બુધ સિંહ રાશિમાં અસ્ત
વૈદિક જ્યોતિષ માં બુદ્ધિ,વાણી,શિક્ષણ,ગણિત,લેખન,તર્ક-વિતર્ક,જ્યોતિષ વિજ્ઞાન,નૃત્ય કે નાટક,વેપાર વગેરે નો કારક ગ્રહ બુધ 14 સપ્ટેમ્બર 2024 ની બપોરે 12 વાગીને 50 મિનિટ પર સિંહ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે.બુધ સિંહ રાશિમાં અસ્ત થવાથી રાશિ ચક્ર ની બધીજ 12 રાશિઓ પર અસર જોવા મળશે.એના સિવાય,અમે તમને જ્યોતિષ માં બુધ ના મહત્વ વિશે પણ જણાવીશું.એની સાથે જાણીશું,એના પ્રભાવ થી બચવાના ઉપાય.

વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો બુધ સિંહ રાશિ માં અસ્ત નો પોતાના જીવન ઉપર પ્રભાવ
જો બુધ પોતાની સ્વરાશિ મિથુન અને કન્યા માં સ્થિત હોય તો આ લોકો ને કુશળ પરિણામ આપશે.જયારે બુધ ઉચ્ચ રાશિ અને શક્તિશાળી સ્થિતિ માં કન્યા રાશિમાં સ્થિત થાય છે,તો લોકોનો વેપાર અને સટ્ટાબાજી માં ઘણી સફળતા મળશે.આ લોકોની રુચિ ગૂઢ વિજ્ઞાન જેવા જ્યોતિષ,રહસ્યવાદ વગેરે માં હોય શકે છે અને આ જગ્યા એ પોતાની ચમક વેરતા નજર આવશે.તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે 14 સપ્ટેમ્બર 2024 માં બુધ સિંહ રાશિમાં અસ્ત કઈ રીતે પડશે અને આનાથી બચવાનો ઉપાય કયો છે.
To Read in English Click Here: Mercury Combust In Leo (14 September)
જ્યોતિષ માં બુધ અસ્ત નું મહત્વ
આ તો આપણે બધા જાણીએ છીએ કે બુધ ગ્રહ ને બુદ્ધિ,તર્ક,શિક્ષણ અને સંચાર કૌશલ નો કારક ગ્રહ માનવામાં આવે છે.જો કોઈ વ્યક્તિની કુંડળી માં બુધ કમજોર અવસ્થા માં હોય છે તો આનાથી લોકોની અસુરક્ષા ની ભાવના,એકાગ્રતા ની કમી,વસ્તુઓ ને સમજવાની શક્તિ માં કમી અને ક્યારેક-ક્યારેક યાદશક્તિ કમજોર થવી જેવી પરેશાની પણ જોવા મળી શકે છે.
વાત કરીએ ગ્રહોનું અસ્ત થવાની તો જયારે કોઈપણ ગ્રહ અસ્ત થાય છે તો એને મળવાવાળી લાભકારી પરિણામ માં કમી જોવા મળી શકે છે.સાદી ભાષા માં કહીએ તો અસ્ત થવું ગ્રહો ની શક્તિ માં કમી લાવી શકે છે.હવે સવાલ ઉઠે છે કે કોઈપણ ગ્રહ અસ્ત ક્યારે થાય છે?ખરેખર રાહુ-કેતુ સિવાય કોઈપણ બીજો ગ્રહ સુર્ય ના 10 ડિગ્રી ની અંદર આવી જાય છે.બુધ સિંહ રાશિમાં અસ્ત થવાના કારણે પૈસા ની કમી કે પરિવારમાં ખુશીઓ ની કમી વગેરે જોવા મળી શકે છે.
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.
રાશિ મુજબ રાશિફળ અને ઉપાય
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે બુધ ત્રીજા અને છથા ભાવ નો સ્વામી છે અને બુધ સિંહ રાશિમાં અસ્ત પાંચમા ભાવમાં થશે.
પરિણામસ્વરૂપ,તમે તમારા બાળક ના વિકાસ ને લઈને ચિંતા માં રહી શકો છો અને એના ભવિષ્ય ને લઈને નાખુશ રહી શકો છો.
કારકિર્દી ની વાત કરીએ,તો તમારી અંદર આત્મવિશ્વાસ ની કમી જોવા મળી શકે છે કારણકે તમારી ઉપર કામનું દબાણ વધારે હોય શકે છે અને એના કારણે તમે ચિંતામાં રહી શકો છો.
જે લોકોનો પોતાનો ધંધો છે,એમને આ દરમિયાન નુકશાન થઇ શકે છે કારણકે વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે,જેનાથી એમને નુકશાન પણ ઉઠાવું પડી શકે છે.
આર્થિક સમસ્યાઓ માં તમે તમારી એકાગ્રતા અને ધ્યાન ની કમી ના કારણે પૈસા નું નુકશાન ઉઠાવી શકો છો.એ કારણે તમારે વધારે સાવધાન રેહવાની જરૂરત થઇ શકે છે.
પ્રેમ જીવનમાં મેષ રાશિના લોકો પોતાના પ્પાર્ટનર સાથે પ્યાર નો ઇજહાર નહિ કરી શકે અને આ વાત તમને પરેશાન કરી શકે છે.
આરોગ્ય ની વાત કરીએ તો તમારે તમારા બાળક ના આરોગ્ય માટે વધારે પૈસા ખર્ચ કરવાની જરૂરત પડી શકે છે.
ઉપાય - દરરોજ 41 વાર “ઓમ મહા વિષ્ણવે નમઃ” નો જાપ કરો.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે બુધ બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે.બુધ સિંહ રાશિ માં અસ્ત તમારા ચોથા ભાવમાં થશે.
ઉપરના કારણે,તમારે તમારા પૈસા ને સુરક્ષિત બનાવી રાખવાની જરૂરત છે કારણકે પૈસા ના નુકશાન ની સંભાવના છે,આના સિવાય,તમને સુખ-સુવિધાઓ માં કમી થવાની સંભાવના પણ છે,જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.
કારકિર્દી ની વાત કરીએ તો કાર્યક્ષેત્ર માં કામનું દબાણ વધી શકે છે,જે તમને તણાવ આપી શકે છે અને આ રીતે તમે કાર્યક્ષેત્ર માં સંતુષ્ટિ ની કમી મહેસુસ કરી શકો છો.
જે લોકોનો પોતાનો વેપાર છે,એને લાપરવાહી અને વેપારના સબંધ માં ઉચિત યોજના ની કમી ના કારણે નુકશાન ઉઠાવું પડી શકે છે.
આર્થિક જીવન ની વાત કરવામાં આવે તો ઉચિત યોજનાઓ ની કમી,લાપરવાહી વગેરે ના કારણે તમને બહુ નુકશાન થવાની આશંકા છે.એની સાથે,સંભાવના છે કે તમે તમારા મિત્ર ની મદદ કરવામાં અસફળ થશો.
પ્રેમ જીવનમાં,આશંકા છે કે તમે તમારા જીવનસાથી સાથે આપસી સમજણ ની કમી અને સમાયોજન ની કમી ના કારણે મધુર સબંધ સ્થાપિત કરવામાં અસફળ થઇ શકો છો.
આરોગ્યના દ્રષ્ટિકોણ થી,તમારે તમારી માતા ના આરોગ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરવાની જરૂરત થઇ શકે છે જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.
ઉપાય - બુધવાર ના દિવસે બુધ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે બુધ પેહલા અને ચોથા ભાવ નો સ્વામી છે.બુધ સિંહ રાશિમાં અસ્ત તમારા ત્રીજા ભાવમાં થશે.
ઉપરના કારણે,તમને સુખ-સુવિધાઓ માં કમી મહેસુસ થઇ શકે છે અને ખુશીઓ નજરઅંદાજ થઇ શકે છે.આ સમયે તમે તમારો કિંમતી સમય ખરાબ કરી શકો છો.
કારકિર્દી ની વાત કરીએ તો તમે અવાંછિત કારણો ના કારણે નોકરીમાં બદલાવ કરી શકો છો અને આના કારણે ખુશીઓ માં કમી આવી શકે છે.
જે લોકો નો પોતાનો ધંધો છે,એને વધારે વિરોધી ના કારણે નુકશાન થવાની સંભાવના છે,જેનાથી તમારો દાયરો ઓછો થઇ શકે છે.
આર્થિક જીવન વિશે ચર્ચા કરીએ તો આ સમયે યાત્રા કરતી વખતે તમને પૈસા નું નુકશાન થઇ શકે છે એટલે તમારે બહુ સાવધાન રેહવાની જરૂરત છે.
પ્રેમ જીવન માં,આશંકા છે કે ઓછી વાતચીત ના કારણે તમારે તમારા જીવનસાથી સાથે સારો સમય જોવા નહિ મળે.
આરોગ્યના મોર્ચે,તમને પાચન સબંધિત સમસ્યાઓ થઇ શકે છે જે પ્રતિરક્ષા ની કમી ના કારણે થઇ શકે છે.
ઉપાય - ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે બુધ ત્રીજા અને બારમા ભાવ નો સ્વામી છે.બુધ સિંહ રાશિ માં અસ્ત તમારા બીજા ભાવમાં થશે.
ઉપર ના કારણો થી,તમારે વધારે પૈસા ના નુકશાન ની સંભાવના છે.એની સાથે,સુખ-સુવિધાઓ માં કમી મહેસુસ થઇ શકે છે.આ સમયે તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂરત છે.
કારકિર્દી ની વાત કરીએ,તો તમે તમારા ચાલુ કામમાં રુચિ ની કમી મેહસૂસ કરી શકો છો.આશંકા છે કે તમને તમારા કામ માટે વરિષ્ઠ પાસેથી સમ્માન નહિ મળે અને એના કારણે તમે નોકરીમાં બદલાવ કરવાનો વિચાર કરી શકો છો.
જે લોકોનો પોતાનો ધંધો છે,એમને આ દરમિયાન બિઝનેસ માં નુકશાન ઉઠાવું પડી શકે છે કે તમારે નો પ્રોફિટ નો લોસ (કોઈ લાભ પણ નહિ અને કોઈ નુકશાન પણ નહિ) નો સામનો કરવો પડી શકે છે.
આર્થિક જીવન ને લઈને,બુધ અસ્ત દરમિયાન તમને ભારી નુકશાન થવાની સંભાવના છે કે તમારે અચાનક વધતા ખર્ચ નો સામનો કરવો પડી શકે છે.
પ્રેમ જીવન માં,તમે ઉચિત તાલમેલ ની કમી ના કારણે પોતાના જીવનસાથી નો વિશ્વાસ ખોઈ શકો છો,જેનાથી સબંધ માં ખુશી ની કમી મહેસુસ થઇ શકે છે.
આરોગ્યના મોર્ચે,તમને દાંત માં દુખાવો,આંખ નો દુખાવો અને ગળા નો દુખાવો વગેરે સમસ્યાઓ થવાની સંભાવના છે.
ઉપાય - દરરોજ 11 વાર “ઓમ સોમાય નમઃ” નો જાપ કરો.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે બુધ બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને બુધ સિંહ રાશિમાં અસ્ત તમારા પેહલા ભાવમાં થશે.
એના પરિણામસ્વરૂપ,આ દરમિયાન તમારે તમારા પ્રયાસ ના સારા પરિણામ મળશે અને તમે તેજી થી વિકાસ કરશો.તમારા માટે યોજના બનાવીને ચાલવું સારું રહેશે કારણકે આનાથી તમને શાનદાર પરિણામ મળશે.
કારકિર્દી ના મોર્ચે,તમારે તમારા કામ માટે વધારે યાત્રાઓ કરવી પડી શકે છે અને તમારો આત્મવિશ્વાસ અને તરક્કી માં વધારો થશે.
જે લોકોનો પોતાનો ધંધો છે,એમને પોતાની મેહનત અને પ્રયાસ થી લાંબા સમય સુધી લાભ થશે અને તમે બિઝનેસ માટે લાંબી યાત્રાઓ કરશો.
આર્થિક જીવન ના લિહાજ થી,તમે સારી રીતે પૈસા કમાવા માં સક્ષમ હસો અને આ રીતે બચત કરવામાં પણ તમને સફળતા મળશે.
પ્રેમ જીવન ની વાત કરીઍ તો તમે તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરવી અને સારો તાલમેલ બનાવી રાખવામાં સક્ષમ હશે.
સિંહ રાશિના લોકોં ના આરોગ્ય વિશે વાત કરીએ તો તમે તમારા ઉત્સાહ અને ઉર્જા સ્તરો ના કારણે સારું આરોગ્ય બનાવી રાખવામાં સફળ થશે.એની સાથે,તમે સકારાત્મકતા મહેસુસ કરશો.
ઉપાય - દરરોજ 11 વાર “ઓમ ભાસ્કરાય નમઃ” નો જાપ કરો.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે,બુધ પેહલા અને દસમા ભાવ નો સ્વામી છે.બુધ સિંહ રાશિ માં અસ્ત તમારા બારમા ભાવમાં થવા જઈ રહ્યો છે.
ઉપરના કારણે,તમને કારકિર્દી માં રુકાવટ આવી શકે છે,નોકરીમાં બદલાવ કરવાની સોચ આવી શકે છે અને તમારા પ્રદશન માં કમી આવી શકે છે.
કારકિર્દી ના લિહાજ થી,તમને કાર્યક્ષેત્ર માં સ્થિરતા ની કમી જોવા મળી શકે છે.એની સાથે,તમારી ઉપર કામનું દબાણ આવી શકે છે અને આશંકા ચ એકે તમને કામ માટે વખાણ પણ નહિ મળે.
જે લોકોનો પોતાનો ધંધો છે,એમને વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે જેનાથી એમને નુકશાન ઉઠાવું પડી શકે છે.આ દરમિયાન,તમે વેપારમાં ઘણા સારા મોકા ગુમાવી શકો છો.
આર્થિક જીવન ની વાત કરીએ તો તમારે વધારે વધતા ખર્ચ નો સામનો કરવો પડી શકે છે જે આ દરમિયાન લાપરવાહીના કારણે સંભવ થઇ શકે છે.
પ્રેમ જીવનમાં તમારે તમારા જીવનસાથી સાથે વધારે બહેસ થઇ શકે છે અને એ તમારી તરફ થી તાલમેલ માં કમી ના કારણે સંભવ છે.
આરોગ્યના લિહાજ થી,તમે ઉર્જા સાહસ,આશા વગેરે ની કમી મહેસુસ કરી શકો છો.જેના કારણે તમારું આરોગ્ય પ્રભાવિત થઇ શકે છે.
ઉપાય - દરરોજ 11 વાર “ઓમ બુધાય નમઃ” નો જાપ કરો.
કુંડળી માં હાજર રાજયોગ ની બધીજ જાણકારી મેળવો
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે બુધ નવમા અને બારમા ભાવ નો સ્વામી છે.બુધ સિંહ રાશિમાં અસ્ત તમારા અગિયારમા ભાવમાં થશે.
ઉપરના કારણે,તમારે સારી માત્રા માં પૈસા કમાવા માં ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.આશંકા છે કે તમને આ સમયે નસીબ નો સાથ નહિ મળે અને જીવનમાં સંતુલન બનાવી રાખવા માટે થોડો સંઘર્ષ કરવો પડી શકે છે.
કારકિર્દી ના લિહાજ થી,તમને કાર્યક્ષેત્ર માં સફળતા જરૂર મળશે પરંતુ આશંકા છે કે સહકર્મીઓ પાસેથી મદદ ની કમી મહેસુસ થાય.
જે લોકોનો પોતાનો ધંધો છે,એમને સામાન્ય લાભ થવાની સંભાવના છે.આશંકા છે કે જો તમે વધારે લાભ કમાવા માંગો છો તો તમને વધારે સંતુષ્ટિ નહિ મળે.
આર્થિક જીવન ની વાત કરીએ તો તમને સારા પૈસા મળી શકે છે પરંતુ સંભાવના છે કે તમે બચત કરવા અને પૈસા ને બનાવી રાખવામાં સફળતા નહિ મેળવો.
પ્રેમ જીવન ની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી ના સારા અને મજબુત સબંધ બનાવી રાખવામાં સક્ષમ હસો.પરંતુ,તમે શાંતિ બનાવી રાખવામાં સક્ષમ હસો.
આરોગ્યના મોર્ચે,તમે સારું આરોગ્ય બનાવી રાખશો પરંતુ આ તમારા સ્વભાવ અને દ્રષ્ટિકોણ ના કારણે સંભવ થઇ શકે છે.
ઉપાય - દરરોજ 11 વાર “ઓમ શુક્રાય નમઃ” નો જાપ કરો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે બુધ નવમા અને બારમા ભાવ નો સ્વામાઈ છે.બુધ સિંહ રાશિ માં અસ્ત તમારા દસમા ભાવમાં થશે.
ઉપરના કારણે,આશંકા છે કે તમને નોકરીમાં વધારે પ્રગતિ નહિ મળે.એની સાથે,ઘણી અચાનક ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે અને જેના કારણે સારા મોકા તમારા હાથ માંથી નીકળી શકે છે.
કારકિર્દી ના મોર્ચે,કાર્યક્ષેત્ર માં તમારી ઉપર કામનું દબાણ વધારે નાખવામાં આવી શકે છે જેનાથી તમારો આત્મવિશ્વાસ કમજોર થવાની સંભાવના છે અને બની શકે છે કે તમે દ્રઢતા થી આગળ વધવામાં પણ અસફળ છો.
જે લોકોનો પોતાનો ધંધો છે,એમને આ દરમિયાન નો પ્રોફિટ નો લોસ ની સ્થિતિ નો સામનો કરવો પડી શકે છે અને આ કરો કે મરો વાળી સ્થિતિ બની શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ તો યાત્રા કરતી વખતે તમારે પૈસા ના નુકશાન નો સામનો કરવો પડી શકે છે જેની ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરત છે.આશંકા છે કે તમે બચત કરવામાં પણ અસમર્થ રેહશો.
પ્રેમ જીવનમાં તમારે તમારા જીવનસાથી સાથે અભિમાન ની સમસ્યાઓ જોવા મળી શકે છે જે એકબીજા ઉપર વિશ્વાસ ની કમી ના કારણે ઉભો થાય છે.
આરોગ્યના મોર્ચે,તમને પેટ દુખાવા ની સમસ્યા થઇ શકે છે,જે આશંકા છે કે પ્રતિરક્ષા સ્તર ની કમી ના કારણે ઉભી થાય છે.
ઉપાય - દરરોજ 11 વાર “ઓમ ભૌમાય નમઃ” નો જાપ કરો.
આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ
બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
ધનુ રાશિના લોકો માટે સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે.બુધ સિંહ રાશિમાં અસ્ત તમારા નવમા ભાવમાં થશે.
ઉપરના કારણે,આશંકા છે કે તમને નસીબ નો સાથ નહિ મળે.એની સાથેજ,લાંબી યાત્રાઓ માં ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.પોતાના મિત્રો થી પરેશાનીઓ મળી શકે છે.
કારકિર્દી ના લિહાજ થી,તમારી વરિષ્ઠ અને સહકર્મીઓ સાથે સમસ્યાઓ જોવા મળી શકે છે,આશંકા છે કે જેનાથી તમે નિરાશ કે પરેશાન થઇ જાવ.
જે લોકોનો પોતાનો ધંધો છે,એમને આ દરમિયાન પોતાના વિરોધીઓ થી કડી ટક્કર મળી શકે છે જેના કારણે એમને નુકશાન પણ ઉઠાવું પડી શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ તો આ દરમિયાન તમને નસીબ નો સાથ મળતો નજર નથી આવી રહ્યો અને એના કારણે તમને પૈસા નું નુકશાન પણ થઇ શકે છે.
પ્રેમ જીવન ની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે સહયોગ ની કમી મહેસુસ કરશો.જેના કારણે તમારી બંને ની વચ્ચે આકર્ષણ ખોવાય શકે છે.એના સિવાય,આ સમયે તમારી બંને વચ્ચે આપસી સમજણ ની કમી જોવા મળી શકે છે,જેના કારણે સારો તાલમેલ બેસાડવા માં વિફળ થઇ શકો છો.
આરોગ્યના લિહાજ થી તમારે તમારા પિતા માટે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.એની સાથે,તમારા પગ માં દુખાવા ની સમસ્યા થઇ શકે છે.
ઉપાય - દરરોજ 11 વાર “ઓમ શિવ ઓમ શિવ ઓમ” નો જાપ કરો.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે બુધ છથા અને નવમા ભાવ નો સ્વામી છે.બુધ સિંહ રાશિમાં અસ્ત તમારા આઠમા ભાવમાં થશે.
ઉપરના કારણે,તમારે અચાનક ઘણી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,આશંકા છે કે તમને તમારા પ્રયાસો માં સફળતા નહિ મળે અને તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.
કારકિર્દી ના લિહાજ થી,તમારે કામમાં અચાનક અસફળતા નો સામનો કરવો પડી શકે છે.આશંકા છે કે આ દરમિયાન તમારા માટે પોતાના લક્ષ્યો ને મેળવા મુશ્કિલ થઇ શકે છે.
જે લોકોનો પોતાનો ધંધો છે,એમને વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે અને બિઝનેસ માં આળસ ના કારણે ભાગીદાર સાથે સમસ્યાઓ થતી જોવા મળી શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ તો અચાનક તમારા ખર્ચા માં વધારો આવી શકે છે અને આ તમારી સારી રીતે યોજના નહિ બનાવા ના કારણે થઇ શકે છે.
પ્રેમ જીવનમાં,તમે તમારા જીવનસાથી સાથે વધારે બહેસ અને સદભાવના ની કમી જોવા મળી શકે છે.
આરોગ્યના લિહાજ થી,તમારી આંખ માં બળવું,દાંત માં દુખાવો વગેરે ની સમસ્યા થઇ શકે છે.
ઉપાય - દરરોજ 11 વાર “ઓમ શં શનેશ્વરાય નમઃ” નો જાપ કરો.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે,બુધ પાંચમા અને આઠમા ભાવ નો સ્વામી છે.બુધ સિંહ રાશિમાં અસ્ત તમારા સાતમા ભાવમાં થશે.
ઉપરના કારણે,મિત્રો સાથે સબંધ માં તણાવ થઇ શકે છે.યાત્રા માં બાધાઓ આવવાની સંભાવના છે અને તમારા બાળક ના જીવનમાં સ્થિરતા ની કમી જોવા મળી શકે છે.
કારકિર્દી ના લિહાજ થી,તમને તમારી નોકરીમાં પોતાના વરિષ્ઠ થી વધારે સમસ્યાઓ જોવા મળી શકે છે અને એ વાત ની પણ આશંકા છે કે એ લોકો કામના વખાણ નહિ કરે.
જે લોકોનો પોતાનો ધંધો છે,એમને બિઝનેસ ભાગીદાર પાસેથી મદદ ની કમી આવી શકે છે અને એની સાથે,એની સાથે તાલમેલ ઓછા થતા જોવા મળી શકે છે.કુલ મળીને,વેપારમાં આ દરમિયાન તમને ઉતાર-ચડાવ જોવા મળી શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ તો તમારી ઉપર ધ્યાન નહિ દેવું કે લાપરવાહી ના કારણે પૈસા નું નુકશાન થઇ શકે છે.
પ્રેમ જીવનના લુહાજ થી,બુધ અસ્ત દરમિયાન તમારા જીવનસાથી ની સાથે બહેસ થઇ શકે છે જેના કારણે આશંકા છે કે સબંધ માં ખુશી ની કમી મહેસુસ થાય.
આરોગ્યના મોર્ચે,તમને તમારા જીવનસાથી ની સાથે પૈસા ખર્ચ કરવાની જરૂરત પડી શકે છે કારણકે એમને પાચન સબંધી સમસ્યા થઇ શકે છે.
ઉપાય - દરરોજ 11 વાર “ઓમ શિવાય નમઃ” નો જાપ કરો.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે બુધ ચોથા અને સાતમા ભાવ નો સ્વામી છે અને બુધ સિંહ રાશિમાં અસ્ત તમારા છથા ભાવમાં થશે.
ઉપરના કારણે,આશંકા છે કે તમને તમારા પ્રયાસ માં સફળતા નહિ મળે.તમે તમારા કામમાં રુચિ ખોય શકો છો અને તમારી અંદર દ્રઢ સંકલ્પ ની કમી થઇ શકે છે.
કારકિર્દી ના લિહાજ થી,તમે તમારું પુરુ ધ્યાન પોતાના કામ ઉપર લગાડી શકો છો અને કામ પ્રત્ય સમર્પિત રહી શકો છો..
આ રાશિના જે લોકોનો પોતાનો ધંધો છે,એમની બિઝનેસ ભાગીદાર સાથે સમસ્યા થઇ શકે છે.એની સાથે,ઉચિત વેવસાયિક ઉદ્દેશો ની કમી,વગેરે જોવા મળી શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ તો તમારા ખર્ચ વધવાના કારણે તમે વધારે ઉધારી લેવા માટે મજબૂર થઇ શકો છો.આ સમયે તમને પૈસા ની વધારે જરૂરત પડી શકે છે.
પ્રેમ જીવનમાં તમારી તમારા જીવનસાથી સાથે વધારે બહેસ થઇ શકે છે અને આ તમારી તરફ થી તાલમેલ માં કમી ના કારણે સંભવ છે.
આરોગ્યના લિહાજ થી,તમે ઉર્જા,સાહસ,આશા વગેરે ની કમી મહેસુસ કરી શકો છો,જેના કારણે તમારું આરોગ્ય પ્રભાવિત થઇ શકે છે.
ઉપાય - દરરોજ 11 વાર “ઓમ બ્રુમ બૃહસ્પતેય નમઃ” નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
1. બુધ નો ગોચર કેટલા દિવસ નો હોય છે?
બુધ નો ગોચર 23 કે 24 દિવસ નો હોય છે.
2. સિંહ રાશિ નો સ્વામી કોણ છે?
સિંહ રાશિ નો સ્વામી સુર્યદેવ છે.
3. બુધ સિંહ રાશિમાં અસ્ત ક્યારે થશે?
બુધ દેવ 14 સપ્ટેમ્બર 2024 ની બપોરે 12 વાગીને 50 મિનિટ પર સિંહ રાશિમાં અસ્ત થઇ જશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Weekly Horoscope From April 28 to May 04, 2025: Success And Promotions
- Vaishakh Amavasya 2025: Do This Remedy & Get Rid Of Pitra Dosha
- Numerology Weekly Horoscope From 27 April To 03 May, 2025
- Tarot Weekly Horoscope (27th April-3rd May): Unlocking Your Destiny With Tarot!
- May 2025 Planetary Predictions: Gains & Glory For 5 Zodiacs In May!
- Chaturgrahi Yoga 2025: Success & Financial Gains For Lucky Zodiac Signs!
- Varuthini Ekadashi 2025: Remedies To Get Free From Every Sin
- Mercury Transit In Aries 2025: Unexpected Wealth & Prosperity For 3 Zodiac Signs!
- Akshaya Tritiya 2025: Guide To Buy & Donate For All 12 Zodiac Signs!
- Tarot Monthly Horoscope (01st-31st May): Zodiac-Wise Monthly Predictions!
- अक्षय तृतीया से सजे इस सप्ताह में इन राशियों पर होगी धन की बरसात, पदोन्नति के भी बनेंगे योग!
- वैशाख अमावस्या पर जरूर करें ये छोटा सा उपाय, पितृ दोष होगा दूर और पूर्वजों का मिलेगा आशीर्वाद!
- साप्ताहिक अंक फल (27 अप्रैल से 03 मई, 2025): जानें क्या लाया है यह सप्ताह आपके लिए!
- टैरो साप्ताहिक राशिफल (27 अप्रैल से 03 मई, 2025): ये सप्ताह इन 3 राशियों के लिए रहेगा बेहद भाग्यशाली!
- वरुथिनी एकादशी 2025: आज ये उपाय करेंगे, तो हर पाप से मिल जाएगी मुक्ति, होगा धन लाभ
- टैरो मासिक राशिफल मई: ये राशि वाले रहें सावधान!
- मई में होगा कई ग्रहों का गोचर, देख लें विवाह मुहूर्त की पूरी लिस्ट!
- साप्ताहिक राशिफल: 21 से 27 अप्रैल का ये सप्ताह इन राशियों के लिए रहेगा बहुत लकी!
- अंक ज्योतिष साप्ताहिक राशिफल (20 अप्रैल से 26 अप्रैल, 2025): जानें इस सप्ताह किन जातकों को रहना होगा सावधान!
- टैरो साप्ताहिक राशिफल : 20 अप्रैल से 26 अप्रैल, 2025
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025