ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024)

Author: Sanghani Jasmin | Updated Mon, 01 Jan 2024 02:40 PM IST

ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) વિશે જાણકારી દેવા માટે એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે 2024 માં કુલ કેટલા ચંદ્ર ગ્રહણ થશે અને એમાંથી દરેક ગ્રહણ કેવા પ્રકાર નું હશે એટલે કે એ પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે કે આંશિક ચંદ્ર ગ્રહણ હશે.એની સાથેજ અમે તમને એ જણાવીશું કે કયું ચંદ્ર ગ્રહણ કઈ પ્રકૃતિ નું થઈને કયાં દિવસે,તારીખે,દિવસે કેટલા વાગે થવાનું છે અને કઈ કઈ જગ્યાએ એ જોવા મળશે કે ચંદ્ર ગ્રહણ 2024 ના ધાર્મિક અને અધિયાત્મિક મહત્વ શું છે,એનો સૂતક કાળ શું છે,સૂતક કાળ દરમિયાન તમારે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ,ગર્ભવતી મહિલાઓ એ કઈ સાવધાની રાખવી જોઈએ,વગેરે.

બધીજ મહત્વપૂર્ણ જાણકારીઓ તમને આ મહત્વપૂર્ણ લેખમાં જાણવા મળશે એટલા માટે તમને સલાહ આપવામાં આવે છે કે તમે આ લેખ ને શુરુ થી લઈને છેલ્લે સુધી જરૂર પૂરો વાંચજો એટલે તમને બધીજ નાની નાની જાણકારી મળી શકે.આ ચંદ્ર ગ્રહણ 2024 ના ખાસ લેખમાં એસ્ટ્રોસેજના જાણીતા જ્યોતિષડૉ. મૃગાંક શર્મા એ તૈયાર કરેલો છે.તો આવો જાણીએ કે ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) વિશે બધીજ મહત્વપૂર્ણ વાતો અને એનો પ્રભાવ.

2024 માં બદલશે તમારું નસીબ? વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો ફોન પર વાત

ચંદ્ર ગ્રહણ આકાશ માં થવાવાળી એક ખાસ ઘટના છે જે પ્રકૃતિ થી તો એક ખગોળીય ઘટના છે પરંતુ બધા માટે જિજ્ઞાસા નો વિષય રહે છે.બધાજ ચંદ્ર ગ્રહણ જયારે લાગે છે તો એને જોવાની બધાજ રાહ જુવે છે અને આના વિશે જાણવા માંગે છે કારણકે આ જોવામાં બહુ સુંદર દેખાઈ છે અને કારણકે આ સૂર્ય ગ્રહણ નથી હોતું તો આમાં આંખો નો રોશની વિશે કોઈ સમસ્યા નથી થતી.આ જોવામાં એટલું સુંદર હોય છે કે અમે એને શબ્દો માં વાત પણ નથી કરી શકતા.ખરેખર પૃથ્વી નો એક અદભુત નજારો અમને ચન્દ્ર ગ્રહણ ના રૂપમાં દેખાય છે.ચંદ્ર રહાં નું પણ સૂર્ય ગ્રહણ ની જેમ ધાર્મિક,અધિયાત્મિક અને પૌરાણિક મહત્વ છે.જ્યોતિષ ના રૂપથી પણ બહુ મહત્વપૂર્ણ સ્થિતિ હોય છે.

વૈદિક જ્યોતિષ માં ચંદ્રમા ને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે કારણકે આ અમારા જીવનમાં કફ પ્રકૃતિ ને નિર્ધારિત કરે છે અને અમારા શરીર માં જળતત્વ નું પ્રતિનિધિત્વ કરે છે અને જ્યોતિષ માં ચંદ્રમા ને માં નો કારક માનવામાં આવે છે અને મન ની ગતિ સૌથી વધારે તીવ્ર હોય છે.પરંતુ ઘણી વાર એવું થાય છે કે ચંદ્ર ગ્રહણ નું નામ સાંભળીને લોકો ડરી જાય છે અને એમના મનમાં અલગ અલગ નકારાત્મક અને ડરાવના વિચારો આવવા લાગે છે કારણકે અમારા મનમાં ઘણા પ્રકારની ગેરસમજો ઉભી થાય છે કે ચંદ્ર ગ્રહણ હંકારક હશે અને આમાં અમને નુકસાન થઇ શકે છે.પરંતુ સચ્ચાઈ ઘણીવાર અલગ પણ હોય છે અને આપણે એના વિશે પણ જાણવું જોઈએ અને આ જાણકારી દેવા માટે અમે આ લેખ તમારા માટે તૈયાર કરેલો છે.

જો આપણે ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) વિશે વધારે જાણકારી મેળવા માંગો છો તો જ્યોતિષ માં તો ચંદ્ર ગ્રહણ ને અનુકૂળ નથી માનવામાં આવ્યો કારણકે આ સ્થિતિ માં સૌથી વધારે પ્રભાવ દેવાવાળો ચંદ્રમા પીડિત અવસ્થા માં હોય છે.રાહુ કેતુ ના પ્રભાવમાં આવીને ચંદ્રમા પીડિત અવસ્થા માં આવી જાય છે.આનાથી માનસિક તણાવ,ની સ્થિતિ ઉભી થાય છે અને જેની કુંડળી માં ચંદ્ર ગ્રહણ નો યોગ હોય છે એને માનસિક રૂપથી આવકમાં સ્થિરતા,વ્યાકુળતા,બેચેની,તણાવ,જેવી સ્થિતિઓ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ બધીજ સમસ્યા નું સમાધાન પણ છે અને આ કારણ છે કે જ્યોતિષ માં પણ ચંદ્ર ગ્રહણ દોષ ના ઉપાય જાણવામાં આવ્યા છે.જેને કરવાથી લોકો ઉપર એનો નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે.તો ચાલો હવે જાણીયે ચંદ્ર ગ્રહણ 2024 વિશે વિસ્તાર થી જાણીએ:

Click Here To Read In English: Lunar Eclipse 2024 (Link)

ચંદ્રગ્રહણ શું હોય છે

જેમકે આપણ ને બધાને ખબર છે કે પૃથ્વી સૂર્ય નો પોતાના નિશ્ચિત પરિક્રમા પત્ર ઉપર ચક્કર લગાવે છે પર પૃથ્વી ની ઉપગ્રહ ચંદ્રમા પૃથ્વી ની પરિક્રમા કરે છે.આ પરિક્રમા નિરંતર ચાલુ રહે છે અને એની સાથે પૃથ્વી પોતાના અક્ષ માં ફરતી રહે છે જેના કારણે રાત અને દિવસ થાય છે.જયારે પૃથ્વી સૂર્ય ના અને ચંદ્રમા પૃથ્વી ના ચક્કર લગાવતા લગાવતા કોઈ એક ખાસ સ્થિતિ માં આવી જાય છે ત્યાંથી સૂર્ય,ચંદ્ર અને પૃથ્વી એકજ લાઈન માં આવી જાય છે અને આ સ્થિતિ માં ચંદ્રમા ઉપર પડવાવાળા સૂર્ય ના પ્રકાશ થોડા સમય માટે પૃથ્વી ની વચ્ચે આવી જવાથી ચંદ્રમા ઉપર નથી પોહચી શકતો ત્યારે પૃથ્વી ઉપર થી જોવામાં ચંદ્રમા ઉપર અંધેરા જેવું લાગે છે.એટલે કે ચંદ્રમા થોડો કાળો કે હળવી રોશની જેવું પ્રતીત થાય છે.આ અવસ્થા ને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.વર્ષ 2024 માં પણ આ ઘટના થવાની છે જેને આપણે ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) ના નામ થી જાણશો.

બૃહત કુંડળી જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ચંદ્રગ્રહણ ના પ્રકાર

અત્યારે ઉપર તમે જાણ્યા કે ચંદ્ર ગ્રહણ શું હોય છે.હવે અમે જાણવાની કોશિશ કરીએ કે ચંદ્ર ગ્રહણ કેટલા પ્રકારના હોય છે.જે પ્રકારે સૂર્ય નો પ્રકાશ પૃથ્વી ઉપર પડે છે અને પૃથ્વી ની છાયા થી ચંદ્રમા અંધકાર યુક્ત દેખાય છે તો ક્યારેક ક્યારે સ્થિતિ એવી હોય છે કે પૃથ્વી નો પડછાયો ચંદ્રમાના પડછાયા ને પૂરો ઢાંકી દ્યે છે કે ક્યારેક એવી સ્થિતિ પણ થાય છે કે ચંદ્રમા નો આંશિક ભાગજ ગ્રસિત થઇ શકે છે અને ચંદ્રમા પુરી રીતે કાળો નથી દેખાઈ દેતો.આના કારણે ચંદ્ર ગ્રહણ ની સ્થિતિ અલગ અલગ પ્રકાર ની હોય શકે છે.જો ચંદ્ર ગ્રહણ ના પ્રકારની વાત કરીએ તો આ લગભગ ત્રણ પ્રકારના હોય શકે છે જે અલગ અલગ પરિસ્થિતિઓ માં અલગ અલગ રીતે તમને દેખાઈ છે અને અલગ અલગ રીતે બને છે.આવી જાણીએ કે ચંદ્ર ગ્રહણ કેટલા પ્રકાર નું હોય છે.

પૂર્ણ ચંદ્ર ગ્રહણ (Total Lunar Eclipse)

જયારે અમે પૂર્ણ ચંદ્ર ગ્રહણ ની વાત કરીએ તો આ સ્થિતિ ખાસ રૂપે દર્શનીય હોય છે.જયારે પૃથ્વી ની છાયા દ્વારા સૂર્ય ના પ્રકાશ ને ચંદ્રમા ઉપર પોહ્ચવામાં પુરી રીતે રોકી લેવામાં આવે છે તો આવી સ્થિતિ માં સૂર્ય ના પ્રકાશ થી થોડા સમય માટે હીન થઈને ચંદ્રમા લાલ અને ગુલાબી કલર ના પ્રતીત થાય છે અને પૃથ્વી ઉપર થી જોવાથી તો ચંદ્રમા ના ધબ્બા પણ સ્પષ્ટ દેખાવા લાગે છે.આવી સ્થિતિ ને પૂર્ણ ચંદ્ર ગ્રહણ કે સુપર બ્લડ મુન (Super Blood Moon) કહેવામાં આવે છે.પૂર્ણ ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્રમા નો આખો ભાગ પૃથ્વી ના પડછાયા થી ઢાંકાયેલો પ્રતીત થાય છે.આ જ અવસ્થા પૂર્ણ ચંદ્ર ગ્રહણ તરીકે ઓળખાય છે.પૂર્ણ ચંદ્ર ગ્રહણ ને ખગ્રાસ ચંદ્ર ગ્રહણ પણ કહેવામાં આવે છે.

આંશિક ચંદ્ર ગ્રહણ (Partial Lunar Eclipse)

જો અમે આંશિક ચંદ્ર ગ્રહણ ની વાત કરીએ તો આ એ સ્થિતિ છે જયારે પૃથ્વી ની ચંદ્રમા ની દુરી વધારે હોય છે તો આવી સ્થિતિ માં સૂર્ય નો પ્રકાશ પૃથ્વી ઉપર પડે છે પરંતુ પૃથ્વી ના પડછાયા દ્વારા ચંદ્રમા ની દુરી વધારે હોવાના કારણે પુરી રીતે ચંદ્રમા ગ્રસિત નથી થઇ રહ્યું પરંતુ પૃથ્વી ના છાયા થી એનો થોડો ભાગ જ ગ્રસિત દેખાય છે.તો આ સ્થિતિ ને આંશિક ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.આવી સ્થિતિ માં ચંદ્રમા ના થોડા ક્ષેત્ર માં ને છોડીને શેષ સ્થાન પર સૂર્ય નો પ્રકાશ પુરી રીતે દ્રસ્ય સમાન હોય છે એટલા માટે આ આંશિક ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.આ વધારે લાંબા સમય નું નથી હોતું.આંશિક ચંદ્ર ગ્રહણ ને ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ પણ કહેવામાં આવે છે.

….જયારે પૃથ્વી ચંદ્ર થી વધારે દુરી પર હોય છે અને સૂર્ય નો પ્રકાશ ચંદ્રમા ઉપર પોહ્ચવાથી પુરી રીતે નથી રોકી શકાતો પરંતુ થોડા પૃથ્વી ના પડછાયા થી રોકાય જાય છે અને થોડી નથી રોકાતો તો આ સ્થિતિ ને અંશીત ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે કારણકે આમાં ચંદ્રમા ઉપર પૃથ્વી નો પડછાયો થોડી જગ્યા ઉપર પડે છે અને શેષ જગ્યા એ સૂર્ય નો પ્રકાશ નજર આવે છે.આ ગ્રહણ આના કારણેજ લાંબા સમય માટે નથી થતું.

ઉપચ્છ્યા ચંદ્ર ગ્રહણ (Penumbral Lunar Eclipse)

ઉપર બતાવામાં આવેલા ચંદ્ર ગ્રહણ ની પ્રકૃતિ થી વધારે એક ખાસ પ્રકૃતિ નું ચંદ્ર ગ્રહણ અને પણ જોવા મળે છે આને ખાસ રૂપથી ચંદ્ર ગ્રહણ નથી માનવામાં આવતું.ઘણીવાર એવી સ્થિતિ હોય છે કે પૃથ્વી ના બહારના ભાગનો પડછાયો જ ચંદ્રમા ઉપર પડે છે જેનાથી ચંદ્રમા ની સતહ ધૂંધળી અને મધ્યમ પ્રતીત થવા લાગે છે.આમ ચંદ્રમા નો કોઈપણ ભાગ ગ્રસિત નથી થતો અને કાળો પણ નથી થતો માત્ર એનો પડછાયૉજ માલીન પ્રતીત હોય છે.એવી સ્થિતિ ને અમે ઉપચ્છયા ચંદ્ર ગ્રહણ તરીકે ઓળખીએ છીએ.આ પ્રકાર ની શ્રેણી ના ચંદ્ર ગ્રહણ માં ચંદ્રમા નો કોઈપણ ભાગ ગ્રસિત નથી થતો એટલા માટે આને ચંદ્ર રહાં ની શ્રેણી માં નથી રાખવામાં આવતો અને અને ચંદ્ર ગ્રહણ ની સંજ્ઞા નથી આપવામાં આવી.ખગોળીય દ્રષ્ટિકોણ થી તો આ એક ગ્રહણ જેવી ઘટના માનવામાં આવે છે પરંતુ આનું કઈ પણ અધિયાત્મિક કે ધાર્મિક મહત્વ નથી હોતું કારણકે જો ચંદ્રમા ગ્રસિત જ નહિ થયો તો એની ઉપર ગ્રહણ કેવી રીતે અને કયા કારણસર કે આ પ્રકારના ગ્રહણ દરમિયાન બધાજ પ્રકારના ધાર્મિક અને અધિયાત્મિક ક્રિયાકલાપ ભલી ભાતી પુરા કરવામાં આવે છે.

ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) નો સૂતક કાળ

અત્યારે અમે જાણિયું છે કે ચંદ્ર ગ્રહણ શું હોય છે અને ચંદ્ર ગ્રહણ પ્રકારના હોય છે.હવે એક ખાસ વાત જે પોતાના બહુમતી લોકો ના મોઢામાંથી સાંભળીયુ હશે કે ચંદ્ર ગ્રહણ નો સૂતક કાળ લાગી ગયો છે.તો ખરેખર એ સૂતક કાળ શું છે હવે એના વિશે જણાવીએ.વૈદિક કાળ થીજ સનાતન ધર્મ ની સ્થિતિ રહી છે અને એના હિસાબે એનો સૂતક કાળ છે એ અમને ખબર પડે છે.બધાજ ગ્રહણ ના પેહલાથી થોડો એવો સમય હોય છે જે સમયે કોઈપણ શુભ કામ નહિ કરવી જોઈએ.ચંદ્ર ગ્રહણ ના વિષય માં આ ચંદ્ર ગ્રહણ ચાલુ થવાના પેહલા લગભગ ત્રણ પૂર્વ પહેલાનો સમય હોય છે.એટલે કે જયારે ચંદ્ર ગ્રહણ ચાલુ થવાનું છે તો લગભગ 9 કલાક પેહલા એનો સૂતક કાળ ચાલુ થઇ જાય છે અને સૂતક કાળ નું સમાપન ચંદ્ર ગ્રહણ ના મોક્ષ એટલે કે ચંદ્ર ગ્રહણ ના સમાપન ની સાથે જ થાય છે.આ સૂતક કાળ દરમિયાન કોઈપણ પ્રકાર નું શુભ કાર્ય નથી કરવામાં આવતું કારણકે જો તમે આ દરમિયાન કોઈ શુભ કામ કરો છો તો માન્યતા મુજબ એનું શુભ ફળ આપવાની સ્થિતિ પુરી થઇ જાય છે એટલા માટે મૂર્તિ પૂજા,મૂર્તિ ને અડવું,શુભ કામ જેવા કે લગ્ન,મુંડન,બીજા કોઈપણ શુભ કામો,ઘર પ્રવેશ વગેરે ચંદ્ર ગ્રહણ ના સૂતક કાળ દરમિયાન નથી કરવામાં આવતા.

2024 માં ચંદ્ર ગ્રહણ ક્યારે છે?

અત્યાર સુધી અમે એ જાણી શક્યા છીએ કે ચંદ્ર ગ્રહણ શું હોય છે,એ કેટલા પ્રકાર નું હોય છે,એનો સૂતક કાળ શું હોય છે,વગેરે આ બધી જાણકારી અમે મેળવી લીધી છે.હવે આગળ વધીએ અને જાણીએ કે ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) ક્યારે લાગશે,કઈ તારીખ,કયા દિવસે,કઈ તારીખે,કેટલા વાગા સુધી અને ક્યાં જોવા મળશે,આ બધીજ જાણીએ છીએ અને એ પણ જાણીએ કે વર્ષ 2024 માં કુલ મળીને કેટલા ચંદ્ર ગ્રહણ લાગવાના છે.લગભગ દર વર્ષેજ ચંદ્ર ગ્રહણ થાય છે.પરંતુ એનો સમયગાળો અને એની સંખ્યા માં અંતર હોય છે.જો વર્ષ 2024 વિશે વાત કરીએ તો અમે જાણીશું કે કુલ મળીને આ વર્ષે એકજ ચંદ્ર ગ્રહણ જોવા મળવાનું છે અને ચંદ્ર ગ્રહણ ને ખગોળીય ઘટના તરીકે માન્યતા મળેલી છે.એટલે કે વર્ષ 2024 માં ખાસ કરીને એકજ ચંદ્ર ગ્રહણ2024 (Chandra Grahan 2024) થશે જો કે મુખ્ય ચંદ્ર ગ્રહણ હશે.આનાથી વધારે એક ઉપચ્છયા ચંદ્ર ગ્રહણ પણ થવાનું છે જેને આપણે ગ્રહણ નથી માનતા પરંતુ તો પણ તમારી સુવિધા અને જાણકારી માટે એના વિશે પણ અમે તમને અહીંયા બતાવીશું:

અહીંયા ધ્યાન દેવાવાળી વાત એ છે કે ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) આખા ભારતમાં લગભગ નહિ દેખાય એટલા માટે ભારત માં આ ગ્રહણ નો સૂતક કાળ પણ માન્ય નહિ થાય કારણકે જ્યાં ગ્રહણ દેખાય છે,ત્યાં એનો સૂતક કાળ ને પ્રભાવી માનવામાં આવે છે.ઉપચ્છયા ચંદ્ર ગ્રહણ નો સૂતક કાળ માન્ય નહિ હોય કારણકે આને ગ્રહણ નથી માનવામાં આવતું.આવો વિસ્તાર થી જાણવાની કોશિશ કરીએ કે વર્ષ 2024 માં મુખ્ય ચંદ્ર ગ્રહણ નો શું સમય હશે અને એ ક્યાં ક્યાં દેખાશે.

ચંદ્ર ગ્રહણ 2024 - ખંડગ્રાસ ચંદ્રગ્રહણ
તારીખ દિવસ અને તારીખ ચંદ્ર ગ્રહણ થવાનો સમય (ભારત માન્ય સમય મુજબ) ચંદ્ર ગ્રહણ પૂરો થવાનો સમય ક્યાં ક્યાં જોવા મળશે
ભાદ્રપદ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા

બુધવાર,

18 સપ્ટેમ્બર, 2024

વહેલી સવારે 7: 43 વાગા થી

વહેલી સવારે 8:46 વાગા સુધી

દક્ષિણ અમેરિકા, પશ્ચિમ આફ્રિકા અને પશ્ચિમ યુરોપ

(ભારતમાં આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ શરૂ થશે ત્યાં સુધીમાં સમગ્ર ભારતમાં ચંદ્રગ્રહણની સ્થિતિ આવી ગઈ હશે, તેથી આ ગ્રહણ ભારતમાં લગભગ દેખાશે નહીં. માત્ર પેનમ્બ્રાની શરૂઆતમાં, ઉત્તર પશ્ચિમ ભારતમાં ચંદ્રગ્રહણ થશે. અને ઉત્તર દક્ષિણના શહેરો, તેથી થોડા સમય માટે, આ કારણે, ચંદ્રપ્રકાશમાં ચંદ્રપ્રકાશ ઝાંખો જોવા મળી શકે છે. આમ, ભારતમાં, તે ગ્રહણની શ્રેણીમાં આવશે નહીં કારણ કે તે માત્ર આંશિક રીતે પેનમ્બ્રાના રૂપમાં જ દેખાય છે)

નોંધ : ઉપર ના ટેબલ માં દેવામાં આવેલા ચંદ્ર ગ્રહણ ના સમય ભારત ના ટાઈમ મુજબ છે.જો ગ્રહણ 2024(Grahan 2024) મુજબ ચંદ્રગ્રહણ 2024 (Chandra Grahan 2024) ની વાત કરીએ તો આ ચંદ્ર ગ્રહણ એક આંશિક એટલે કે ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ થવાનું છે.ભારતમાં આ ચંદ્ર ગ્રહણ લગભગ નહિ દેખાય,કારણકે ભારતમાં જયારે આ ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ ચાલુ થશે,ત્યાં સુધી આખા ભારતમાં ચન્દ્રસ્ત ની સ્થિતિ બની ગઈ હશે.માત્ર ઉપચ્છયા ચાલુ થવાના સમયે ઉત્તર પશ્ચિમ ભારત અને ઉત્તર દક્ષિણ શહેરો માં ચન્દ્રસ્ત થશે અને થોડા સમય માટે ચંદ્રમા નો પ્રકાશ માં ધૂંધળાપણ આવી શકે છે.આ રીતે ભારતમાં આ ઉપચ્છયા ના રૂપે દેખાશે અને આજ કારણે આ ભારતમાં ગ્રહણ ની શ્રેણી માં નથી માનવામાં આવતું અને જયારે આ ગ્રહણજ નહિ થાય,ત્યારે આનો કોઈપણ પ્રભાવ માન્ય નહિ રહે.

ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024)

ચંદ્ર ગ્રહણ 2024 નું ખાસ રાશિફળ

જો અમે ઉપર આપેલા ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ ની વાત કરીએ તો એનો અલગ રાશિઓ ઉપર પ્રભાવ જોયો જાય તો મેષ,મિથુન,કર્ક,કન્યા,તુલા,વૃશ્ચિક,કુંભ અને મીન રાશિના લોકો માટે આ ગ્રહણ ના કંઈક ના કંઈક અશુભ પ્રભાવ હોય શકે છે.જેમકે શેષ રાશિઓ વૃષભ,સિંહ,ધનુ અનર મકર રાશિના લોકો માટે શુભ પરિણામ ની પ્રાપતિ થઇ શકે છે.મેષ રાશિના લોકો ને પૈસા ના નુકસાન નો યોગ બનશે તો મિથુન રાશિના લોકો ને સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.જયારે તુલા રાશિના લોકો કોઈ રોગ ની ચપેટ માં આવી શકે છે.વૃશ્ચિક રાશિના લોકો ને આત્મા સમ્માન સાથે સમજોતો કરવો પડી શકે છે તો કુંભ રાશિના લોકો ને પૈસા નું નુકસાન ઉઠાવું પડી શકે છે.મીન રાશિના લોકોને શારીરિક કાષ્ટ થઇ શકે છે અને માનસિક તણાવ વધશે.આનાથી ઉલટું વૃષભ રાશિના લોકો ને ધન લાભ થવાના યોગ છે.સિંહ રાશિના લોકો ને સુખ ની પ્રાપ્તિ થશે.ધનુ રાશિના લોકો ને કામો માં સફળતા મળશે અને મકર રાશિના લોકો ને પૈસા નો લાભ થવાના યોગ બનશે.

ઉપછાયા ચંદ્ર ગ્રહણ 2024
તારીખ દિવસ અને તારીખ ચંદ્ર ગ્રહણ ચાલુ થવાનો સમય ચંદ્ર ગ્રહણ પૂરું થવાનો સમય ક્યાં ક્યાં દેખાશે
ફાલ્ગુન મહિનો સકલ પક્ષ પૂર્ણિમા સોમવાર, 25 માર્ચ, 2024 સવારે 10 વાગીને 23 મિનિટે બપોર પછી 15:02 વાગા સુધી

આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, હોલેન્ડ, બેલ્જિયમ, દક્ષિણ નોર્વે, સ્વિટ્ઝર્લૅન્ડ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, જાપાન, રશિયાનો પૂર્વ ભાગ, પશ્ચિમ ઑસ્ટ્રેલિયા સિવાય બાકીનો ઑસ્ટ્રેલિયા અને મોટા ભાગનો આફ્રિકા.

(ભારતમાં નહિ દેખાય)

નોંધ : ગ્રહણ2024 (Grahan 2024) મુજબ ઉપરના ટેબલમાં દેવામાં આવેલો સમય ભારત ના સમય પ્રમાણે છે.જેંકે અમે તમને પેહલા પણ જણાવ્યુ હતું કે,આ એક ઉપચ્છયા ચંદ્ર ગ્રહણ 2024 હશે જેને ગ્રહણ ની સંજ્ઞા નથી આપવામાં આવી અને એના કારણે આનો કોઈ સૂતક કાળ પણ પ્રભાવી નહિ હોય અને કોઈ ધાર્મિક પ્રભાવ પણ માન્ય નહિ રહે.તમે તમારા બધાજ કામો ને પુરી રીતે પુરા કરી શકો છો,એમ પણ આ ઉપચ્છયા ચંદ્ર ગ્રહણ ભારતમાં નહિ દેખાય,એટલા માટે તમે બધાજ શુભ કર્યો સારી રીતે કરી શકો છો.

ઉપચ્છયા ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024)

ચંદ્રગ્રહણ ના સમયે કરવામાં આવતા આ ખાસ ઉપાયો દેવડાવશે તમને બધીજ સમસ્યા માંથી છુટકારો

ચંદ્રગ્રહણ દરમિયાન ભુલ થી પણ નહિ કરો આ કામ

ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) દરમિયાન આ મંત્રો ના જાપ થી મળશે સફળતા

તમોમય મહાભીમ સોમ સૂર્ય વિમર્દન.

હેમતરાપ્રદને મમ શાંતિપ્રદો ભવ ॥1॥

શ્લોક નો અર્થ - અંધકારરૂપ મહાભીમ ચંદ્રમા અને સૂર્યને મર્દન કરવાવાળો રાહુ!સુવર્ણ તારા ના દાન થી મને શાંતિ આપો.

વિધુન્તુડ નમસ્તુભ્યં સિંહિકાનન્દનચ્યુત ।

દાનેનાનેન નાગસ્ય રક્ષા મા વેદ્ધજદ્ભયત્ ॥2॥

શ્લોક નો અર્થ - સિંહિકાનંદન (સિંહિકાનો પુત્ર), અચૂક! હે વિધુન્તુદ, નાગની આ ભેટથી ગ્રહણના ભયથી મારી રક્ષા કરો.

તમામ પ્રકારના જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) સાથે સબંધિત એસ્ટ્રોસેજ નો આ લેખ તમને પસંદ આવ્યો હશે અને તમારા માટે બહુ ઉપયોગી સાબિત થશે.આ લેખને પસંદ કરવા અને વાંચવા માટે તમારી ખુબ ખુભ આભાર!

Talk to Astrologer Chat with Astrologer