેશે.

નિજી જીવનમાં તમે સાથી ની સાથે દિલ ખોલીને વાત કરતા નજર આવશો અને એવા માં,તમારા બંને ના સબંધ મધુરતા થી ભરેલા રહેશે.

આરોગ્ય ને જોઈએ,તો કન્યા રાશિના લોકો સાહસ અને ઉર્જા થી ભરેલા રહેશે જેના કારણે તમારું આરોગ્ય સારું રહેશે.

ઉપાય : દરરોજ “ઓમ કેતવે નમઃ” નો 21 વાર જાપ કરો.

કન્યા રાશિફળ 2025

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો

તુલા રાશિ

તુલા રાશિ ના લોકોની કુંડળી માં મંગળ દેવ તમારા બીજા અને સાતમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા દસમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,આ લોકોને કામ ના સિલસિલા માં યાત્રાઓ કરવી પડી શકે છે અને એવા માં,તમે સફળતા મેળવી શકશો.એની સાથે,તમે પૈસા ની બચત કરવામાં સક્ષમ હસો.

કારકિર્દી ને જોઈએ,તો મંગળ કર્ક રાશિમાં વક્રી થઈને તમારા માટે નોકરીના નવા મોકા લઈને આવશે જેનાથી તમે સંતુષ્ટ દેખાઈ દેશો.

વેપાર કરવાવાળા લોકો તુલા રાશિના લોકો નવી બિઝનેસ ભાગીદારીમાં પ્રવેશ કરી શકે છે.એવા માં,તમે સારો એવો લાભ કરવામાં સફળ રેહશો.

આર્થિક જીવનમાં તમે ઘણા પૈસા કમાશો અને એના પરિણામસ્વરૂપ,તમારી પૈસા કમાવા ની આવડત માં વધારો થશે.

પ્રેમ જીવનમાં આ લોકોનો સ્વભાવ પાર્ટનર પ્રત્ય મધુર બની રહેશે અને એવા માં,તમે સાથી સાથે દિલ ખોલીને વાત કરતા જોવા મળશો.

આરોગ્યના લિહાજ થી,વક્રી મંગળ દરમિયાન આ લોકો ઉર્જાવાન અને આત્મવિશ્વાસ થી ભરેલા રેહશો જેના કારણે તમારું આરોગ્ય ઉત્તમ બની રેહશો.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.

તુલા રાશિફળ 2025

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા માટે મંગળ મહારાજ તમારા પેહલા/લગ્ન અને છથા ભાવ નો સ્વામી છે જે હવે તમારા નવમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.

એવા માં,મંગળ કર્ક રાશિ માં વક્રી હોવાથી તમે કામો માં નવા પ્રયાસ કરતા જોવા મળશો.આ દરમિયાન કરવામાં આવતી યાત્રાઓ માં નસીબ તમારો સાથ આપશે અને એની સાથે,તમને ધાર્મિક કામોમાં શામિલ થઈને ખુશી મળશે.

કારકિર્દી ની વાત કરીએ,તો આ સમયગાળા માં તમને કાર્યસ્થળ માં એક પછી એક કામ મળી શકે છે.એવા માં,તમારે જિમ્મેદાર થવું પડશે,ત્યારેજ તમે કામો માં સફળતા મેળવી શકશો.

મંગળ ની વક્રી અવસ્થા દરમિયાન આ રાશિના વેપાર કરવાવાળા લોકોને કામકાજ માટે લાંબી દુરીની યાત્રા પર જઈ શકે છે અને આવું કરીને તમને નવા વેપારના માધ્યમ થી લાભ કમાવા નો મોકો મળશે.

આર્થિક જીવન ને જોઈએ,તો તમે ટ્રાવેલ ના માધ્યમ થી પૈસા કમાશો અને એવા માં,તમે પૈસા કમાવા માટે વિદેશ જઈ શકો છો.

પ્રેમ જીવનમાં વૃશ્ચિક રાશિ વાળા ને પગલે-પગલે પોતાના પાર્ટનર અને મોટા નો સાથ મળશે.આના કારણે સાથી ની સાથે તમારા સબંધ મજબુત થશે.

આરોગ્યના મામલો માં તમારું આરોગ્ય સારું બની રહેશે જેનું કારણ તમારી અંદર નો સાહસ અને નીડરતા હશે.

ઉપાય : મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.

વૃશ્ચિક રાશિફળ 2025

બૃહત કુંડળી : જાણો ગ્રહોનો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિ વાળા ની કુંડળી માં મંગળ દેવ તમારા પાંચમા અને બારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા આઠમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,આ લોકોને કામો માં કરવામાં આવેલા પ્રયાસો માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે અને એની સાથે,તમારે લાંબી દુરીની યાત્રા કરવી પડી શકે છે.

કારકિર્દી માં મંગળ કર્ક રાશિમાં વક્રી થઈને તમને અચાનક રૂપથી લાભ આપશે જેનાથી તમે સંતુષ્ટ જોવા મળશો.આ સમયગાળા માં તમને નોકરીના નવા મોકા મળશે જે તમારા મન મુજબ હશે.

ધનુ રાશિના વેપાર કરવાવાળા લોકોને જો ફેમિલી બિઝનેસ હોય કે પછી સટ્ટાબાજી સાથે જોડાયેલો કોઈ વેપાર કરે છે તો તમને લાભ મળશે.એની સાથે,સારું રિટર્ન પણ મળશે.

આર્થિક જીવનમાં તમારે થોડું સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે કારણકે વક્રી મંગળ ના સમયગાળા માં લાભ ની સાથે સાથે ખર્ચ માં પણ વધારો થવાની સંભાવના છે.

પ્રેમ જીવનમાં આ લોકોને મનમાં અસુરક્ષા ની ભાવના જન્મ લઇ શકે છે અને એના કારણે તમે સાથી ની બધીજ વાત નો વિરોધ કરી શકો છો.

આરોગ્યને જોઈએ તો ધનુ રાશિ વાળા ને આ સમયગાળા માં આંખો સાથે જોડાયેલી સમસ્યાઓ પરેશાન કરી શકે છે અને આવા માં,તમને આંખો માં દુખાવા ની સમસ્યા રહી શકે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે પુજા કરો.

ધનુ રાશિફળ 2025

મકર રાશિ

મકર રાશિ ના લોકો માટે મંગળ ગ્રહ તમારા અગિયારમા અને ચોથા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા સાતમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.

એવા માં,મંગળ નું તમારા સાતમા ભાવમાં વક્રી થવાથી તમારું બધુજ ધ્યાન નવા મિત્રો અને સંપર્ક બનાવા ઉપર કેન્દ્રિત થશે અને આમાં તમે ઘણી હદ સુધી સફળ પણ થશો.

વાત કરીએ કારકિર્દી ની,તો આ સમયગાળા માં તમારે લાંબી દુરીની યાત્રા કરવી પડી શકે છે અને આ રીતની યાત્રા તમારા માટે પ્રગતિ લઈને આવશે.

મંગળ કર્ક રાશિ માં વક્રી દરમિયાન મકર રાશિના લોકો દ્વારા વેપારમાં કામકાજ માટે કરવામાં આવેલી યાત્રાઓ લાભદાયી સાબિત થશે.તમે નફો પણ મેળવી શકશો અને એવા માં,તમે તમારા બિઝનેસ નો પ્લાન તૈયાર કરશો.

આર્થિક જીવન ની વાત કરીએ,તો આ લોકો પોતાના મિત્રો ને પૈસા ઉધારી આપી શકે છે અને એના કારણે તમને પૈસા નું નુકશાન થઇ શકે છે કારણકે સંભવ છે કે એમની પાસેથી પૈસા તમને પાછા નહિ મળે.એવા માં,તમારી પરેશાનીઓ વધી શકે છે.

નિજી જીવનમાં તમારે પાર્ટનર ની સાથે સબંધ માં સાવધાની ની સાથે સાથે ઉચ્ચ મુલ્ય બનાવી રાખવામાં ચાલવું પડશે અને ખુશીઓ બનાવી રાખવાના પ્રયાસ કરવા પડશે.

આરોગ્ય ની વાત કરીએ,તો તમારે ખાવા-પીવા નું ધ્યાન રાખવું પડશે કારણકે તમને પાચન ને લગતી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ ની પુજા કરો.

મકર રાશિફળ 2025

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા માટે મંગળ મહારાજ તમારા ત્રીજા અને દસમા ભાવ નો સ્વામી ગ્રહ છે જે હવે તમારા છથા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.

એના ફળસ્વરૂપ,આ લોકોને કામોમાં કરવામાં આવેલી કડી મેહનત અને દ્રઢતા ના બળ ઉપર સફળતા ની પ્રાપ્તિ થશે,પરંતુ તમે તો પણ અસંતુષ્ટ રહી શકો છો.

વાત કરીએ કારકિર્દી ની,તો મંગળ કર્ક રાશિમાં વક્રી દરમિયાન તમે સારી સંભાવનાઓ ને જોઈને નોકરીમાં બદલાવ કરી શકો છો અને એવા માં,તમને ઘણા લાભ મળશે જેનાથી તમે સંતુષ્ટ જોવા મળશો.

વેપાર ની વાત કરીએ,તો આ લોકોના હાથ માં થી કંઈક સાચું અને યોગ્ય લોકોની સાથે બિઝનેસ પાર્ટનરશીપ માં આવવાના મોકા નીકળી શકે છે.એના ફળસ્વરૂપ,તમારા લાભમાં કમી આવી શકે છે.

આર્થિક જીવનમાં તમારા ખર્ચ વધવાની આશંકા છે અને એના પરિણામસ્વરૂપ,તમારે લોન લેવી પડી શકે છે.જેના કારણે તમારી ઉપર આર્થિક બોજ વધી શકે છે.

નિજી જીવનમાં વક્રી મંગળ દરમિયાન તમે પાર્ટનર ની સાથે નાખુશ રહી શકો છો એટલે તમારે સબંધો ઉપર ધ્યાન આપવું પડશે.

આરોગ્ય ની દ્રષ્ટિ થી કુંભ રાશિના લોકોને ચામડી ને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે અને એવા માં,તમે કોઈ એલર્જી ના શિકાર થઇ શકો છો.

ઉપાય : શનિવાર ના દિવસે અપંગ વ્યક્તિઓ ને ભોજન નું દાન કરો.

કુંભ રાશિફળ 2025

મીન રાશિ

મીન રાશિ ના લોકો માટે મંગળ દેવ તમારા બીજા અને નવમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા પાંચમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.

આ વર્ષે મંગળ કર્ક રાશિમાં વક્રી થવાના સમયગાળા માં આ લોકોની રુચિ અધીયાત્મ પ્રત્ય વધી શકે છે અને એવા માં,તમે ધર્મ,કર્મ ના કામો કરતા નજર આવી શકો છો.

કારકિર્દી ને જોઈએ,તો આ લોકોને આ સમયગાળા માં બીજા લાભો ની સાથે સાથે પ્રમોશન મળવાના યોગ બનશે જે તમારી મેહનત નું પરિણામ હશે.

વેપારમાં મીન રાશિ વાળા ને પોતાની ખોટી યોજનાઓ અને નીતિઓ ના કારણે આર્થિક નુકશાન ઉઠાવું પડી શકે છે.

આર્થિક જીવનમાં મંગળ ની વક્રી ચાલ તમારી પાસે બાળક ની પ્રગતિ અને વિકાસ ઉપર ઘણા પૈસા ખર્ચ કરી શકે છે.

નિજી જીવનમાં તમારા સાથી તમારાથી બાળકો વિશે વાત કરતા જોવા મળશે જે એમના ભવિષ્ય અને વિકાસ ના સબંધ માં થવાની સંભાવના છે.

જયારે વાત આવે છે આરોગ્ય ની,તો આ લોકોને વધારે ટેન્શન ના કારણે માથા નો દુખાવો ની શિકાયત રહી શકે છે એટલે તમને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

મીન રાશિફળ 2025

તમામ જ્યોતિશય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. મંગળ ગ્રહ ક્યારે વક્રી થશે?

કર્ક રાશિમાં મંગળ ગ્રહ 07 ડિસેમ્બર 2024 ના દિવસે વક્રી થશે.

2. મંગળ ગ્રહ ની કઈ રાશિ છે?

રાશિ ચક્ર માં મંગળ દેવ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે.

3. વક્રી કોણે કહે છે?

જ્યોતિષમાં જયારે કોઈ ગ્રહ ઉલટો બીજા શબ્દ માં પાછળ ચાલે છે ત્યારે એ ગ્રહ ને વક્રી અવસ્થા કહે છે.

Talk to Astrologer Chat with Astrologer