ધુળેટી

Author: Sanghani Jasmin | Updated Wed, 12 June, 2024 3:59 PM

આ તૈહવાર ને પેહલા દિવસે હોળી તૈહવાર અને બીજા દિવસે ધુળેટી તરીકે ઓળખવામાં આવે છે.હોળીને ફાગણ મહિનામાં પુનમ મહિનામાં ઉજવામાં આવે છે અને આ દિવસે ગામ માં પાદર કે મુખ્ય ચોક જેવી જગ્યા એ છાના અને લાકડા ગોઠવામાં આવે છે અને પછી બધાજ લોકો નાચતા-ગાતા ત્યાં જાય છે અને પછી હોળીને સળગાવે છે.


એસ્ટ્રોસેજ વાર્તા થી વિશ્વભરના વિદ્વાન જ્યોતિષિઓ થી કરો ફોન પર વાત કરો અને ભવિષ્યને લગતી કોઈપણ સમસ્યાનો ઉકેલ મેળવો.

રંગો નો અનેરો તૈહવાર એટલે હોળી,જાણો હોળી નું મહત્વ

હોળીના બીજા દિવસે ધુળેટી (Dhudeti) નો તૈહવાર ઉજવામાં આવે છે અને આ વખતે 2 માર્ચ ના દિવસે હોળી આવવાની છે.હોળી તૈહવાર આ દિવસે સવારે જ ઘરના બધાજ લોકો નાના મોટા એકબીજાને અબીર-ગુલાલ અને અલગ-અલગ પ્રકારના નવા કલર છાંટીને આ તૈહવાર ને ઉજવામાં આવે છે.ઘણા લોકો આ દિવસે ભગવાન શંકર ને યાદ કરીને ભાંગ નો નસો કરીને આખો દિવસ પોતાની મસ્તી માં રહે છે અને ભગવાન શંકર ને યાદ કરે છે.

હોળી નો તૈહવાર એકબીજા ને ગુલાલ લગાવીનેઅને રંગ છાંટીને સામાજિક મેળ-મિલાપ અને ભાઈચારા નું પ્રતીક માનવામાં આવે છે.રંગો ની પિચકારી અને ગુલાલ થી રમવાની આ પ્રથા સંકેત આપે છે કે હવે ઠંડી ઋતુ પુરી થઇ ગઈ છે ગરમી ના દિવસો ચાલુ થઇ ગયા છે એટેલ હવે ગરમ પાણી થી નાહવાની કોઈ જરૂરત નથી અને ઠંડા પાણીમાં નાહવાથી કોઈ નુકશાન નથી.

હોળી ના દિવસે લોકો એકબીજા સાથે હસી મજાક કરીને એકબીજા સાથે વાતો કરે છે અને મસ્તી પણ કરે છે.અબીર ગુલાલ,ચંદન,હળદર અને અત્તર છતાં ગુલાબજળ નો રણબેરંગી પિચકારીઓ થી એકબીજા ની ઉપર છાંટવામાં આવે છે.આ દિવસે એકબીજા સાથે સબંધ મીઠા રહે એટલે અલગ-અલગ વસ્તુઓ બનાવીને એકબીજા ને ઘરમાં આપવાનો પણ રિવાજ છે.

કરિયર થી સંબંધિત સમસ્યા ને દૂર કરવા માટે હવે ઓર્ડર કરો - કોગ્નિએસ્ટ્રો રિપોર્ટ

કેવી રીતે હોળી અને હોળી ની શુરુઆત થઇ જાણો આની રસપ્રદ વાર્તાઓ.

હોળીના તૈહવાર ને આપણે આસુરી તત્વ પર દેવી તત્વ ના વિજય નું પ્રતીક માનવામાં આવે છે.હોળી તૈહવાર આજ માન્યતાઓ ના કારણે બધાજ લોકો આની પુજા કરે છે અને બીજા દિવસે રંગો થી હોળી નો તૈહવાર ઉજવે છે.આ સમયે આપણે ભક્ત પ્રહલાદ ને દિલ થી યાદ કરીએ છીએ પરંતુ હકીકતમાં હોળી અને હોળી સાથે ભક્ત પ્રહલાદ સિવાય પણ બીજી ઘણી વાર્તાઓ જોડાયેલી છે.આ એક એવી વાર્તાઓ છે જેને આપણે બધાજ જાણીએ છીએ.પરંતુ એ આ હોળી અને હોળી સાથે જોડાયેલી છે એ અમુક લોકોજ જાણે છે તો ચાલો આને વિગતવાર જાણીએ.

ભક્ત પ્રહલાદ ની કથા

આપણે હોળી અને ધુળેટી સાથે સબંધિત ઘણી કથાઓ ની વાત કરી રહ્યા છીએ ત્યારે શુરુઆત કરીએ સૌથી પ્રખ્યાત કથા થી.આ કથા એટલે ભક્ત પ્રહલાદ ની કથા.શ્રી હરિવંશમહાપુરાણ ભવિષ્ય તૈહવાર માં શ્રી હરિના અવતાર સાથે સબંધિત કથાઓ છે.જેમાં નરસિંહ અવતાર સબંધી કથા માં હોલિકા અને હોળી નો ઉલ્લેખ કરવામાં આવે છે.તેમાં જણાવ્યા મુજબ હોલિકા ને બ્રહ્માજી દ્વારા વરદાન મળ્યું હતું કે અગ્નિ કોઈપણ દિવસ તેને બાળી નહિ શકે.અને હોલિકા ના મળેલા આજ વરદાન નો લાભ ઉઠાવ્યો એમના ભાઈ હિરણ્યકશિપુ .

હિરણ્યકશિપુ એ બ્રહ્માજી ને પ્રસન્ન કરીને દેવ,દાનવ,માનવ કે પશુ દ્વારા અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા દિવસે કે રાતે અવધ્ય થવાનું વરદાન મેળવ્યું હતું.આને આજ વરદાન મેળવીને એને ત્રણેલોક ઉપર પોતાનું શાસન જમાવી દીધું હતું.એમને લોકોને પોતાની પુજા કરવાનું કહી ને બધાજ દેવ દેવતાઓ ની પુજા ઉપર પ્રતિબંધ મૂકી દીધો.પરંતુ કીચડ માં કમળ ખીલે એવીજ રીતે એનોજ પુત્ર પ્રહલાદ શ્રી હરિ નો પરમ ભક્ત નીકળ્યો.

હોળી માં શું શું કરવું જોઈએ અને શું શું નહિ

હોળી ના દિવસે ખાસ કરીને તમારા ઘર ને સાફ કરો અને ભગવાન વિષ્ણુ ની પુજા કરો.

ઘરમાં જે પણ વસ્તુઓ બનાવામાં આવે એને ભગવાન ને ચડાવી જોઈએ.

હોળી ના દિવસે ખુશી મન થી આ દિવસ ની તૈયારી કરો અને બધાજ લોકોનો આદર કરો.

હોળી ના દિવસે તમારા ઘરના વડીલો ના પગમાં ગુલાલલગાવો અને એમના આર્શિવાદ લો.આવું કરવાથી તમને વડીલોના આર્શિવાદ મળશે અને ભગવાન પણ તમારા થી ખુશ થશે.

હોલિકા દહન ની રાખ ને ઘરમાં લાવીને તમારી તિજોરીમાં રાખો.કહેવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરમાં કોઈ દિવસ પૈસા ની તંગી નથી આવતી.

આ દિવસે ભુલથી પણ નહિ કરો આ કામ

હોળી ના દિવસે સફેદ કલર ની વસ્તુઓ થી દુર રહો અને જો શક્ય હોય તો માથું ઢાંકી ને રાખો.

હોળી ના દિવસે હંમેશા ગુલાલ અને અબીર થીજ રમો કોઈપણ પ્રકારના કેમિકલ વાળા કલર નો ઉપયોગ નહિ કરો.

આ દિવસે કલર તમારી આંખમાં નહિ જાય એનું ખાસ ધ્યાન રાખો કેમકે તમે તો ગુલાલ અને અબીર થી રમો છો પણ તમારી સામે વાળી વ્યક્તિ ક્યાં કલર નો ઉપયોગ કરી રહ્યાં છે એ તો તમને નથી ખબર એટલા માટે.

આ દિવસે કોઈને પૈસા નહિ તો આપો અને કોઈ પાસેથી પૈસા ઉધાર પણ નહિ લો.

આ દિવસે કોઈપણ નસો નહિ કરો ખાસ કરીને દારૂ નું સેવન એકદમ નહિ કરો.

ઓનલાઈન સોફ્ટવેરથી મફત જન્મકુંડળી મેળવો

સંગીતમાં હોળી

હોળી ના દિવસે હોળી તૈહવાર ના દહન પછી બીજા દિવસે ધુળેટી (Dhudeti) આવે છે અને ખાસ કરીને હોળી માં લોકો રંગો થી તો રમેજ છે પરંતુ એની સાથે સાથે બધાજ ઘરમાં તમને સંગીત અને નવા નવા ગીત પણ વાંગતા દેખાશે કેમકે આ દિવસે બધાજ લોકો મળીને નક્કી કરી લ્યે છે કે આજનો દિવસ હવે આ વર્ષ માં નહિ આવે તો ગમે તેમ થાય પણ આ દિવસે મોજ મસ્તી કરવીજ પડશે એટલે આ દિવસે રંગો ના તૈહવાર ની સાથે સાથે સંગીત નું પણ બહુ સારું એવું મહત્વ છે કેમકે કોઈપણ તૈહવાર માં સંગીત વગર તૈહવાર ની શુરુઆત નહિ થાય.

વૈષ્ણવ ધર્મ માં રાધા-કૃષ્ણ કે ગોપીજનો વચ્ચે રમવામાં આવતા આ તૈહવાર માં બહુ સરસ ગીતો નું પણ વર્ણન કરવામાં આવ્યું છે જે મહદંશે વ્રજ ભાષા માં હોય છે.

ગુજરાતી,હિન્દી અને બીજી ભારિતય ચલચિત્ર માં આ તૈહવાર માં સંગીત નું ખાસ મહત્વ છે ઘણા પ્રસિદ્ધ ગીતો ની વાત કરીએ તો:

“રંગ બરસે ભીગે ચુનારવા”

“ હોલિ કે દિન દિલ ખીલ જાતે હૈ “

બધા જ્યોતિષિ ઉકેલો માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે સંકળાયેલા હોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

Talk to Astrologer Chat with Astrologer