શુક્ર તુલા રાશિમાં ગોચર

વૈદિક જ્યોતિષ મુજબ શુક્ર ને સ્ત્રી ગ્રહ અને સુંદરતા નો પ્રતીક માનવામાં આવે છે.હવે આજ શુક્ર ગ્રહ 18 સપ્ટેમ્બર 2024 ના દિવસે 13:42 પરશુક્ર તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.અમારો આ લેખ શુક્ર ગોચર સાથે સબંધિત છે જ્યાં અમે તમને આના વિશે જાણકારી આપીશું કે શુક્ર ના આ મહત્વપુર્ણ ગોચર થી બધીજ 12 રાશિઓ પર શું પ્રભાવ પડશે.આના સિવાય જે રાશિઓ ઉપર આનો નકારાત્મક પ્રભાવ પડશે એ લોકોએ આનાથી બચવા માટે ક્યાં ઉપાય કરવા જોઈએ એ જાણકારી પણ અમે આપીશું.

શુક્ર તુલા રાશિમાં ગોચર

2024 માં ક્યારે-ક્યારે થશે શુક્ર ગોચર અને તમને કેવી રીતે કરશે પ્રભાવિત? વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો જવાબ

જ્યોતિષ માં શુક્ર ગ્રહ નું મહત્વ

સૌથી પેહલા વાત કરીએ જ્યોતિષ માં શુક્ર ગ્રહ ની તો શુક્ર એક મજબુત જીવનમાં જરૂરી સંતુષ્ટિ,સારું આરોગ્ય,અને એક મજબુત મગજ આપે છે.કુંડળી માં શુક્ર ની મજબુત સ્થિતિ લોકોને ખુશી અને આનંદ પ્રાપ્ત કરવામાં સફળતા ની સાથે સકારાત્મક પરિણામ આપશે.જો શુક્ર મંગળ ની સાથે યુતિ કરે છે તો લોકોને આવેગ અને આક્રમકતા વધશે અને આ ગ્રહ ની ચાલ દરમિયાન શુક્ર રાહુ કેતુ જેવા અશુભ ગ્રહ સાથે યુતિ કરશે તો લોકોને ચામડીને લગતી સમસ્યા,સારી ઊંઘ ની કમી અને સોજો વગેરે સમસ્યાઓ આવી શકે છે.

પરંતુ શુક્ર ગુરુ જેવા શુભ ગ્રહ સાથે જોડાય જાય તો લોકો માટે એમનો વેપાર,વેવસાય અને પૈસા મેળવા અને વધારે પૈસા કમાવા ના દાયરા માં સકારાત્મક પરિણામ ડબલ આપે છે.

ક્યારે બનશે સરકારી નોકરીનો યોગ? પ્રશ્ન પુછો અને પોતાની જન્મ કુંડળી પર આધારિત જવાબ મેળવો

Click Here To Read In English: Venus Transit In Libra

રાશિ મુજબ ભવિષ્યવાણી અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે શુક્ર બીજા અને સાતમા ભાવ નો સ્વામી છે અને તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.શુક્ર તુલા રાશિમાં ગોચર તમને તમારા મિત્રો અને સહયોગી ઓ ની સાથે વધારે યાત્રા કરવાનો સંકેત આપે છે અને આવી યાત્રાઓ થી તમને લાભ પણ થશે.

કારકિર્દી ના મોર્ચે તમને વિદેશ માં નવી નોકરીના મોકા મળી શકે છે જે તમને આશા અને પ્રગતિ અપાવશે.

વેવસાયિક મોર્ચે તમને વધારે નફો થશે અને તમે મલ્ટી લેવલ માર્કેટિંગ વેપારમાં પણ સફળતા મેળવી શકશો.

આર્થિક મોર્ચે આ દરમિયાન તમને સારો પૈસા નો લાભ થશે.તમને તમારા મિત્રો પાસેથી પણ મદદ મળવાની સંભાવના દેખાઈ રહી છે.

વ્યક્તિગત મોર્ચે તમારા જીવનસાથી ની સાથે તમારા મનમાં સારી ભાવનાઓ વિકસિત થશે અને આ તમારા સૌંદર્યપુર્ણ સ્વભાવ ના કારણે મુમકીન થઇ શકશે.

આરોગ્યના મોર્ચે તમે તમારા આરોગ્ય પ્રત્ય સચેત રેહશો અને તમારી ફિટનેસ બનાવી રાખવામાં સફળ થશો.

ઉપાય : દરરોજ 19 વાર ‘ઓમ ભાર્ગવાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

આવતા સપ્તાહ નું મેષ રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે શુક્ર પેહલા અને છથા ભાવ નો સ્વામી છે અને તમારા છથા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.શુક્ર તુલા રાશિ માં ગોચર તમને તમારી પ્રતિબદ્ધતા ઓ ને પુરી કરવા ની જરૂરત ના સમયે ઉધારી ના માધ્યમ થી લાભના સંકેત મળે છે.

કારકિર્દી ના મોર્ચે તમે તમારા દ્રષ્ટિકોણ ના કારણે કામમાં સફળતા મેળવશો.તમને ઘણી બધી નવી ઓનસાઇટ નોકરી પણ મળી શકે છે.

વેવસાયિક મોર્ચે તમને મધ્યમ લાભ થશે અને તમારા માટે વધારે પૈસા ભેગા કરવા અને નવો ધંધો ચાલુ કરવો સહેલું નહિ રહે.

આર્થિક મોર્ચે તમને મધ્યમ સફળતા મળશે અને તમારા માટે આના કરતા મોટા બનવાની સંભાવના નહિ રહે.

વ્યક્તિગત મોર્ચે તમારે તમારા જીવનસાથી ની સાથે સંચાર માં સાવધાની રાખવાની જરૂરત પડશે કારણકે તમારી બંને ની વચ્ચે બહેસ વધવાની આશંકા નજર આવી રહી છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો ચામડી સબંધિત સમસ્યાઓ થી પરેશાન રહી શકો છો જે પ્રતિરક્ષા ની કમી ના કારણે તમારી અંદર થવાની સંભાવના છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું વૃષભ રાશિફળ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે શુક્ર પાંચમા અને દ્રાદશ ભાવ નો સ્વામી છે અને તમારા પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.શુક્ર તુલા રાશિમાં ગોચર ના કારણે તમે તમારા વેવસાય માં વધારે નફો કરવા અને પરિસ્થિતિઓ ને અનુકુળ કરવામાં સફળ થઇ શકો છો.

કારકિર્દી ના મોર્ચે તમને તમારા દ્વારા કરવામાં આવેલા કામ માટે ઉચ્ચ સફળતા અને પુરસ્કાર મળશે.તમને ઉન્નતિ ના અવસર પણ મળવાની સંભાવના છે.

વેવસાયિક મોર્ચે જો તમે સટ્ટાબાજી જેવી વસ્તુમાં ભાગ લ્યો છો તો તમે ઉચ્ચ લાભ અને રિટર્ન મેળવા માં સફળ થઇ શકશો.

પૈસા ના મોર્ચે તમને સારો પૈસા નો લાભ થશે અને તમારી પૈસા ભેગા કરવાની આવડત માં પણ વધારો થશે.

વ્યક્તિગત મોર્ચે તમે તમારા જીવનસાથી સાથે શાંતિ વિકસિત કરવા માટે ખુશ અને કેન્દ્રિત નજર આવશો.તમારી ઈચ્છા હોય તો સમાયોજન દ્વારા મુમકીન કરી શકો છો.

આરોગ્ય ના મોર્ચે થોડી સામાન્ય આરોગ્ય પરેશાનીઓ ને છોડીને તમારું સામાન્ય રીતે આરોગ્ય સારુંજ રહેશે.

ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું મિથુન રાશિફળ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે શુક્ર ચોથા અને એકાદશ ભાવ નો સ્વામી છે અને તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.શુક્ર તુલા રાશિ માં ગોચર પરિણામસ્વરૂપ તમારા જીવન માંથી આરામ ગાયબ થઇ શકે છે કારણકે તમે તમારા પરિવાર અને ઘર સાથે સબંધિત સમસ્યાઓ માં વધારે તણાવ મહેસુસ કરી શકો છો.

કારકિર્દી ના મોર્ચ આ દરમિયાન તમે જે પણ કામ કરશો છતાંપણ તમને નુકશાન થઇ શકે છે તમારી પ્રતિસ્થા માં.

વેવસાયિક મોર્ચે આ દરમિયાન તમને મધ્યમ લાભ મળશે કારણકે તમારી પાસે તમારી તરફ થી યોજના ની કમી નજર આવવાની છે.

આર્થિક મોર્ચે તમને મધ્યમ લાભ થવાની સંભાવના છે જે તમારી જરૂરત પુરી કરવામાં મદદ નહિ કરે.

વ્યક્તિગત મોર્ચે તમે તમારા જીવનસાથી સાથે શાંતિ બનાવી રાખવામાં સફળ નહિ થાવ કારણકે તમારા બંને ની વચ્ચે સમાયોજના ની કમી નજર આવી શકે છે.

આરોગ્યના મોર્ચે તમને તમારી માં ના સંદર્ભ માં કંઈક મોટી આરોગ્ય સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે અને એના કારણે તમારે તમારી માં ના આરોગ્ય માટે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે.

ઉપાય : સોમવાર ના દિવસે અપંગ સ્ત્રીઓ ને ભોજન દાન કરો.

આવતા સપ્તાહ નું કર્ક રાશિફળ

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે શુક્ર ત્રીજા અને દસમા ઘર નો સ્વામી છે જે તમારા ત્રીજા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.શુક્ર તુલા રાશિમાં ગોચર તમને સ્થાન પરિવર્તન અને જીવનમાં બદલાવ ના સંકેત આપે છે.તમે સંચાર માં બહુ સારું કામ કરી શકો છો.

કારકિર્દી ના મોર્ચે તમને વિદેશ માં નોકરીના નવા મોકા મળશે અને આવા મોકા તમને સફળતા અપાવી શકે છે.

વેવસાયિક મોર્ચે તમને મધ્યમ નફો થશે અને આવા નફા તમને સંતુષ્ટિ નહિ આપી શકે.

આર્થિક રીતે તમને ધીરે-ધીરે લાભ થશે અને આ રીતની કમાણી થી તમે મધ્યમ સ્તર ઉપર બચત કરવામાં સફળ રેહશો.

વ્યક્તિગત મોર્ચે તમે સારી શાંતિ માટે પોતાના જીવનસાથી ની સાથે સારો તાલમેલ જાળવી શકો છો અને આ રીતે નૈતિક મુલ્યો ઉપર ટકી રહી શકો છો.

આરોગ્યના મોર્ચે તમારી માતા ને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નો સામનો નહિ કરવો પડે પરંતુ તમારે તમારા જીવનસાથી ના આરોગ્ય ઉપર સારા એવા પૈસા ખર્ચ કરવા પડશે.

ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ આદિત્ય નમઃ’ મંત્ર નો જાપ કરો.

આવતા સપ્તાહ નું સિંહ રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે શુક્ર બીજા અને નવમા ભાવ નો સ્વામી છે અને તમારા બીજા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યો છે.શુક્ર તુલા રાશિ માં ગોચર પરિણામસવરૂપ તમને પૈસા નો લાભ,નિજી જીવનમાં ખુશીઓ,સંપત્તિ માં વધારો વગેરે માં સૌભાગ્ય મળશે.

કારકિર્દી ના મોર્ચે તમે જે મેહનત કરશો એનાથી તમને વધારે પરિણામ મળવાની સંભાવના છે.તમે તમારા સહકર્મી કરતા આગળ રહેવાના છો.

વેવસાયિક મોર્ચે તમે સારો એવો નફો કમાશો અને પોતાના વિરોધી માટે સારો ડર ઉભો કરશો.

આર્થિક રીતે તમે સારા પૈસા કમાઈ શકો છો અને બચત કરવાની પ્રવૃત્તિ તમારી અંદર વિકસિત થઇ શકે છે.એના સિવાય આ સમયગાળા માં તમે ઉપયોગી વસ્તુઓ માં રોકાણ કરી શકો છો.

વ્યક્તિગત મોર્ચે તમે તમારા જીવનસાથી સાથે સારી શાંતિ રાખવા અને ઉચ્ચ મુલ્યો ને જાળવી રાખવામાં સફળ રેહશો.

આરોગ્યના મોર્ચે તમે ફિટ નજર આવશો અને તમારા પ્રતિરક્ષા ના સ્તર બહુ શાનદાર રહેશે જે બદલા માં તમને વધારે ખુશ રહેવા માટે માર્ગદર્શન આપશે.

ઉપાય : દરરોજ પ્રાચીન પાઠ વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરો.

આવતા સપ્તાહ નું કન્યા રાશિફળ

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ

તુલા રાશિ

શુક્ર તુલા રાશિના લોકો માટે પેહલા અને આઠમા ભાવ નો સ્વામી છે અને તમારા આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.શુક્ર તુલા રાશિમાં ગોચર તમને વધારે ધીરજ રાખવાની જરૂરત આપશે કારણકે જીવનમાં શાંતિ અને સદભાવના બનાવી રાખવી તમારા માટે બહુ જરૂરી સાબિત થશે.તમારે આ દરમિયાન બાધાઓ નો સામનો કરવો પડી શકે એમ છે.

કારકિર્દી ના મોર્ચે તમારી ઉપર કામનું દબાણ જોવા મળશે જે તમારા માટે તણાવ નું કારણ બની શકે છે.

વેવસાયિક મોર્ચે લાભ અને મૂલ્યવાન વેવસાયિક ડીલ્સ તમારા હાથમાંથી નીકળતી જોશો જે તમારા માટે રુકાવટ ના રૂપમાં કામ કરશે.

પૈસા ના મોર્ચે યાત્રા દરમિયાન તમારે પૈસા નું નુકશાન ઉઠાવું પડી શકે છે અને આ તમારી તરફ થી કરવામાં આવેલી લાપરવાહી ના કારણે સંભવ છે.આનાથી તમને બહુ વધારે સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.

વ્યક્તિગત મોર્ચે તમે તમારા જીવનસાથી સાથે નકામી વાતચીત કરી શકો છો જેનાથી તમને સબંધો માં દિક્કત જોવા મળશે અને સબંધ માં ખટાસ પણ આવી શકે છે.

આરોગ્યના મોર્ચે તમારે તમારા જીવનસાથી ના આરોગ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરવા પડશે અને આનાથી તમને પરેશાની થઇ શકે છે.

ઉપાય : દરરોજ 24 વાર ‘ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ’ મંત્ર નો જાપ કરો.

આવતા સપ્તાહ નું તુલા રાશિફળ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે શુક્ર સાતમા અને બારમા ભાવ નો સ્વામી છે અને બારમા ભાવમાંજ ગોચર કરવા જઈ રહ્યો છે.શુક્ર તુલા રાશિમાં ગોચર ના કારણે તમારા જીવનમાંથી આરામ ગાયબ થઇ શકે છે કારણકે તમે તમારા પરિવાર અને ઘર સાથે સબંધિત સમસ્યાઓ માં ઉલઝન ના કારણે તણાવગ્રસ્ત રહેવાના છો.

કારકિર્દી ના મોર્ચે તમે આ દરમિયાન જે પણ કામ કરશો એમાં તમારું નામ ખરાબજ થશે.

વેવસાયિક મોર્ચે આ દરમિયાન તમને મધ્યમ લાભ થશે કારણકે તમારી પાસે તમારી તરફ થી યોજના ની કમી નજર આવવાની છે.

પૈસા ના મોર્ચે તમને મધ્યમ પૈસા ના લાભ થશે જે તમારી જરૂરત પુરી કરવામાં મદદરૂપ નહિ બની શકે.

વ્યક્તિગત મોર્ચે તમે તમારા જીવનસાથી ની સાથે શાંતિ બનાવી રાખવામાં સફળ નહિ થઇ શકો કારણકે આવું તમારી બને ની વચ્ચે સમાયોજન ની કમી ના કારણે થઇ શકે છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આરોગ્યના મોર્ચે તમારી માતા ના કંઈક મોટી આરોગ્ય સમસ્યા નો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારે તમારી માતા માટે સારા એવા પૈસા ખર્ચ કરવા પડી શકે છે.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે શુક્ર છથા અને એકાદશ ભાવ નો સ્વામી છે અને એકાદશ ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.શુક્ર તુલા રાશિમાં ગોચર ના પરિણામસ્વરૂપ આ દરમિયાન તમે તમારા સફળ થઇ શકો છો.શુક્ર ગોચર નો આ સમય એક એવો સમય સાબિત થશે જયારે તમે પોતાના વિકાશ ઉપર ધ્યાન આપશો અને આગળ વધશો.

કારકિર્દી ના મોર્ચે આ દરમિયાન તમારે તમારી નોકરી માટે વધારે યાત્રાઓ કરવી પડશે અને આ યાત્રાઓ તમને સારું રિટર્ન પણ આપશે.

વેવસાયિક મોર્ચે તમે તમારા વેપારીક ભાગીદાર સાથે વાતચીત કરવી અને એની સાથે એક મજબુત સબંધ બનાવી રાખવામાં સફળ થશો.

આર્થિક મોર્ચે તમને સારો પૈસા નો લાભ થશે અને તમને વધારે પ્રોત્સાહન અને સુવિધાઓ મળી શકે છે જેનાથી તમને સંતુષ્ટિ મળશે.

વ્યક્તિગત મોર્ચે તમારો સંચાર સ્પષ્ટ હશે જેનાથી તમારા જીવનસાથી સાથે તમારો જુડાવ વધશે.

આરોગ્યના મોર્ચે તમારું આરોગ્ય ઉત્તમ નજર આવશે.પરંતુ તમને જાંઘો માં દુખાવો થઇ શકે છે પરંતુ કુલ મળીને તમારું આરોગ્ય સારું બની રહેશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણ ને ભોજન દાન કરો.

આવતા સપ્તાહ નું ધન રાશિફળ

મકર રાશિ

મકર રાશિના લોકો માટે શુક્ર પાંચમા અને દસમા ભાવ નો સ્વામી છે અને દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.શુક્ર તુલા રાશિમાં ગોચર ના પરિણામસ્વરૂપ તમારા જીવનમાં આરામ વધશે,આ સમયગાળા માં સંપત્તિઓ ના રોકાણ ની પણ સંભાવના છે અને આ દરમિયાન તમે તમારા જીવનમાં વિસ્તાર થતો જોશો.

કારકિર્દી ના મોર્ચે તમને નવી નોકરીના મોકા મળી શકે છે જે તમને ઘણા લાભ અપાવશે.તમને સહકર્મીઓ અને વરિષ્ઠ પાસેથી સહયોગ મળશે.

વેવસાયિક મોર્ચે તમે વેવસાય માં ઉત્કૃષ્ટતા મેળવશો અને વધારે નફો મેળવા માં પણ તમને બધત મળશે.તમે નવા ઉદ્યોગ ની શુરુઆત પણ કરી શકો છો.

પૈસા ના મોર્ચે તમે વધારે પૈસા મેળવા માં સફળ થશો જેનાથી તમને ખુશીઓ મળશે.આના સિવાય વધારે પ્રોત્સાહન થી તમને વધારે લાભ થશે.

વ્યક્તિગત મોર્ચે તમે જીવનસાથી ની ખુશ રાખવા માટે પ્રોત્સાહિત કરીને એમની સાથે પોતાના સબંધ ને વધારે મજબુત બનાવશો.

આરોગ્યના મોર્ચે આ દરમિયાન તમે ખુશ,આત્મવિશ્વાસી અને ઉર્જા થી ભરેલા જોવા મળશો.તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહિ થાય.

ઉપાય : શનિવાર ના દિવસે અપંગ વ્યક્તિઓ ને ભોજન દાન કરો.

આવતા સપ્તાહ નું મકર રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે શુક્ર ચોથા અને નવમા ભાવ નો સ્વામી છે અને તમારા નવમા ભાવમાંજ ગોચર કરવા જઈ રહ્યો છે.શુક્ર તુલા રાશિમાં ગોચર ના પરિણામસ્વરૂપ તમે તમારા વેવસાય માં લાભ કમાશો.તમારી કડી મેહનત માટે તમને ઉન્નતિ મળશે.ત્યાં બીજી બાજુ તમે પ્રોપર્ટી માં રોકાણ પણ કરી શકો છો.

કારકિર્દી ના મોર્ચે તમે વરિષ્ઠ પાસેથી તમારી કડી મેહનત માટે વધારે પ્રતિસ્થા મેળવશો અને આ રીતે સારી ઓળખાણ તમને મળશે.

વેવસાય ના મોર્ચે તમે વધારે લાભ મેળવશો,નવા વેવસાયિક ઉદ્યોગ ચાલુ કરશો અને એક નવી વેવસ્થા માં આશ્ચર્યજનક સફળતા તમને મળવાની છે.

આર્થિક મોર્ચે તમને ઉચ્ચ સ્તર ના પૈસા મળશે.પૈસા ભેગા કરવાની પણ સંભાવના છે અને તમે બચત કરવામાં પણ સફળ રેહશો.

વ્યક્તિગત મોર્ચે આ રમિયાન તમે તમારા જીવનસાથી ની સાથે વધારે મિત્રતા વાળો વેવહાર કરશો.એની સાથે તાલમેલ બેસાડશો અને ખુશી નો અનુભવ કરશો.

આરોગ્યના મોર્ચે તમારો સકારાત્મક પ્રભાવ તમને સારા આરોગ્ય ઉપર ટકી રહેવા માટે સફળ બનાવશે.આ દરમિયાન તમે વધારે દ્રઢ નિશ્ચય રહેવાના છો.

ઉપાય : દરરોજ 44 વાર ‘ઓમ મંડાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

આવતા સપ્તાહ નું કુંભ રાશિફળ

મીન રાશિ

મીન રાશિના લોકો માટે શુક્ર ત્રીજા અને આઠમા ભાવ નો સ્વામી છે અને આઠમા ભાવમાં જ ગોચર કરવા જઈ રહ્યો છે.શુક્ર તુલા રાશિમાં ગોચર તમારા માટે વિરાસત જેવી વસ્તુઓના માધ્યમ થી સારી કમાણી નો સમય સાબિત થઇ શકે છે.આ સમયગાળા માં તમે વધારે સેવાભાવી રેહશો અને હંમેશા આની ઉપર ધ્યાન આપતા નજર આવશો.

કારકિર્દી ના મોર્ચે તમારી ઉપર વરિષ્ઠ નું દબાણ વધી શકે છે એના કારણે સફળતા મેળવા માટે યોજના બનાવી અને એ હિસાબે કામ કરવા માટે સમય સીમા તૈયાર કરવાની જરૂરત પડી શકે છે.

વેવસાયિક મોર્ચે તમારે સારી રીતે યોજના બનાવી,વેવસાયિક નીતિ બનાવાની જરૂરત પડશે અને એની સાથે તમે સારો નફો કમાવા માં સફળતા મેળવશો.

આર્થિક મોર્ચે તમને મધ્યમ પૈસા નો લાભ થશે અને તમે જે પણ પૈસા કામસો એની સાથે સાથે થોડા પૈસા ભેગા કરવામાં પણ સફળતા મળશે.જરૂરત ના સમય તમારે ઉધારી ના માધ્યમ થી લાભ પણ થઇ શકે છે.

વ્યક્તિગત મોર્ચે તમે તમારા જીવનસાથી ની સાથે ઉચિત તાલમેલ નહિ બેસાડી શકશો એના કારણે તમે નૈતિક મુલ્યો ઉપર ટકી નહિ શકો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આરોગ્યના મોર્ચે તમને ચામડીને લગતી સમસ્યાઓ થઇ શકે છે જે એલર્જી ના કારણે થઇ શકે છે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ શિવાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

આવતા સપ્તાહ નું મીન રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. શુક્ર નો તુલા રાશિમાં ગોચર ક્યારે થશે?

શુક્ર ગ્રહ 18 સપ્ટેમ્બર ના દિવસે 13:42 વાગે તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.

2. શુક્ર કોનો કારક છે?

જ્યોતિષ માં શુક્ર ગ્રહ ની તો એક મજબુત શુક્ર જીવનમાં બધીજ જરૂરી સંતુષ્ટિ,સારું આરોગ્ય અને એક મજબુત મગજ આપે છે અને સકારાત્મક પરિણામ પણ આપે છે.

3. શુક્ર નો ગોચર કન્યા રાશિના લોકો માટે શું પરિણામ લઈને આવશે?

શુક્ર ના આ ગોચર ના પરિણામસ્વરૂપ કન્યા રાશિના લોકોને પૈસા નો લાભ,જીવનમાં ખુશી,સંપત્તિ માં વધારો વગેરે માં સૌભાગ્ય મળે છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer