બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી (02 જાન્યુઆરી 2024)

Author: Sanghani Jasmin | Updated Wed, 27 Dec 2023 09:00 AM IST

બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી: વૈદિક જ્યોતિષ માં બુધ ને નવગ્રહો નો રાજકુમાર નો દરજ્જો મેળેલો છે જે હવે 02 જાન્યુઆરી 2024 ની સવારે 08 વાગીને 06 મિનિટે વૃશ્ચિક રાશિ માં માર્ગી થવા જય રહ્યા છે.તમને જણાવી દઈએ કે થોડા મહિના માં બુધ ગ્રહ ની ચાલ એટલે સ્થિતિ માં તેજી થી પરિવર્તન જોવા મળશે અને આ એક કરતા વધારે રાશિ માં વક્રી થઇ ગયો છે,પરંતુ બુધ મહારાજ હવે ફરીથી વક્રી માંથી માર્ગી થવા જય રહ્યો છે.એસ્ટ્રોસેજ નો આ લેખ તમને બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપશે.એની સાથે,બુધ ની માર્ગી ચાલ નો કેવો પડશે રાશિચક્ર ની બધીજ 12 રાશિઓ ઉપર અસર,એ પણ અમે તમને જણાવીશું.એની પેહલા અમે વાત કરીશું બુધ ગ્રહ અને વૃશ્ચિક રાશિ વિશે.


વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને બુધ નો મકર રાશિ માં ગોચર નો પોતાના જીવન ઉપર પ્રભાવ

જ્યોતિષ માં બુધ અને વૃશ્ચિક રાશિ નું મહત્વ

હિન્દુ પૌરાણિક માન્યતાઓ મુજબ,બુધ ને ચંદ્ર દેવ નો પુત્ર માનવામાં આવે છે.આ સ્વભાવ થી તટસ્થ,શાંત,વિનમ્ર અને પરિવર્તનકારી છે.કુંડળી માં જયારે બુધ મહારાજ શુભ ગ્રહ સાથે બેઠા હોય છે,તો આ લોકોને સકારાત્મક પરિણામ આપે છે.જે લોકોની કુંડળી માં બુધ મજબૂત હોય છે,એ લોકો પોતાની ઉંમર થી યંગ દેખાય છે.પરંતુ,બુધ ને આકાશમાં સાધારણ આંખ થી જોય શકાય છે.આ સૂર્ય દેવ ની બહુ નજીક હોય છે અને કોઈપણ દિવસ એમનાથી 28 ડિગ્રી ની દુરી પર નથી જતો.આજ ક્રમ માં,જયારે બુધ ગ્રહ સૂર્ય થી 8 ડિગ્રી ની અંદર હાજર હોય છે,તો એમની આ અવસ્થા ને અસ્ત કહેવામાં આવે છે.આ દરમિયાન બુધ દેવ પોતાની બધીજ શક્તિઓ ખોઈ દયે છે.પરંતુ,ઘણા જ્યોતિષ નું માનવું છે કે સૂર્ય ની નજીક રહેવાના કારણે બુધ ગ્રહ જોય દિવસ અસ્ત નથી થતો.ત્યાં,રાશિચક્ર માં એને મિથુન અને કન્યા રાશિ પર આધિપત્ય મળેલું છે.આ કન્યા રાશિ માં ઉચ્ચ છતાં મીન રાશિ માં નીચ નો હોય છે.

બુધ દેવ વ્યક્તિમાં તર્ક,શિક્ષણ અને ઓબ્જર્વેશન વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.એની સાથે,આને મનુષ્ય શરીર માં તાંત્રિક તંત્ર,આંત,હાથ,મોઢું,જીભ,ઇન્દ્રિયો,સમજવાની ક્ષમતા અને અભિવ્યક્તિ વગેરે પર નિયંત્રણ મળેલું છે.બુધ મહારાજ નાની દુરી ની યાત્રા,લગાતાર કરવામાં આવેલી યાત્રાઓ,શિક્ષક,સંચાર,રાઇટિંગ,પ્રિન્ટિંગ,સ્ટેશનરી,સચિવ,સેક્રટરી,મેલ કરવો વગેરે સાથે જોડાયેલા કામો ને દાર્શવે છે.બુધ મહારાજ ને સમર્પિત દિવસ બુધ છે અને ધાતુઓ માં આને તરલ ધાતુ નું સ્વામિત્વ મળેલું છે.આનો પ્રિયા કલર લીલો છે અને આને પ્રસન્ન કરવા માટે રત્ન ધારણ કરવામાં આવે છે.

જો કોઈ લોકો ની કુંડળી માં બુધ મજબૂત સ્થિતિ માં હોય છે,તો આવો માણસ વક્તા,લેખક,પત્રકાર,શિક્ષક,સેક્રટરી,અકાઉન્ટટન્ટ વગેરે બને છે.એવા માં,આ પોતાને મળવા વાળા પદ માં પોતાની શીખવાની આવડત,તેજ બુદ્ધિ,કૌશલ અને યાદશક્તિ વગેરે ના દમ ઉપર બનાવી રાખવામાં સક્ષમ હોય છે.આ લોકો પોતાના બધાજ કામો ને બહુ સરળ અને વેવસ્થિત રીતે કરવામાં સફળ રહે છે.

બુધ ગ્રહ વ્યક્તિના જીવનમાં એની માનસિકતા ને દાર્શવે છે કારણકે આ કોઈપણ વસ્તુ કે વાત ઉપર પ્રતિક્રિયા દેવાના ભાવ ને પણ નિયંત્રિત કરે છે.બુધ ગ્રહ ને બહુ બુદ્ધિમાન,સ્વભાવ થી સરળ અને ગહન વિશ્લેસણ કરવાવાળો ગ્રહ માનવામાં આવે છે.એની સાથે,એ કોઈપણ વિષય પર બહુ આસાનીથી પોતાની પકડ બનાવી લ્યે છે.કુંડળી માં મજબૂત બુધ હોવાના કારણે આની ઉપર કોઈપણ ગ્રહ ની શુભ દ્રષ્ટિ હોવાથી વ્યક્તિ ને રાજકારણીના ગુણો જેવા કે બુદ્ધિ, તર્ક, શીખવાની ક્ષમતા વગેરે ના આર્શીવાદ મળે છે.જે લોકોની ઉપર બુધ નો પ્રભાવ હોય છે એમની રુચિ ગૂઢ વિજ્ઞાન માં હોય છે.આવા લોકો બહુમુખી પ્રતિભા ના ધની હોય છે અને ગણિત, એન્જિનિયરિંગ, એકાઉન્ટ્સ અને બેંકિંગ વગેરે વિષયો માં સારા હોય છે.

આનાથી ઉલટું,જો કોઈ વ્યક્તિ ની કુંડળી માં બુધ ની સ્થિતિ અશુભ કે કમજોર હોય છે,તો આવા લોકો સ્વભાવ થી ચતુર,શરારતી અને છળકપટ વાળા હોય છે.આવા લોકો બહુ મોટા જુગારી,જૂઠા અને દિખાવટ કરવાવાળા હોય છે.આ લોકો સંસાર માં દેખાવો કરે છે કે એમને બધુજ ખબર છે પરંતુ ખરેખર એનાથી ઉલટું હોય છે.બુધ નો અશુભ પ્રભાવ લોકોને તાંત્રિક તંત્ર ઉપર અસર નાખી શકે છે જેના કારણે તમારું દિલ અને મગજ કમજોર હોવાની આશંકા બની રહે છે.

હવે આપણે આગળ વધીશું અને વાત કરશું વૃશ્ચિક રાશિ વિશે,રાશિચક્ર માં વૃશ્ચિક રાશિ આઠમી રાશિ છે જો કે પાણીતત્વ ની રાશિ છે.આ એક સ્થિર રાશિ છે અને આનો સ્વામી ગ્રહ મંગળ છે.બધીજ 12 રાશિઓ માં વૃશ્ચિક રાશિને સૌથી મહત્વ ની રાશિ માનવામાં આવે છે કારણકે આ જીવનમાં આવતા ઉતાર-ચડાવ અને પરિવર્તન નું પ્રતિનિધિત્વ કરે છે.એની સાથે,વૃશ્ચિક રાશિ વ્યક્તિના જીવનમાં છુપાયેલા રહસ્ય ને દાર્શવે છે છતાં આ કુદરતી સંસાધનો જેમ કે તેલ, ગેસોલિન, ગેસ અને રત્નો વગેરેનો સ્ત્રોત માનવામાં આવે છે. એટલું જ નહીં, સ્કોર્પિયો આપત્તિ, ઇજાઓ અને ઓપરેશન વગેરે સાથે પણ સબંધ રાખે છે.

શું હોય છે ગ્રહો નો માર્ગી ચાલ?

જ્યોતિષશાસ્ત્ર માં માર્ગી એ સ્થિતિ છે જયારે કોઈ ગ્રહ વક્રી અવસ્થા માંથી બહાર આવતી વખતે ફરીથી સીધી ચાલ (આગળ વધવું) ચાલવા લાગે છે.જયારે કોઈ ગ્રહ માર્ગી થાય છે તો એ ગ્રહ સકારાત્મક પરિણામ આપે છે.આજ રીતે ગ્રહ જયારે વક્રી માંથી માર્ગી અવસ્થા માં આવે છે,ત્યારે થોડા સમય માટે એની ગતિ ને રોકી દયે છે.

To Read in English Click Here: Mercury Direct In Scorpio (02 Jan 2024)

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાંજ જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.

બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી: રાશિ મુજબ રાશિફળ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે બુધ તમારા ત્રીજા અને છથા ભાવ નો સ્વામી છે જે હવે 02 જાન્યુઆરી 2024 માં વૃશ્ચિક રાશિ માં અને તમારા આઠમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.કુંડળી માં આઠમો ભાવ લાંબી ઉંમર,અચાનક થવાવાળી ઘટનાઓ,ગોપનીયતા,ખાસ વિજ્ઞાન અને બદલાવ વગેરે નો હોય છે.એવા માં,મેષ રાશિ વાળા માટે બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી થવું વધારે રૂ નથી માનવામાં આવતું.આના પરિણામસ્વરૂપે,આ દરમિયાન તમારા જીવનમાં ચાલી રહેલા બધાજ વિવાદો અને ગલતફેમીઓ ઘણી હદ સુધી દૂર થઇ જશે.પરંતુ,આ પરેશાનીઓ નો પુરી રીતે અંત ત્યારે થશે જયારે બુધ કોઈ બીજા ભાવમાં ગોચર કરશે.

મેષ રાશિના જે લોકો ચામડી અને ગળા સબંધિત સમસ્યા નો સામનો કરી રહ્યા છે,એ લોકો હવે એની સાચી સારવાર શોધવામાં સક્ષમ હશે.જે લોકોનો નાના ભાઈ-બહેનો કે ચચેરા ભાઈ સાથે કોઈ વિવાદ કે મતભેદ ચાલી રહ્યા છે,હવે એનું સમાધાન થઇ જશે.એની સાથે,તમને જણાવી દઈએ કે છથા ભાવમાં હાજર બુધ વિપરીત રાજયોગ નું નિર્માણ કરી રહ્યો છે.આના ફળસ્વરૂપે,તમે દ્રઢ ઇચ્છાશક્તિ ના સહારે અઘરા માં અઘરી પરિસ્થિતિઓ પક્ષ માં કરવા માટે સક્ષમ થશો.

ઉપાય : છક્કાઓ નું સમ્માન કરો અને સંભવ હોય,તો એમને લીલા કલર ના કપડાં આપો.

મેષ રાશિફળ 2024

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા ની કુંડળી માં બુધ તમારા બીજા અને પાંચમા ભાવનો સ્વામી છે.હવે એ 02 જાન્યુઆરી 2024 ના દિવસે વૃશ્ચિક રાશિમાં તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રેહ્યો છે.કુંડળી માં સાતમો ભાવ એટલે જીવનસાથી અને બિઝનેસ પાર્ટ્નરશિપ ને દાર્શવે છે.એવા માં,વૃશ્ચિક રાશિ માં માર્ગી થઇ ને તમને એ ગલતફેમીઓ અને વિવાદો થી રાહત આપશે જેનો સામનો તમારે થોડા દિવસમાં પાર્ટનર સાથે કરવો પડ્યો હતો.હવે બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી થવાથી એ બધીજ પરિસ્થિતિઓ નો અંત થઇ જશે.

આનાથી ઉલટું,જે લોકો એ લગ્ન,સગાઇ કે પાર્ટનર ની સામે પ્રેમ નો ઇજહાર વગેરે કામો ને રોકી રાખ્યા હતા,તો હવે બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી થવાથી આ દિશા માં આગળ વધી શકે છે.આ લોકો પોતાને સાથી ને પરિવાર સાથે મળવા માટે કામ કરી શકે છે.જે લોકો ફેમિલી બિઝનેસ કે ભાગીદારી માં વેપાર કરે છે,એ લોકો હવે પુરી ઉર્જા અને સારા વિચારો સાથે વેપારને સંભાળવા માટે સક્ષમ હશે.પરંતુ,એક વાત નું ધ્યાન રાખજો કે પરિસ્થિતિઓ મુજબ તમારે પોતાને બદલવા પડશે.

ઉપાય : વિદ્યાર્થીઓ અને જરૂરતમંદ લોકોને પુસ્તકો વગેરે નું દાન કરો.

વૃષભ રાશિફળ 2024

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે બુધ ગ્રહ તમારા પેહલા અને ચોથા ભાવનો સ્વામી છે જે હવે 02 જાન્યુઆરી 2024 ના દિવસે વૃશ્ચિક રાશિમાં અને તમારા છથા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.કુંડળી માં છઠ્ઠો ભાવ દુશ્મન,આરોગ્ય,પ્રતિયોગિતા અને મામા વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.આના પરિણામસ્વરૂપ, બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી થઈને તમને અઘરી પરિસ્થિઓ માં રાહત દેવાનું કામ કરશે.જે લોકો લાંબા સમય થી કોઈ બીમારી થી પરેશાન છે,તો હવે એ લોકોના આરોગ્યમાં સુધારો જોવા મળશે.એની સાથે,તમારી માતા નું આરોગ્ય પણ ઉત્તમ રહેશે અને તમે એમના માટે સાચી સારવાર શોધવામાં સક્ષમ રેહશો.

જો તમે મામા સાથે કોઈપણ વિવાદ કે ગલતફેમી વગેરે નો સામનો કરી રહ્યા છો,તો બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી હોવાથી એની અંત થઇ જશે.સારવાર માં થવાવાળા ખર્ચા કે ઘરમાં કોઈ સમાન કે વીજળી થી ચાલવાવાળી વસ્તુઓ વગેરે ના ખરાબ હોવાના કારણે તમારી સામે અચાનક જે ખર્ચા લગાતાર આવી રહ્યા હતા,હવે તમે એની ઉપર નિયંત્રણ કરી શકશો.પરંતુ,એ બધાજ ખર્ચા પુરી રીતે કાબુમાં નહિ આવે.આ સમયગાળા માં જે લોકો નિષ્ણાત ના રૂપમાં કોઈ મુદ્દા ઉપર વાત,બેંકિંગ અને કોઈ ખાસ સમસ્યા ને સુલઝાવમાં કામ કરી રહ્યા છે,એમને બુધ વૃશ્ચિક રાશિમાં માર્ગી થવાથી પોતાના બધાજ સવાલો ના જવાબ મળી જશે.મિથુન રાશિના જે વિદ્યાર્થીઓ નું ધ્યાન પોતાના ભ્યાસ માંથી ભટકી ગયું છે,એ લોકો હવે ફરીથી મન લગાવીને અભ્યાસ કરી શકશે.

ઉપાય : દરરોજ તુલસી માતા ની પૂજા કરો અને તેલ નો દીવો સળગાવો.

મિથુન રાશિફળ 2024

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા માટે બુધ તમારા ત્રીજા અને બારમા ભાવનો સ્વામી છે.હવે એ 02 જાન્યુઆરી 2024 ના દિવસે તમારા પાંચમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.કુંડળી માં પાંચમો ભાવ શિક્ષણ,પ્રેમ જીવન અને બાળક વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.એવા માં, બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી થઈને શિક્ષણ ના રસ્તામાં આવી રહેલી સમસ્યાઓ થી વિદ્યાર્થીઓ ને રાહત આપશે.આનાથી ઉલટું,કર્ક રાશિના જે લોકો વિદેશ માં અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યા છે,પરંતુ એ લોકોને અહીંયા સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો હતો,તો હવે એ લોકો સાચી દિશા માં આગળ વધી શકશે.

આ સમય રિસર્ચ નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ ફળદાયી રહેશે.કર્ક રાશિ ની જે સ્ત્રી ગર્ભવતી છે એમના માટે ગુજરેલાં દિવસ ની તુલનામાં બુધ માર્ગી નો સમયગાળો વધારે સુરક્ષિત રહેશે.પરંતુ,તો પણ તમને આરોગ્ય પ્રત્ય સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.આ રાશિના જે લોકોને ગુજરેલાં દિવસ માં પારિવારિક અને સામાજિક જીવનમાં નુકસાન ઉઠાવું પડ્યું હતું,તો હવે તમે એની ઉપર કાબુ કરી શકશો.એની સાથે,તમારા સબંધ માં પણ તાજગી બનાવી રાખવામાં સક્ષમ હશો.

ઉપાય : દરરોજ “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો 108 વાર જાપ કરો.

કર્ક રાશિફળ 2024

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોની કુંડળી માં બુધ તમારા બીજા અને અગિયારમા ભાવનો સ્વામી છે.હવે બુધ મહારાજ 02 જાન્યુઆરી 2024 તમારા ચોથા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે જો કે માતા,ઘરેલુ જીવન,વાહન અને સંપત્તિ વગેરે નો ભાવ હોય છે.સિંહ રાશિ વાળા માટે બુધ તમારા પૈસા સાથે જોડાયેલા મામલો ને નિયંત્રણ કરે છે અને એવા માં, બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી થશે એ તમારા માટે સારું માનવામાં આવશે.કુંડળી માં ચોથો ભાવ ઘર અને સંપત્તિ નો પણ હોય છે.એવા માં,આ સમયે ઘર ખરીદવું કે પછી પોતાની જરૂરિયાત મુજબ પૈસા નું નિવેશ કરવું અનુકૂળ રહેશે.

જે લોકોનો પોતાના પરિવાર ના સભ્યો સાથે વિવાદ અથવા મતભેદ નો સામનો કરવો પડી રહ્યો હતો,હવે બુધ ના માર્ગી થવાથી એનું સમાધાન થઇ જશે.તમારા સંચાર કૌશલ ના કારણે થવાવાળી ગલતફેમીઓ થી પણ તમને છુટકારો મળશે. બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી નો સમયગાળો કોઈપણ પ્રકારના સમાધાન માટે શ્રેષ્ઠ રહેશે.જો તમે સામાજિક જીવન કે વેપાર ના ક્ષેત્ર માં ચુનોતીઓ થી પરેશાન છે,તો આ સમયગાળો એને દૂર કરવાનું કામ કરશે.એની સાથે,તમે વેપાર માં સારો નફો પણ કમાઈ શકશો.

ઉપાય : દરરોજ તુલસી ના છોડ માં પાણી આપો અને દરરોજ એક પાન નું સેવન કરો.

સિંહ રાશિફળ 2024

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો ની કુંડળી માં બુધ મહારાજ તમારા દસમા અને લ્હાણ/પેહલા ભાવનો સ્વામી છે.જે હવે 02 જાન્યુઆરી 2024 વૃશ્ચિક રાશિની સાથે સાથે તમારા ત્રીજા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.કુંડળી માં ત્રીજો ભાવ ભાઈ-બહેનો,રુચિ,નાની યાત્રાઓ અને સંચાર કૌશલ વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.બુધ ની વક્રી અવસ્થા નો સમય તમારા માટે થોડો મુશ્કિલ રહ્યો હશે અને એવા માં,તમને આરોગ્ય સમસ્યાઓ,નાના ભા-બહેન કે ચચેરા ભાઈ સાથે મતભેદ,શક્તિ ની કમી,સાહસ,ઇચ્છાશક્તિ અને વેવસાયિક જીવન વગેરે સાથે સબંધિત પરેશાનીઓ નો સામનો કરવો પડ્યો હશે.પરંતુ,હવે બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી થઇ જશે અને એના પરિણામસ્વરૂપે,આ બધી સમસ્યાઓ થી તમને છુટકારો મળશે.એની સાથે,તમને જીવનના બધાજ ક્ષેત્ર માં સકારાત્મક પરિણામ મળશે.

પરંતુ,કન્યા રાશિના જે લોકો ટ્રાવેલ બ્લોગીંગ કે ટ્રાવેલ સાથે જોડાયેલા કોઈ વેપાર કરે છે,તો એ લોકો પોતાના નવા વિચારો ને બીજાની સામે રાખવામાં સક્ષમ રહેશે જે એ લોકો એ બહુ મેહનત અને રિસર્ચ ના માધ્યમ દ્વારા શોધ્યા છે.જે લોકોના સબંધ સંચાર ક્ષેત્રો જેમ કે મીડિયા, કન્સલ્ટન્ટ, એન્કર અથવા પ્રોફેશનલ કોમેડિયન વગેરે સાથે છે,એ લોકો પોતાના કામ,વિચારો અને રિસર્ચ થી દુનિયાને પ્રભાવિત કરવામાં સક્ષમ રહેશે.પિતા અને ગુરુ સાથે ચાલી રહેલા મતભેદો પણ દૂર થઇ જશે.

ઉપાય : કન્યા રાશિ વાળા શુભ પરિણામ ની પ્રાપ્તિ માટે બુધવાર ના દિવસે 5-6 કેરેટ ના પાનના પથ્થર સોના કે પંચધાતુ ની વીંટી માં પહેરો.

કન્યા રાશિફળ 2024

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે બુધ દેવ તમારા બારમા અને નવમા ભાવનો સ્વામી છે.હવે 02 જાન્યુઆરી 2024 બુધ ગ્રહ તમારા પિતા,બચત અને અવાજ ના ભાવ એટલે કે બીજા ભાવમાં છતાં વૃશ્ચિક રાશિમાં માર્ગી થવા જઈ રહ્યો છે.આના પરિણામસ્વરૂપ,તુલા રાશિ વાળા માટે બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી થવું વધારે સારું નહિ માનવામાં આવે કારણકે આ તમને મિશ્રણ પરિણામ આપી શકે છે.તમારા આર્થિક જીવન ની વાત કરીએ,તો આ લોકોના ખર્ચા માં બહુ વધારે વધારો થઇ શકે છે જેના કારણે તમારે બચત કરવામાં પરેશાની આવી શકે છે. એવા માં,તમને સલાહ આપવામાં આવે છે કે તમારા પૈસા ને લઈને સાવધાન રહો અને જલ્દબાજી માં પૈસા સાથે જોડાયેલા કોઈપણ નિર્ણય લેવાથી બચો.એની સાથે,વગર વિચરીયા વગર પૈસા ખર્ચ નહિ કરો.

જો વાત કરીએ બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી ના સકારાત્મક પક્ષ વિશે,તો તુલા રાશિના જે લોકો એ લાંબી દુરી ની યાત્રા કે વિદેશ માં જવાની યોજના બનાવી હતી,પરંતુ એ લોકોને સમસ્યા અને બાધાઓ નો સામનો કરો પડી રહ્યો હતો.હવે આ સમય એ યોજનાઓ ને આગળ લઇ જવા માટે ઉત્તમ રહેશે અને એ હિસાબે તમારું બજેટ તૈયાર કરવું પડશે.તમને તમારા સસુરાલ વાળા નો બધાજ સમયે સાથ મળશે અને એની સાથે,જો તમારો તમારા પિતા કે ગુરુ સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો હવે એ દૂર થઇ જશે.

ઉપાય : દરરોજ તુલસી ના છોડ ને પાણી આપો અને એક તુલસી ના પાન નું સેવન કરો.

તુલા રાશિફળ 2024

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોની કુંડળી માં બુધ દેવ અગિયારમા અને આઠમા ભાવનો સ્વામી છે અને હવે આ 02 જાન્યુઆરી 2024 એ વૃશ્ચિક રાશિમાં અને તમારા લગ્ન ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.એવા માં, બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી થઈને તમારા માટે ઘણી રીતે ફળદાયી સાબિત થશે.બુધ ની માર્ગી ચાલ તમને આર્થિક લાભ આપશે અને તમારી બધીજ મનોકામનાઓ પુરી કરશે.એની સાથે,સામાજિક જીવનમાં બધાની નજર તમારી ઉપર રહેશે.જો તમારા પોતાના નાના ભાઈ-બહેનો કે મામા સાથે કોઈ વિવાદ કે તણાવ ચાલી રહ્યો છે,તો હવે એ દૂર થશે અને સબંધ માં મીઠાસ બની રહેશે.

જેમકે અમે તમને જણાવ્યુ કે બુધ તમારા આઠમા ભાવનો સ્વામી પણ છે.એવા માં,આ તમારા વ્યક્તિત્વ માં બદલાવ લઈને આવશે અને એના પરિણામસ્વરૂપે,તમારા વાતચીત કરવાના તરીકા અને સેન્સ ઓફ હ્યુમર માં બદલાવ જોવા મળશે જેના કારણે તમારું વ્યક્તિત્વ આકર્ષિત બનશે.પરંતુ,વૃશ્ચિક રાશિ વાળા ની પોતાના આરોગ્ય પ્રત્ય સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે કારણકે તમારે ચામડી ચેપ, UTI, નર્વસ સિસ્ટમ વગેરે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.આના પરિણામસ્વરૂપ,આ લોકો ને પોતાની ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે.વૃશ્ચિક રાશિના જે લોકો ની રુચિ ગૂઢ વિજ્ઞાન જેમકે જ્યોતિષ,ટેરો રીડિંગ અને અંકજ્યોતિષ વગેરે માં છે,એમના માટે આ સમય અનુકૂળ રહેશે.

ઉપાય : વિદ્યાર્થીઓ અને જરૂરતમંદ બાળકો ને પુસ્તકો દાન કરો અને સંભવ હોય,તો અભ્યાસ માં એમની મદદ કરો.

વૃશ્ચિક રાશિફળ 2024

બૃહત કુંડળી : જાણો ગ્રહોનો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિ વાળા માટે બુધ ગ્રહ તમારા સાતમા અને દસમા ભાવનો સ્વામી છે જે હવે 02 જાન્યુઆરી 2024 એ વૃશ્ચિક રાશિમાં અને તમારા બારમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.આના પરિણામસ્વરૂપ,અમે કહી શકીએ છીએ કે ધનુ રાશિના લોકો માટે બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી થઈને તમને વેવસાયિક અને વ્યક્તિગત જીવનમાં રાહત આપશે.પરંતુ,તમે જે સમસ્યાઓ થી પરેશાન છો,એની સમાધાન પુરી રીતે નહિ થાય કારણકે બુધ તમારા અગિયારમા ભાવમાં માર્ગી થઇ રહ્યો છે અને એ ભાવમાં એ એમની શક્તિઓ ખોઈ દેશે

બુધ માર્ગીના સમયગાળા માં એ વાત ની પ્રબળ સંભાવના છે કે તમારા પાર્ટનર ને આરોગ્ય સંબંધિત સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.એવા માં,સારવાર માં થવાવાળા ખર્ચા માં વધારો થઇ શકે છે.એની સાથે,વેવસાયિક જીવનમાં પણ સમસ્યાઓ થી ઝૂઝવું પડી શકે છે,પરંતુ તો પણ તમારે વેપાર ના ક્ષેત્ર માં કોઈપણ પ્રકાર નું જોખમ લેવાથી બચવું જોઈએ.ધનુ રાશિ વાળા નો આ સમય પોતાના વરિષ્ઠ ની સામે પોતાના વિચાર રજુ કરવા અને એમની સાથે વાતચીત કરવામાં થોડી પરેશાની આવવાની આશંકા છે.બુધ ના માર્ગી ચાલ દરમિયાન તમારે કોઈપણ પ્રકાર નું ઉધાર લેવું કે દેવા થી બચવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : વિદ્યાર્થીઓ અને જરૂરતમંદ બાળકો ને પુસ્તકો નું દાન કરો અને સંભવ હોય,તો અભ્યાસ માં એમની મદદ કરો.

ધનુ રાશિફળ 2024

મકર રાશિ

મકર રાશિ વાળા લોકોની કુંડળી માં બુધ તમારા છથા અને નવમા ભાવનો સ્વામી છે અને હવે આ 02 જાન્યુઆરી 2024 ના દિવસે વૃશ્ચિક રાશિમાં અને તમારા અગિયારમા માં ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.કુંડળી માં અગિયારમો ભાવ પૈસા ની લાભ,ઈચ્છાઓ,મોટા ભાઈ-બહેનો અને કાકા વગેરે નો છે.એવા માં, બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી થઈને મકર રાશિના લોકોના જીવનમાં રાહત લઈને આવશે.આ સમયે તમને પોતાનાનો સાથ મળશે અને એના પરિણામસ્વરૂપ,તમે પૈસા સાથે જોડાયેલા મામલો ઉપર કામ કરતા નજર આવશો.જો તમે પૈસા સાથે જોડાયેલા કોઈ મોટા નિર્ણય ને રોકીને રાખ્યો છે,તો હવે એ નિર્ણય તમે લઇ શકો છો

બુધ ની માર્ગી અવસ્થા માં મકર રાશિ વાળા પોતાના દુશ્મન ઉપર વિજય મેળવશે અને જીવનમાં આવનારી બધીજ સમસ્યા ને પાર કરવામાં સક્ષમ હશે.જો ગયેલા દિવસ માં સામાજિક જીવનમાં કે મોટા ભાઈ-બહેનો કે મામા વગેરે સાથે કોઈપણ પ્રકારનો કોઈ વિવાદ ચાલી રહ્યો હોય,તો હવે તમને એનાથી છુટકારો મળી જશે.બુધ ની વક્રી ચાલ દરમિયાન જો તમારા પિતા નું આરોગ્ય નબળું રહ્યું હતું,તો હવે એ સમસ્યા માંથી તમે બહાર નીકળી શકશો જેના કારણે તમને એમના આરોગ્ય માં પણ સુધારો જોવા મળશે.

ઉપાય : દરરોજ ગાયને લીલું ખાસ ખવડાવો.

મકર રાશિફળ 2024

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા માટે બુધ મહારાજ તમારા પાંચમા અને આઠમા ભાવનો સ્વામી છે.હવે આ 02 જાન્યુઆરી 2024 એ તમારા દસમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.કુંડળી માં દસમો ભાવ પૈસા અને કાર્યસ્થળ ને દાર્શવે છે.એવા માં, બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી થઈને તમારા વેવસાયિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ થી રાહત અપાવાનું કામ કરશે.કુંભ રાશિના જે લોકો હાલ-ફીલાલ માં ગ્રજ્યુએટ થયા છે અને કારકિર્દી ને ચાલુ કરવા માટે ઇન્ટરશીપ કે નોકરી ની તલાસ માં છે,એમના માટે આ સમય સારો રહેશે

બુધ માર્ગી ના સમયગાળા માં આ લોકો ને પોતાના વેવસાયિક જીવનમાં અચાનક કોઈ બદલાવ જોવા મળી શકે છે.આ સમય એ લોકો માટે સારો રહેશે જે જ્યોતિષી, સંશોધક, ડેટા એનાલિસ્ટ અથવા ડેટા સાયન્ટિસ્ટ વગેરે માં કામ કરે છે.કુલ મળીને બુધ ની માર્ગી ચાલ કુંભ રાશિના લોકો માટે શાનદાર રહેશે અને આ તમારા માટે ખુશીઓ લઈને આવશે.પરંતુ,તો પણ અમે તમને સલાહ આપવા માંગીએ છીએ કે જલ્દબાજી માં કોઈપણ નિર્ણય લેવાથી બચો અને સકારાત્મક પરિણામ મેળવા માટે સોચ-વિચાર કરીને કામ કરો.

ઉપાય : ઘર અને કાર્યક્ષેત્ર માં બુધ યંત્ર ની સ્થાપના કરો.

કુંભ રાશિફળ 2024

મીન રાશિ

મીન રાશિ વાળા માટે બુધ ગ્રહ તમારા સાતમા અને ચોથા ભાવનો સ્વામી છે જે હવે 02 જાન્યુઆરી 2024 એ વૃશ્ચિક રાશિમાં અને તમારા નવમા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે.કુંડળી માં નવમો ભાવ ધર્મ,પિતા,લાંબી દુરી ની યાત્રા અને નસીબ વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.એના પરિણામસ્વરૂપ, બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી થઈને મીન રાશિના લોકોને ઘર-પરિવાર અને શાદીશુદા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ થી છુટકારો દેવાનું કામ કરે છે.આ રાશિના શાદીશુદા લોકોને જો એમની માતા અને પત્ની સાથે ચાલી રહેલા ઝગડા નો સામનો કરવો પડી રહ્યો છે,તો હવે એ લોકો રાહત ની સાંસ લેશે કારણકે હવે સમસ્યાઓ નો અંત થઇ જશે.પરંતુ,જો તમારી માતા કે પાર્ટનર ને આરોગ્ય માં ઉતાર ચડાવ થી ઝૂઝવું પડે,તો બુધ માર્ગી દરમિયાન એમના આરોગ્ય માં પણ સુધારો જોવા મળશે.

ઘર ની વસ્તુઓ ખરાબ થવી,વાહન ને નુકસાન થવું કે પછી પરિવાર ના કોઈ સભ્યો નું આરોગ્ય ખરાબ હોવાના કારણે તમારા જે ખર્ચા વધી ગયા છે,હવે એ કાબુમાં આવી જશે.જો તમારા પિતા કે ગુરુ સાથે કોઈ વિવાદ કે મતભેદ ચાલી રહ્યો છે,તો એ પણ હવે પૂરો થઇ જશે. બુધ વૃશ્ચિક રાશિ માં માર્ગી થઈને સંકેત આપી રહ્યો છે કે તમે ઘરમાં કોઈ ધાર્મિક અનુસ્થાન જેમકે પૂજા,હવન વગેરે કરવાની યોજના બનાવતા નજર આવી શકો છો.સંભવ છે કે આ લોકો પોતાની માતા અને જીવનસાથી ની સાથે કોઈ તીર્થસ્થળ ઉપર જશે.પરંતુ,આ સમયગાળા માં તમને બિઝનેસ પાર્ટનર કે જીવનસાથી નો બધાજ પગલે સાથ મળશે જેના કારણે વેવસાયિક જીવનમાં તમે આત્મવિશ્વાસ થી ભરેલા જોવા મળશો.એવા માં,તમે કોઈ મોટા નિર્ણય લઇ શકો છો.

ઉપાય : ભગવાન ગણેશ ની પૂજા કરો અને એમને દુર્વા ઘાસ ચડાવો.

મીન રાશિફળ 2024

તમામ જ્યોતિશય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

Talk to Astrologer Chat with Astrologer