ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024

Author: Sanghani Jasmin | Updated Fri, 19 Jan 2024 10:23:08 IST

આ મહિનો પોતાનામાં બહુ ખાસ છે કારણકે આ પોતાની સાથે પ્રકૃતિ ની સુંદરતા લઈને આવે છે. ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 આ વર્ષ નો બીજો મહિનો હોય છે અને દરેક મહિનાની જેમ આ મહિનાની જેમ આપણ ને બધાને ઉત્સુકતા આપે છે અને આપણે બધા હંમેશા એ જાણવાની કોશિશ માં રહીએ છીએ કે નવો મહિનો અમારા માટે શું ખાસ લઈને આવશે?શું આ મહિને મળશે કારકિર્દી માં તરક્કી?વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં મળશે સફળતા?શું વેપાર માં કરવો પડશે સમસ્યાઓ નો સામનો?પારિવારિક જીવનમાં બની રહેશે મીઠાસ?શું પ્યાર ના ઇજહાર માટે શુભ રહેશે આ મહિનો?વગેરે.આ રીતના ઘણા સવાલ અમારા મન અને મગજમાં ફરતા રહે છે.

ભવિષ્ય ને લગતી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

જો તમારા દિલ અને મગજ માં પણ આ રીતના સવાલ ફરી રહ્યા છે,તો તમે બિલકુલ સાચી જગ્યા પર આવ્યા છો,કારણકે એસ્ટ્રોસેજ નો આ ખાસ લેખ તમને ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 ની પેહલી ઝલક આપે છે.આ લેખના માધ્યમ થી તમને તમારા બધાજ સવાલ ના જવાબ મળશે.

આ ખાસ લેખ દ્વારા તમને આ બ્લોગમાં માં પડવાવાળા મહત્વપુર્ણ વ્રત-તૈહવાર,તારીખો વગેરે સાથે રૂબરૂ કરાવશું.ખાલી આટલુંજ નહિ,અમે તમને એ લોકો વિશે રોચક વાતો પણ જણાવીશું જેનો જન્મ આ જ મહિનામાં થયો છે.તો આવો રાહ જોયા વગર ચાલુ કરીએ આ લેખ વિશે જાણી લઈએ કે જો તમારો જન્મ ફેબ્રુઆરી માં થયો છે,તો શું કહે છે તમારું વ્યક્તિત્વ તમારા વિશે.

ફેબ્રુઆરી 2024 ને કઈ વાતો બનાવે છે ખાસ

એસ્ટ્રોસેજ નો આ લેખ તમને આ બ્લોગ વિશે વિસ્તારપુર્વક જાણકારી આપશે અને આ તમને નાનામાં નાની જાણકારી પણ વિસ્તારપુર્વક આપશે.આ લેખમાં તમને નહિ ખાલી ફેબ્રુઆરી માં આવતા તૈહવારો,ગ્રહણ અને ગોચર વગેરે ની સાચી તારીખ વિશે જણાવીશું,પરંતુ,અમે તમને એ વાતો વિશે પણ જણાવીશું જે આમાં ને ખાસ બનાવે છે.

હવે આપણે આગળ વધીએ અને જાણીએ કે ફેબ્રુઆરી 2024 ના પંચાંગ વિશે.

ફેબ્રુઆરી 2024 ની જ્યોતિષય વાતો અને હિન્દુ પંચાંગ ની ગણતરી

વર્ષ 2024 માં બીજો મહિનો ફેબ્રુઆરી ની શુરુઆત હસ્ત નક્ષત્ર ની સાથે કૃષ્ણ પક્ષ ની પુષ્ટિ તારીખ એટલે કે 01 ફેબ્રુઆરી એ થશે પરંતુ આનો અંત સ્વાતિ નક્ષત્ર માં કૃષ્ણ પક્ષ ની પંચમી તારીખ એટલે કે 29 ફેબ્રુઆરી 2024 એ થશે.પરંતુ,તમને જણાવી દઈએ કે વર્ષ 2024 લિપ વર્ષ હશે એટલા માટે ફેબ્રુઆરી માં 28 નહિ પરંતુ 29 દિવસ હશે

અહીંયા પણ વાંચો: રાશિફળ 2024

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો નો ચાલ નો પુરો હિસાબ-કિતાબ

ફેબ્રુઆરી 20234 ના વ્રત અને તૈહવારો ની તારીખો

હિન્દુ ધર્મ માં દરેક મહિને ઘણા વ્રત અને તૈહવાર ને મનાવમાં આવે છે અને આ ક્રમ માં ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 પણ વ્રત અને તૈહવાર થી ભરેલું છે.આ મહિને વસંત પંચમી,માધ પુર્ણિમા જેવા ઘણા મહત્વપુર્ણ તૈહવાર ને ધામ ધુમથી મનાવમાં આવે છે.ચાલો જાણીએ વ્રત અને તૈહવાર ક્યારે ક્યારે મનાવામાં આવશે.

તારીખ

તૈહવાર

6 ફેબ્રુઆરી 2024, મંગળવાર

શટીલા એકાદશી

7 ફેબ્રુઆરી 2024, બુધવાર

પ્રદોષ વ્રત (કૃષ્ણ)

8 ફેબ્રુઆરી 2024, ગુરુવાર

માસિક શિવરાત્રી

9 ફેબ્રુઆરી 2024, શુક્રવાર

માઘ અમાવસ્યા

13 ફેબ્રુઆરી 2024, મંગળવાર

કુંભ સંક્રાંતિ

14 ફેબ્રુઆરી 2024, બુધવાર

બસંત પંચમી, સરસ્વતી પૂજા

20 ફેબ્રુઆરી 2024, મંગળવાર

જયા એકાદશી

21 ફેબ્રુઆરી 2024, બુધવાર

પ્રદોષ વ્રત (શુક્લ)

24 ફેબ્રુઆરી 2024, શનિવાર

માઘ પૂર્ણિમા વ્રત

28 ફેબ્રુઆરી 2024, બુધવાર

સંકષ્ટી ચતુર્થી

ફેબ્રુઆરી 2024 માં પડવાવાળા મહત્વપુર્ણ વ્રત અને તૈહવારો

શટીલા એકાદશી (6 ફેબ્રુઆરી 2024, મંગળવાર): આખા વર્ષ માં આવનારી 2024 એકાદસી માંથી એક છે શટીલા એકાદશી જે ભગવાન વિષ્ણુ ને સમર્પિત છે.આ દિવસે વિષ્ણુજી ની પુજા વૈકુંઠ રૂપમાં કરવામાં આવે છે અને આ એકાદસી માં તલ નું ખાસ મહત્વ હોય છે.એની સાથે,શટીલા એકાદશી તલ થી નાહવું,તલ નું ઉબટન લગાવું,તલ થી હવન,તલ થી ભોજન,તલ થી તર્પણ,વગેરે કરવું શુભ માનવામાં આવે છે.

પ્રદોષ વ્રત (કૃષ્ણ) (7 ફેબ્રુઆરી 2024, બુધવાર): સનાતન ધર્મ માં પ્રદોષ વ્રત ને મહત્વપુર્ણ સ્થાન મળેલું છે જે હિન્દુ પંચાંગ મુજબ,દરેક મહિનાના શુક્લ અને કૃષ્ણ પક્ષ ની ત્રયોદશી તારીખે કરવામાં આવે છે.પ્રદોષ વ્રત ને ભગવાન શિવ અને માતા પાર્વતી ની કૃપાથી આર્શિવાદ મેળવા માટે ભક્તજન શ્રદ્ધાભાવ સાથે રાખે છે.ફેબ્રુઆરી મહિનામાં પ્રદોષ વ્રત 07 ફેબ્રુઆરી 2024,બુધવાર ના દિવસે રાખવામાં આવે છે.માન્યતાઓ મુજબ,આ વ્રત ને કરવાથી ભક્તો ને લાંબી ઉંમર ના આર્શિવાદ મળે છે

માસિક શિવરાત્રી (8 ફેબ્રુઆરી 2024, ગુરુવાર): સનાતન ધર્મ માં માસિક શિવરાત્રી નું વ્રત ભગવાન શિવ ની કૃપા એટલે સાનિધ્ય મેળવા માટે કરવામાં આવે છે.હિન્દુ પંચાંગ મુજબ,દરેક મહિનાની કૃષ્ણ પક્ષ ની ચતુર્દશી ને માસિક શિવરાત્રી નું વ્રત કરવાની પરંપરા છે.આ વ્રત સાથે જોડાયેલી માન્યતા છે કે માસિક શિવરાત્રી નું વ્રત કરવાથી મનુષ્ય ને મુશ્કિલ થી મુશ્કિલ સમસ્યા થી છુટકારો મળી જાય છે અને ભક્ત ની બધીજ મનોકામના પુરી થાય છે.

માઘ અમાવસ્યા (9 ફેબ્રુઆરી 2024, શુક્રવાર): હિન્દુ ધર્મ માં દરેક મહિનામાં અમાવસ્યા આવે છે,પરંતુ માધ મહિનાની કૃષ્ણ પક્ષ ની અમાવસ્યા ને માધ અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે.આ મૌની અમાવસ્યા ના નામ થી પણ ઓળખવામાં આવે છે.માન્યતા છે કે આ દિવસે મનુષ્ય ને મૌનવ્રત કર્વ્ઝ જોઈએ અને એની સાથે,પવિત્ર નદીઓ અને તળાવ માં નાહવું પણ શુભ માનવામાં આવે છે.માધ મહિનાની અમાવસ્યા ના દિવસે નાહવું અને દાન-પુર્ણય નું વધારે મહત્વ છે.

કુંભ સંક્રાંતિ (13 ફેબ્રુઆરી 2024, મંગળવાર): જેમકે અમે બધા જાણીએ છીએ કે વર્ષ ભરમાં 12 સંક્રાંતિ આવે છે.જણાવી દઈએ કે જયારે જયારે સુર્ય દેવ એક રાશિ થી બીજી રાશિમાં પ્રવેશ કરશે છે તો એને સંક્રાંતિ ના નામે ઓળખવામાં આવે છે.એવા માં,બધીજ સંક્રાંતિ નું પોતાનું મહત્વ હોય છે અને સુર્ય એક એક રાશિમાં ગોચર કરે છે.આજ રીતે,લગભગ એક વર્ષ માં પોતાનો આટો પુરો કરે છે,પરંતુ જયારે સુર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે એને કુંભ સંક્રાંતિ કહેવામાં આવે છે.

બસંત પંચમી (14 ફેબ્રુઆરી 2024, બુધવાર): બસંત પંચમી ના દિવસે શિક્ષણ ની દેવી માતા સરસ્વતી ને સમર્પિત હોય છે.પંચાંગ મુજબ,માધ મહિનાની શુક્લ પક્ષ ની પંચમ તારીખ ને બસંત પંચમી નો તૈહવાર મનાવામાં આવે છે અને એની સાથે દેશ માં વસંત ઋતુ ની શુરુઆત થાય છે.બસંત પંચમી ના દિવસે શિક્ષા ની દેવી સરસ્વતી જી ના આર્શિવાદ મેળવા માટે સરસ્વતી પુજા પણ કરવામાં આવે છે.

જયા એકાદશી(20 ફેબ્રુઆરી 2024, મંગળવાર): આખા વર્ષ માં દરેક મહિને આ એકાદસી આવે છે અને આ પ્રકારે,કુલ 24 એકાદસી આવે છે.આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ નું વ્રત અને પુજા કરવામાં આવે છે.સનાતન ધર્મમાં એકાદસી નું વ્રત વિષ્ણુ જી ને સમર્પિત હોય છે.પંચાંગ મુજબ,દરેક વર્ષે માધ મહિનામાં શુક્લ પક્ષ ની એકાદસી ને જયા એકાદસી પણ કહે છે.આ વર્ષે જયા એકાદસી નું વ્રત 20 ફેબ્રુઆરી 2024,મંગળવારે કરવામાં આવશે.જુની માન્યતાઓ છે કે જયા એકાદસી વ્રત કરવાથી વ્યક્તિને બ્રહ્મહત્યા ના પાપ થી મુક્તિ મળી જાય છે.

માઘ પૂર્ણિમા વ્રત: ધાર્મિક અને અધિયાત્મિક દ્રષ્ટિ થી,હિન્દુ ધર્મ માં માધ પુર્ણિમા ને બહુ વધારે મહત્વ મળેલું છે.માધ મહિનામાં આવવાના કારણે આ પુર્ણિમા ને માધ પુર્ણિમા પણ કહેવામાં આવે છે અને આ દિવસે,સ્નાન અને મંત્ર જાપ વગેરે માટે બહુ શુભ માનવામાં આવે છે.પ્રયાગરાજ માં આયોજિત થવાવાળી ત્રિવેણી સ્નાન પોષ ની પુર્ણિમા થી ચાલુ થઈને માધ પુર્ણિમા ના દિવસે પૂરું થાય છે.માધ પુર્ણિમા ઉપર ગંગા સ્નાન કરવાથી મનુષ્ય ની બધીજ ઈચ્છાઓ પુરી થાય છે.

સંકષ્ટી ચતુર્થી (28 ફેબ્રુઆરી 2024, બુધવાર): સંકષ્ટિ ચતુર્થી નું વ્રત હિન્દૂ ધર્મમાં સૌથી પ્રસિદ્ધ વ્રત માંથી એક વ્રત છે.જે દરેક મહિને આવનારી સંકષ્ટિ ચતુર્થી માં કરવાનું વિધાન છે.આ વ્રત વિઘ્નકર્તા ગણેશજી ને સમર્પિત હોય છે અને આ દિવસે વ્રત કરવાથી ભક્તો ના જીવનમાં તમામ સમસ્યાને ગણેશજી દૂર કરે છે.આના સિવાય,આ વ્રત ભાતો દ્વારા પ્રથમ પુર્ણય ગણેશજી ના આર્શિવાદ મેળવા માટે કરવામાં આવે છે.

વર્ષ 2024 માં હિન્દુ ધર્મ ના બધાજ તૈહવારો ની સાચી તારીખો જાણવા માટે ક્લિક કરો : હિન્દુ કેલેન્ડર 2024

ફેબ્રુઆરી માં 2024 માં આવનારી બેંક રજાઓ નું લિસ્ટ

દિવસ

બેંક રજા

ક્યાં રાજ્ય માં માન્ય રહેશે

10 ફેબ્રુઆરી 2024, શનિવાર

લોસર

સિક્કિમ

10 ફેબ્રુઆરી 2024, શનિવાર

સોનમ લોસર

સિક્કિમ

14 ફેબ્રુઆરી 2024, બુધવાર

બસંત પંચમી

હરિયાણા, ઓરિસ્સા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ

15 ફેબ્રુઆરી 2024, ગુરુવાર

લુઈ નગાઈ-ની

મણિપુર

19 ફેબ્રુઆરી 2024, સોમવાર

શિવાજી જયંતિ

મહારાષ્ટ્ર

20 ફેબ્રુઆરી 2024, મંગળવાર

રાજ્યત્વ દિવસ

અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ

24 ફેબ્રુઆરી 2024, શનિવાર

ગુરુ રવિદાસ જયંતિ

હિમાચલ પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને પંજાબ

ફેબ્રુઆરી માં જન્મેલા લોકોમાં જોવા મળે છે આ ગુણ

જેમકે અમે તમને અમારા પાછળ ના લેખમાં જણાવ્યુ હતું કે જે મહિનામાં વ્યક્તિ નો જન્મ થાય છે એ મહિનાની ગહેરી છાપ એના વ્યક્તિત્વ ઉપર પડે છે પછી ભલે તે જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર સુધી કોઈપણ મહિનો હોય.પરંતુ,આજે અમે વાત કરીશું એ લોકોના વ્યક્તિત્વ વિશે જેમનો જન્મ ફેબ્રુઆરી મહિનામાં થયો છે અને એમની અંદર છુપાયેલા ગુણો ને તમને જણાવીશું.ચાલો તો વાત કરીએ ફેબ્રુઆરી માં જન્મેલા લોકો વિશે.

સૌથી પેહલા અમે એ ચર્ચા કરીશું એમની પર્સનાલિટી વિશે,જે લોકોનો જન્મ ફેબ્રુઆરી માં થાય છે એમના વ્યક્તિત્વ માં એક અલગ આકર્ષણ જોવા મળે છે જેના કારણે સામેવાળી વ્યક્તિ એમની તરફ આસાનીથી ચાલી જાય છે.ત્યાં,આ લોકોનું દિલ બહુ કોમળ હોય છે એટલા માટે આ લોકો નાની નાની વાતો ને દિલ પર લઈને બેસી જાય છે.ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 માં જન્મેલા લોકોના ગુણ એમને સૌથી અલગ બનાવે છે અને એ છે કે આ લોકો હંમેશા બીજા ની મદદ કરવા માટે તૈયાર જોવા મળે છે અને એમની મદદ કરવા માટે પોતાનું બધુજ ચાલ્યું જાય તો પણ પાછળ નથી પડતા

ફેબ્રુઆરી માં જન્મેલા લોકો સ્વભાવ થી બહુ ભાવુક હોય છે અને પોતાના આ સ્વભાવ ના કારણે આ લોકોને કારકિર્દી માં ઘણી સમસ્યાઓ ઉઠાવી પડે છે.આ લોકોની એ ખૂબી હોય છે કે આ લોકો નહિ ખાલી એમના રસ્તા માં આવતી મુશ્કેલીઓ નો સામનો કરે છે પણ એમાં એ લોકો જીત પણ મેળવે છે.પરંતુ,આ લોકો પોતાનું કામ બહુ ઈમાનદારી થી કરે છે એટલા માટે આ લોકો ને પોતાના સિનિયર અધિકારી પાસેથી વખાણ મળે છે.ઘણીવાર એવું થાય છે કે આ લોકો પોતાના અભિમાન ને આત્માસમ્માન માનવાની ભુલ કરી લ્યે છે અને એના પરિણામસ્વરૂપ,આ લોકોને વેપારમાં પોતાની ભુલ ના કારણે અને ખોટા નિર્ણય ના કારણે નુકસાન પણ ઉઠાવું પડી શકે છે.આ લોકોનો ઝુકાવ રચનાત્મક ક્ષેત્રો માં વધારે હોય છે એટલા માટે આ લોકો ક્રિએટીવ ક્ષેત્રો માંજ પોતાની કારકિર્દી બનાવાનું નક્કી કરે છે.

આના સિવાય,ફેબ્રુઆરી માં જન્મેલા લોકોની અંતર્જ્ઞાન ક્ષમતા બહુ મજબુત હોય છે.ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 આ લોકોને એકલામાં સમય પસાર કરવાનું પસંદ હોય છે અને આ લોકોના આ સ્વભાવના કારણે આ લોકોને રહસ્યમય પ્રવુતિ વાળા માનવમાં આવે છે.વધારે પડતું જોવામાં આવે છે કે આ લોકો જયારે ખુશ હોય છે ત્યારે પુરી રીતે ખુશ હોય છે પણ જયારે દુખી હોય છે ત્યારે પુરી રીતે દુઃખ ના સાગર માં ડુબી જાય છે.જયારે વાત આવે છે મિત્રો ની,તો આમના મિત્રો ની અછત નથી હોતી કારણકે આ લોકોના મિત્રો ની લિસ્ટ બહુ લાંબી હોય છે.આ લોકો પોતાના સારા વેવહાર ના કારણે જલ્દી મિત્રો બનાવી લ્યે છે એટલા માટે આ લોકોના મિત્રો ની લિસ્ટમાં આ લોકોના બધીજ ઉંમર ના મિત્રો હોય છે.

પારિવારિક જીવન ની વાત કરીએ,તો જે લોકોનો જન્મ ફેબ્રુઆરી માં થાય છે એ લોકો પોતાના પરિવાર પ્રત્ય બહુ વધારે સમર્પિત હોય છે.હંમેશા ઘર પરિવાર ની જરૂરતો નું ધ્યાન રાખે છે અને આ લોકોના જીવનની પેહલી પ્રાથમિકતા પરિવાર ની જરૂરતો ને પુરી કરવાની હોય છે.આનાથી ઉલટું,આ લોકોના દિલ ની વાત કરીએ તો આ લોકો કોઈપણ દિવસ બહાર ની સુંદરતા ને આકર્ષણ નથી થતા અને એનાથી ઉલટું,આ લોકોને હંમેશા માસુમ અને સાચા દિલવાળા લોકો આકર્ષિત કરે છે.આ લોકો પોતાના જીવનમાં બહુ આસાનીથી કોઈની પણ ઉપર ભરોસો કરી લ્યે છે એટલા માટે હંમેશા ધોખો મળે છે.

કારકિર્દી ની દ્રષ્ટિ થી,ફેબ્રુઆરી માં જન્મેલા લોકોનું ભવિષ્ય બહુ ઉજ્જવળ હોય છે કારણકે આ લોકો હંમેશા મેહનત કરવાથી પાછળ પગલું નથી ભરતા.જણાવી દઈએ કે આ લોકોને પોતાનું કામ ઈમાનદારી થી કરવું બહુ પસંદ હોય છે એટલા માટે એમના વરિષ્ઠ પણ એમના કામના કારણે એમને પસંદ કરે છે.એવા માં,આ લોકો પોતાની કારકિર્દી માં સારી સફળતા મેળવે છે.જે લોકોનો જન્મ ફેબ્રુઆરી માં થાય છે,તે લોકો વધારે પેઇન્ટિંગ, નેતા, કમ્પ્યુટર, આરોગ્ય, ડૉક્ટર, લેખન, શિક્ષણ વગેરેમાં તેમની કારકિર્દી બનાવે છે.

ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોની શુભ અંક : 4, 5, 16, 90, 29

ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોનો શુભ રંગ: મરૂન, બેબી ગુલાબી

ફેબ્રુઆરીમાં જન્મેલા લોકો માટે શુભ દિવસો: ગુરુવાર, શનિવાર

ફેબ્રુઆરીમાં જન્મેલા લોકો માટે શુભ રત્ન: એમિથિસ્ટ

ફેબ્રુઆરી નું ધાર્મિક મહત્વ

હિન્દુ ધર્મ માં વ્રત અને તૈહવાર ની સાથે સાથે દિવસ,તારીખ,વાર અને મહિના નું પણ ખાસ મહત્વ છે.દરેક શુભ કામ કરતા પેહલા તારીખ અને મહિનો જરૂર જોવામાં આવે છે.જેમકે અમે તમને જણાવી ચુક્યા છીએ કે આ લેખમાં તમને વર્ષ 2024 ના બીજા મહિના વિશે વાત કરી રહ્યા છીએ એટલા માટે હવે અમે તમને આ મહિનાના ધાર્મિક મહત્વ વિશે જાણકારી આપીશું.

જાન્યુઆરી ની જેમજ ફેબ્રુઆરી માં પણ ઘણા ખાસ વ્રતો અને તૈહવારો ને મનાવામાં આવે છે.ધાર્મિક દ્રષ્ટિથી,ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 ની શુરુઆત માધ મહિનાની અંદર થશે અને આનો અંત ફાલ્ગુન મહિના સુધીમાં થશે.હિન્દુ વર્ષ નો અગિયારમો મહિનો માધ નો હોય છે જેને હિન્દુ કેલેન્ડર માં માધ મહિના તરીકે ઓળખવામાં આવે છે.વિક્રમ સવંત માં આ અગિયારમો અને ગેગરીયન કેલેન્ડર માં માધ જાન્યુઆરી કે ફેબ્રુઆરી માં આવે છે.આ વર્ષે માધ મહિનાની શુરુઆત 26 જાન્યુઆરી 2024 થી થશે અને આનો અંત 24 ફેબ્રુઆરી 2024 ના માધ પુર્ણિમા ના દિવસે થશે.

શાયદ જ તમે જાણતા હશો કે હિન્દુ ધર્મ માં મહિનાના નામ નક્ષત્ર ના આધારે હોય છે અને જે નક્ષત્ર માં ચંદ્રમા હોય છે એ મહિનાનું નામ પણ એ નક્ષત્ર ના આધારેજ રાખવામાં આવે છે.આજ રીતે,માધ મહિનાની પુર્ણિમા ના દિવસે ચંદ્રમા મધા કે આશ્લેષા નક્ષત્ર માં હાજર હોય છે એટલા માટે આ મહિનાને માધ તરીકે ઓળખવામાં આવે છે.માન્યતાઓ મુજબ,માધ મહિનાનો સબંધ ભગવાન કૃષ્ણ સાથે બતાવામાં આવ્યો છે અને એમના નામ માધવ પરથી જ માધ શબ્દ ની ઉત્પત્તિ થઇ છે.

માધ મહિનામાં શ્રી કૃષ્ણ ની પુજા-અર્ચના નું વિધાન છે અને આ દરમિયાન આની પુજા કરવાથી ભક્તો ને ઘણા સુખો નો આર્શિવાદ મળે છે.એની સાથે,લોકોને મૃત્યુ પછી ગોલોક ની પ્રાપ્તિ થાય છે.હિન્દુઓ માટે ગંગા માં નાહવાનું ખાસ મહત્વ છે અને આજ રીતે માધ મહિનામાં ગંગા માં નાહવા ને બહુ શુભ માનવામાં આવે છે.જુની માન્યતાઓ મુજબ,આ મહિને દાન,નાહવું અને વ્રત વગેરે કરવાથી ભક્તો ને બધાજ પાપ માંથી મુક્તિ મળે છે.

આના સિવાય,જે ભક્ત માધ મહિનામાં પવિત્ર ગંગા નદીમાં સ્નાન કાર્ય પછી સુર્ય દેવ ને અર્ધ્ય આપે છે એમને ભગવાન વિષ્ણુ ની કૃપા ની પ્રાપ્તિ થાય છે.પરંતુ,માધ મહિનામાં જ્યાં ફેબ્રુઆરી ની શુરુઆત થશે,ત્યાં એનો અંત ફાલ્ગુન મહિના ની અંદર થશે.જણાવી દઈએ કે ફાલ્ગુન મહિનામાં ચાલુ ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 એ થશે જેનો અંત 25 માર્ચ 2024 ના દિવસે થઇ જશે.

ધાર્મિક દ્રષ્ટિથી,ફાલ્ગુન મહિનાને પોતાનું ખાસ સ્થાન મળેલું છે જે માઢ મહિના પછી આવે છે.હિન્દુ વર્ષ નો આ છેલ્લો મહિનો હોય છે અને આ મહિનામાંજ મહાશિવરાત્રી અને હોળી જેવા પાવન તૈહવાર આવે છે.પરંતુ હોળી દહન ના દિવસેજ ફાલ્ગુન મહિનાની સમાપ્તિ થઇ જાય છે.ફાલ્ગુન માં ચંદ્ર દેવ,શિવ જી અને ભગવાન શ્રીકૃષ્ણ ની પુજા અર્ચના કરવી બહુ શુભ માનવામાં આવે છે.આ મહિનો આનંદ અને ઉત્સાહ ના મહિના તરીકે ઓળખવામાં આવે છે કારણકે આ પોતાની સાથે ખુશીઓ નો રંગ લઈને આવે છે.માધ મહિનાની જેમજ ફાલ્ગુન માં પણ દાન અને પુર્ણય કરવું શુભ હોય છે.આ દરમિયાન ગરીબો અને જરૂરતમંદ ને પોતાની શક્તિ પ્રમાણે સરસો નું તેલ,શુદ્ધ ઘી,અનાજ,કપડાં અને મોસમ પ્રમાણે ફળ વગેરે નું દાન કરવું શુભ માનવામાં આવે છે.આ બધીજ વસ્તુઓ નું દાન કરવાથી ભક્તજનો ને બહુ પુર્ણય ની પ્રાપ્તિ થાય છે.

ફેબ્રુઆરી માં આવનારી બીજી મહત્વપુર્ણ તારીખો

વેલેન્ટાઇન ડે: 14 ફેબ્રુઆરી 2024, બુધવાર

દયાનંદ સરસ્વતી જયંતિ: 15 ફેબ્રુઆરી 2024, ગુરુવાર

ફેબ્રુઆરી માં પડવાવાળા ગ્રહણ અને ગોચર

આ મહિનામાં માં પડવાવાળી બેંક રજાઓ અને વ્રત-તૈહવારો ની સાચી તારીખ વિશે તમને વિસ્તારપુર્વક જાણકારી આપ્યા પછી હવે અમે આ મહિનામાં લાગવાવાળા ગ્રહ અને ગોચર અને લાગવાવાળા ગ્રહણ વેગેરે વિશે માહિતી આપીશું.ફેબ્રુઆરી ઓવરવ્યૂ બ્લોગ 2024 માં તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2024 માં કુલ 4 મોટા ગ્રહ પોતાની રાશિમાં પરિવર્તન કરવાના છે અને 2 ગ્રહ એવા પણ હશે જેમની ચાલ અને સ્થિતિ માં બદલાવ જોવા મળશે.ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે ફેબ્રુઆરી મહિનામાં ક્યારે-ક્યારે ક્યાં ગ્રહ પોતાની સ્થિતિ અને રાશિમાં બદલાવ કરવા જઈ રહ્યા છે.

બુધ નો મકર રાશિ માં ગોચર (01 ફેબ્રુઆરી 2024): વૈદિક જ્યોતિષ માં બુદ્ધિ અને વાણી નો કારક બુધ ફેબ્રુઆરી ના મહિનામાં શનિ દેવ ની રાશિ મકર રાશિ માં ગોચર કરવા જય રહ્યો છે.બુધ દેવ 01 ફેબ્રુઆરી 2024 ના બપોરે 02 વાગીને 08 મિનિટ પર મકર રાશિમાં પ્રવેશ કરશે.

મંગળ નો મકર રાશિ માં ગોચર (05 ફેબ્રુઆરી 2024): મંગળ ને યુદ્ધ અને સેનાપતિ ના નામે ઓળખવામાં આવે છે જે હવે 05 ફેબ્રુઆરી 2024 ની રાતે 09 વાગીને 07 મિનિટ પર મકર રાશિમાં પ્રવશે કરશે.

બુધ ધનુ રાશિ માં અસ્ત (08 ફેબ્રુઆરી 2024): ફેબ્રુઆરી 2024 માં એકવાર ફરીથી બુધ મહારાજ પોતાની સ્થિતિ માં પરિવર્તન કરીને ધનુ રાશિ માં 08 ફેબ્રુઆરી 2024 ની રાતે 09 વાગીને 17 મિનિટ પર અસ્ત થઇ જશે.

શનિ કુંભ રાશિ માં અસ્ત (11 ફેબ્રુઆરી 2024): ન્યાય અને કર્મફળ દાતા શનિ દેવ ફેબ્રુઆરી મહિનામાં 11 ફેબ્રુઆરી 2024 ની મોદી રાતે 01 વાગીને 55 મિનિટ પર અસ્ત થઇ જશે.આના અસ્ત થવાનો પ્રભાવ બધીજ 12 રાશિઓ ઉપર દેખાશે.

શુક્ર નો મકર રાશિ માં ગોચર (12 ફેબ્રુઆરી 2024): પ્રેમ અને ભૌતિક સુખો નો કારક ગ્રહ માનવામાં આવતો શુક્ર ગ્રહ શનિ દેવ ની રાશિ મકરમાં 12 ફેબ્રુઆરી 2024 ની સવારે 04 વાગીને 41 મિનિટી પર ગોચર કરવા જઈ રહ્યો છે.

સુર્ય નો કુંભ રાશિ માં ગોચર (13 ફેબ્રુઆરી 2024): નવગ્રહો નો રાજા ના નામ થી પ્રસિદ્ધ સુર્ય મકર રાશિમાં થી નીકળીને શનિ મહારાજના સ્વામિત્વ વાળી રાશિ કુંભ માં 13 ફેબ્રુઆરી 2024 ની બપોરે 03 વાગીને 31 મિનિટ પર ગોચર કરશે.

બુધ નો કુંભ રાશિ માં ગોચર (20 ફેબ્રુઆરી 2024): બુદ્ધિ,વાણી અને વેપાર નો કારક ગ્રહ ફેબ્રુઆરી ના મહિનામાં બીજીવાર પોતાની રાશિમાં પરિવર્તન કરશે.આ મહિને 20 ફેબ્રુઆરી 2024 ની સવારે 05 વાગીને 48 મિનિટ પર કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

નોંધ : ગોચર પછી ગ્રહણ ની વાત કરીએ,તો વર્ષ 2024 ના ફેબ્રુઆરી મહિનામાં કોઈપણ ગ્રહ નથી લાગવા જઈ રહ્યું.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

બધીજ 12 રાશિઓ માટે ફેબ્રુઆરી 2024 નું રાશિફળ

મેષ રાશિ

ઉપાય : દરરોજ સુર્ય ને તાંબા ના લોટા માં પાણી લઈને કંકુ મેળવીને ચડાવો.

વૃષભ રાશિ

ઉપાય : માતા નું દુધ અને ભાત ની ખીર બનાવીને ખવડાવો છતાં પોતે પણ ખાવો.એની સાથે,નાની છોકરીઓ ને પણ આપો.

મિથુન રાશિ

ઉપાય : તમારે રવિવાર ના દિવસે સુર્ય દેવ ને પાણી ચડાવું જોઈએ.

કર્ક રાશિ

ઉપાય : શનિવાર ના દિવસે છાયા દાન કરો.

સિંહ રાશિ

ઉપાય : કુતરાઓ ને ખાવા માટે કંઈક ને કંઈક જરૂર આપો.

કન્યા રાશિ

ઉપાય : ગુરુવાર ના દિવસે કેળા ના ઝાડ ની પુજા કરો.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

તુલા રાશિ

ઉપાય : બુધવાર ના દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષ નો પાઠ કરો.

વૃશ્ચિક રાશિ

ઉપાય : નિયમિત રૂપે કાળા કુતરા ને રોટલી અને દુધ આપો.

ધનુ રાશિ

ઉપાય : ગુરુવાર ના દિવસે વ્રત રાખો.

શું વર્ષ 2024 માં તમારા જીવનમાં આવશે પ્રેમ ની દસ્તક? પ્રેમ રાશિફળ 2024 આપશે જવાબ

મકર રાશિ

ઉપાય : દરરોજ કે શુક્રવાર ના દિવસે નાની છોકરીઓ ને પગે લાગીને એમના આર્શિવાદ લ્યો.

કુંભ રાશિ

ઉપાય : સંભવ હોય,તો મંગળવાર ના દિવસે લોહીનું દાન કરો.

મીન રાશિ

ઉપાય : શનિવાર ના દિવસે મંદિર માં કાળા તલ અને સાબુદાણા નું દાન કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer