શુક્ર નો મીન રાશિ માં ગોચર - Shukrno Meen Rashima Gochar

Author: Sanghani Jasmin | Updated Wed, 20 Mar 2024 07:06 PM IST

એસ્ટ્રોસેજ નો આ ખાસ લેખ તમને શુક્ર નો મીન રાશિ માં ગોચર વિશે વિસ્તારપુર્વક જાણકારી આપશે.જ્યોતિષ માં શુક્ર ગ્રહ ને પ્રેમ અને ભૌતિક સુખો નો કારક ગ્રહ માનવામાં આવે છે અને હવે આ 31 માર્ચે 2024 એ પોતાની રાશિ માંથી પરિવર્તન કરીને મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.એવા માં,આ જાણવું દિલચસ્પ હશે કે શુક્ર નો મીન રાશિમાં ગોચર તમારી રાશિ ઉપર કેવી રહેશે.


દુનિયાભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

મીન રાશિ શુક્ર ગ્રહ ની ઉચ્ચ રાશિ છે આ રાશિમાં શુક્ર ની સ્થિતિ મજબુત હોય છે કે પછી જયારે શુક્ર દેવ પોતાના સ્વામિત્વ વાળી રાશિ વૃષભ અને મીન રાશિમાં હોય છે,તો એની સ્થિતિ સારી માનવામાં આવે છે.વૈદિક જ્યોતિષ માં શુક્ર ને આકર્ષણ,સુંદરતા,ખુશીઓ,વિલાસિતા,રોમાન્સ,પ્રેમ,રચનાત્મકતા વગેરે નો કારક ગ્રહ માનવામાં આવે છે.આ વ્યક્તિના જીવનમાં અલગ-અલગ જગ્યા ને પ્રભાવિત કરે છે એટલા માટે આને ખુશીઓ ના દેવતા તરીકે ઓળખાવમાં આવે છે.

જો તમે જાણતા હોવ કે કુંડળી કઈ રીતે કામ કરે છે,તો તમને જરૂર ખબર હશે કે દરેક ગ્રહ કુંડળી ના 12 ભાવો અને રાશિચક્ર ની 12 રાશિઓ માં હાજર હોય છે.આ પ્રકારે,કોઈ વ્યક્તિના જન્મ સમયે કુંડળી માં શુક્ર ની સ્થિતિ એ વ્યક્તિના પ્રેમ જીવનમાં અને જીવનમાં મળવાવાળા સુખો ને દાર્શવે છે.જણાવી દઈએ કે શુક્ર ગ્રહ લગભગ 224 દિવસો માં સુર્ય ની પરિક્રમા પુરી કરે છે અને દરેક રાશિમાં લગભગ 18 થી 24 દિવસો સુધી રહે છે.ચંદ્રમા પછી શુક્ર બીજો એવો ગ્રહ છે જે રાત ના સમયે વધારે ચમકે છે.સામાન્ય રીતે,શુક્ર ને પૃથ્વી નો જુડવા પણ કહેવામાં આવે છે.

શુક્ર નો મીન રાશિમાં પ્રભાવ

જેમકે અમે તમને જણાવી ચુક્યા છીએ કે શુક્ર મીન રાશિમાં ઉચ્ચ નો હોય છે અને આ સ્થિતિ લોકોના જીવનમાં સકારાત્મક પરિણામ આપે છે.જળતત્વ ની રાશિ મીન નો શુક્ર ઉપર પ્રભાવ થવાના કારણે આ રાશિના લોકોનું વ્યક્તિત્વ ગહેરૂં હોય છે.એક નદી પ્રમાણે એટલા માટે આ લોકોના સ્વભાવ માં એક નદી ની જેમ ઉતાર-ચડાવ જોવા મળે છે.પરંતુ,આ લોકોમાં શાંત પાણી ની જેમ શાંત રહેવા અને કઈ પણ બોલ્યા વગર સહન કરવાની શક્તિ પણ હોય છે.શુક્ર નો સબંધ પ્રેમ સાથે છે અને એવા માં,જયારે આ મીન રાશિમાં હાજર હોય છે,આ રાશિના લોકોના સ્વભાવમાં રોમાન્સ માં વધારો થાય છે.આ લોકો દેખાવ માં બહુ આકર્ષક હોય છે અને આ લોકોની વાણી બહુ વિનમ્ર હોય છે.આ રાશિના લોકો જે પણ બોલે છે એમના આ શબ્દ જાદુ જેવું કામ કરે છે અને કઠોર માં કઠોર દિલ ને ઓગાળવામાં સક્ષમ હોય છે.જે લોકોની કુંડળી માં શુક્ર મીન રાશિમાં હોય છે,એ બહુ ભાગ્યશાળી હોય છે અને લોકોની વચ્ચે બહુ પ્રસિદ્ધ હોય છે.આ લોકો પોતાના જીવનકાળ માં બહુ પૈસા કમાય છે.

આવા લોકો તાલમેલ બેસાડવામાં માહિર હોય છે,એવી રીતે જેમ કોઈ વાસણ માં પાણી નાખવાથી એ એના આકાર માં જાય છે અને આ વાત ખાસ કરીને એમના પ્રેમ જીવનમાં લાગુ પડે છે.આ લોકોની અંદર પ્રેમ જીવનમાં અસ્વીકાર હોવાનો ડર હોય છે.એની સાથે,આ લોકો પોતાના પાર્ટનર ને પ્રસન્ન કરવા અને રિલેશનશિપ ને મજબુત બનાવા માટે પુરી કોશિશ કરે છે.આ લોકો આવું એટલા માટે કરે છે કે એમને પોતાના જીવનમાં સાથી નો પ્યાર મેળવાનો હોય છે.હંમેશા આ લોકોને પોતાના મગજ માં ઉઠાવવાળું તુફાન ને શાંત કરવા માટે આ લોકો ને કોઈની જરૂરત હોય છે.એવી રીતે જેમ પાણી ની બાળ ને રોકવા માટે બાંધ ની જરૂરત હોય છે.

આ પણ વાંચો : રાશિફળ 2024

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

સમય

પ્રેમ અને ભૌતિક સુખો નો કારક શુક્ર હવે મીન રાશિમાં પ્રવેશ કરવા માટે પુરી તૈયારી થી તૈયાર છે જે આ લોકોની ઉચ્ચ રાશિ પણ છે.આ રાશિમાં શુક્ર ની સ્થિતિ બહુ સારી હોય છે જે 31 માર્ચ 2024 ની સાંજે 04 વાગીને 31 મિનિટ પર મીન રાશિમાં ગોચર કરશે.વધીએ ને આ ગોચર ઉપર દેશ અને દુનિયા નો કેવો પ્રભાવ પડશે.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

શુક્ર નો મીન રાશિ માં ગોચર : આ રાશિઓ ને મળશે શુભ પરિણામ

વૃષભ રાશિ

શુક્ર નો મીન રાશિમાં ગોચર વૃષભ રાશિના લોકો માટે મહત્વપુર્ણ માનવામાં આવે છે કારણકે આ તમારા લગ્ન ભાવ અને છથા ભાવનો સ્વામી છે.હવે આ તમારી ઉચ્ચ અવસ્થા માં તમારા અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,શુક્ર નો ગોચર અગિયારમા ભાવમાં હોવાથી તમારી આવકમાં વધારો જોવા મળશે અને તમારા સામાજિક જીવનમાં સુધારો આવશે.આ દરમિયાન તમારી આવક ડબલ વધશે અને એવા માં,તમે તમારા જીવનમાં નક્કી કરેલા લક્ષ્ય ને પુરા કરવામાં સક્ષમ હસો.એની સાથે,આ સમય તમારી બધીજ ઈચ્છાઓ અને સપનો ને પુરા કરવાનું કામ કરશે.ત્યાં,વૃષભ રાશિ વાળા લોકો પોતાના રોકાયેલા અને અટકેલા કામો ને પુરા કરી શકશે.

આ લોકોના જે કામ અને પ્રોજેક્ટ પૈસા ની કમી ના કારણે અટકેલા હતા હવે તમે એને પુરા કરવામાં સક્ષમ હસો કારણકે હવે લાભ થવાના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે.શુક્ર ગોચર ના સમયગાળા માં નવા વાહન ખરીદવાનો યોગ બનશે.આના સિવાય,આ સમય ને પ્રેમ જીવન માટે પણ સારો કહેવામાં આવ્યો છે અને એવા માં,તમારી અને પાર્ટનર ની વચ્ચે પ્રેમ અને જુનુન બંને માં વધારો થશે.એના પરિણામસ્વરૂપ,તમારા સબંધ પેહલા કરતા ઘણા પરિપક્વ થશે અને મધુર બનેલા રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા માટે શુક્ર ને લાભકારી ગ્રહ તરીકે ઓળખવામાં આવ્યો છે કારણકે આ તમારા લગ્ન ભાવના સ્વામી બુધ નો મિત્રો છે.તમારી કુંડળી માં આ પાંચમા અને બારમા ભાવનો સ્વામી છે જે હવે તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે અને એવા માં,આ તમારી કારકિર્દી માં પ્રમોશન અને પ્રગતિ તરફ ઇસારો કરી રહ્યો છે એટલા માટે આ સમય ને મન લગાવીને કામ કરવા માટે ઉત્તમ કહેવામાં આવશે.જે લોકો નો સબંધ રચનાત્મક વસ્તુઓ સાથે છે એમનું પ્રદશન આ સમયગાળામાં શાનદાર રહેશે કારણકે મીન રાશિમાં શુક્ર ઉચ્ચ નો હશે જે તમને ટોંચ ઉપર લઇ જવામાં અને પ્રમોશન દેવડાવામાં મદદ કરશે.આનાથી ઉલટું, ફર્નિચર ડિઝાઇનિંગ, ફેશન ડિઝાઇનિંગ વગેરેનો વ્યવસાય કરનારાઓને નવા અને નફાકારક સોદા મળવાની પ્રબળ સંભાવના છે. પરંતુ, તમારે અન્ય લોકો સાથે સારું વર્તન કરવું પડશે અને તમારી છબી જાળવી રાખવી પડશે. જો કે, પરિવારમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે. આ સમય દરમિયાન તમારું ધ્યાન ઘરની સજાવટ પર રહેશે અને આવી સ્થિતિમાં તમે ઘરને સુંદર બનાવવા માટે થોડા પૈસા પણ ખર્ચી શકો છો.

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા લોકો ની કુંડળી માં શુક્ર તમારા ચોથા અને અગિયારમા ભાવનો સ્વામી છે.અને હવે આ તમારા નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં નવમા ભાગનો સબંધ નસીબ,લાંબી દુરીની યાત્રા,ધર્મ ને પિતા વગેરે સાથે હોય છે.શુક્રનો મીન રાશિમાં ગોચર દરમિયાન તમારો શોખ નવી નવી વસ્તુઓ વિશે જાણવામાં હશે અને એવા માં,તમને નવી જગ્યા પર જવાનો મોકો પણ મળશે.એની સાથે,આ લોકો પોતાના નજીકના લોકો સાથે લાંબી દુરીની યાત્રા ઉપર જઈ શકે છે.જ્યાં તમે એની સાથે સુંદરતા નો આનંદ લેતા નજર આવશો.પરંતુ,આ યાત્રાઓ તમારા વેપારને વધારવા અને નવા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં મદદ કરશે.એના ફળસ્વરૂપ,તમને બિઝનેસ વધારવાના ઘણા મોકા મળશે.

જયારે શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે,ત્યારે કર્ક રાશિના લોકો ને એ સમસ્યાઓ થી છુટ્કારો આપશે જેનો તમે સામનો કરી રહ્યા હતા.જે લોકો નું કામ લાંબા સમય થી રોકાયેલું છે તો હવે તમે એને જલ્દી થી પુરુ કરી લેશો.શુક્ર ગોચર ની અવધિ તમારા માટે નોકરીમાં બદલાવ લઈને આવી શકે છે અને તમે નોકરીના કોઈ સારા ઓફર નો સ્વીકાર કરી શકો છૉ.

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા માટે શુક્ર ગ્રહ તમારા બીજા અને નવમા ભાવનો સ્વામી છે જે તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,શુક્ર નો મીન રાશિ માં ગોચર તમારા માટે શુભ રહેશે.એવા માં,તમને એવું મહેસુસ થશે કે પાર્ટનર સાથે સબંધ માં પ્રેમ વધી ગયો છે તમે એની બહુ નજીક આવી ગયા છો.આ લોકોને આપસી તાલમેલ સારો કરવાના મોકા મળશે અને પાર્ટનર સાથે તમારો સબંધ રોમેન્ટિક બની રહેશે.એની સાથે,તમે એકબીજા સાથે બહુ સમય પસાર કરશો.

શુક્ર ગોચર ના સમયે તમે અને પાર્ટનર એકબીજા સાથે ખુશ નજર આવશો.એના સિવાય,તમે ઘર-પરિવાર ની સાથે સાથે આજુબાજુ માં થતી નાનામાં નાની વાતો ઉપર ધ્યાન આપશો.પરંતુ, આ ગોચર ને વેપાર માટે સારો કહેવામાં આવશે.આ લોકો એ પોતાની કંપનીમાં કંઈક લેણદેણ કરવી પડી શકે છે અને પાર્ટનર સાથે સારો સબંધ બનાવી રાખવા વેપારના વધારા માટે બહુ જરૂરી રહેશે.જો તમે તમારા સાથી સાથે સમય પસાર કરવા માંગો છો,તો તમે કોઈ લાંબી દુરીની યાત્રા ઉપર જઈ શકો છો.જે લોકો નોકરી કરે છે એને તરક્કી નો મોકો મળશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા માટે શુક્ર ગ્રહ તમારા સાતમા અને બારમા ભાવનો સ્વામી છે જે હવે તમારા પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,આ લોકોનું પ્રેમ જીવન શાનદાર રહેશે અને તમારી વાત કરવાની આવડત સારી રહેશે.એવા માં,તમે બીજા સાથે પ્રભાવશાળી રીતે વાત કરતા નજર આવશો અને પાંચમા ભાવના શુક્ર નો ગોચર નો પ્રભાવ હશે.આ દરમિયાન તમે બંને પ્રેમ ના સાગર માં ડૂબેલા રેહશો અને તમે એ બધુજ કરશો જેનાથી તમારા પાર્ટનર ને ખુશી મળે પછી ભલે સાથે સમય પસાર કરવાની વાત હોય કે એકબીજા સાથે વિચારો ને સાજા કરવાની વાત હોય.

જો તમે એકલા છો,તો આ સમયે તમારા જીવનમાં જોઈ ખાસ દસ્તક આપી શકે છે જેની સાથે તમે પ્યાર માં પડી શકો છો.શુક્ર ના ગોચર દરમિયાન તમારી કારકિર્દી માં બદલાવ જોવા મળી શકે છે અને એવા માં,આ લોકોને સારા પગાર વાળી નવી નોકરી મળવાની સંભાવના છે.વૃશ્ચિક રાશિવાળા લોકોના લગ્ન નક્કી થઇ શકે છે અને એના પરિણામસ્વરૂપ,તમે લગ્નના બંધન માં બંધાઈ શકો છો એટલા માટે આના સબંધ માં વાતચીત ચાલતી રહેશે અને તમે જસ્ન મનાવતા દેખાશો.શુક્ર નો મીન રાશિ માં ગોચર તમારી આવકમાં વધારો કરવાનું કામ કરશે.સંભવ છે કે તમને માતા-પિતા બનવાનું સુખ મળે જેનાથી તમે જાણી શકશો કે માતા-પિતા બનવાનો અનુભવ કેવો હોય છે.આ લોકો પાસે વિદેશ માં જઈને અભ્યાસ કરવાનો વિકલ્પ પણ હશે.

હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી તમારી ઈચ્છા મુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

આ રાશિઓ ને કરશે નકારાત્મક રૂપે પ્રભાવિત

તુલા રાશિ

તુલા રાશિ વાળા માટે શુક્ર નો ગોચર તમારા છથા ભાવમાં થશે અને આ તમારી કુંડળી ના લગ્ન ભાવ કે આઠમા ભાવનો સ્વામી છે.શુક્ર નો મીન રાશિ માં ગોચર તમારા ખર્ચા માં વધારો કરી શકે છે.આ દરમિયાન તમને નાનામાં નાની સફળતા અને ઉપલબ્ધીઓ પણ બહુ કોશિશ અને સંઘર્ષ કાર્ય પછી મળવાની આશંકા છે એટલા માટે તમારે વધારે મેહનત કરવી પડશે.આ પરિસ્થિતિઓ ના કારણે કાર્યસ્થળ માં માહોલ થોડો અસહજ રહી શકે છે જેમાં તમને કામ કરવું મુશ્કિલ લાગી શકે છે.એવા માં,કામ પ્રત્ય તમારી રુચિ પણ ઓછી થઇ શકે છે.જે લોકોનો પોતાનો ધંધો છે,એને આ સમય પરેશાન કરી શકે છે જેના કારણે તમે ચિંતા માં રહી શકો છો.પરંતુ,આ મુશ્કિલ સમય વધારે સમય માટે નહિ રહે એટલા માટે ચિંતા નહિ કરતા.

મીન રાશિમાં શુક્ર ના ગોચર દરમિયાન તમારી પાસે વિદેશ યાત્રા માં જવાનો વિકલ્પ પણ હશે.એવા માં,જો તમે વિદેશ જવાનો વિચાર કરો છો,તો તમારે એમાં મોડા નો સામનો કરવો પડી શકે છે.આ લોકો એ પોતાના આરોગ્ય પ્રત્ય સાવધાન રેહવું પડશે કારણકે તમારે આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.ડાયાબિટીઝ ના લોકો ને બહુ સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે,નહીતો તમારી હાલત બગડી શકે છે.પરંતુ,તમારે આ સમયે સંપત્તિ ખરીદવાથી બચવું પડશે.

શુક્ર નો મીન રાશિ માં ગોચર : સરળ અને સેહલા ઉપાય

શું વર્ષ 2024 માં તમારા જીવનમાં થશે પ્રેમ ની દસ્તક? પ્રેમ રાશિફળ 2024 આપશે જવાબ

શુક્ર નો મીન રાશિ માં ગોચર : વૃશ્ચિક પ્રભાવ

કળા અને મનોરંજન

વેપાર અને કંસલ્ટેશન

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

શુક્ર નો મીન રાશિ માં ગોચર : શેર બાઝાર ની ભવિષ્યવાણી

પ્રેમ નો કારક ગ્રહ શુક્ર 31 માર્ચ 2024 એ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે અને જણાવી દઈએ કે આ રાશિનો આધિપત્ય દેવતા ગુરુ ગ્રહ છે.શુક્ર ના આ ગોચર નો પ્રભાવ દેશ ની સાથે સાથે શેર બજાર પર પણ જોવા મળશે એટલા માટે એસ્ટ્રોસેજ તમારા માટેશેર બાઝાર ની ભવિષ્યવાણી લઈને આવ્યું છે.જેના કારણે તમે સ્ટોક માર્કેટ માં પડવાવાળા પ્રભાવ વિશે જાણી શકશો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer