ચૈત્ર મહિનો 2024 - Chaitra Mahino 2024
ફાલ્ગુન મહિના પછી ચૈત્ર મહિનો 2024 ની શુરુઆત થાય છે.હિન્દુ કેલેન્ડર મુજબ,ફાલ્ગુન મહિનો વર્ષ નો છેલ્લો મહિનો હોય છે.એના પછી ચૈત્ર મહિનો આવે છે,જે વર્ષ નો પેહલો મહિનો હોય છે.હિન્દુ પંચાંગ મુજબ,ચૈત્ર શુક્લ પ્રતિપદા તારીખ થી હિન્દુ નવાવર્ષ ની શુરુઆત થાય છે.આની સાથે નવો વિક્રમ સવંત 2081 પણ શુરુ થશે.ચૈત્ર મહિનાને મધુ મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે.હિન્દુ કેલેન્ડર ના બધાજ મહિનાના નામ નક્ષત્રો ના નામ પર રાખવામાં આવ્યા છે.ચિત્રા નક્ષત્ર ની પુર્ણિમા ના કારણે આ મહિનાને ચૈત્ર મહિનો કહેવામાં આવે છે.ચૈત્ર મહિનાની શુરુઆત માર્ચ અને એપ્રિલ મહિનામાં થાય છે.શાસ્ત્રો મુજબ,ચૈત્ર મહિનામાંજ બ્રહ્માજી એ સુષ્ટિ ની રચના કરવાનું ચાલુ કર્યું હતું.હિન્દુ નવાવર્ષ નામ થી ઓળખવામાં આવે છે.આંધ્ર પ્રદેશમાં તે યુગની શરૂઆત, જમ્મુ અને કાશ્મીરમાં નવરેહ, પંજાબમાં વૈશાખી, મહારાષ્ટ્રમાં ગુડી પડવા, સિંધમાં ચેટીચંદ, કેરળમાં વિશુ, આસામમાં રોંગાલી બિહુ જેવા નામોથી ઓળખાય છે. સનાતન ધર્મમાં ચૈત્ર માસનું વિશેષ મહત્વ છે કારણ કે આ મહિનામાં ચૈત્ર નવરાત્રી, રામ નવમી, પાપમોચિની એકાદશી, હનુમાન જયંતિ વગેરે જેવા અનેક મોટા ઉપવાસ અને તહેવારો આવે છે.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
એસ્ટ્રોસેજ ના આ લેખમાં અમે ચૈત્ર મહિના સાથે જોડાયેલા બધીજ રોચક જાણકારી તમને વિસ્તાર થી આપીશું,જેમકે આ મહિના દરમિયાન કઈ-કઈ તીજ અને તૈહવાર આવશે?આ મહિનામાં ક્યાં ઉપાયો લાભકારી હશે?આ મહિનાનું ધાર્મિક મહત્વ શું છે?અને આ મહીનાના લોકો એ કઈ વાત નું ખાસ ધ્યાન રાખવું પડશે અને કઈ વસ્તુ નું દાન કરવું જોઈએ?વગેરે જેવી ઘણી જાણકારીઓ અમે તમને આપીશું.એટલા માટે આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચો.
ચૈત્ર મહિનો 2024: તારીખ
ચૈત્ર મહિનાની શુરુઆત 26 માર્ચ 2024 ના મંગળવાર થી થશે અને આ પુરો 23 એપ્રિલ 2024 ના શુક્રવારે થશે.ચૈત્ર મહિનામાં ભગવાન વિષ્ણુ ની ઉપાસના કરવામાં આવે છે.ધાર્મિક માન્યતા છે કે આ મહિને બધાજ દેવી-દેવતાઓ ની પુજા કરવાથી બધીજ સમસ્યાઓ થી છુટ્કારો મળે છે.આ મહિનામાં ભગવાન વિષ્ણુ ના માછલી રૂપ ની પુજા કરવી જોઈએ અને વ્યક્તિને સુખ-સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે.
આ પણ વાંચો : રાશિફળ 2024
ચૈત્ર મહિનાનું મહત્વ
જેમકે ઉપર બતાવા માં આવ્યું છે કે ચૈત્ર શુક્લ પ્રતિપદા થી નવ વર્ષ ની શુરુઆત થાય છે.બ્રહમાજી એ આ સમયે સુષ્ટિ ની રચના કરવાનું ચાલુ કર્યું હતું.આનો ઉલ્લેખ તમને નારાયણ પુરાણ માં પણ મળી જશે,જેમાં એ કહેવામાં આવ્યું છે કે ચૈત્ર મહિનો 2024 ની શુક્લ પક્ષ માં સૂર્યાદય કાળ થીજ આ જગત ના નિર્માણ ની પ્રક્રિયા ચાલુ થાય છે.આ દિવસે ભગવાન વિષ્ણુ એ દશાવતાર માંથી પેહલો માછલી નો અવતાર લઈને પાણી ના પ્રલય માં પડેલા મનુ થી નવી સૃષ્ટિ ની શુરુઆત થઇ.ત્યાં,એ પણ માનવમાં આવે છે કે,માં દુર્ગા એ પેહલીવાર પોતાના રૂપથી દર્શન આપ્યા હતા દુનિયાના બધાજ લોકોને.એટલા માટે આ મહિનામાં માં દુર્ગા ના નવ રૂપ ની પુજા કરવામાં આવે છે,જેને ચૈત્ર નવરાત્રી કે ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે.નવ સવંત એટલે કે હિન્દુ નવા વર્ષ ની શુરુઆત થવાની સાથે સાથે પ્રકૃતિ માં પણ બદલાવ જોવા મળે છે.ચૈત્ર મહિનાની શરદી પુરી રીતે પુરી થઇ જાય છે અને ગરમી ચાલુ થાય છે.પર્યાવરણ માં આજુબાજુ માં બહુ હરિયાળી રહે છે.
હિન્દુ ધર્મમાં આ ચૈત્ર નો મહિનો બહુ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.ત્યાં આયુર્વેદિક સિદ્ધાંત મુજબ આને ઘણું મહત્વપુર્ણ માનવામાં આવે છે.આ મહિનામાં પ્રકૃતિ ની સાથે સાથે મોસમ માં પણ ઘણા પરિવર્તન જોવા મળશે.આ દિવસે ભગવાન વિષ્ણુ ની સાથે સાથે માટે-લક્ષ્મી નો પુજા-અર્ચના કરવાથી બધીજ મનોકામના પુરી થાય છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
ચૈત્ર મહિનાની ખાસિયત
ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે એટલે કે ચૈત્ર મહિનાની પુર્ણિમા ના દિવસે ચંદ્રમા ચિત્રા નક્ષત્ર માં હોય છે,એના કારણે આ મહિનાનું નામ ચૈત્ર પડ્યું.આ મહિનામાં ચંદ્ર મેષ રાશિ અને અશ્વિની નક્ષત્ર માં પ્રવેશ કરે છે.આ મહિનાને ભક્તિ ના સંયમ નો મહિનો પણ કહેવામાં આવે છે કારણકે આ મહિને ઘણા વ્રત અને તૈહવાર પડે છે.આ મહિનાથીજ વસંત ઋતુ પુરી થાય છે અને ગરમી ની ઋતુ ચાલુ થાય છે.
ચૈત્ર મહિનામાં આવનારા મુખ્ય વ્રત-તૈહવારો
ચૈત્ર મહિનો એટલે કે 26 માર્ચ 2024 થી 23 એપ્રિલ 2024 ના દરમિયાન સનાતન ધર્મ ના ઘણા મુખ્ય વ્રત-તૈહવારો આવવાના છે,જે આ રીતે છે:
તારીખ | દિવસ | વ્રત તૈહવાર |
28 માર્ચ 2024 | ગુરુવાર | સંકષ્ટી ચતુર્થી |
05 એપ્રિલ 2024 | શુક્રવાર | પાપમોચિની એકાદશી |
06 એપ્રિલ 2024 | શનિવાર | પ્રદોષ વ્રત (કૃષ્ણ) |
07 એપ્રિલ 2024 | રવિવાર | માસિક શિવરાત્રી |
08 એપ્રિલ 2024 | સોમવાર | ચૈત્ર અમાવસ્યા |
09 એપ્રિલ 2024 | મંગળવાર | ચૈત્ર નવરાત્રી, ઉગાડી ઘટસ્થાપન, ગુડી પડવો |
10 એપ્રિલ 2024 | બુધવાર | ચેટી ચાંદ |
13 એપ્રિલ 2024 | શનિવાર | મેષ સંક્રાંતિ |
17 એપ્રિલ 2024 | બુધવાર | ચૈત્ર નવરાત્રી પારણા, રામ નવમી |
19 એપ્રિલ 2024 | શુક્રવાર | કામદા એકાદશી |
21 એપ્રિલ 2024 | રવિવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
23 એપ્રિલ 2024 | મંગળવાર | હનુમાન જયંતિ, ચૈત્ર પૂર્ણિમા વ્રત |
વર્ષ 2024 માં હિન્દુ ધર્મ ના બધાજ વ્રત-તૈહવાર ની સાચી તારીખો જાણવા માટે ક્લિક કરો : હિન્દુ કેલેન્ડર 2024
ચૈત્ર મહિનામાં જન્મ લેવાવાળા લોકોના ગુણ
ચૈત્ર મહિનામાં ઘણા લોકોના જન્મ દિવસ આવે છે.અમે તમને જણાવીશું કે ચૈત્ર મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ કેવો હોય છે અને એની અંદર કઈ ખુબીઓ હોય છે.જ્યોતિષ શાસ્ત્રો માં ઘણી ખાસ તારીખો અને મહિનામાં જન્મેલા લોકોની અલગ-અલગ ખૂબીઓ અને ખાસિયતો જણાવામાં આવી છે.વ્યક્તિ જે મહિનામાં જન્મે છે એના આધાર પરથીજ એમના સ્વભાવ વિશે જણાવામાં આવે છે.જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે જાણો તો અમારા જન્મ નો મહિનો અમારા જીવન નો સકારાત્મક કે નકારાત્મક રૂપ થી પ્રભાવ નકહે છે.ચૈત્ર મહિનામાં જે લોકો નો જન્મ થાય છે,એમાં ઘણા પ્રકારની ખૂબીઓ અને કમીઓ હોય છે.તો ચાલો જાણીએ.
ચૈત્ર મહિનામાં જન્મેલા લોકો ઘણા જુંનુની હોય છે.આ મહિનામાં જન્મેલા લોકો રમતગમત, મીડિયા, જાહેરાત અને રાજકારણ વગેરે ક્ષેત્રોમાં વધુ રસ લે છે. ચૈત્ર મહિનો 2024 આ લોકો ખૂબ જ બહાદુર અને ધીરજવાન હોય છે. આ લોકોને કોઈ વાતનો ડર નથી હોતો. તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અડગ રહે છે અને દરેક પરિસ્થિતિનો ખુલ્લેઆમ સામનો કરે છે. આ લોકોને એવી વસ્તુઓ કરવામાં આનંદ આવે છે જે દરેકની પહોંચમાં નથી. તેઓ તેમના મિત્રો અને પ્રિયજનો માટે ખૂબ જ ખાસ હોય છે. તેઓ જ્યાં પણ જાય છે તે આકર્ષણનું કેન્દ્ર બને છે. તેઓ રોમેન્ટિક હોય છે અને તેમના પાર્ટનરને સારી રીતે કેવી રીતે આકર્ષિત કરવા તે જાણે છે. તેઓ દયાળુ સ્વભાવ ધરાવે છે અને દરેક પ્રત્યે માયાળુ હોય છે.
જ્યોતિષ શાસ્ત્રો મુજબ જે લોકોનો જન્મ ચૈત્ર મહિનામાં થયો છે એ લોકો કલા પ્રેમી હોય છે.આ લોકોને ઘર સજાવાનો પણ શોખ હોય છે અને પોતે પણ સજી ને રહે છે.આ લોકોને નવી નવી વસ્તુઓ જાણવાની ઘણી ઈચ્છા હોય છે.આ લોકોમાં જીજ્ઞાશુ પ્રવૃત્તિ હોય છે.આ લોકો બહુ ઈમોશનલ પણ હોય છે અને આ લોકો ખાલી પોતાનીજ નહિ પણ પોતાની સાથે જોડાયેલા લોકોની પણ કદર કરે છે.એના સિવાય જે લોકો ધોખો કરે છે એ લોકો આ લોકોની નજર માંથી નીચે પડી જાય છે અને લાખો કોશિશ પછી પણ એ લોકો જગ્યા નથી બનાવી શકતા.આ લોકોનો નકારાત્મક પક્ષ ને જોઈએ તો,આ લોકોને બીજા ના જીવનમાં દખલગીરી કરવાની આદત હોય છે.જેના કારણે આ લોકોને ક્યારેક ક્યારેક સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.આના સિવાય સામે વાળા લોકો સાથે એમના સબંધ પણ ખરાબ થઇ જાય છે.આ લોકો બહુ બોલવાવાળા પણ હોય છે અને બોલતા પેહલા જરા પણ વિચાર નથી કરતા.
પાર્ટનર માટે આ લોકોના દિલ માં બહુ પ્યાર હોય છે.આ લોકો પોતાના પાર્ટનર ને પણ કોઈ દિવસ ધોખો નથી આપતા.એની સાથે આવા લોકો ખરાબ પરિસ્થિતિ માં પણ પાર્ટનર નો સાથ નથી છોડતા.આ લોકો ની એક બીજી ખાસ વાત પણ છે.એના કારણે આ લોકો ભવિષ્ય માં થવાવાળા નુકશાન અને આવનારી મુશ્કેલીઓ ને પહેલાજ જાણી લ્યે છે અને એના મુજબ પોતાના નિર્ણય લ્યે છે.એમનો આ ગુણ એમને કારકિર્દી માં ખુબ તરક્કી અપાવે છે.
ચૈત્ર મહિનામાં ભગવાન વિષ્ણુ ના માછલી ના અવતાર ની પુજા નું મહત્વ
ચૈત્ર ના મહિનામાં જ મત્સ્ય જયંતી ઉજવામાં આવે છે.માછલી નો અવતાર ભગવાન વિષ્ણુ ના દસ અવતાર માંથી પેહલો અવતાર છે. ચૈત્ર મહિનો 2024 આ રૂપમાં પ્રગટ થઈને શ્રી હરિ એ પ્રલય થી દુનિયા ને બચાવી અને આ અવતાર થી ભગવાને વેદો ની ઓણ રક્ષા કરી હતી.માન્યતા છે કે ચૈત્ર મહિનામાં પાવન મહિનામાં પવિત્ર નદીમાં નાહવું,પુજા અને વ્રત થી તન અને મન ની શુદ્ધિ થાય છે.આ સમયગાળા માં ભગવાન વિષ્ણુ ની કૃપા મેળવા માટે દાન-પુર્ણય કરવું જોઈએ.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
ચૈત્ર મહિનામાં ભુલ થી પણ નહિ કરો આ કામ
હિન્દુ કેલેન્ડર મુજબ બધાજ મહિનાનું અલગ મહત્વ છે.આવો જ એક માસ એટલે ચૈત્ર માસ. આ આખો મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે આ મહિનો દેવી દુર્ગાને સમર્પિત છે અને આ મહિનામાં ચૈત્ર નવરાત્રી પણ આવે છે. સમગ્ર ચૈત્ર માસ દરમિયાન કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. ચાલો જાણીએ ચૈત્ર મહિનામાં કયા કાર્યો ટાળવા જોઈએ.
તામસિક ભોજન થી દુર રહો
ચૈત્ર ના આખા મહિનામાં માંસાહારી કે તામસિક ભોજન નું ભુલ થી પણ સેવન નહિ કરવું જોઈએ.એવું માનાવમાં આવે છે કે આ આખા મહિનામાં માંસાહાર નું સેવન કરવાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે અને આવું કરવાથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓ માંથી નીકળવું પડે છે.
ગોળ ખાવાથી બચો
ચૈત્ર મહિનામાં ઘણા વ્રત અને તૈહવાર આવે છે અને આ તૈહવાર માં સૌથી મુખ્ય તૈહવાર નવરાત્રી નો છે.આ વ્રત દરમિયાન અને ચૈત્ર મહિનામાં તમારે ગોળ ખાવાથી બચવું જોઈએ.માનવામાં આવે છે કે ગોળ ગરમ હોય છે અને ગરમી વધવાના કારણે ગોળ ખાવાથી તમારા આરોગ્યને નુકશાન થઇ શકે છે.
ડુંગળી અને લસણ થી દુર રહો
આખા ચૈત્ર મહિનામાં ડુંગળી અને લસણનું સેવન ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ચૈત્ર મહિનો દેવી દુર્ગાને સમર્પિત છે અને આ મહિનામાં કોઈપણ પ્રકારનો તામસિક ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને ડુંગળી અને લસણ.
નશા થી દુર રહો
ચૈત્ર મહિનો સૌથી પવિત્ર અને પવિત્ર માસ માનવામાં આવે છે, તેથી આ મહિનામાં ભૂલથી પણ નશો ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં નશા વગેરેના સેવનથી વ્યક્તિને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.
ચામડા માંથી બનેલી વસ્તુઓ નો ઉપયોગ નહિ કરો
ચૈત્ર નો એક મહિનો ચામડા થી બનેલી વસ્તુઓ નો ઉપયોગ નહિ કરો કારણકે ચામડું પ્રાણીઓ ની ચામડીમાં થી બને છે એટલા માટે આ મહિનામાં ચામડા ની બનેલી વસ્તુઓ નો ઉપયોગ નહિ કરવો જોઈએ નહીતો ભક્તો ને ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
વાળ અને નખ નહિ કાપો
ચૈત્ર નો મહિનો એટલે 26 માર્ચ થી 23 એપ્રિલ સુધી ભુલ થી પણ વાળ નહિ કપાવા જોઈએ.એવું માનવામાં આવે છે કે વાળ કપાવાથી માણસ ની મતિ ભ્રમિત થઇ શકે છે અને ઘરની આર્થિક સ્થિતિ બગડી શકે છે.એના સિવાય,નખ પણ નહિ કાપવા જોઈએ.નહીતો પુરુષો એ દાઢી કરવી જોઈએ.
લડાઈ-ઝગડા થી દુર રહો
જ્યોતિષ મુજબ,ચૈત્ર ના મહિનામાં કોઈને પણ લડાઈ-ઝગડા માં નહિ પડવું જોઈએ.ખાસ કરીને સ્ત્રીઓ સાથે.ક્રોધ કે અભિમાન ની ભાવના પણ તમારી અંદર નહિ લાવવી જોઈએ.એના સિવાય,ઘરમાં કંકાસ કરવાથી પણ બચવું જોઈએ.નહીતો માતા લક્ષ્મી નારાજ થઇ શકે છે.
ચૈત્ર મહિનામાં જરૂર કરો આ કામ
- ચૈત્ર ના મહિનામાં સુર્યદેવ ની પુજા કરો ને એને પાણી ચડાવો.આ મહિને સુર્યદેવ ની પુજા કરવી બહુ શુભ માનવમાં આવે છે.માન્યતા છે કે સુર્યદેવ ની પુજા કરવાથી વ્યક્તિને બધાજ રોગ માંથી છુટ્કારો મળે છે.
- આ મહિનામાં માં દુર્ગા સિવાય ભગવાન વિષ્ણુ ની પુજા અને આરાધના કરવી શુભ માનવામાં આવે છે. ચૈત્ર મહિનો 2024 માં તમારે ભગવાન વિષ્ણુ ના માછલી ના રૂપની પુજા કરવી જોઈએ.આવું કરવાથી તમારી ઉપર માતા લક્ષ્મી ની ખાસ કૃપા બની રહેશે અને તમારી આર્થિક સ્થિતિ મજબુત થાય છે.
- ચૈત્ર મહિનામાં ગુપ્ત રીતે માં દુર્ગા ના નવ રૂપની પુજા-અર્ચના કરવી બહુ સારું માનવામાં આવે છે.
ચૈત્ર મહિનામાં કરો આ સરળ ઉપાય
- જ્યોતિષ મુજબ,ચૈત્ર મહિનામાં એક લાલ કપડાં માં 5 પ્રકારના લાલ ફળ અને ફુલ રાખીને બ્રાહ્મણ ને દાન કરવું જોઈએ.આવું કરવાથી ઘર માં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
- ચૈત્ર મહિનામાં પીપળ ના ઝાડ ની પુજા કરવી જોઈએ અને 7 વાર પરિક્રમા કરીને લાલ કલર અર્પિત કરવો જોઈએ.આનાથી જીવનમાં શાંતિ મળે છે.
- ચૈત્ર મહિનામાં આવનારા દરેક ગુરુવારે કેળા ના ઝાડ ની પુજા કરીને ભગવાન વિષ્ણુ ના મંત્રો નો હંમેશા 108 વાર જાપ કરવો જોઈએ.આનાથી કુંડળી માં ગુરુ ગ્રહ ની સ્થિતિ મજબુત થાય છે.
- ચૈત્ર મહિનામાં પ્રાણીઓ ને પાણી પીવડાવું જોઈએ અને પશુ-પક્ષીઓ ને દાણા નાખવા જોઈએ.આનાથી ઘરમાં માતા લક્ષ્મી નો વાસ બની રહે છે.
- ચૈત્ર મહિનામાં 108 વાર પોતાના કુળદેવી નું નામ પાન પર લખીને મંદિર માં રાખવાથી ઘરમાં શુભતા વધે છે.
વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ
ચૈત્ર મહિનો 2024: ચૈત્ર મહિનામાં રાશિ મુજબ આ વસ્તુઓ નું દાન કરો
મેષ રાશિ
મેષ રાશિના લોકો ચૈત્ર મહિનામાં ગોળ નું દાન જરૂર કરવું જોઈએ.આવું કરવાથી લોકોને માતા લક્ષ્મી ની ખાસ કૃપા મળે છે અને ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોને ચૈત્ર મહિનામાં સફેદ મિશ્રી નું દાન કરવું જોઈએ.આ તમારા માટે શુભ સાબિત થશે. ચૈત્ર મહિનો 2024 માંઆવું કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો એ ચૈત્ર મહિનામાં લીલી મગ ની દાળ નું દાન કરવું જોઈએ,આવું કરવાથી આ લોકોના લગ્ન જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ થી છુટ્કારો મળે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે ચૈત્ર મહિનામાં ભાત નું દાન જરૂર કરવું જોઈએ.ભાત ના દાન થી કર્ક રાશિના લોકો ને માનસિક શાંતિ ની પ્રાપ્તિ થશે.
સિંહ રાશિ
આ રાશિના લોકોને ચૈત્ર મહિનામાં ઘઉં ની દાન કરવું જોઈએ.આવું કરવાથી તમને સમાજમાં માન-સમ્માન ની પ્રાપ્તિ થશે.
કન્યા રાશિ
આ રાશિના લોકોને ચૈત્ર પુર્ણિમા ના દિવસે પ્રાણીઓ અને પશુ-પક્ષીઓ ને લીલો ચારો ને દાણા ખવડાવા જોઈએ. ચૈત્ર મહિનો 2024 માંઆવું કરવાથી જીવનમાં આવનારી સમસ્યાઓ થી છુટ્કારો મળી શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના લોકોને ચૈત્ર મહિના દરમિયાન છોકરીઓ ને ખીર ખવડાવી જોઈએ અને પૈસા આપીને આર્શિવાદ લેવા જોઈએ.માન્યતા છે કે આવું કરવાથી ભક્ત ની બધીજ મનોકામના દુર થાય છે.
શું વર્ષ 2024 માં તમારા જીવનમાં થશે પ્રેમ ની દસ્તક? પ્રેમ રાશિફળ 2024 આપશે જવાબ
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોને ચૈત્ર મહિનામાં ગોળ અને ચણા નું દાન કરવું જોઈએ.આવું કરવાથી તમારા દુશ્મનો અને વિરોધીઓ ઉપર વિજય મળશે અને એમનો નાશ થશે.
ધનુ રાશિ
જીવનમાં ખુશાલી અને સમૃદ્ધિ મેળવા માટે ધનુ રાશિના લોકો એ ચૈત્ર પુર્ણિમા ના દિવસે મંદિરમાં કાળા ચણા નું દાન કરવું જોઈએ કે બ્રાહ્મણો ને કાળા ચણા નું ભોજન કરાવું જોઈએ.આવું કરવાથી તમારી આર્થિક સ્થિતિ માં સ્થિરતા આવશે.
મકર રાશિ
જો તમારે નોકરીમાં કે કાર્યક્ષેત્ર માં સમસ્યાઓ થી બે-ચાર કરવું પડી શકે છે તો ચૈત્ર મહિના દરમિયાન ગરીબો અને જરૂરતમંદ ને કપડાં નું દાન કરો.આવું કરવાથી કાર્યક્ષેત્ર માં તરક્કી મળશે.
કુંભ રાશિ
ચૈત્ર ,મહિનામાં કુંભ રાશિના લોકોને કાળી અડદ ની દાળ નું દાન કરવું જોઈએ.આવું કરવાથી તમારા બિઝનેસ માં આવી રહેલી બધીજ સમસ્યાઓ દુર થઇ જશે.
મીન રાશિ
મીન રાશિના લોકોને ચૈત્ર પુર્ણિમા ના દિવસે હળદર અને ચણા ના લોટ ની મીઠાઈ નું દાન કરવું જોઈએ. ચૈત્ર મહિનો 2024 માંઆનું દાન કરવાથી તમને ઘણી જગ્યા એ થી પૈસા મળી શકે છે.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025