વૈદિક જ્યોતિષ માં નવગ્રહ માં મંગળ ને યોદ્ધા અને સેનાનાયક નો દરજ્જો આપવામાં આવ્યો છે અને આને સ્વભાવ થી ઉગ્ર માનવામાં આવે છે.એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખમાં અમે તમને મંગળ નો કુંભ રાશિ માં ગોચર થી લોકો ના જીવન ઉપર પાડવાવાળા સકારાત્મક અને નકારાત્મક પ્રભાવો વિશે જણાવીશું.મંગળ પોતાની ત્રિકોણ રાશિ મેષ માં છે,તો શુભ પરિણામ મળે છે.પરંતુ,મંગળ પોતાના સ્વામિત્વ વાળી રાશિ મેષ અને વૃશ્ચિક રાશિમાં બેઠેલો હોય તો લોકો માટે અધિયાત્મિક લાભકારી સાબિત થાય છે.ત્યાં,રાશિચક્ર માં મંગળ પેહલી અને આઠમી રાશિનો સ્વામી છે અને આ લોકોને પદ અને અધિકાર સબંધિત લાભ આપે છે.
પેહલા ભાવના સ્વામીના રૂપમાં મંગળ ની મેષ રાશિમાં હાજરી તરક્કી,આર્થિક લાભ અને વખાણ વગેરે ના આર્શિવાદ આપે છે.મહેસ રાશિમાં મંગળ ની સ્થિતિ એ લોકો માટે ફળદાયી હોય છે જે લોકો સરકારી નોકરી સાથે જોડાયેલા છે કે પછી ઉચ્ચ પદ પર બેઠેલા છે.જયારે મંગળ આઠમા ભાવમાં આઠમા ભાવના સ્વામીના રૂપમાં સ્થિત થાય છે,ત્યારે લોકોને અચાનક લાભ મળે છે.અધિયાત્મિક પ્રગતિ ની વાત કરીએ તો મંગળ ની મેષ રાશિમાં સ્થિતિ સૌથી પ્રભાવશાળી હોય છે.
તો હવે આગળ વધીએ અને આ ખાસ લેખના માધ્યમ થી જાણીએ કે 2024 માં આ ગોચર બધીજ 12 રાશિઓ ઉપર કેવો પ્રભાવ નાખશે અને આનાથી બચવાના આસાન ઉપાય શું છે.
વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો મંગળ નો કુંભ રાશિ માં ગોચર નો પોતાના જીવન ઉપર પ્રભાવ
વાદિક જ્યોતિષ માં મંગળ ને એક શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે જે સાહસ,પરાક્રમ અને ઉર્જા નો કારક છે.આ એક ઉગ્ર ગ્રહ છે જે સિદ્ધાંતો અને પ્રશાસન સાથે જોડાયેલા કામોનું પ્રતિનિધિત્વ કરે છે અને એક વ્યક્તિના જીવનમાં રાજાશાહી શાસન અને શૌકત ને દાર્શવે છે.મંગળ ગ્રહ ની રૂપ વગર કોઈપણ વ્યક્તિ જીવનમાં કારકિર્દી માં સફળતા મેળવા માં સફળ નથી થતો અને નહિ તો કોઈ મજબુત સ્થિતિ બનાવી શકે છે.
કુંડળી માં મંગળ ની મજબુત સ્થિતિ લોકોને બધાજ પ્રકારના સુખ આપે છે,ખાસ કરીને વ્યક્તિને સારું શરીર મળે છે અને તેજ મગજ પણ મળે છે.જે લોકોની કુંડળીમાં મંગળ સારી સ્થિતિમાં હોય છે તેમની કારકિર્દીમાં માન-સન્માન અને સ્થાન મળે છે. જો મંગળ ગુરુ જેવા ફાયદાકારક ગ્રહો સાથે હોય અથવા મંગળ ગુરુની દ્રષ્ટિએ હોય, તો તે વ્યક્તિને માનસિક અને શારીરિક સુખ પ્રદાન કરે છે.
ત્યાં બીજી બાજુ,જો મંગળ અશુભ ગ્રહો જેવા રાહુ કે કેતુ ની સાથે બિરાજમાન થાય છે,તો આ લોકોની મુશ્કેલીઓ વધારવાનું કામ કરે છે.એવા માં,વ્યક્તિ ને રોગ,ડિપ્રેસન,માન-સમ્માન માં કમી અને પૈસા ના અભાવ જેવી પરિસ્થિતિ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ,મંગળ ને બલી કરવું અને એના આર્શિવાદ મેળવા માટે મૂંગા પથ્થર પેહરવો જોઈએ.પરંતુ,આના માટે કોઈ અનુભવી જ્યોતિષ ની સલાહ જરૂર લેવી જોઈએ.એની સાથે,દરરોજ મંગળ ના ગાયત્રી મંત્ર અને હનુમાન ચાલીસા નો જાપ કરવો પણ ફળદાયક સાબિત થશે.
To Read in English Click Here: Mars Transit In Aquarius (15 March 2024)
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટેચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.
ચાલો હવે નજર નાખીએ આ ગોચર ની રાશિચક્ર ની 12 રાશિઓ ને કેવી રીતે પ્રભાવિત કરે છે.એની સાથે જાણીશું,એ ઉપાયો વિશે જેની મદદ થી મંગળ ગોચર ના પ્રભાવ નું કામ કરવામાં આવે છે.
મેષ રાશિના લોકો માટે મંગળ પેહલો ભાવ અને આઠમા ભાવનો સ્વામી છે જે અધિયાત્મિક રુચિ અને બાળક ના પક્ષ ને દાર્શવે છે.મંગળ નો કુંભ રાશિ માં ગોચર તમારા અગિયારમા ભાવમાં થશે.પેહલા ભાવના સ્વામીના રૂપમાં મંગળ ની અગિયારમા ભાવમાં સ્થિતિ મોટા નિર્ણય લેવા માટે સારી સાબિત થશે.એવા માં,આ લોકો જે પણ નિર્ણય લેશે એને સકારાત્મક પરિણામ મળી શકે છે.
મંગળ આઠમા ભાવનો સ્વામી હોવાના કારણે તમારે કારકિર્દી માં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.આશંકા છે કે આ સમયગાળા માં તમે એકજ વખત માં પોતાની નોકરી થી સંતુષ્ટ જોવા મળશો અને બીજી જ વખતે નોકરી થી નાપસંદ કરી શકો છો.બની શકે છે કે તમે તમારા કાર્યક્ષેત્ર માં વખાણ મળવાની ઉમ્મીદ લઈને બેઠા છો,પરંતુ મંગળ નો કુમ્ભ રાશિ માં ગોચર દરમિયાન આવું થવાની બહુ ઓછી શક્યતા છે.
આર્થિક દ્રષ્ટિકોણ થી જોયું જાય તો આ ગોચરના ફળસ્વરૂપ તમે તેજી થી પૈસા કમાવા માં સક્ષમ થશો.એની સાથે,તમને વધારે પૈસા કમાવા ના મોકા પણ મળી શકે છે.ત્યાં,જે લોકો સટ્ટાબાજી સાથે સબંધ રાખે છે એમને સારો નફો થશે.એવા માં,આ સમયગાળા માં પોતાની જરૂરિયાતો ને પુરી કરવામાં સફળ રેહશો.
તમારા રિલેશનશિપ ની વાત કરીએ,તો આ લોકો માટે આ સમય સારો રહેશે અને આ દરમિયાન તમારા સબંધ પ્રેમ થી પુર્ણ રહેશે.પરંતુ બની શકે છે કે લોકો પોતાના સબંધ માં આ પ્રેમ ને જાળવી રાખવામાં સક્ષમ નહિ રહે.એવા માં,તમને સલાહ આપવામાં આવે છે કે પ્રેમ માં આપસી સમજણ અને ખુશીઓ જાળવી રાખવા માટે જીવનસાથી ની સાથે તાલમેલ બેસાડો અને એકબીજાને સમજવાની કોશિશ કરો.
તમારા આરોગ્ય ની વાત કરીએ,તો મંગળ ના ગોચર દરમિયાન તમે ઉર્જાવાન મહેસુસ કરશો અને તમારી ઇમ્યુનીટી મજબુત થશે અને આના કારણે તમને સારું આરોગ્ય મળશે.આ સમયે તમારા આરોગ્ય ને લગતી કોઈ મોટી સમસ્યા નો સામનો નહિ કરવો પડે.પરંતુ તમારા પગમાં દુખાવો થઇ શકે છે.પરંતુ,આ તમારા માટે કોઈ મોટી સમસ્યા નહિ હોય.
ઉપાય : “ઓમ ભૌમાય નમઃ” નો દરરોજ 27 વાર જાપ કરો.
વૃષભ રાશિના લોકો માટે મંગળ સાતમા અને બારમા ભાવનો સ્વામી છે અને મંગળ નો કુંભ રાશિ માં ગોચર તમારા દસમા ભાવમાં થશે.આના પરિણામસ્વરૂપ તમે આરોગ્ય સમસ્યા ગ્રસ્ત થઇ શકો છો.એની સાથે,તમારા ખર્ચા માં પણ વધારો થઇ શકે છે કારણકે વધારે સંભાવના છે કે તમારે તમારા માતા ના આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરવા પડશે.આ સમ્યગદ માં લોકો એ સંપત્તિ સબંધિત સમસ્યા થી પણ પરેશાન થવું પડે છે.આ ગોચર દરમિયાન તમારે વારંવાર નોકરી બદલવાનો સમસ્યા નો પણ સામનો કરવો પડી શકે છે.
કારકિર્દી ના મોર્ચા પર મંગળ નો આ ગોચર તમારે માટે પરેશાની નું કારણ બની શકે છે.તમારી ઉપર આર્થિક કામનું દબાણ પડી શકે છે અને તમારે સફળતા મેળવા માટે ઘણી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.વૃષભ રાશિના થોડા લોકો વધારે [પૈસા કમાવા માટે અને સારા માટે નોકરી માં બદલાવ કરવો ની યોજના બનાવી શકે છે.
આ ગોચરકાળ દરમિયાન લોકોને પોતાની રિલેશનશિપ માં પાર્ટનર સાથે અભિમાન સાથે જોડાયેલી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે અને એવા માં,તમારા સબંધ માંથી ખુશીઓ ઓછી થઇ શકે છે.પ્રેમ જીવન ને ખુશાલ બનાવી રાખવા માટે તમારા પાર્ટનર સાથે શાંત મગજ થી બેસો અને તાલમેલ બેસાડો.મંગળ ગોચર દરમિયાન વૃષભ રાશિના લોકોના આરોગ્યમાં ઉતાર-ચડાવ આવવાની સંભાવના છે.
ઉપાય : મંગળવાર ના દિવસે દેવી દુર્ગા ની પુજા કરો.
મિથુન રાશિના લોકો માટે મંગળ તમારા છથા અને અગિયારમા ભાવનો સ્વામી છે.મંગળ નો કુંભ રાશિ માં ગોચર તમારા નવમા ભાવમાં થશે.છ થા અને અગિયારમા ભાવમાં સ્વામીના રૂપમાં મંગળ ની નવમા ભાવમાં હાજરી લોકો ને થોડા સારા અને ખરાબ બંને પ્રકારના પરિણામ આપી શકે છે.આ સમય વ્યક્તિગત વિકાસ ની દ્રષ્ટિએ સારો રેહવાની સંભાવના છે.અને એની સાથે,તમને કોઈ યાત્રા ના કારણે લાભ મળશે.
કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી,મંગળ નો ગોચર લોકો માટે તરક્કી લઈને આવશે.તમને નોકરીમાં નવા મોકા મળશે જે તમારા માટે લાભદાયક સિદ્ધ થશે અને તમારી કારકિર્દી બહુ જલ્દી પ્રગતિ ના રસ્તા ઉપર આવશે.આ સમયગાળા માં તમને નોકરી માટે વિદેશ માંથી પણ મોકા મળી શકે છે.
આ ગોચર એ લોકો માટે અનુકુળ સાબિત થશે જે લોકોનો પોતાની ધંધો છે.તમે આ દરમિયાન કોઈ બિઝનેસ ડીલ થી સારો નફો કમાશો.આના પરિણામસ્વરૂપ,તમે વિરોધીઓ ને કડી ટક્કર આપવામાં સક્ષમ થશો.એની સાથે,તમે બિઝનેસ માટે નવા સંપર્ક બનાવશો.ત્યાં,જે લોકો ઓઉટસોર્સીંગ દ્વારા વેપાર કરી રહ્યા છે એમનું પ્રદશન મંગળ ના આ ગોચર દરમિયાન શાનદાર રહેશે જેના કારણે તમે સારો નફો કમાવા માં સક્ષમ થશો.
આર્થિક રૂપે જોયું જાય તો,મંગળ નો ગોચર તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે કારણકે આ દરમિયાન તમે સારા પૈસા કમાવા ની સાથે સાથે પૈસા ની બચત કરવામાં પણ સક્ષમ હસો.ત્યાં,જે લોકો વિદેશ માં રહે છે એ લોકો બહુ પૈસા નો બચાવ કરશે અને એના પરિણામસ્વરૂપ,આ લોકો માટે જરૂરી માત્ર માં બચાવું સંભવ હશે.તમે એક કરતા વધારે જગ્યા એ થી પૈસા કમાવા માં સફળ થઇ શકો છો અને બચત કરવામાં પણ સફળતા મળશે.
મિથુન રાશિના લોકો માટે રિલેશનશિપ ની નજરે જોઈએ,તો મંગળ નો આ ગોચર તમારા માટે સારો રહેશે.આ સમયગાળા માં મિથુન રાશિના લોકોમાં સમજદારી નો ભાવ વિકસિત થશે.એવા માં,તમે પાર્ટનર અને પ્રિયજનો ને પેહલા કરતા વધારે સમજવા લાગશો.એના પરિણામસ્વરૂપ,જીવનસાથી સાથે તમારો સબંધ મજબુત થશે.
ઉપાય : “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો દરરોજ 21 વાર જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો.કોંગીએસ્ટ્રો રિપોર્ટ
કર્ક રાશિના લોકો માટે મંગળ પાંચમો અને દસમા ભાવનો સ્વામી છે અને મંગળ નો કુંભ રાશિ માં ગોચર તમારા આઠમા ભાવમાં થશે.આના પરિણામસ્વરૂપ,તમારું ધ્યાન પરિવાર ને વધારવાનું હોઈ શકે છે.તમે તમારા બાળક ના ભવિષ્ય અને એમની ઉન્નતિ લઈને ચિંતા માં આવી શકો છો.આ સમયગાળા માં તમારે તમારી નોકરીમાં બદલાવ નો સામનો કરવો આદિ શકે છે અને સંભવ છે કે આવા બદલાવ સારા સાબિત નહિ થાય.આ સમયગાળા માં તમારે વધારે ખર્ચા માંથી પણ નીકળવું પડે છે.
કારકિર્દી ના લિહાજ થી,કર્ક રાશિ વાળા માટે મંગળ નો ગોચર અનુકુળ પ્રતીત નહિ થવાની સંભાવના છે.બની શકે છે કે તમને તમારી નોકરીમાં સંતુષ્ટિ નહિ મળે અને નહિ મળે તમને તમારી ઉમ્મીદ હિસાબે પરિણામ.આશંકા છે કે આ સમયે તમે તમારા સહકર્મીઓ અને વરિષ્ઠ સાથે સકારાત્મક સબંધ સ્થાપિત કરવાની પરિસ્થિતિ નહિ હોવ.કાર્યક્ષેત્ર માં તમે જે પ્રમોશન ની રાહ જોઈ રહ્યા હતા,એમાં તમારે રાહ જોવી પડી શકે છે.જેના કારણે તમે અસંતુષ્ટ થઇ શકો છો.
આ ગોચર વેપાર માટે પણ અનુકુળ પ્રતીત નથી દેખાઈ રહ્યો.આ દરમિયાન તમને બિઝનેસ માં નુકશાન થઇ શકે છે અને વેપાર માં પોતાને સ્થાપિત કરવું મુશ્કિલ થઇ શકે છે. આ સમયગાળા માં તમને વધારે નફો કરવા માટે કઠિનાઈ આવી શકે છે,જેના કારણે તમારે તમારા વિરોધી પાસેથી કડી સ્પર્ધા નો સામનો પણ કરવો પડી શકે છે.એ પણ સંભવ છે કે તમને તમારા સહયોગી અને સાથી ની મદદ નહિ મળે.સદભાવના ની કમી ના કારણે તમે નિરાશ થઇ શકો છો.
આર્થિક દ્રષ્ટિ થી તમારે આ ગોચર દરમિયાન પૈસા નું નુકશાન થવાની સંભાવના છે અને તમારા ખર્ચા માં પણ વધારો થઇ શકે છે.આ સમયગાળા માં નહિ તો તમે પૈસા બચાવામાં સક્ષમ થશો અને નહિ તો પૈસા બચત કરવા તમારા માટે આસાન રહેશે.સકારાત્મક પક્ષ ની વાત કરીએ,તો તમને વિરાસત ના રૂપમાં સારા પૈસા મળવાની સંભાવના બની રહી છે.પરંતુ,આ દરમિયાન તમારી બચત કરવાની આવડત સીમિત હોય શકે છે અને આનાથી તમે ચિંતા માં આવી શકો છો.
રિલેશનશિપ ની વાત કરીએ તો,આ સમયગાળો કર્ક રાશિના લોકો માટે નકારાત્મક રહી શકે છે.આશંકા છે કે તમે તમારા જીવનસાથી સાથે આનંદમય સમય નહિ પસાર કરી શકો અને આના કારણે તમારી અંદર વાદ-વિવાદ કે બહેસ થઇ શકે છે.જેનાથી તમારે બચવાની જરૂરત છે.તમારે તમારા સાથી સાથે તાલમેલ બેસાડવો અને સારો સમય આવવાની રાહ જોવાની જરૂરત છે.
આરોગ્યના દ્રષ્ટિકોણ થી તમારે ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે કારણકે તમારી અંદર ઉત્સાહ અને ઉર્જા ની કમી હોઈ શકે છે.આ દરમિયાન તમારા પગમાં દુખાવો અને આંખો સબંધિત સંક્રમણ વગેરે નો સામનો કરવો પડી શકે છે.
ઉપાય : દરરોજ 11 વાર “ઓમ પાર્વતી અનમઃ” નો જાપ કરો.
સિંહ રાશિના લોકો માટે મંગળ ચોથા અને નવમા ભાવનો સ્વામી છે.મંગળ નો કુંભ રાશિ માં ગોચર તમારા સાતમા ભાવમાં થશે.આના પરિણામસ્વરૂપ,આ લોકોનું ધ્યાન પરિવાર વધારવામાં હોઈ શકે છ.સિંહ રાશિ વાળા લોકો આ દરમિયાન નવી સંપત્તિ ખરીદી શકે છે કે કોઈ સંપત્તિ થી નફો કરી શકે છે.તમે તમારા સબંધ તમારા મિત્રો સાથે વધારે કેન્દ્રિત કરી શકો છો.આ ગોચર તમારા માટે વધારે અનુકુળ પ્રતીત થતો નથી દેખાઈ રહ્યો.જીવનસાથી સાથે સબંધ માં દિક્કત આવી શકે છે.તમે આ દરમિયાન જીવનસાથી નું સમર્થન અને સહયોગ ખોઈ શકો છો.
કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી,આ ગોચર તમારા માટે અનુકુળ પ્રતીત થતો નથી દેખાઈ રહ્યો.જો તમે નોકરિયાત છો,તો તમારે તમારા સહકરીમીઓ અને વરિષ્ઠ પાસેથી ચુનોતીઓ અને કામનું દબાણ ઉઠાવું પડી શકે છે.આ દરમિયાન તમે ધીરે ધીરે તમારો આત્મવિશ્વાસ ખોઈ શકો છો.તમે તમારી નોકરી ને લઈને વધારે આશાવાદી નથી થઇ શકતા અને તમને એવું લાગી શકે છે કે તમને તમારા સહકર્મીઓ દ્વારા ધોખો મળ્યો છે.આ ગોચર દરમિયાન તમારું નામ ખરાબ થઇ શકે છે અને એનાથી તમે ચિંતા માં આવી શકો છો.આશંકા છે કે તમે આ ગોચર દરમિયાન વધારે વિકાસ કરવાની સ્થિતિ નહિ રહો.
સિંહ રાશિના જે લોકો વેપાર કરી રહ્યા છે,એમને આ દરમિયાન સામાન્ય લાભ થઇ શકે છે.એની સાથે,ક્યારેક-ક્યારેક તમારે લાભ અને નુકશાન બંને નો સામનો કરવો પડી શકે છે.જો તમે પાર્ટ્નરશિપ માં વેપાર કરી રહ્યા છો,તો તમારે તમારા વેપારના સબંધ માં ભાગીદારીમાં સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.તમને તમારા વિરોધીઓ થી કડી ટક્કર મળી શકે છે,જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.
રિલેશનશિપ ની દ્રષ્ટિએ,મંગળ નો આ ગોચર લોકો માટે સકારાત્મક પરિણામ લાવતું નથી દેખાઈ રહ્યું.આ દરમિયાન તમને તમારા જીવનસાથી સાથે સબંધ માં ઉતાર-ચડાવ જોવા મળી શકે છે.તમને તમારા પાર્ટનર પાસેથી અભિમાન ને લગતી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.તમને સલાહ આપવામાં આવે છે કે સબંધ માં ખુશી અને ઉત્સાહ બનાવી રાખવા માટે તમારે તમારી માનસિકતા બદલવાની જરૂરત છે.
આરોગ્યના મોર્ચા પર,આ ગોચર દરમિયાન તમારા પગ અને પીઠ ના દુખાવા નો સામનો કરવો પડી શકે છે.તમારી રોગ પ્રતિરોધક આવડત માં થોડી કમી આવી શકે છે અને આનાથી તમારે કોઈ આરોગ્ય સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.પરંતુ કોઈ મોટી આરોગ્ય સમસ્યા તમને પરેશાન નહિ કરે.
ઉપાય : દરરોજ 21 વાર “ઓમ નમો નરસિંહમહાય” નો જાપ કરો.
કન્યા રાશિના લોકો માટે,મંગળ ત્રીજા અને આઠમા ભાવનો સ્વામી છે અને મંગળ નો કુંભ રાશિ માં ગોચર તમારા છથા ભાવમાં થશે.આના પરિણામસ્વરૂપ,તમને તમારા કામમાં કરવામાં આવેલા અઘરા પ્રયાસો નું પરિણામ મળશે.તમે તમારા સહકર્મીઓ અને વરિષ્ઠ પર વર્ચસ્વ દેખાડવાની સ્થિતિ માં રહી શકો છો.તમારા કામ અને તમારી ઉર્જા ને જોઈને તમારા વરિષ્ઠ તમારા વખાણ કરશે અને તમને આના માટે પુરસ્કાર પણ મળશે.તમે વધારે નફો કરશો અને તેજી થી આગળ વધશો.
આર્થિક રૂપ થી આ ગોચર તમને ઘણો પૈસા નો લાભ કરાવી શકે છે અને વધારે પૈસા કમાવા માં સક્ષમ હશો.એની સાથે,તમારા ખર્ચ પણ ઓછા થશે અને બચત કરવામાં પણ સફળ થશો.તમે આ દરમિયાન વધારે આત્મવિશ્વાસ થી ભરેલા રેહશો અને આ આત્મવિશ્વાસ તમને વધારે પૈસા કમાવા માટે માર્ગદર્શન આપી શકે છે.
જો રિલેશનશિપ ની વાત કરીએ તો,તમે તમારા પ્રેમ જીવનમાં મધુર સબંધ બનાવી રાખવામાં સફળ થશો.તમે તમારી પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે સબંધ માં વધારે ઈમાનદાર રેહશો.આ દરમિયાન તમે વધારે પ્રસન્ન રેહશો અને પોતાના જીવનસાથી ને પણ ખુશ રાખશો.
આરોગ્યના લિહાજ થી આ ગોચર તમારા માટે અનુકુળ પરિણામ લઈને આવશે.આ દરમિયાન થોડી શરદી ખાંસી ને છોડીને તમારું આરોગ્ય સારું રહી શકે છે.તમે આત્મવિશ્વાસ થી ભરેલા રેહશો અને આના કારણે તમારો સાહસ પણ વધી જશે.તમારા સાહસ ના કારણે તમે સારું આરોગ્ય બનાવી રાખશો.આ સમયગાળા માં તમારે ખાલી શરદી,ખાંસી નો સામનો કરવો પડી શકે છે અને કોઈ પ્રકાર ની મોટી સમસ્યા તમને પરેશાન નહિ કરે.
ઉપાય : રવિવાર ના દિવસે ભગવાન રુદ્ર માટે નિયમિત યજ્ઞ-હવન કરો.
કુંડળી માં હાજરરાજ યોગ ની બધીજ જાણકારી મેળવો
તુલા રાશિના લોકો માટે મંગળ બીજા અને સાતમા ભાવનો સ્વામી છે અને મંગળ નો કુંભ રાશિ માં ગોચર તમારા માટે પાંચમા ભાવમાં થશે.એના પરિણામસ્વરૂપ,તમે તમારા બાળક ના ભવિષ્ય ને લઈને ચિંતા માં મુકાઇ શકો છો,જેના કારણે તમે નિરાશ થઇ શકે છે.
કારકિર્દી મોર્ચા પર તમે તમારા કામમાં સંતુષ્ટિ મહેસુસ નહિ કરી શકો અને એના કારણે તમે સારી પ્રગતિ અને સંતુષ્ટિ માટે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો.કાર્યક્ષેત્ર માં તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે,જેને લઈને તમે પરેશાન થઇ શકો છો.
મંગળ ગોચર દરમિયાન તુલા રાશિના વેપાર કરતા લોકોને ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.આશંકા છે કે તમે આ સમયગાળા માં વધારે નફો કમાવા ની સ્થિતિ માં નહિ રહો અને આ તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.સકારાત્મક પક્ષ ની વાત કરીએ તો,જો તમે વેપાર કે સટ્ટો લગાડી રહ્યા છો,તો તમને ઉચ્ચ સ્તર નો લાભ થઇ શકે છે.
આર્થિક દ્રષ્ટિકોણ થી આ ગોચર તમારા માટે સારું પ્રતીત થતું નથી દેખાઈ રહ્યું.તમે તમારા બાળક ની જીમ્મેદારીઓ થી ઘેરાયેલા રહી શકો છો અને આ કારણે તમારા ખર્ચા વધી શકે છે.તમારા બાળક ની પ્રગતિ તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે અને તમે એના ઉપર પૈસા ખર્ચ કરી શકો છો.
રિલેશનશિપ ની વાત કરીએ તો,તમને તમારા પાર્ટનર સાથે સબંધ માં મધુરતા દેખાડવામાં મુશ્કેલી આવી શકે છે.એટલે તમે પોતાના પાર્ટનર સાથે સારા સબંધ બનાવી રાખવા ની સ્થિતિ માં નજર નહિ આવો કારણકે આ ગોચર દરમિયાન પરિવારમાં કોઈ સમસ્યા થઇ શકે છે.તમને તમારા બાળક ના વિકાસ ને લઈને વધારે ચિંતા થઇ શકે છે.
આ ગોચર દરમિયાન તમારું આરોગ્ય સામાન્ય રહી શકે છે.તમે શરદી,પગનો દુખાવો વગેરે થી પીડિત થઇ શકો છો.પરંતુ તમારે કોઈ મોટી આરોગ્ય સમસ્યા નો સામનો નહિ કરવો પડે.
ઉપાય :શુક્રવાર ના દિવસે લક્ષ્મી પુજા કરો.
વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળ પેહલા અને છથા ભાવનો સ્વામી છે અને મંગળ નો કુંભ રાશિ માં ગોચર તમારા ચોથા ભા વ્મા થશે.એના પરિણામસ્વરૂપ, લોકો માટે પોતાના દ્વારા કરવામાં આવેલા પ્રયાસ માં સારી સફળતા મળતી નથી દેખાઈ રહી.સંભવ છે કે તમારે તમારા કૌશલ ની ઓળખ કરવા માટે મોકો નહિ મળે.
કારકિર્દી ના લિહાજ થી,આ સમય નોકરીમાં તરક્કી મેળવા માટે પ્રતિકુળ સાબિત થઇ શકે છે. નોકરી અને પ્રાઈવેટ નોકરી જોડાયેલા છો તો આ ગોચર તમારા માટે અનુકુળ સાબિત થતો નથી દેખાઈ રહ્યો.આ સમયે તમને ઉન્નતિ અને પ્રોત્સાહન મેળવા માટે મુશ્કેલી આવી શકે છે અને તમારી ઉમ્મીદ પર પાણી ફરી શકે છે.
જો તમે આ ગોચર દરમિયાન વેપાર કરી રહ્યા છો તો તમને સામાન્ય લાભ મળશે.તમને લાભ મળવા માં ઉતાર-ચડાવ જોવા મળી શકે છે કે પછી તમારે લાભ અને નુકશાન બંને નો સામનો કરવો પડી શકે છે.તમને તમારા વિરોધી થી કડી ટક્કર મળી શકે છે અને એના પરિણામસ્વરલિપ,તમે વેપારમાં ઘણા સારા મોકા ખોઈ શકો છો.
આર્થિક સ્થિતિ ના લિહાજ થી,આ ગોચર તમારા માટે અનુકુળ નથી દેખાઈ રહ્યો.આશંકા છે કે તમે આ સમયે પૈસા બચાવા ની સ્થિતિ માં નહિ રહો.તમને સલાહ આપવામાં આવે છે કે પૈસા ના નુકશાન થી બચવા માટે આ સમયે યોજના બનાવીને ચાલો.
રિલેશનશિપ ના દ્રષ્ટિકોણ થી,આ સમયગાળા માં આ લોકો પાર્ટનર સાથે સબંધ માં ખુશીઓ બનાવી રાખવામાં અસફળ થઇ શકે છે.સંભવ છે કે તમારી વચ્ચે આપસી તાલમેલ અને આપસી સમજણ ની કમી રહે,જેને બનાવી રાખવી તમારા માટે જરૂરી બની શકે છે.
આ દરમિયાન તમારા આરોગ્યમાં ઉતાર-ચડાવ જોવા મળી શકે છે અને આના કારણે તમને પગ અને પીઠ નો દુખાવો થઇ શકે છે.આ સમયે તમને ઉર્જા ની કમી મહેસુસ થઇ શકે છે.
ઉપાય : દરરોજ પ્રાચીન પાઠ હનુમાન ચાલીસા નો પાઠ કરો.
આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ
બૃહત કુંડળી: નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિના લોકો માટે,મંગળ બારમા અને પાંચમા ભાવનો સ્વામી છે અને મંગળ નો કુંભ રાશિ માં ગોચર તમારા ત્રીજા ભાવમાં થશે.એના પરિણામસ્વરૂપ,તમને નસીબ નો પૂરો સાથ મળશે અને તમારું નસીબ સારું રહેશે.
વેવસાયિક રૂપથી,આ સમયગાળો તમારા માટે અનુકુળ સાબિત થશે.તમને કાર્યક્ષેત્ર માં ઉન્નતિ ની સાથે સાથે તમારા પગાર માં પણ વધારો થશે.આ દરમિયાન તમને તમારી મેહનત માટે પુરષ્કાર પણ આપવામાં આવે છે.મંગળ ગોચર ના સમયગાળા માં આ લોકો નવી નવી વસ્તુઓ શીખશે.પરંતુ,આ લાભો ને મેળવા તમારે થોડા મોડા નો સામનો કરવો પડી શકે છે.આ દરમિયાન તમારી પાસે વિદેશ માંથી પણ ઘણા મોકા આવશે,જે તમારા ભવિષ્ય માટે સારા સાબિત થશે.
આ ગોચર દરમિયાન વેપાર કરવાવાળા લોકો ને સારો નફો મળશે.આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે વ્યવસાયમાં કેટલીક એવી ક્ષણો જોઈ શકો છો જે તમારા વ્યવસાય માટે ફળદાયી સાબિત થશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમે સારો નફો પણ મેળવી શકશો. ધનુરાશિ વ્યવસાયિક લોકોમાં તેમની ક્ષમતા સાબિત કરવાની તેમજ તેમના પ્રતિસ્પર્ધીઓ સાથે સ્પર્ધા કરવાની અપાર ક્ષમતા હોઈ શકે છે.
આર્થિક સ્થિતિ ના લિહાજ થી,આ ગોચર અનુકુળ રહેશે,એવા માં,આ લોકો જરૂરી પૈસા બચાવા અને એને બચત કરવામાં નજર આવશે.મંગળ નો આ ગોચર ખાસ રૂપથી એ લોકો માટે ફળદાયી સાબિત થશે જે વિદેશ માં રહે છે અને એમને દર પગલે નસીબ નો સાથ મળે છે.
ધનુ રાશિ વાળા પોતાના પાર્ટનર સાથે સબંધ માં મીઠાસ બનાવી રાખવા માં સક્ષમ થશે.એવા માં,આ લોકો પોતાના સબંધ માં ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરી શકે છે.ધનુ રાશિના લોકોના આરોગ્ય ની વાત કરીએ તો આ સમય ધનુ રાશિના લોકોનું આરોગ્ય સામાન્ય રહેશે.પરંતુ,આ લોકો એ પોતાના પિતા ના આરોગ્ય ઉપર ઘણા પૈસા ખર્ચ કરવા પડશે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ભગવાન શિવ માટે યજ્ઞ-હવન કરો.
મકર રાશિના લોકો માટે મંગળ ચોથા અને અગિયારમા ભાવનો સ્વામી છે અને મંગળ નો કુંભ રાશિ માં ગોચર બીજા ભાવમાં થશે.એના પરિણામસ્વરૂપ,તમારા જીવનમાં તરક્કી મેળવા ની રાહમાં સમસ્યાઓ અને પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.તમારા મનમાં નકારાત્મક વિચાર આવી શકે છે અને સંભવ છે કે એટલા માટે તમે અલગ અલગ જગ્યા એ તમારું નામ કમાવા માટે સક્ષમ નહિ રહો.એવા માં,પોતાના લક્ષ્ય ને પૂરું કરવા માટે આ લોકો માટે સહેલું કામ નથી.આ સમયે તમને સુખ-સુવિધાઓ માં કમી મહેસુસ થઇ શકે છે.
કારકિર્દી ની વાત કરીએ તો,તમારા માટે આ ગોચર સામાન્ય રહી શકે છે.એવા માં,સંભવ છે કે તમે તમારી યોગ્યતા સાબિત કરવાની સ્થિતિ માં નહિ રહો અને કાર્યક્ષેત્ર માં પણ તમને તમારા કામ માટે વખાણ નહિ મળે જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.
મકર રાશિના જે લોકો પોતાનો વેપાર કરે છે એમને પોતાના વેપાર ને આગળ લઇ જવા માટે સમસ્યાઓ અને બાધાઓ સાથે લડવું પડી શકે છે.સંભવ છે કે આ ગોચર દરમિયાન નહિ તો વધારે લાભ થાય અને નહિ તો વધારે નુકશાન અને એવા માં,વેપાર ને ચલાવો તમારા માટે મુશ્કિલ સાબિત થઇ શકે છે.
મકર રાશિના લોકો ની આર્થિક સ્થિતિ માટે આ ગોચર ફળદાયી સાબિત નહિ થવાની આશંકા છે.પરંતુ,પારિવારિક જીમ્મેદારીઓ ના કારણે આ લોકોના ખર્ચા માં વધારો જોવા મળી શકે છે.
રિલેશનશિપ ની દ્રષ્ટિએ,મકર રાશિ વાળા પોતાના જીવનસાથી ની સાથે સૌંદર્યપુર્ણ સબંધ બનાવી રાખવા માટે અસફળ થઇ શકે છે અને આના કારણે પાર્ટનર સાથે તમારી બહેસ પણ થઇ શકે છે.આ સમસ્યાઓ નું કારણ તમારી બંને ની વચ્ચે આપસી સમજણ ની કમી અને અભિમાન નું રેહવું હોઈ શકે છે.
આરોગ્યના લિહાજ થી,મંગળ ગોચર દરમિયાન તમારું આરોગ્ય વધારે સારું નહિ રેહવાની આશંકા છે કારણકે પગ માં દુખાવો અને આંખમાં બળવું અને પાચન સમસ્યા પરેશાન કરી શકે છે
ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે પુજા કરો.
કુંભ રાશિના લોકો માટે મંગળ ત્રીજો અને દસમો ભાવનો સ્વામી છે અને મંગળ નો કુંભ રાશિ માં ગોચર તમારા પેહલા ભાવમાં થશે.એના પરિણામસ્વરૂપ,તમને કાર્યક્ષેત્ર માં અનુકુળ પરિણામ મળશે.આ લોકો પોતાના જીવન નો સમય વધારતા જોવા મળે છે.જો તમે કોઈ લાંબી દુરીની યાત્રા ઉપર જઈ રહ્યા છો,તો એમાં સફળતા મળશે.
કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી,આ ગોચર તમારે માટે ભાગ્યશાળી સાબિત થઇ શકે છે કારણકે આ સમયે તમને કામમાં સફળતા ની સાથે સાથે ઉચ્ચ પદ મેળવા પણ સક્ષમ રેહશો.આના સિવાય,તમે કારકિર્દી માં બહુ આગળ વધશો અને ટોંચ ઉપર પોહ્ચાસો.તમને ઉન્નતિ વગેરે ના રૂપે લાભ થશે.આટલુંજ નહિ તમને વિદેશ માંથી પણ સારા મોકા મળી શકે છે જે તમારા માટે ફળદાયી સાબિત થશે.
કુંભ રાશિના જે લોકો વેપાર કરે છે એમને આ દરમિયાન નસીબ નો સાથ મળશે અને તમને સારો નફો થશે.એવા માં,આ લોકો પોતાની યાગ્યતા સાબિત કરીને પોતાના વિરોધી ને કડી ટક્કર આપશે અને સારો નફો કમાવા માં સક્ષમ થશે.
આર્થિક રૂપે મંગળ નો કુંભ રાશિ માં ગોચર તમારા માટે વરદાન સાબિત થશે કારણકે આ સમયગાળા દરમિયાન, તમે તમારી સંપત્તિમાં વધારો જોઈ શકો છો. ઉપરાંત, તમે વધુને વધુ પૈસા કમાઈ શકશો. પરિણામે, આ લોકો પૈસા બચાવી શકશે જેનાથી તેમનો આત્મવિશ્વાસ પણ વધશે.
રિલેશનશિપ ની વાત કરીએ તો,આ સમયે કુંભ રાશિવાળા ના સબંધ પોતાના પાર્ટનર સાથે સારા રહેશે.એવા માં,તમારી બંને વચ્ચે આપસી તાલમેલ સારો રહેશે અને આ તમારા સબંધ ને મજબુત બનાવાનુ કામ કરશે.આ ગોચર દરમિયાન તમારું આરોગ્ય સારું રહેશે અને તમારે કોઈ મોટી આરોગ્ય સમસ્યા નો સામનો નહિ કરવો પડે.
ઉપાય : દરરોજ 21 વાર “ઓમ નમઃ શિવાય” નો જાપ કરો.
મીન રાશિના લોકો માટે મંગળ બીજા અને નવમા ભાવનો સ્વામી છે અને મંગળ નો કુંભ રાશિ માં ગોચર તમારા બારમા ભાવમાં થશે.એના પરિણામસ્વરૂપ,તમને મિશ્રણ પરિણામ મળી શકે છે.આશંકા છે કે તમને નસીબ નો સાથ નહિ મળે અને તમારા ખર્ચા માં વાંધો જોવા મળી શકે છે.એની સાથે,આ લોકોમાં સેવા ની ભાવના પ્રબળ હોવાની સંભાવના છે.
કારકિર્દી ની વાત કરીએ તો,આ ગોચરકાળ તમારા માટે ભાગ્યશાળી સાબિત નહિ થવાની સંભાવના છે કારણકે બની શકે છે કે આ દરમિયાન તમને પગાર,વૃદ્ધિ,પ્રમોશન વગેરે ના રૂપમ લાભ નહિ મળે અને એના માટે તમારે રાહ જોવી પડે.
મીન રાશિના જે લોકો વેપાર કરે છે એમને આ દરમિયાન નફો નહિ મળવાની સંભાવના છે.સંભાવના છે કે તમને તમારા વિરોધી થી કડી ટક્કર મળશે અને તમે વધારે નફો કરવાની સ્થિતિ માં નહિ હોવ.
મંગળ નો કુંભ રાશિમાં ગોચર તમારી આર્થિક સ્થિતિ માટે અનુકુળ પ્રતીત થતો નથી દેખાઈ રહ્યો.એવા માં,મીન રાશિ વાળા જરૂરી માત્રા માં પૈસા કમાવા સક્ષમ નહિ રહી શકે અને નહિ તો બચત કરવામાં સફળ થાય.તમારા ખર્ચા માં વધારો થઇ શકે છે જેના કારણે આ લોકોને લોન લેવાની નોબત પણ આવી શકે છે
રિલેશનશિપ ના લિહાજ થી,આ લોકોને પ્રેમ જીવનમાં મિશ્રણ પરિણામ મળી શકે છે.આ દરમિયાન તમારા પાર્ટનર સાથે પ્રેમપુર્ણ સબંધ બનાવા માટે સક્ષમ થઇ શકો છો.પરંતુ,આ લોકો પોતાના સબંધ માં ખુશીઓ બનાવી રાખવામાં સક્ષમ થઇ શકે છે.
મીન રાશિના લોકોના સ્વાસ્થ્ય માટે મંગળનું ગોચર સાનુકૂળ જણાતું નથી અને પરિણામે તમે તમારા સ્વાસ્થ્યનો આનંદ માણી શકશો નહીં તેવી સંભાવના છે. જો કે તમને કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યા નહીં હોય, તમે ગંભીર શરદી અને એલર્જીથી પીડાઈ શકો છો.
ઉપાય : મંગળવાર ના દિવસે દેવી દુર્ગા માટે યજ્ઞ-હવન કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!