હનુમાન જયંતી

Author: Sanghani Jasmin | Updated Wed, 12 June, 2024 3:59 PM

હિન્દુ કેલેન્ડર મુજબ,મહાબલી હનુમાનજી નો જન્મ ચૈત્ર મહિનાની પુર્ણિમા ના દિવસે થયો હતો.દર વર્ષે આ દિવસે ભગવાન રામના પરમ ભક્ત હનુમાન જયંતી તૈહવાર ઉજવામાં આવે છે.આજે 23 એપ્રિલ 2024 મંગળવાર ના દિવસે આ જયંતી ની ઉજવણી કરવામાં આવે છે.


એસ્ટ્રોસેજ વાર્તા થી વિશ્વભરના વિદ્વાન જ્યોતિષિઓ થી કરો ફોન પર વાત કરો અને ભવિષ્યને લગતી કોઈપણ સમસ્યાનો ઉકેલ મેળવો.

કેવી રીતે થયો હનુમાજી નો જન્મ જાણો જુની વાર્તાઓ

દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ ની પૂર્ણિમા ના દિવસે હનુમાન જયંતી (Hanuman Jyanti) નો તૈહવાર ઉજવામાં આવે છે.આ વર્ષે હનુમાન જન્મોત્સવ 23 એપ્રિલ 2024 ના દિવસે ઉજવામાં આવશે.ધાર્મિક ગ્રંથો મુજબ,બજરંગબલી બહુ બળવાન અનર નીડર છે.એમની સામે કોઈ શક્તિ ટકી શક્તિ નથી.આ ઉપરાંત હનુમાજી બહુ સરળતા થી પ્રસન્ન થઇ જાય છે.એમની કૃપાથી કામમાં આવતા અવરોધો બહુ જલ્દી દુર થવા લાગે છે.આઠ ચિરંજીવ માંથી ભગવાન હનુમાન એક છે એમના ખાસ આર્શિવાદ મેળવા માટે હનુમાન જન્મોત્સવ ઉજવામાં આવે છે.આ દરમિયાન ભક્તો દ્વારા સાચા માંથી કરવામાં આવેલી પુજા બહુ ફળદાયી છે.હનુમાનજી ના ખાસ દિવસે આખી દુનિયાના મંદિર માં પુજા અને ભંડારા આયોજન કરવામાં આવે છે.આની સાથે જોડાયેલી વાર્તા પણ સાંભળવામાં આવે છે.જો તમે હનુમાનજી ના જન્મ ની વાર્તા વાંચવા માંગતા હોવ તો આ લેખ તમારા માટે લાભકારી છે.અમે તમને હનુમાજી ના જન્મ સાથે જોડાયેલી વાર્તાઓ નું વિસ્તાર થી જ્ઞાન આપીશું.

બજરંગબલીના જન્મ સાથે જોડાયેલી વાર્તા ધાર્મિક કથા અનુસાર, હનુમાનજી ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર છે. તેમના જન્મ વિશે એવું કહેવાય છે કે, જ્યારે વિષ્ણુજીએ ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન શ્રી રામના રૂપમાં આ પૃથ્વી પર જન્મ લીધો હતો, ત્યારે ભગવાન શિવે તેમની મદદ કરવા માટે હનુમાનજીના રૂપમાં અવતાર લીધો હતો. બીજી બાજુ, રાજા કેસરી તેની પત્ની અંજના સાથે તપસ્યા કરી રહ્યા હતા. આ તપસ્યાનું દ્રશ્ય જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને બંનેને તેમના ઈચ્છિત વરની માંગણી કરવા કહ્યું.

ભગવાન શિવ ના આ શબ્દ થી માતા અંજના ખુશ થઇ ગઈ હતી આ જયંતી તૈહવાર અને તેમને કહ્યું કે તેમને આવોજ પુત્ર માંડવો જોઈએ જે શક્તિમાં રુદ્ર જેવો બહાદુર,ગતિમાં પવન જેવો ગતિશીલ,અને બુદ્ધિમાં ગણપતિ જેવો .માતા અંજના ના આ શબ્દ સાંભળીને ભગવાન શિવે પોતાની ઉગ્ર શક્તિ નો એક ભાગ પવનદેવ ના રૂપમાં યજ્ઞકુંડ માં અર્પણ કર્યો.એ પછી આ શક્તિ માતા અંજના ના ગર્ભ માં પ્રવેશી ત્યારપછી હનુમાનજી નો જન્મ થયો.

કરિયર થી સંબંધિત સમસ્યા ને દૂર કરવા માટે હવે ઓર્ડર કરો - કોગ્નિએસ્ટ્રો રિપોર્ટ

હનુમાન જન્મોત્સવ ની પુજા માં ભુલ થી પણ નહિ કરો આ વસ્તુઓ નો ઉપયોગ,હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય

આ જયંતી ના દિવસે ભક્તો હનુમત કૃપા માટે વ્રત કરે છે અને વિધિ વિધાન થી હનુમાનજી ની પુજા કરે છે આ દિવસે પુજા માટે તમારે કઈ વસ્તુઓ પહેલાથીજ લઇ લેવી જોઈએ અને કઈ વસ્તુ નો ઉપયોગ નહિ કરવો જોઈએ એના વિશે જાણીશું.

હનુમાનજી ની પુજા માં નહિ વાપરતા આ વસ્તુઓ

રામ ભક્ત હનુમાનજી ની પૂજા માં તમારે ક્યારેય મીઠા થી બનેલી વસ્તુઓ નો ઉપયોગ નહિ કરવો જોઈએ.આ દિવસે વ્રત કરવાવાળા એ કોઈપણ રીતે મીઠા નો ઉપયોગ નહિ કરવો જોઈએ.વ્રત પુરા થયા પછી પણ આની સાથેજ હનુમાનજી ની પુજા માં ચરણામૃત નો ઉપયોગ કરવો વર્જિત માનવામાં આવે છે.આ દિવસે કાળા કપડાં પણ તમારે નહિ પેહરવા જોઈએ.આ દિવસે લોખંડ થી બનેલી કોઈ વસ્તુ પુજા સ્થળ પર હોય તો એને હટાવી લો.ચાલો હવે આપણે જાણીયે કે પુજા માં આ દિવસે કઈ વસ્તુઓ રાખવી જોઈએ.

આ જયંતી ની પુજા માટે ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ

ગાય નું ઘી,માટી નો દીવો,ચમેલી નું તેલ,ધુપ અગરબત્તી,સિંદુર,લાલ કપડાં,જનોઈ,ફળ-ફુલ,માળા,પણ નું બીડું,ધ્વજ,શંખ-ઘંટી,મોતીચુર ના લાડવા,ઈલાયચી,અક્ષત,હનુમાન ચાલીસા ની ચોપડી,હનુમાનજી મુર્તિ કે ફોટો,વગેરે.

હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય

આ હનુમાન જયંતી (Hanuman Jyanti) ના દિવસે તમારે રામ રક્ષા સ્ત્રોત નો પાઠ કરવો જોઈએ ને આ જયંતી તૈહવાર માં ભગવાન રામની આરાધના કરવાથી હનુમાનજી તમારા જીવનની બધીજ સમસ્યાઓ દુર કરે છે.

આ દિવસે હનુમાજી ને સાંજના સમયે ગુલાબના ફુલો ની માળા અને કેવડા નું અત્તર ચડાવું જોઈએ.એની સાથે ગરીબ લોકોને પોતાની શક્તિ પ્રમાણે મદદ કરવી જોઈએ.આવું કરવાથી પારિવારિક જીવનમાં તમને સુખ સમૃદ્ધિ મળે છે.

આ જયંતી ના દિવસે હનુમાન ચાલીસા નો સાતવાર પાઠ કરીને પણ તમને ઘણો લાભ થાય છે.તામરી એકાગ્રતા વધે છે માનસિક શાંતિ નો અનુભવ થાય છે.વિદ્યાર્થીઓ માટે હનુમાન ચાલીસા નો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે.આનાથી અભ્યાસમાં તમને સારું પરિણામ મળી શકે છે.

જો તમે જીવનમાં ઉતાર-ચડાવ માંથી પસાર થઇ રહ્યા છો સ્થિરતા તમારા જીવનમાં નહિ આવી રહી હોય તો આ જયંતી ના દિવસે એક પાણીવાળું નારિયેળ લઈને હનુમાન મંદિરમાં જઈને તમારા માથા ઉપર થી સાતવાર ઉતારીને હનુમાન મંદિરમાં ભગવાન પાસે રાખી દો.આ ઉપાય ને બધીજ સમસ્યા ને દુર કરવા માટે માનવામાં આવે છે.

ઓનલાઈન સોફ્ટવેરથી મફત જન્મકુંડળી મેળવો

હનુમાનજી ને બહુ પસંદ છે આ વાનગીઓ,આ જયંતી પર ચડાવો પ્રસાદ

આ જયંતી ના આ ખાસ દિવસ પર બધાજ હિન્દુઓ અને હનુમાન ભક્ત માટે બહુ ખાસ તૈહવાર છે.આ હનુમાન જયંતી મંગળવાર કે શનિવાર ના દિવસે ઉજવામાં આવે છે અને આની સાથે હનુમાનજી ને ઘણી વાનગીઓ પણ બહુ પસંદ છે તો ચાલો એના વિશે જાણીએ અને તમે આ વાનગીઓ ને પ્રસાદ તરીકે હનુમાજી ની પુજા માં ચડાવી શકો છો.હનુમાનજી ને ઈમરતી,માલપોવા અને મીઠી બુંદી બહુ પસંદ છે તો તમે આ વસ્તુઓ નો પ્રસાદ પણ ચડાવી શકો છો.

આ ના દિવસે કરવામાં આવતા ચમત્કારી ઉપાયો - થઇ જશો માલામાલ

જો તમે પૈસા ની સમસ્યા થી પરેશાન થઇ રહ્યા છો તો આ હનુમાન જયંતી તૈહવાર માં હનુમાન જન્મોત્સવ ના દિવસે વટ ઝાડ ના 11 પાંદડા પર લાલ ચંદન થી શ્રી રામ લખવાથી પૈસા ની તંગી દુર થશે.

પરિવારમાં બીમારીઓ ના કારણે આરોગ્ય પર ખરાબ અસર પડી રહી છે તો આ જયંતી ના દિવસે બજરંગબલી ના ખંભા પર થી સિંદુર લઈને એનો ચાંદલો માથા ઉપર લગાડવો જોઈએ.કહેવામાં આવે છે કે આનાથી કોઈપણ પ્રકારની નજર દોષ પણ દુર થાય છે.

મેહનત કરવા છતાં ધંધા માં અને નોકરીમાં પ્રગતિ નથી મળી રહી તો હનુમાન જન્મોત્સવ ના દિવસે સંકટ મોચન ની સામે તેલ નો દીવો કરો અને 'ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા' મંત્રનો રૂદ્રાક્ષની માળાથી 108 વાર જાપ કરો.આનાથી વેપાર અને નોકરીમાં પ્રગતિ મળે છે.

આ જયંતી ના દિવસે ઘરમાં સુંદરકાંડ નો પાઠ કરો.ગરીબો માં બુંદી ના લાડવા નો પ્રસાદ વેચો.માનવામાં આવે છે કે આનાથી બાળક સબંધિત સમસ્યાઓ દુર થાય છે.

બધા જ્યોતિષિ ઉકેલો માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે સંકળાયેલા હોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

Talk to Astrologer Chat with Astrologer