બુધ ધનુ રાશિ માં વક્રી વૈદિક જ્યોતિષમાં બુદ્ધિ નો કારક ગ્રહ બુધ 13 ડિસેમ્બર ના રોજ બપોરે 12 વાગીને 01 મિનિટ પર ધનુ રાશિ માં વક્રી થવા જય રહ્યો છે.બુધ ધનુ રાશિ માં 28 ડિસેમ્બર સુધી વક્રી અવસ્થા માં હાજર રહેશે અને પછી ત્યાંજ વક્રી ગતિ માં વૃશ્ચિક રાશિ માં પ્રવેશ કરી જશે.એવામાં,અમે કહી શક્યે છીએ કે બુધ વક્રી નો પ્રભાવ ખાસ રૂપે બધાના જીવન ઉપર પડશે.ઘણા લોકો માટે આ લાભદાયક સાબિત થશે તો ઘણા લોકો માટે ઘણી પરેશાનીઓ લઈને આવી શકે છે.એસ્ટ્રોસેજના આ ખાસ આર્ટિકલ માં અમે તમને બુધ ની આ સ્થિતિ ના કારણે થવાના બધાજ પ્રકારના પરિવર્તન વિષે જાણકારી આપીશું.એની સાથે,એના નકારાત્મક પ્રભાવ થી બચવાના ઉપાય પણ જણાવીશું.આવો વિસ્તાર થી જાણીએ.
વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વા કરો અને જાણો વક્રી બુધ નો તમારા જીવન ઉપર પ્રભાવ
આવો હવે જાણીએ,કોઈપણ ગ્રહના વક્રી થવાનું શું તાત્પર્ય છે.વક્ર નો અર્થ થાય છે આડુ.જયારે કોઈ ગ્રહ સૂર્ય અને પૃથ્વીની નજીક પહોંચી જાય છે,ત્યારે પૃથ્વી ઉપર થી જોવાથી આવું પ્રતીત થાય છે કે માનો એ ઉંધી દિશામાં ચાલવા લાગ્યો છે અથવા ઊંધો ચાલે છે.આ ઉલ્ટી ચાલ ને જ્યોતિષ ની ભાષા માં વક્રી ગતિ કહેવામાં આવે છે.પરંતુ વાસ્તવિકતા આનાથી અલગ હોય છે કારણકે કોઈપણ ગ્રહ કોઈપણ સમયે ઉંધી દિશામાં નથી ચાલતો.તેપોતાના પરિક્રમા પથ નું જ પાલન કરે છે.પરંતુ,જ્યોતિષમાં વક્રી સ્થિતિ ને બહુ વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.વક્રી ગતિ થી ચાલવા વાળા આવા ગ્રહ ને ખાસ કરીને વક્રી ગ્રહ કહેવામાં આવે છે.
વક્રી શબ્દ સાથે સબંધિત ઘણા મિથક છે.સામાન્ય રીતે એને સારો નથી માનવામાં આવતો,પરંતુ વક્રી સમયગાળા દરમિયાન ગ્રહ બહુ શક્તિશાળી બની જાય છે અને તમારી જન્મ કુંડળી માં દશા ના આધાર પર સારા અથવા ખરાબ પરિણામ આપે છે.એ અમારી ઉપર નિર્ભર કરે છે કે અમે આ શક્તિશાળી ગ્રહના પરિણામ નો સામનો કરવા માટે કેટલા તૈયાર છીએ.વક્રી ગ્રહ અમને અમારા કામ પર વિચાર કરવાનું કહે છે.
હવે કરીએ બુધ ગ્રહ ની.વૈદિક જ્યોતિષ મુજબ,બુધ ગ્રહ ને જ્ઞાન,તર્ક અને સારા સંચાર કૌશલ ની સાથે સાથે એક યુવા ગ્રહ માનવામાં આવે છે.આ ચંદ્રમા તરફ ઘણો સંવેદીનશીલ ગ્રહ છે.પરંતુ માનવ ના જીવનમાં બુધ બુદ્ધિ,યાદશક્તિ,શીખવાની આવડત,સંચાર કૌશલ જેવી વસ્તુઓ ને નિયંત્રણ કરે છે.આના સિવાય બુધ કોમર્સ,બેન્કિંગ,શિક્ષણ,લેખન,કિતાબો,હ્યુમર,સંચાર અને પત્રકારિતા વગેરે વિભાગ નું પ્રતિનિધિત્વ કરે છે.12 રાશિઓમાં બુધને મિથુન અને કન્યા રાશિનું આધિપત્ય મળેલું છે.જયારે બુધ વક્રી થઇ જાય છે ત્યારે અમારી વિચારવાની આવડત કમજોર થઇ જાય છે.વાણી મજબૂત થઇ જાય છે.એની સાથે,ગેજેટ્સ જેમ મોબાઈલ,લેપટોપ,કેમરા,સ્પીકર વગેરે ખરાબ થવા લાગે છે.આન સિવાય,ઘણા બીજા વિભાગમાં પણ સંઘર્ષ નો સામનો કરવો પડે છે.આટલુંજ નહિ કાગજી કામ અને દસ્તાવેજો માં પણ ભૂલ થવા લાગે છે અને સંભવ છે કે કામ ના સિલસિલા માં જવા વાળી યાત્રા ઉદ્દેશપૂર્ણ સાબિત નથી થતી.
હવે ધનુ રાશિ પર વાત કરીએ,ધનુ રાશિ કાળ પુરુષ ની કુંડળી નો નવમી રાશિ થાય છે.ધનુ રાશિ અગ્નિ તત્વ ની રાશિ છે,જે સ્વભાવ થી ડબલ છે.આ ધર્મ,આત્મવિશ્વાસ,વેદ,સત્ય,પિતા,ગુરુ,વક્તા,સરકારી અધિકારી,લાંબી દુરી ની યાત્રા અને અંતરાત્મા નો કારક છે.આવામાં બુધ ધનુ રાશિમાં વક્રી રાજનેતાઓ,ધર્મગુરુ,શિક્ષકો ની ટિપ્પણીઓ ના કારણે સમસ્યા ઉભી કરી શકે છે.બની શકે છે કે તમારા દ્વારા દેવામાં આવેલું બયાન લોકોને પસંદ નહિ આવે અને લોકોનો વિરોધ જેલવો પડે.આના સિવાય,લોકોની વચ્ચે અલગ અલગ ધાર્મિક માન્યતાઓ ના કારણે સંઘર્ષ થવાની સંભાવના પણ છે.
To Read in English Click Here: Mercury Retrograde In Sagittarius (13 December)
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.તમારી વ્યકતિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.
મેષ રાશિના લોકો માટે બુધ ત્રીજા અને છથા ભાવ નો સ્વામી છે અને બુધ ધનુ રાશિ માં વક્રી તમારા નવમા ભાવમાં હશે.નવમા ભાવ ધર્મ,પિતા,રાજનીતિ,લાંબી દુરી ની યાત્રા,ધાર્મિક સ્થળ અને ભાગ્ય ને દાર્શવે છે.આના કારણે લોકોને વાતચીત કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે એમ છે.ખાસ કરીને લોકો દાર્શનિક સલાહકાર,શિક્ષક અથવા રાજનીતિ સાથે જોડાયેલા,એમને આ સમયે તેમના શબ્દો નો ઉપયોગ બહુ વિચાર કરીને કરવાની જરૂરત છે.નહિ તો તમારો કોઈ સાથે વિવાદ અથવા ઝગડો થઇ શકે છે.
બુધ ધનુ રાશિ માં વક્રી કાળ દરમિયાન વાતચીત ની કમી અથવા ગલતફેમી ના કારણે તમારા નાના ભાઈબહેન અથવા ચચરે ભાઈ સાથે તમારા સંબંધમાં થોડા ઉતાર ચડાવ જોવા મળી શકે છે.આના સિવાય,આશંકા છે કે ગલતફેમી ના કારણે તમારા પિતા અથવા ગુરુ સાથે પણ ટકરાવ થઇ શકે છે.આરોગ્ય ની વાત કરીએ તો,આ સમયે તમારે તમારા આરોગ્ય નું ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે કારણકે કોઈ જૂની આરોગ્ય ને લગતી સમસ્યા ફરીથી તમને પરેશાન કરી શકે છે.જો તમે છુટ્ટી પર અથવા કોઈ લાંબી દુરીની યાત્રા પર જવાનો પ્લાન કરી રહ્યા છો તો ઘણી સમસ્યા આવવાની સંભાવના છે અથવા કોઈ ડોક્યુમેન્ટ્સ એટલે કે પાસપોર્ટ અથવા વિઝા ના કારણે તમારી યાત્રા રદ અથવા કેન્સલ થઇ શકે છે.આવામાં તમારે વધારે સાવધાન રેહવાની જરૂરત છે.
ઉપાય : દરરોજ તુલસીના છોડ ને પાણી આપો અને એના એક પાન નું સેવન કરો.
વૃષભ રાશિના લોકો માટે બુધ બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે.બુધ ધનુ રાશિ માં વક્રી તમારા આઠમા ભાવમાં થશે.આ ભાવ અચાનક થવા વાળી ઘટના,ગોપનીયતા,રહસ્ય વિજ્ઞાન ને દાર્શવે છે.સામાન્ય રીતે બુધ ની આઠમા ભાવમાં હાજરી સારી માનવામાં નથી આવતી અને આવામાં,બુધ ની વક્રી સ્થિતિ અને વધારે નકારાત્મક પ્રભાવ નાખી શકે છે.આ વાત ની બહુ વધારે સંભાવના છે કે તમને ચામડીમાં એલર્જી,ગોચર,કીડા નું બટકું ભરવું અથવા યુ ટી આય જેવી આરોગ્ય સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.
બુધ ધનુ રાશિ માં વક્રી તમારા સસુરાલ પક્ષ સાથે ઘણી ગલતફેમી આપી શકે છે.જે લોકો રિસેર્ચ વિભાગ સાથે જોડાયેલ છે,એમને પણ ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે એમ છે.આ સમયે તમે તમારી વાણી ના કારણે પરેશાની માં પડી શકો છો કારણકે તમારા શબ્દો નો ઉપયોગ બહુ વિચાર કરીને કરો.આશંકા છે કે પરિવાર ના સભ્યો સાથે તમારા સંબંધમાં ઉતાર ચડાવ આવી જાય.આર્થિક જીવન માટે પણ વક્રી બુધ તમારા માટે અનુકૂળ પ્રતીત નથી થઇ રહ્યો કારણકે તમારા ખર્ચમાં અચાનક વધારો આવી શકે છે અથવા પૈસા નું નુકસાન ઉઠાવું પડી શકે એમ છે.જેનાથી બચવું તમારા માટે મુશ્કિલ સાબિત થઇ શકે છે.વૃષભ રાશિના માતા પિતા ને પણ પોતાના બાળક ના આરોગ્ય માટે સાવધાન રેહવું પડી શકે એમ છે.એની સાથે,તમારા બાળક ના વેવહાર માં પણ નકારાત્મક બદલાવ જોવા મળી શકે છે.જે લોકો રિલેશનશિપ માં છે,એમના સંબંધમાં ગલતફેમીના કારણે પરેશાનીઓ ઉભી થઇ શકે છે.
ઉપાય : દરરોજ મહિષાસુર મર્દિની નો પાઠ કરો.
મિથુન રાશિ ના લોકો માટે બુધ પેહલા (લગ્ન) અને ચોથા ભાવ નો સ્વામી છે અને બુધ ધનુ રાશિ માં વક્રી તમારા સાતમા ભાવ માં થવા જય રહ્યો છે.સાતમો ભાવ જીવનસાથી અને બિઝનેશ પાર્ટ્નરશિપ ને દાર્શવે છે.અતઃ બુધ લગ્નના સ્વામીના રૂપમાં વક્રી થઇ રહ્યો છે અને એના પરિણામસવરૂપે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.આ સમયે તમને આરોગ્યને લગતી સમસ્યા નો પણ સામનો કરવો પડી શકે છે.એની સાથે,તમારું ઘરેલુ જીવન પણ અસ્ત વ્યસ્ત થવાની સંભાવના છે.તમારી માતા અથવા માતૃતુલ્ય વ્યક્તિના કારણે તમારા લગ્ન જીવનમાં ઘણી સમસ્યો આવી શકે છે.જે લોકોના લગ્ન હમણાંજ નક્કી થયા છે એમના માટે પણ બુધ ધનુ રાશિ માં વક્રી ઘણી રીતે પરેશાનીઓ ઉભી કરી શકે છે અને એ વાત ની સંભાવના છે કે કોઈ કારણસર તમારા આ સંબંધ તૂટી જાય અથવા આ બંધન માં બંધાવા માટે ફરીથી વિચાર કરો.એવામાં,તમને સલાહ આપવામાં આવે છે કે કોઈપણ નિર્ણય લેતી વખતે બહુ સમજદારી થી કામ કરો.
જે લોકો પાર્ટ્નરશિપ માં વેપાર કરી રહ્યા છે,એમને પણ ઘણી ગલતફેમી નો સામનો કરવો પડી શકે એમ છે.વક્રી બુધ ના કારણે તમારી માતા નું આરોગ્ય પણ ખરાબ થવાની સંભાવના છે.આના સિવાય,તમારી વીજળી ના ઘરેલુ ઉપકરણ અથવા સંચાર સબંધિત ગજેટ જેમકે વાયફાય,મોડેમ,સ્માર્ટ ટીવી ની પણ ખરાબ થવાની આશંકા છે.અથવા જો તમે ઘર માટે કોઈ ગજેટ અથવા ઉપકરણ ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો એને કેન્સલ કરી દયો કારણકે આ સમય આ વસ્તુઓ ની ખરીદદારી માટે અનુકૂળ નથી.
ઉપાય : તમારા બેડરૂમ માં એક ઇન્દોર છોડ રાખો અને એની દેખભાળ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન!અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
કર્ક રાશિ ના લોકો માટે બુધ તમારા બારમા અને ત્રીજા ભાવ નો સ્વામી છે અને બુધ ધનુ રાશિ માં વક્રી તમારા છથા ભાવ માં થવા જય રહ્યો છે,જો કે રોગ,દુશ્મન,વિરોધી અથવા મામા નો ભાવ માનવામાં આવે છે કારણકે કર્ક રાશિ વાળા માટે બુધ નો વક્રી સ્થિતિ અનુકૂળ નહિ રેહવાની સંભાવના છે.આ દરમિયાન તમારે ઘણી સમસ્યા ઉઠાવી પડી શકે એમ છે.તમે તમારી વાતચીત ના કારણે કોઈ ઝગડા માં પડી શકો છો અને તમારો આત્મવિશ્વાસ અને સાહસ ડગમગી શકે છે.જે લોકો લેખક,મીડિયાકર્મી,સોશ્યિલ મીડિયા અથવા નિર્દશક ના પદ ઉપર કામ કરે છે,એમને તેમના કામ માં ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે.સંભાવના છે કે સંચાર ની કમી અથવા ગલતફેમી ના કારણે તમારા નાના ભાઈ-બહેનો અથવા ચચેરા ભાઈ સાથે સમસ્યા ઉભી થઇ શકે છે.
બુધ ધનુ રાશિ માં વક્રી કાળ દરમિયાન તમારા આરોગ્યમાં ગિરાવટ જોવા મળી શકે છે.એની સાથે,તમારે કાનૂની વિવાદ અથવા અદાલતી મામલો નો સામનો કરવો પડી શકે છે.તમને ધન નુકસાન થવાની સંભાવના છે અથવા તમારા ખર્ચ વધી શકે છે.જે લોકો આ સમયે વિદેશ યાત્રા કરવાનો પ્લાન કરી રહ્યા છે,એ લોકોને સલાહ આપવામાં આવે છે કે આ પ્લાન આગળ ના માટે કેન્સલ કરી દયો કારણકે આ સમય યાત્રા માટે અનુકૂળ નથી.તમારે આ સમય દરમિયાન કાગજી કામકાજ પ્રત્ય વધારે સાવધાન રેહવાની જરૂરત છે કારણકે જ્ઞાન ની કમી ના કારણે વિદેશી જમીન પર કાનૂની વિવાદ માં ફસવાની સંભાવના છે અથવા પૈસા નું નુકસાન પણ થઇ શકે છે.
ઉપાય : મંદિર,ગુરુદ્વારા અથવા કોઈ બીજા ધાર્મિક જગ્યા પર લંગર માટે તમારી આસ્થા મુજબ લીલું કદ્દુ અથવા લીલી મૂંગ ની દાળ નું દાન કરો.
સિંહ રાશિ ના લોકો માટે બુધ અગિયારમા અને બીજા ભાવ નો સ્વામી છે અને બુધ ધનુ રાશિ માં વક્રી તમારા પાંચમા ભાવ માં થવા જઈ રહ્યો છે,જો કે શિક્ષણ,પ્રેમ સંબંધ,સટ્ટેબાજી અને બાળકો નો ભાવ માનવામાં આવે છે.આને પૂર્વં પૂર્ણય ભાવ પણ કહેવામાં આવે છે.આવામાં,આર્થિક મામલો માં તમારે ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે કારણકે બુધ ગ્રહ જે તમારા વિત ને નિયંત્રણ કરે છે.તમને સલાહ આપવામાં આવે છે કે પૈસા ના મામલા માં સાવધાની રાખે અને પાછળ ના વર્ષ માં લેવાયેલા નાણાકીય નિર્ણયો ઉપર વિચાર કરો અને જો તમને લાગતું હોય કે થોડા નિર્ણય હતા જે સાચા નોતા લીધા તો એને ઠીક કરવા માટે કામ કરો.એની સાથે,આ સમયે કોઈપણ મોટું આર્થિક નિવેશ કરવાથી બચો.
જેમકે ઉપર જણાવી દીધું પાંચમો ભાવ સટ્ટેબાજી છે અને બુધ ના આ ભાવ માં વક્રી થવું તમારા માટે અનુકૂળ નહિ થવાની સંભાવના છે,આવામાં,કોઈપણ પ્રકારના શેર બાઝાર અથવા સટ્ટેબાજી માં પૈસા નિવેશ કરવા તમારા માટે સારું નહિ હોવાની આશંકા છે.બુધ ધનુ રાશિ માં વક્રી કાળ દરમિયાન તમને તમારી વાતચીત ના કારણે સમાજ માં બદનામી ઉઠાવી પડી શકે છે કારણકે તમારા શબ્દો નો ઉપયોગ બહુ સોચ વિચાર કરીને કરો અને તમારી વાણી પર નિયંત્રણ રાખો.આના સિવાય,સિંહ રાશિ ના વિદ્યાર્થીઓ એમનો નોટ ખોવાઈ જવાની અથવા અભ્યાસ ને લગતા ઘણી વસ્તુઓ નું નુકસાન થઇ જવાની કારણે અભ્યાસ માં સમસ્યા ઉભી થઇ શકે છે.ત્યાં સિંહ રાશિના પ્રેમી જોડા ને પણ કંઈક ગલતફેમી ના કારણે પરેશાની ઉઠાવી પડી શકે છે કારણકે તમારે કોઈપણ પ્રકાર ની ગલતફેમી થી બચવા માટે તમારા જીવનસાથી સાથે વાતચીત ચાલુ રાખવી જોઈએ અને નોકઝોક થી બચવું જોઈએ.
ઉપાય : તમારા પાકીટ માં લીલો રૂમાલ અથવા લીલી એલચી રાખો અને એને નિયમિત રૂપથી બદલી દયો.
કન્યા રાશિ વાળા માટે બુધ તમારા લગ્ન અને દસમા ભાવ નો સ્વામી છે અને બુધ ધનુ રાશિ માં વક્રી તમારા ચોથા ભાવ માં થવા જઈ રહ્યો છે,જો કે માતા,પારિવારિક જીવન,ઘર,ગાડી,અને પ્રોપર્ટી જેવી વસ્તુઓ ને દાર્શવે છે.લગ્ન ભાવ ના સ્વામી હોવાના પરિણામસ્વરૂપ તમને ઘણી આરોગ્ય સમસ્યા થઇ શકે છે અને સમાજ માં તમારું નામ પણ ખરાબ થઇ શકે છે.એની સાથે,કાર્યક્ષેત્ર માં ઉતાર ચડાવ ના કારણે તમારા વેવસાયિક જીવનમાં માં પણ પરેશાનીઓ આવી શકે છે.સંભાવના છે કે કાર્યસ્થળ પર વારંવાર નાની મોટી ભૂલો ના કારણે તમારે એકજ કામ ઘણી વાર કરવું પડે.બની શકે છે કે તમને તમારા સાથીદારો અથવા વારિસ્થો ની સાથે પણ ગલતફેમી નો સામનો કરવો પડે.
બુધ ધનુ રાશિ માં વક્રી કાળ દરમિયાન તમને ઘર અને વેવસાયિક જીવન માં ઘણા દબાવ નો સામનો કરવો પડી શકે છે.તમને ઘરના કામ અને વેવસાયિક કામ એક સાથે સંભાળવાનું મુશ્કિલ લાગતું હશે.જે લોકો નો પોતાનો ધંધો છે એમને એમના બિઝનેશ માં કોઈપણ પ્રકારનું નુકસાન આવી શકે છે.ચોથા ભાવ માં બુધ ના વક્રી હોવાના કારણે તમારા ઘરેલુ જીવનમાં ઘણી પરેશાનીઓ આવી શકે છે.તમારી માતા સાથે તમારા સંબંધ ખરાબ થઇ શકે છે અથવા એમનું આરોગ્ય પ્રભાવિત થઇ શકે છે.આના સિવાય,તમારી ઘર ની વસ્તુઓ વારંવાર ખરાબ થઇ શકે છે અથવા નુકસાન થઇ શકે છે.છેલ્લે તમને એજ સલાહ આપવામાં આવે છે કે આ સમયે તમે તમારી માતા નું આરોગ્ય અને તમારા આરોગ્યનું સારી રીતે ધ્યાન રાખો.કોઈપણ પ્રકારની કોઈ લાપરવાહી નહિ રાખો.
ઉપાય : બુધવાર ના દિવસે સોના અથવા પંચધાતુ ની વીંટી માં 5-6 કેરેટ નો પન્ના પથ્થર પહેરો.તમને આનાથી ઘણા બધા લાભ થશે.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો.
તુલા રાશિના લોકો માટે બુધ તમારા નવમા અને બારમા ભાવ નો સ્વામી છે અને બુધ ધનુ રાશિ માં વક્રી તમારા ત્રીજા ભાવ માં થવા જઈ રહ્યો છે.ત્રીજો ભાવ તમને નાના ભાઈ-બહેન,રુચિ,નાની દુરી ની યાત્રા,સંવાદ,કૌશલ નું પ્રતિનિધિત્વ કરે છે.આના પરિણામસ્વરૂપ તમે તમારી વાતચીત ના કારણે કોઈ ઝગડા અથવા વિવાદ માં પડી શકો છો અને તમારો આત્મવિશ્વાસ અથવા સાહસ પણ કમજોર પડી શકે છે.તમારી વાતચીત કરવાની રીતના કારણ અથવા ખોટા કમિટમેન્ટ ના કારણે તમારે અચાનક ખર્ચ અથવા નુકસાન ઉઠાવું પડી શકે છે.આના સિવાય,તમને તમારા માતા પિતા અથવા ગુરુ સાથે અસમજ્ણ ના કારણે વાદ વિવાદ થવાની આશંકા છે.
બુધ ધનુ રાશિ માં વક્રી કાળ દરમિયાન તમારે હોસ્પિટલ ના ચક્કર લગાવા પડી શકે છે અથવા અલગ અલગ જગ્યાએ જવું પડી શકે છે.આ વાત ની પણ સંભાવના છે કે તમે કોઈ લાંબી દુરી ની યાત્રા ની યોજના બનાવી રહ્યા છો અને તે યાત્રા અચાનક તમારે રદ અથવા કેન્સલ કરવી પડે.આ સમયે તમારા નાના ભાઈ-બહેનો સાથે કોઈપણ પ્રકારના વિવાદ માં નહિ પડો કારણકે આ કોઈ મોટા ઝગડા નું રૂપ લઇ શકે છે.જો તમે લેખન વિભાગમાં વિશેષયજ્ઞ રૂપે કામ કરી રહ્યા છો તો તમારે તમારા કામ માં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.આજ નહિ તમારું લેપટોપ,કમ્પ્યુટર,મોબાઈલ ફોન અને કેમરા જેવી વસ્તુઓ ની ખરાબ થવાની પ્રબળ સંભાવના છે કારણકે તમારે વધારે સાવધાની રાખવાની જરૂરત પડી શકે છે.
ઉપાય : બુધવાર ના દિવસે પોતાના ઘર માં તુલસી ની છોડ લગાવો અને દરરોજ એની પૂજા કરો.
વૃશ્ચિક રાશિ ના લોકો માટે બુધ તમારા આઠમા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.બુધ ધનુ રાશિમાં વક્રી તમારા બીજા ભાવ માં થવા જઈ રહ્યો છે.આર્થિક દ્રષ્ટિકોણ થી બીજા ભાવ માં બુધ ની વક્રી તમારા માટે વધારે અનુકૂળ પ્રતીત નથી દેખાઈ રહ્યું.બીજો ભાવ પરિવાર,બચત અને સંવાદ ને દાર્શવે છે.ઈન્વેસમેન્ટ ના મામલા માં તમારા દ્વારા લેવાયેલા નિર્ણય તમને પરેશાની માં નાખી શકે છે અને આશંકા છે કે તમારી બચત યોજના બગડી જાય કારણકે તમને આ સમયે કોઈપણ પ્રકાર નું મોટું ઈન્વેસમેન્ટ અથવા રિસ્ક લેવાથી બચવાની સલાહ આપવામાં આવે છે નહિ તો તમને વધારે નુકસાન થવાના સંકેત મળી રહ્યા છે.આના સિવાય,જો તમે કાર્યક્ષેત્ર માં ઉન્નતિ અને પગાર વધારવાની રાહ જોઈ રહ્યા છો તો બની શકે કે તમને તમારી ઈચ્છામુજબ પરિણામ ના મળે અને તમને આર્થિક વૃદ્ધિ મેળવા માટે વધારે પ્રયાસ કરવાની જરૂરત પડી શકે છે.
બુધ ધનુ રાશિ માં વક્રી કાળ દરમિયાન તમારે તમારી વાતચીત પર નજર રાખવાની જરૂરત છે.બોલતી વખતે તમે શબ્દો નો ઉપયોગ સોચ વિચાર કરીને કરો,ખાસ કરીને નજીકના સબંધીઓ સાથે કારણકે વાદ વિવાદ અને ઝગડા થવાની સંભાવના છે.આશંકા છે કે આ મસાયે તમને મોઢા ને લગતી કોઈ બીમારી થઇ શકે છે.કોઈ ગલતફેમી ના કારણે સસુરાલ પક્ષ સાથે પણ તમારા સંબંધ ખરાબ થઇ શકે છે એટલા માટે સાવધાન રહો.આ સમયે તમારા પાર્ટનર સાથે કોઈપણ પ્રકારનું એક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી બચો.ત્યાં જે લોકો રિસેર્ચ સાથે જોડાયેલા છે તેઓ શોધ સાથે જોડાયેલા પેપર જમા કરવામાં ઘણી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે એમ છે.
ઉપાય : બુધ ના બીજ મંત્ર નો દરરોજ 108 વાર જાપ કરો.
બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિના લોકો માટે બુધ સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે.બુધ ધનુ રાશિ માં વક્રી તમારા પેહલા એટલે કે લગ્ન ભાવમાં હશે.આના પરિણામસ્વરૂપ આ દરમિયાન તમારું નામ ખરાબ થવાની સંભાવના છે,જે લોકો રાજનીતિક,પ્રાણદાયક વક્તા,સટ્ટા ફાઇનાન્સર અથવા મીડિયા સાથે જોડાયેલા છે,એમને આ સમયે સફળતા નહિ મળવાના સંકેત મળી રહ્યા છે.તમને સલાહ આપવામાં આવે છે કે બુધ ધનુ રાશિ માં વક્રી દરમિયાન આ વાત નું ખાસ ધ્યાન રાખો કે તમારા મારે શું સારું છે અને શું ખરાબ છે કારણકે આ સમય તમારા માટે વધારે અનુકૂળ નહિ રેહવાની સંભાવના છે.આરોગ્ય ની વાત કરીએ તો આશંકા છે કે તમને આ સમય દરમિયાન તાંત્રિક તંત્ર,ચામડીમાં એલર્જી જેવી સમસ્યા પરેશાન કરી શકે છે.
ત્યાં સાતમા અને દસમા ભાવના સ્વામીના લગ્ન ભાવ માં વક્રી થવું તમારા લગ્ન જીવન ની સાથે સાથે તમારા વેવહારિક જીવન માટે પણ અનુકૂળ પ્રતીત નહિ થવાની આશંકા છે.તમને સલાહ આપવામાં આવે છે કે તમારા લગ્ન જીવન અને વેવસાયિક જીવન પ્રત્ય પુરી રીતે સમર્પિત રહો.બંને પ્રત્ય જિમ્મેદારી સરખી રીતે નિભાવો કારણકે આમજ તમારી ભલાઈ છે.જો તમને તમારા પાર્ટનર થી કોઈ શિકાયત હોય અથવા એનાથી કોઈપણ પ્રકારની સમસ્યા થઇ રહી છે તમને તો,નજરઅંદાજ ના કરો અને ખુલીને એક બીજા સાથે વાતચીત કરો કારણકે સમસ્યા ને નજરઅંદાજ કરવાથી સ્થિતિ વધારે ખરાબ થઇ શકે છે.એની સાથે,તમારા પાર્ટનરનું આરોગ્ય અને શરીર નું પૂરું ધ્યાન રાખો.ત્યાં પાર્ટનરશીપમાં બિઝનેશ કરવાવાળા લોકોને પણ સમસ્યા નું સમાધાન કરવું જોઈએ ના કે સમાધાન થી ભાગવું જોઈએ કારણકે જો તમે કોઈપણ વાત ને નજરઅંદાજ કરશો તો સમસ્યા વધારે પડતી વધી શકે છે.
ઉપાય : દરરોજ ભગવાન ગણેશ ની પૂજા કરો અને બુધવાર ના દિવસે એમને દુર્વા (ઘાસ) ચડાવો.
મકર રાશિના લોકો માટે બુધ છથા અને નવમા ભાવ નો સ્વામી છે.બુધ ધનુ રાશિ માં વક્રી તમારા બારમા ભાવ માં થવા જઈ રહ્યો છે.આ ભાવ વિદેશી જમીન,પૃથુકરણ,વ્યય,હોસ્પિટલ અને વિદેશી કંપની જેવી એમએનસી ને દાર્શવે છે.આ રાશિના જે લોકો ટ્રાવેલિંગ વિભાગ જેવા કે પાઇલોટ,કેબિનક્રુ અથવા બીજા એવા વિભાગ જે યાત્રા સાથે જોડાયેલા છે એમને પોતાના કાર્યક્ષેત્ર માં બહુ મેહનત કરવી પડશે અને એની સાથે,ઘણી ચુનોતીઓ નો સામનો પણ કરવો પડશે.ખાસ કરીને આ લોકો જે લોકો વિદેશ માં કામ કરી રહ્યા છે અથવા બીજી કોઈ જગ્યા એ દૂર રહે છે.આરોગ્ય ની દ્રષ્ટિ એ જોઈએ તો,બુધ ધનુ રાશિમાં વક્રી તમારા માટે અનુકૂળ પ્રતીત નહિ હોવાની સંભાવના છે.આ સમયે તમને તમારા આરોગ્યનું સારી રીતે ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે કોઈ જૂની બીમારી ફરીથી થવાની પુરી આશંકા છે અને બની શકે છે કે આના કારણે ઘણી વાર હોસ્પિટલ ના ચક્કર પણ લગાવા પડી શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ તો,આ સમયે તમારા ખર્ચા માં વધારો થઇ શકે છે એની સાથે,તમને આર્થિક નુકસાન પણ થઇ શકે છે.સંભાવના છે કે અતીત ના કાનૂની વિવાદ અથવા અદાલત ના મામલા તમારે ફરીથી એક વાર સામનો કરવો પડે.આના સિવાય,તમારા પોતાના પિતા અથવા ગુરુ સાથે નોકઝોક પણ થઇ શકે છે અને બની શકે છે કે ગલતફેમી ના કારણે વિવાદ વધી પણ જાય.
ઉપાય : બુધવાર ના દિવસે ગાય ને લીલું ઘાસ અથવા લીલા શાકભાજી ખવડાવો.
કુંભ રાશિ ના લોકો માટે બુધ પાંચમા અને આઠમા ભાવ નો સ્વામી છે.બુધ ધનુ રાશિ માં વક્રી તમારા અગિયારમા ભાવમાં થવા જઈ રહ્યો છે.અગિયારમો ભાવ આર્થિક લાભ,ઈચ્છા,મોટા ભાઈ-બહેનો,વેવસાયિક નેટવર્ક અને કાકા ના ભાવ ને દાર્શવે છે.બુધ ના અગિયારમા ભાવ માં વક્રી થવાના પરિણામસ્વરૂપે તમારે તમારા સામાજિક દાયરા અને વેવસાયિક નેટવર્ક માં ગલતફેમીન ના કારણે ઘણી ચુનોતીઓનો સામનો કરવો પડી શકે છે.આના સિવાય,તમારે આર્થિક જીવનમાં પણ ભ્રમ નો સામનો કરવો પડી શકે છે કારણકે નિવેશ કરવા માટે આ સમય અનુકૂળ સાબિત નહિ થાય અને આ દરમિયાન તમે નિવેશ કરવાનો વિચાર કરી રહ્યા છો તો એને આગળ ના માટે કેન્સલ કરી દયો.
બુધ ધનુ રાશિ માં વક્રી કાળ દરમિયાન જો તમે તમારા પાર્ટનર સાથે એક સાથે નિવેશ કરો છો તો તમારા માટે લાભદાયક રેહશે પરંતુ સંભાવના છે કે આ લાભ તમારી ઉમ્મીદ પ્રમાણે નહિ થાય.કુંભ રાશિ ના માતા પિતા ને પોતાના બાળકો ના આરોગ્ય વિશે વધારે ધ્યાન દેવાની જરૂરત પડી શકે છે.શિક્ષણ વિશે વાત કરીએ તો,આ રાશિના લોકોને અભ્યાસ માટે નોટ્સ અથવા અભ્યાસ ને લગતી બીજી વસ્તુઓ ની કમી ના કારણે અભ્યાસ માં ઘણી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.ત્યાં જે લોકો કોઈ રિલેશનશિપ છે તો આ સમયે તમારે તમારા પ્રેમ જીવન ઉપર વધારે ધ્યાન દેવાની જરૂરત હશે કારણકે વાતચીત ની કમી અને પોતાના સબંધ ને વધારે મહત્વ નહિ દેવાના કારણે એક બીજા સાથે મનમુટાવ થઇ શકે છે.એની સાથે,ગલતફેમીઓ પણ ઉભી થઇ શકે છે.
ઉપાય : છક્કાઓ (ટ્રાંસજેંડર) નું સન્માન કરો અને જો થઇ શકે તો એમને લીલા રંગ ના કપડાં અને બંગડીઓ ભેટ આપો.
મીન રાશિના લોકો માટે બુધ તમારા ચોથા અને સાતમા ભાવ નો સ્વામી છે.બુધ ધનુ રાશિ માં વક્રી તમારા પ્રોફેશન અને કાર્યસ્થળ પર ના ભાવ એટલે કે ભાવ એટલે દસમા ભાવ માં થવા જઈ રહ્યો છે.આના પરિણામસ્વરૂપે,તમને ઘરેલુ અને લગ્ન જીવનમાં સુખ ની કમી જોવા મળી શકે છે.ખાસ કરીને તમારી માતા અને જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવના છે,જેના કારણે તમે પરેશાન રહી શકો છો અથવા એ પણ સંભવ છે કે તમારી માતા અને જીવનસાથી નું આરોગ્ય ખરાબ થઇ જાય અને એમની કોઈ જૂની આરોગ્યને લગતી સમસ્યા ફરીથી ચાલુ થઇ જાય.આના સિવાય,ઘરેલુ ઉપકરણ પણ વારંવાર ખરાબ કે નુકસાન થઇ શકે છે.
હવે વાત કરીએ તમારા વેવસાયિક જીવન ની તો,બુધ ધનુ રાશિ માં વક્રી કાળ દરમિયાન તમારે તમારા કામ ને લઈને થોડું સાવધાન રેહવાની જરૂરત છે કારણકે સંકેત મળી રહ્યો છે કે તમને તમારા કામ માં વારંવાર રુકાવટ નો સામનો કરવો પડી શકે.જો તમારો પાર્ટ્નરશિપ માં બિઝનેશ છે તો ગલતફેમી થવાની સંભાવના છે.ઓફિસ કામ માં સમસ્યાઓ થી બે ચાર થઇ શકે છે.આ સમસ્યાઓ થી બચવા માટે,તમારે પહેલાથીજ યોજના બનાવી ને ચાલવું અથવા જાગરૂક રેહવાની સલાહ આપવામાં આવે છે.તેથી તમે તમારા બધાજ કામો ને સરખી રીતે પુરા કરી શકો.મીન રાશિ ના જે લોકો ઘરે થી કામ કરી રહ્યા છે એમને આ સમયે ઘરના કામ અને ઓફિસ ના કામ ને એક સાથે કરવામાં મુશ્કેલી આવી શકે છે.તમારા ઉપર અચાનક કામ નું દબાણ વધી શકે છે.જે લોકો પાર્ટ્નરશિપ માં વેપાર કરી રહ્યા છે એમને થોડું સાવધાન રેહવાની જરૂરત છે.તમને સલાહ આપવામાં આવે છે કે ભાગીદારીમાં કોઈપણ સમસ્યા આવી રહી છે તો એને નજરઅંદાજ નહિ કરતા પરંતુ એનો સામનો કરજો અને સમાધાન કાઢજો કારણકે આગળ ચાલી ને આ સમસ્યા મોટી થઇ શકે છે.
ઉપાય : તમારા ઘર અને કાર્યસ્થળ ઉપર બુધ યંત્ર સ્થાપિત કરો અને નિયમિત રૂપે એની પુજા કરો.
ઉપાય : રવિવાર ના દિવસે કોઈપણ મંદિર માં જઈને દાડમ નું દાન કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઈન શોપિંગ સેન્ટર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!