26 જાન્યુઆરી 1950 ના દિવસે દેશ નું સંવિધાન લાગુ થયું હતું અને આ રીતે ભારત ગણરાજ્ય બની ગયો છે.આ વર્ષે ભારત ના લોકો 75 મોં ગણતંત્ર દિવસ 2024 મનાવશે.દર વર્ષ ની જેમ આ વર્ષ પણ ભારત નો ગણતંત્ર દિવસ બહુ જોશ અને હર્ષ ઉલ્લાસ થી મનાવામાં આવશે.આમાં અલગ અલગ મંત્રાલયો અને અલગ અલગ રાજ્યો ની ઝાંકીઓ બધા નું મનમોહિત કરવાની તૈયારી જોવા મળશે.સેના ની અલગ અલગ ટુકડીઓ ને અલગ અલગ રૂપમાં જોવા અને રોમાન્ચ થી વાળ ઉભા થઇ જવાની સ્થિતિ દરેક ભારતવાસી ને પોતાની ઉપર ગર્વ મહેસુસ કરવાનો મોકો આપે છે.
આ એક જોશ અને રોમાન્ચ ના પરાકાષ્ટ નો સમય હોય છે અને આજ કારણ છે દેશ ના યુવા લોકો,દેશ ના ખેડુતો,દેશ ના જવાન અને સામાન્ય લોકો ની સાથે સાથે વિદેશ માં રહેતા ભારતીયો અને ઘણા વિદેશી દેશો ની નજર પણ ભારત ના આ ગણતંત્ર દિવસ ઉપર બની રહે છે કારણકે એ લોકો જાણવા માંગે છે કે આ વાર ની ગણતંત્ર દિવસ ની પરેડ માં ખાસ આકર્ષણ કઈ કઈ વસ્તુનું છે.એમ પણ આ ભારત નો 75 મોં ગણતંત્ર દિવસ હશે તો કંઈક ના કંઈક ખાસ ની તો તમે ઉમ્મીદ કરીજ શકો છો.આવનારા બધાજ વર્ષ અમારા માટે એક ઉત્તમ ભવિષ્ય ની એક સારી અને એક નવી ઉમ્મીદ લઈને આવે છે.આવામાં ચારો તરફ યુદ્ધ ની સ્થિતિ ઉભી થઇ રહી છે તો આ લેખના માધ્ય્મ થી અમે જાણવાની કોશિશ કરીએ છીએ કે કેવો રહેવાનો છે આ ગણતંત્ર દિવસ 2024 અને એ પણ જાણવાની કોશિશ કરીએ છીએ કે વૈદિક જ્યોતિષ 2024 માં ભારતના ભવિષ્ય ના વિષય માં શું કંઈક ખાસ બતાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જીવનની દુવિધા દુર કરવા માટે વિદ્વાનજ્યોતિષીઓ સાથે કરો ફોન પર વાત અને ચેટ
ભારત એક એવો દેશ છે જેને લાંબા સમય થી વિદેશી લોકોના અત્યાચારો ને સહન કર્યું અને છતાં પણ પોતાની ક્ષમતા અને પ્રદશન ના કારણે બધીજ ચુનોતીઓ ને દરકિનારે કરીને ફરીથી ઉભો થયો અને પોતાનું એક અલગ મુકામ પ્રાપ્ત કર્યું છે.આ કોઈ સહેલી વાત નથી કે અમે જે પ્રકારે ઘણી બધી અઘરી ચુનોતીઓ ને પાછળ છોડીને પોતાના ગણતંત્ર ને બચાવી રાખ્યું અને આખી દુનિયા માટે એક મિસાલ રજુ કરી છે.આ અમારા માટે ગૌરવ આપવાવાળું એક ખાસ સમય છે,જયારે અમને અમારા દેશ ના સમ્માન,દેશ ની નીતિઓ અને પોતાની સેના ઉપર ગર્વ નો અનુભવ થાય છે.અમે શું વિકાસ કર્યો છે,આ અમારા માટે ગર્વ થી છાતી ચોળી કરવાવાળો સમય હોય છે.આજે અમારી સેનામાંજ એ દમ છે કે અમે આજ પણ પોતાના ઘરમાં સુરક્ષિત જીવન જીવી રહ્યા છીએ.આ વખતે ગણતંત્ર દિવસ 2024 માં પણ કોઈ ખાસ વાત બધાનું આકર્ષણ નું કેન્દ્ર બનવાની છે.ચાલો એક નજર નાખીએ કે એવું શું ખાસ થવાનું છે આ વખતે 75 માં ગણતંત્ર દિવસ ની ઉજવણી માં:
250+ પૃષ્ઠો નીબૃહત કુંડળી થી મેળવો વધારે માત્ર માં સફળતા અને સમૃદ્ધિ મેદવાનો મંત્ર!
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો પોતાનીરાજયોગ રિપોર્ટ
વૈદિક જ્યોતિષ માં અંતગર્ત વર્ષ 2024 માંગણતંત્ર દિવસ 2024 ના શુભ અવસર પર ભારત માટે જે મુખ્ય ભવિષ્યવાણી કરવામાં આવી છે,એ ભારતવર્ષ વિશે ઘણા પ્રકારની સ્થિતિઓ થી વાકેફ કરાવામાં સક્ષમ છે.એ ભારતવર્ષ ના રાજનીતિક,આર્થિક,ધાર્મિક અને સાંસ્કૃતિક વિશે ઘણા બધા સંકેત આપી રહ્યા છે.આવો જાણીએ કે સિતારો ની ગણતરી અને ગ્રહો ની ચાલ દેશ ની ધાર્મિક,સાંસ્કૃતિક અને રાજનીતિક પરિસ્થિતિઓ ને કઈ રીતે પ્રભાવિત કરે છે.આ ભવિષ્યવાણી ને સારી રીતે સમજવા માટે અમે સ્વતંત્ર ભારત ની કુંડળી નીચે આપેલી છે:
(સ્વતંત્ર ભારત ની કુંડળી)
એમતો ભારત પ્રાચીનકાળ થીજ અસ્તિત્વમાં છે અને ભારત ની પ્રભાવ રાશિ મકર રાશિ ને માનવામાં આવે છે પરંતુ આધુનિક ભાષા માં જોઈએ તો ભારત ને અંગ્રેજો ના સમય થી 15 ઓગષ્ટ 1947 આઝાદી મળી હતી અને ત્યારથી સ્વતંત્ર ભારત અસ્તિત્વમાં આવ્યું.ગણતંત્ર દિવસ 2024આ કુંડળી થી ઘણા પ્રકારની ગતિવિધિઓ નું આંકલન કરવામાં આવે છે એટલા માટે અમે પણ તમારી સામે આ કુંડળી ને રજુ કરી છે.
સ્વતંત્ર ભારત ની આ કુંડળી માં વૃષભ લગ્ન ઉદય થઇ રહ્યો છે જેમાં રાહુ મહારાજ બિરાજમાન છે અને સાતમા ભાવમાં વૃશ્ચિક રાશિમાં કેતુ હાજર છે.બીજી બાજુ મિથુન રાશિમાં મંગળ છે છતાં ત્રીજા ભાવમાં કર્ક રાશિમાં ચંદ્રમા સાથે સુર્ય,શનિ,બુધ અને શુક્ર બિરાજમાન છે.દેવગુરુ તરીકે માનવામાં આવતો ગુરુ ગ્રહ તુલા રાશિમાં આ કુંડળી માં છથા ભાવમાં સ્થિત છે.
આ રીતે સ્વતંત્ર ભારતવર્ષ ની કુંડળી વૃષભ લગ્ન અને કર્ક રાશિ છતાં પુષ્પ નક્ષત્ર ની છે.આ કુંડળી માટે શનિ એક બહુ મહત્વપુર્ણ અને યોગકારક ગ્રહ છે કારણકે એ નસીબ અને કર્મ ભાવ એટલે કે નવમા અને દસમા ભાવનો સ્વામી છે.
સ્વતંત્ર ભારતવર્ષ ની કુંડળી મુજબ ચંદ્રમા ની મહાદશા માં શુક્ર ની અંતર્દશા નો પ્રભાવ વર્ષ 2024 દરમિયાન દેખાવાનો છે કારણકે જુલાઈ 2023 થી લઈને માર્ચ 2025 સુધી ચંદ્રમા ની મહાદશામાં શુક્ર ની અંતર્દશા નો પ્રભાવ રહેવાનો છે.જો મુખ્ય ગ્રહો ની વાત કરવામાં આવે તો શનિ મહારાજ આખું વર્ષ દસમા ભાવમાં રહેશે.દેવગુરુ ગુરુ મે સુધી દ્રદાસ ભાવમાં અને એના પછી પેહલા ભાવમાં ગોચર કરશે છતાં રાહુ અને કેતુ અનુક્રમે આખું વર્ષ એકાદશ અને પાંચમા ભાવમાં બની રહેશે.
ચાલો હવે એ જાણીએ કે સ્વતંત્ર ભારતવર્ષ ની કુંડળી અને ગ્રહો નો ગોચર ભવિષ્યના ભારત નું કેવું ચિત્ર બનાવે છે:
વર્ષ 2024 ભારત માટે બહુ મહત્વપુર્ણ વર્ષ સાબિત થશે કારણકે આ વર્ષેજ લોકસભા ચુંટણી થવાની છે.આ ચુંટણીઓ દરમિયાન અલગ પ્રકારના ઉથલ-પુથલ વાળો માહોલ રહેવાનો છે.ગણતંત્ર દિવસ 2024રાજનીતિક દ્રષ્ટિકોણ થી સામાજિક અને ધાર્મિક કામમાં વધારો થશે.શનિ ની દસમા ભાવમાં સ્થિતિ હોવાના કારણે કોઈ નવા ઘોટાળા જોવા મળી શકે છે પરંતુ સરકાર ની યોજનાઓ થી મજદુર વર્ગ અને રેલવે કર્મચારીઓ માં અસંતોષ ની ભાવના વધી શકે છે અને ધરણા પ્રદશન અને હડતાળ વગેરે ની સંભાવનાઓ વધી શકે છે.
દેશ માં સતાવાળી ચાલુ સરકારને સફળતા મળી શકે છે પરંતુ આંતરિક સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.કોઈ આપણીજ નજીકના લોકો વિશ્વાસઘાત કરી શકે છે અને ઘણા રાજનીતિક નિર્ણયો ઉપર વિવાદ થઇ શકે છે.સૌથી સફળ કહેવામાં આવતી વિદેશ નીતિ પર સવાલ ઉભા થવાની સંભાવના છે.આ વર્ષે વિપક્ષ ના સશક્ત થવાના યોગ બનશે અને સરકારને પોતાના થોડા નિર્ણય ઉપર ફરીથી વિચાર કરવાની જરૂરત પડી શકે છે.
જો કોઈ ખાસ રાજનીતિક પાર્ટી ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી ને આ વર્ષે વિપક્ષી પાર્ટી દ્વારા કડી ટક્કર જોવા મળશે.ગણતંત્ર દિવસ 2024 થીથોડા લોકો બાગી થઇ જશે અને થોડા લોકો ભાજપા માં આવીને મળી જશે.બગીઓ ને સાથે લાવવાના દિશા માં મેહનત થશે.વિદેશ વેપાર વધારવા અને પાછળ ની જાતિ ના લોકો માટે કામ થશે.ધાર્મિક સંસ્થાઓ ની ઉન્નતિ થશે.થોડી યોજનાઓ વિલંબ ના કારણે અટકી શકે છે.થોડા નવા રાજનીતિક સમીકરણ માં પણ જવું પડશે.ઘર બનાવાની યોજનાને ગતિ મળશે અને નીચી જાતિના લોકોનું સમર્થન મેળવા માટે એક પહાડ નું જોર લગાવું પડશે.
જો કોંગ્રેસ ની વાત કરવામાં આવે તો ઘણી જગ્યાએ ગઠબંધન અસફળ થશે પરંતુ ઘણી જગ્યાએ આ પાર્ટી રાજનીતિક સફળતા માં કંઈક નવું લખવા માટે સફળ થઇ શકે છે.સમાજવાદી પાર્ટી ગઠબંધન થી અલગ રહી શકે છે.વરિષ્ઠ નેતાઓ અને યુવા કાર્યકર્તાઓ વચ્ચે મતભેદ થઇ શકે છે અને વિરોધી હાવી થશે.આ પાર્ટી ના લોકોને આરોપો અને આક્ષેપો નો પ્રતિવાદ કરવા માટે તૈયાર રેહવું પડશે.પરંતુ સરકારના ગઠન માં ભાગીદારી કરી શકે છે.
આ વર્ષે ભારતે ચીન સાથે ખાસ રૂપથી સબંધો પર વિચાર વિમર્શ કરવા માટે ધ્યાન આપવું પડશે કારણકે ચીન સાથે સબંધ બગડી શકે છે.ગણતંત્ર દિવસ 2024એનાથી વધારે પાકિસ્તાની ગુપ્તચર ગતિવિધિઓ ને નજીક થી જોવામાં ઘણી નવી વાતો સામે આવી શકે છે.
જો વર્ષ 2024 દરમિયાન ભારત ની અર્થવ્યવસ્થા ની વાત કરવામાં આવે તો દુનિયાના ઘણા દેશ ના મુકાબલે ભારત ની અર્થવ્યવસ્થા બહુ જલ્દી ઉન્નતિ કરી .પરંતુ મોંઘવારી ના દર માં ધીરે ધીરે વધારો થવા છતાં એ રોકાય જશે અને ભારત ની અર્થવ્યવસ્થા માં સુધારો થશે.ગણતંત્ર દિવસ 2024આ વખતે ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષમતા વધશે જેનાથી દેશ ની જીડીપી માં સુધારો થઇ શકે છે.સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની ઘણી યોજનાઓ ના કારણે બેંક સાથે લેણદેણ થોડી અઘરી થઇ શકે છે પરંતુ વ્યાજ વગેરે પર લાભ મળવાના યોગ બનશે,જેનાથી વધારે લોકો બેંક માંથી લોન લેશે અને આનાથી પણ લાભ થશે.અર્થવ્યવસ્થા માં વધારે ફાયદા માટે પોતાના દેશ ની વસ્તુઓ ના ઉત્પાદન માં વધારો થવાથી દેશ ને લાભ થશે.વર્ષ 2024 ની પેહલી તિમાંહી માં અપેક્ષાકૃત થોડી કમી આવશે પરંતુ ચોથી તિમાંહી માં આર્થિક રૂપથી અને સારી સફળતા આપશે.
શેર-માર્કેટ ના ઉતાર ચડાવ પછી કીર્તિમાન સ્થાપિત કરવામાં સફળ થઇ શકે છે.આ વર્ષે વિદેશી રોકાણકાર ના બોલબાલા વધારે રેહવાની સંભાવના છે.આ વાર નું બજેટ ખાસ કરીને સૈનિક ના સાધનો,ઑટોમોબાઇલ સેક્ટરઅને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રિત થઇ શકે છે.આનાથી વધારે દેશ ના મજ઼દૂરો,ખેડુતો અને ગરીબો માટે કોઈ ખાસ આર્થિક યોજના ની શુરુઆત થઇ શકે છે.
ચંદ્ર રાશિ થી ગુરુ નો ગોચર દસમા ભાવમાં થઇ રહ્યો છે અને મે મહિનાથી આ ચંદ્રમા થી એકાદશ ભાવમાં થશે જેનાથી ધર્મ ના વિષય માં આ વર્ષે વધી વધીને કાર્યક્રમો નો આયોજન થશે.સૌથી પેહલા તો જાન્યુઆરી મહિનામાં જ શ્રી રામ મંદિર માં રામલીલા બિરાજમાન થવાથી આ વર્ષે રામમય વર્ષ થૈ જશે.વર્ષ ની વચ્ચે આ ગતિવિધિઓ માં અને તેજી આવશે અને કૃષ્ણ જન્મસ્થળ નો મુદ્દો ઉભો થઇ શકે છે.પરંતુ દેશ માં ઘણા ધાર્મિક કાર્યક્રમો ના પુરા થવા છતાં દસમા ભાવમાં શનિ નો પણ ગોચર કુંભ રાશિમાં હોવાના કારણે નહીતો કોઈ અપ્રિય ઘટના થવાનો યોગ બનશે અને નહીતો કોઈ વધારે સારી સ્થિતિ થશે એટલે કે આ સમય સામાન્ય સમય તરીકે પસાર થશે,છતાં પણ આંતરિક સંઘર્ષ પ્રત્ય સાવધાની રાખવી પડશે.
રોગ પ્રતિરોધક કેલ્ક્યુલેટર થી જાણો પોતાની રોગ પ્રતિરોધક ક્ષમતા
26 જાન્યુઆરી 1950 પછી હવે વર્ષ 2024 માં જયારે ભારત પોતાનો 75 મોંગણતંત્ર દિવસ 2024મનાવશે ત્યારે ઘણી ચુનોતીઓ ને પાછળ છોડીને ભારત ઘણી પરિસ્થિતિઓ પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવાની કોશિશ કરશે.કુંડળી માં વ્યય ભાવ થી ગુરુ નો ગોચર થઇ રહ્યો છે જે દેશ માં વિરોધી તત્વ અને અને આંતકવાદી ગતિવિધિઓ પર નિયંત્રણ મેળવા નો સફળ પ્રયાસ તરફ ઇસારો કરે છે.દેશ માં ઘણા ધાર્મિક કાર્યક્રમ પુરા થશે જેમાં રામમંદિર ની સ્થાપના પણ શામિલ છે.દેશ માં ઑટોમોબાઇલ વિભાગમાં ખાસ કરીને તરક્કી થવાના યોગ બને છે.આ દેશવાસીઓ ના દિલ માં ભગવાન શ્રી રામ માટે આસ્થા ઘણી વધી જશે.દેશ ની જીડીપી માં પણ ઘણો સુધારો જોવા મળશે અને વેવ્સસાયિક વિભાગમાં ઉત્પાદન વધશે.ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગતિવિધિઓ ને વધારે સ્થાન આપીને બજેટ માં એની ઉપર અધિકાંશ કરવામાં આવશે.પરંતુ દેશ ના ખાદ્ય ભંડાર અને આર્થિક મુદ્દો પર ચિંતાજનક સ્થિતિ નો સામનો પણ કરવો પડશે.
ભારત ના પડોસી અને મિત્ર દેશો સાથે સબંધ ઉતાર ચડાવ ભરેલા રહેશે.સામાન્ય માણસ માટે માનસિક સંઘર્ષ ની સમય આવી શકે છે અને અંદર અંદર કોર્ટ કચેરી ના વિવાદ માં સંખ્યા વધી શકે છે.ઘણી કંપનીઓ એકબીજા માં વિલય થઇ શકે છે અને મોટી બેંક ના પણ અંદર અંદર વિલય થવાના યોગ બને છે.જે જૂનાં ઔદ્યોગિક ધરાના છે, તેઓ નાની કંપનીઓને એકસાથે કરવા સક્ષમ બનશે અને કરશે.ઘણા નવા ઘોટાળા પણ સામે આવવાના યોગ બને છે.સમુદ્રી સીમાઓ અને સમુદ્રી ક્ષેત્ર માં દુર્ઘટનાઓ વધી શકે છે.આ રીતે ભારત ને ઘણી ગતિવિધિઓ ને ધ્યાન માં રાખીને આગળ વધારવાનો પ્રયાસ કરવો પડશે.
26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારત માં સંવિધાન લાગુ થવાની સાથે જ ભારત એક મહાન ગણતંત્ર દેશ બની ગયો હતો,ત્યાર થી દર વર્ષે 26 જાન્યુઆરી નેગણતંત્ર દિવસ 2024 2024 તરીકે ઉજવાની પરંપરા ચાલી રહી છે.ભારત માં આને એક રાજપત્રિત રૂપ તરીકે માન્યતા આપવામાં આવી છે અને રાષ્ટ્રીય તૈહવાર તરીકે આને મનાવામાં આવે છે.વર્ષ 2024 માં આ 75 મોં ગણતંત્ર દિવસ હશે જો કે એક ખાસ મોકો અને દરેક ભારતવાસી માં ગર્વ નો સમય હશે.આપણે આ અવસર ને યાદ રાખવો જોઈએ કે આ આઝાદી અમને આસાનીથી નથી મળી પરંતુ ઘણા યોદ્ધાઓ એ પોતાના જીવન નો ત્યાગ આપ્યો છે,ત્યારે અમને અંગ્રેજો પાસેથી આઝાદી મળી છે અને ત્યારેજ અમે સક્ષમ થઇ શક્ય કે અમે એક અલગ સંવિધાન બનવામાં સફળ થઈએ એટલા માટે આપણે ભારતીય ગણતંત્ર માં આસ્થા રાખવી જોઈએ અને દેશ ના સંવિધાન ને દિલ થી સ્વીકાર કરીને એના મુજબ પોતાના જીવનમાં બદલાવ લાવવા જોઈએ.
એસ્ટ્રોસેજ તરફ થી તમને બધાને ગણતંત્ર દિવસ 2024 ની ઘણી ઘણી શુભકામનાઓ.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોસેજ સાથે રહો. આભાર !