અંક સાપ્તાહિક રાશિફળ : 03 ડિસેમ્બર થી 09 ડિસેમ્બર 2023
કેવી રીતે જાણવો મુખ્ય અંક (મુલાંક)?
અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ જાણવા માટે અંક જ્યોતિષ મૂલાંક નું મોટું મહત્વ હોય છે.મૂલાંક લોકોના જીવન નું મહત્વપૂર્ણ અંક માનવામાં આવ્યું છે.તમારો જન્મ મહિનાની કોઈપણ તારીખે થયો હોય,એને એકી અંક માં બદલ્યા પછી જે અંક મળે છે,એ તમારો મૂલાંક કહેવાય છે.મૂલાંક 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે,ઉદાહરણ તરીકે તમારો જન્મ કોઈ મહિનાની 11 તારીખે થયો છે તો તમારો મૂલાંક 1+1 એટલે 2 થશે.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધીના મૂલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો મૂલાંક જાણીને એના આધારે સપતાહીક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન અંકશાસ્ત્રીઓ સાથે ફોન પર કરો વાત અને જાણો કારકિર્દી ને લગતી બધીજ જાણકારી
પોતાની જન્મ તારીખ થી જાણો સાપ્તાહિક અંક રાશિફળ (03 ડિસેમ્બર થી 09 ડિસેમ્બર, 2023)
અંક જ્યોતિષ નો અમારા જીવન ઉપર સીધો પ્રભાવ પડે છે કારણકે બધાજ અંકો નો અમારી જન્મ તારીખ સાથે સબંધ હોય છે.નીચે આપેલા લેખમાં અમે જણાવ્યુ છે કે બધીજ વ્યક્તિની જન્મ તારીખ પ્રમાણે એનો એક મૂલાંક નક્કી થાય છે અને આ બધાજ અંક અલગ અલગ ગ્રહો દ્વારા શાસિત હોય છે.
જેમ કે મૂલાંક 1 પર સૂર્યદેવ નું આધિપત્ય છે.ચંદ્રમા મૂલાંક 2 નો સ્વામી છે.અંક 3 ને દેવ ગુરુ ગુરુ નું સ્વામિત્વ મળેલું છે,રાહુ અંક 4 નો રાજા છે.અંક 5 બુધ ને આધીન છે.6 અંક નો રાજા શુક્ર દેવ છે અને 7 અંક કેતુ ગ્રહ નો છે.શનિદેવ ને અંક 8 નો સ્વામી માનવામાં આવ્યો છે.અંક 9 મંગળ દેવ નો અંક છે અને આજ ગ્રહો ના પરિવર્તન થી લોકોના જીવનમાં ઘણા પ્રકારના પરિવર્તન આવે છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પૂરો હિસાબ કિતાબ
મૂલાંક 1
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો હોય)
મૂલાંક 1 વાળા લોકો માં પ્રશાસનિક ગુણ હોય છે અને પોતાના આજ ગુણો ના કારણે એ સારા નિર્ણય લેવા અને યોજનાઓ બનાવામાં સક્ષમ હોય છે.આનાથી આની બીજાની સામે એક અલગ ઓળખ બને છે.આ લોકો બીજાની તુલનામાં પોતાના સિદ્ધાંતો પર ચાલવાનું વધુ પસંદ કરે છે.તમે બીજા માટે એક ઉદાહરણ બનીને ઉભરસો અને બીજા ઉપર તમારું વર્ચસ્વ સ્થાપિત કરશો.આ મૂલાંકવાળા લોકો વધારે સાહસી અને દ્રઢ નિશ્ચય વાળા બનશે જેનાથી એ પોતાને સ્થાપિત કરવા અને પ્રતિસ્થા મેળવામાં સફળ થશે.આ સમયે તમારા નેતૃત્વ કરવાનો ગુણ પણ સામે આવી શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે પોતાના પાર્ટનર સાથે તમને ઘણા યાદગાર સમય પસાર કરવાનો મોકો મળશે.તમારી બંનેની વચ્ચે અંદર ની સમજણ વધશે જેનાથી તમારા સબંધ માં ખુશીઓ આવશે.હવે તમે તમારા જીવનસાથી ને સારી રીતે સમજી શકશો અને પોતાના પરિવાર ની સમસ્યા ને સુલજાવાની કોશિશ કરશો.ત્યાં આ અઠવાડિયે તમને તમારા જીવનસાથી સાથે સબંધ વધારે મજબુત બનશે.
શિક્ષણ : વિદ્યાર્થો માટે આ અઠવાડિયું બહુ સારું રહેવાનું છે.બની શકે કે વિદ્યાર્થીઓ સામે ઘણી ચુનોતીઓ આવે પરંતુ સારી વાત એ છે કે એ લોકો બધીજ ચુનોતીઓ ને પાર કરીને સારા નંબર લાવવામાં સફળ થશે.તમે મેનેજમેન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી જેવી પ્રોફેશનલ સ્ટડીઝ જો અભ્યાસ કરી શકો છો અને આ વિષય તમને પ્રગતિ આપશે.આનાથી તમે શિક્ષણ વિભાગમાં વધારે વિકાશ કરવામાં અને સારા નંબર લાવવામાં સક્ષમ થશો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને સાર્વજનિક અને સરકારી નોકરીમાં નવા અવસર મળવાની સંભાવના છે.આ અવસર કારકિર્દી માં તમને સ્થિરતા આપવાનું કામ કરશે.તમને પ્રમોશન ને ઈન્સેન્ટિવ મળવાના પણ સંકેત છે,આનાથી તમે બહુ વધારે સંતુષ્ટ મેહસૂસ કરશો.ત્યાં બીજી બાજુ જો તમે વેપાર કરો છો,તો તમે સારો નફો કમાવા અને વિરોધીઓ ને હરાવામાં સક્ષમ રેહશો.તમે નવા માર્કેટ અને નવા બિઝનેશ માં પણ પ્રવેશ કરી શકો છો અને તમને બહુ વધારે નફો થવાની આશંકા છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે જોશ અને ઉર્જા થી ભરેલા રેહશો.આ સમયે સાહસ વધવાના કારણે તમે ખુશી મેહસૂસ કરશો અને તમારું આરોગ્ય પણ સારું રહેશે.આ અઠવાડિયે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાની આશંકા નથી.પરંતુ,તમને માથાનો દુખાવો ની સમસ્યા થઇ શકે છે.તમને ધ્યાન અને યોગ થી ફાયદો થશે.
ઉપાય : દરરોજ 19 વાર ‘ઓમ ભાસ્કરાય નમઃ’ નો જાપ કરો.
મૂલાંક 2
(જો તમારી જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો હોય)
મૂલાંક 2 વાળા લોકો આ અઠવાડિયે લાંબી દુરી ની યાત્રા પર જઈ શકે છે અને આ વસ્તુ એમની ઝીંદગીમાં રોજના માટે પણ બની શકે છે.કોઈપણ નિર્ણય લેતા પેહલા તમારે તમારા નસીબ ઉપર રહેવા કરતા તમારા મગજ નો ઉપયોગ કરવો જોઈએ.
પ્રેમ જીવન : તમે તમારા જીવનસાથી ને પેહલા કરતા વધારે પ્યાર કરવા લાગશો અને બીજા ની સામે એક પરફેક્ટ લવ લાઈફ નું ઉદાહરણ રજુ કરશો.તમારી બંને ની વચ્ચે અંદર ની સમજણ વધશે જેનાથી તમારા સબંધો પણ મજબૂત બનશે અને આનાથી તમે બંને એક બીજા સાથે ખુશ મેહસૂસ કરશો.જીવનસાથી માટે તમારો પ્યાર વધશે અને તમે ભાવનાત્મક રૂપથી એની સાથે જૂડાવ મેહસૂસ કરશો.
શિક્ષણ : વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું બહુ સારું રહેવાનું છે.તમે સારા નંબર લાવવામાં સફળ થશો અને તમારા સાથી વિદ્યાર્થીઓ માં એક બહુ સારું ઉદાહરણ બનીને નીકળશો.તમે બહુ સારી રીતે અભ્યાસ કરશો અને આ સમયે તમારી એકાગ્રતા અને શીખવાની આવડત પણ વધી જશે.આ સ્કિલ્સ ના કારણે ક્ષેત્ર માં તમે એક નવી ઓળખ છોડવામાં સક્ષમ રેહશો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને નોકરીના નવા અવસર મળશે.આ અવસર તમારા માટે આશાજનક સાબિત થશે.તમને તમારા કામ માટે વરિષ્ઠ અધિકારીઓ પાસેથી એક નવી ઓળખ અને પ્રતિસ્થા મળશે.કાર્યક્ષેત્ર માં તમારી સ્કિલ્સ વધશે અને તમે તમારા કામ ની ગુણવતા ને બનાવી રાખવામાં સફળ થશો.ત્યાં વેપારીઓ ને કામ ના કારણે પેહલા કરતા વધારે યાત્રાઓ કરવી પડી શકે છે.તમને આ યાત્રાઓ થી લાભ થશે અને વધારે નફો કમાવામાં માર્ગદર્શન મળશે.તમે તમારા વિરોંદીઓ ને ટક્કર આપવામાં સક્ષમ હશો.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય બહુ સારું રહેવાનું છે.ઉર્જા અને જોશ માં ભરપૂર હોવાના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેશે.આ અઠવાડિયે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાની આશંકા નથી.પરંતુ,તમને ખાંસી અને શરદી જેવી નાની સમસ્યા થઇ શકે છે.આ સમયે તમારે તમારા ધૈય ને બનાવી રાખવાની જરૂરત છે.ધ્યાન અને યોગ થી તમને લાભ થશે.
ઉપાય : સોમવાર ના દિવસે ચંદ્રમા માટે પુષ્પ પૂજા કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મૂલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો હોય)
મૂલાંક 3 વાળા લોકો આ અઠવાડિયે પોતાના વેવસાયિક રીતે પ્રયાસ કરવો અને સંતુષ્ટિ મેહસૂસ કરવા માટે પ્રતિબદ્ધ રહેશે.આ અઠવાડિયે તમે બીજા સાથે જોડાવા અને સકારાત્મક ભાવનાઓ ને સાજા કરવામાં સક્ષમ હશે.મૂલાંક 3 ના લોકો માટે આ સમય વધારે યાત્રાઓ નો યોગ બની રહ્યો છે અને આ યાત્રાઓ થી તમારી જરૂરત ને પણ પ્રોત્સાહન મળશે.આ મૂલાંક વાળા લોકો સીધી વાત કરવા પસંદ કરે છે અને પોતાના લાભ માટે આ લોકો પોતાના આ સ્વભાવ નો ઉપયોગ કરવા માટે સારી રીતે જાણે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે જીવનસાથી સાથે તમારો સબંધ બહુ સરળ રહેવાનો છે અને તમારા બંનેને સબંધ પણ મજબુત થશે.તમે તમારા પાર્ટનર સાથે નૈતિક મૂલ્યો ઉપર ચાલી શકો છો.આનાથી તમારા સબંધ માં મીઠાસ બની રહેશે.
શિક્ષણ : તમે વધારે વ્યાવસાયિક રીતે અભ્યાસ કરશો અને સારા નંબર લાવવામાં સફળ થશો.અભ્યાસ ને લઈને તમે બહુ વધારે જોશ અને ઉત્સાહ થી ભરેલા રહેવાના છો અને પરીક્ષા માં સારા નંબર લાવવા માટે સક્ષમ હશો.માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ફાઇનાન્સ વગેરે જેવા વિષયો તમારા માટે સારા સાબિત થશે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો માટે પ્રગતિ નો સમય છે અને તમે આ સમયે તમારા કામ માં સારી ગુણવતા ને બનાવી રાખવામાં સક્ષમ હશો.સારું કામ કરવાના બદલા માં તમને ઈન્સેન્ટિવ અને પ્રમોશન ના રૂપમાં સારા પરિણામ મળવાની સંભાવના છે.તમારા કામ માટે વરિષ્ઠ અધિકારી તમારા વખાણ કરશે અને એ તમારી પ્રતિભા ને જોઈને આશ્ચર્યચકિત પણ થઇ શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે બધીજ વસ્તુ તમારા પક્ષ માં રેહવાની છે.તમે ઉર્જા અને ઉત્સાહ થી ભરેલા રેહશો અને આનાથી તમારું આરોગ્ય પણ સ્વસ્થ રહેશે.તમને આ સમયે કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાની આશંકા નથી.પરંતુ,ઈમ્યૂનિટી કમજોર હોવાના કારણે તમને પાચન સબંધી સમસ્યા થઇ શકે છે.
ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ બૃહ્સ્પતાય નમઃ’ નો જાપ કરો.
મૂલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, કે 31 તારીખે થયો હોય)
મૂલાંક 4 વાળા લોકો બહુ જુનુન રાખવાવાળા હોય છે અને ઘણીવાર આ વસ્તુ એમના પોતાના વિકાશમાં રુકાવટ બની ને ઉભી રહી જાય છે.તમે લાંબી દુરીઓ ની યાત્રા માં પોતાને વ્યસ્ત રાખશો.આ લોકોમાં ઘણા એવા અલગ પ્રકારના ગુણ હોય છે જેને આસાનીથી ઓળખવા થોડા મુશ્કેલ થઇ જાય છે.આ અઠવાડિયે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકો છો.તમને તમારા જીવનમાં જે કઈ પણ મળે છે,એને લઈને તમે સંતુષ્ટિ મેહસૂસ નથી કરી શકતા.
પ્રેમ જીવન : આ અઠવાડિયે અભિમાન ના કારણે તમારી તમારા જીવનસાથી સાથે અનબન થવાની આશંકા છે.આનાથી તમારા સબંધ માં ખુશીઓ ઓછી થઇ શકે છે અને તમારી બંનેની વચ્ચે દુરીઓ આવવાની સંભાવના છે.આના કારણે તમને બંને ને એક બીજા ને સમજવામાં પણ દિક્કત આવી શકે છે.
શિક્ષણ : શિક્ષણ ના ક્ષેત્ર માં આવેલી થોડી મુશ્કેલી પરિસ્થિતિઓ થી નિપટવા માં તમારો ઘણો સમય અને શક્તિ બરબાદ થઇ શકે છે.તમે જે પણ કઈ અભ્યાસ કરી રહ્યા છો,એને યાદ રાખવામાં તમને દિક્કત આવી શકે છે.અહીંયા સુધી કે સહેલી વસ્તુ પણ તમને મુશ્કિલ લાગશે અને આના કારણે પરીક્ષા માં તમારા ઓછા નંબર આવવાની આશંકા છે.સારું રહેશે કે અભિયાસ ના વિષય માં તમે તમારા કામ ની યોજના અને શેડ્યુલ બનાવીને ચાલો.આના સિવાય પ્રોફેશનલ કોર્ષ નો અભ્યાસ કરવા માટે તમારે વધારે પ્રયાસ કરવો પડશે અને આમાં તમારો ઘણી સમય અને શક્તિ બરબાદ થઇ શકે છે એટલા માટે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડું મુશ્કિલ રહેવાનું છે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો કામ નું દબાણ વધવાથી પરેશાન રહી શકે છે.ત્યાં તમને આ અઠવાડિયે કામ માં તમારા સહકર્મીઓ અને વરિષ્ઠ નો સહયોગ નહિ મળવાની આશંકા છે.દબાવ વધવાના કારણે તમારાથી કામ માં વધારે ભુલો થઇ શકે છે અને આ વસ્તુ તમારા માટે પરેશાનીઓ ઉભી કરવાનું કામ કરી શકે છે.ત્યાં વેપારીઓ માટે નુકસાન ની સ્થિતિ બનેલી છે અને આનાથી વેપારીઓ ના કંધા અને બોજ વધારે પડતા વધી ગયા છે.ત્યાં તમને તમારા વિરોધીઓ થી ધોકો મળવાની આશંકા છે એટલા માટે તમે આ સમયે થોડા સંભાળીને રહો.
આરોગ્ય : અઠવાડિયે તમે ચામડી ની કોઈ સમસ્યા ના કારણે પરેશાન છો.ઈમ્યૂનિટી કમજોર હોવાના કારણે તમને આ પ્રકાર ની સમસ્યા થવાની સંભાવના છે.ત્યાં તમને આ અઠવાડિયે મોટાપા જેવી કોઈ સમસ્યા પણ થઇ શકે છે.ઈમ્યૂનિટી કમજોર હોવાના કારણે અને એલર્જી ના કારણે તમારા શરીર માં સુજન આવવાના સંકેત પણ મળી રહ્યા છે.તમારા માટે આ અઠવાડિયે સંતુલિત આહાર લેવો બહુ જરૂરી છે.
ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ દુર્ગાય નમઃ’ નો જાપ કરો.
હવે ઘરે બેઠા પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પૂજા અને મેળવો ઉત્તમ પરિણામ!
મૂલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, કે 23 તારીખે થયો હોય)
મૂલાંક 5 વાળા લોકો બધાજ સમયે પોતાના જ્ઞાન ને વધારવા માટે લાગેલા રહે છે અને આ અઠવાડિયે પણ એમનો આજ પ્રયાસ રહેશે.આ લોકો બિઝનેશ કરવા અને એમાં સફળતા મેળવામાં વધારે રુચિ રાખે છે.આ અઠવાડિયું મૂલાંક 5 વાળા લોકો માટે વધારે યાત્રાઓ નો યોગ બની રહ્યો છે અને આ યાત્રાઓ થી તમારા ઉદ્દેશો પુરા પણ થશે.આ સમયે તમે બધીજ વસ્તુમાં તર્ક શોધવા અને પોતાની બુદ્ધિમાની ને વધારવામાં સક્ષમ રેહશો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી લવ લાઈફ બહુ વધારે સારી નથી રેહવાની.તમારી બંને વચ્ચે અંદર ની સમજ માં કમી આવવાના સંકેત છે અને તમે તમારા સબંધ માં પૂરો સમય દેવામાં પણ અસફળ થઇ શકો છો.તમે તમારા પાર્ટનર સાથે જે જૂડાવ ની ઉમ્મીદ કરી રહ્યા છો,એ આ સમયે ટકી નહિ શકે.એટલા માટે તમને તમારા જીવનસાથી સાથે પોતાના સબંધ ઉપર કામ કરવા અને એને સારો બનાવાની સલાહ આપવામાં આવે છે.
શિક્ષણ : વિદ્યાર્થી સામે પ્રગતિ ના રસ્તામાં થોડી રુકાવટ આવવાના સંકેત છે.તમને અભ્યાસ માં ધ્યાન દેવા અને એકાગ્રતા બનાવી રાખવામાં પણ દિક્કત આવી શકે છે.આનાથી બચવા માટે તમે તમારા કામો ને બહુ સાવધાની થી કરવાની કોશિશ કરો.ત્યાં તમારે તમારી એકાગ્રતા અને પ્રયાસો ને વધારવાની જરૂરત છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે કામ ના દબાણ ના કારણે તમે વધારે પરેશાની મેહસૂસ કરી શકો છો.તમારા સહકર્મીઓ અને વરિષ્ઠ તમારા માટે મુશ્કેલી ઉભી કરવાની કોશિશ કરી શકે છે.જેના કારણે તમારી કામ કરવાની આવડત પ્રભાવિત થઇ શકે છે અને આ વસ્તુ તમને આગળ વધવામાં પણ રોકી શકે છે.ત્યાં તમારા કામ ને ઓળખ નહિ મળવાના કારણે તમે પરેશાન રહેવાના પણ સંકેત છે.આના સિવાય વેપારીઓ ને એમના વિરોધીઓ થી ધોકો મળવાની પણ સંભાવના છે.આ અઠવાડિયે તમને તમારા વિરોધીઓ થી કડી ટક્કર મળવાની સંભાવના છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે તમારા આરોગ્યને સ્વસ્થ રાખવામાં રેહશો.પરંતુ,ઈમ્યૂનિટી કમજોર હોવાના કારણે અને એલર્જી ના કારણે તમને ચામડીમાં ખંજવાળ આવવાની શિકાયત થઇ શકે છે એટલા માટે તમે થોડા સંભાળીને રહો.આના સિવાય તમને આ અઠવાડિયે નશો ને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.સાચી સારવાર ની મદદ થી તમને પોતાના આરોગ્યને સારું રાખવામાં મદદ મળશે.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નામો ભગવતે વાસુદેવાય નમઃ’ નો જાપ કરો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો પોતાની રાજયોગ રિપોર્ટ
મૂલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, કે 24 તારીખે થયો હોય)
આ અઠવાડિયે તમે તમારી અંદર ની શક્તિને પુરી રીતે મેહસૂસ કરી શકશો.આનાથી તમારી અંદર રચનાત્મક ગુણ વધશે જે તમને સફળતા ની ઊંચાઈ ઉપર લઇ જવાનું કામ કરશે.બુદ્ધિમાની અને સમજદારી થી કામ કરવાના કારણે બધાજ લોકો તમારા વખાણ કરશે.ત્યાં તમારી આસપાસ થઇ રહેલી સારી વસ્તુઓ ના કારણે તમે ઉર્જા થી ભરપૂર મેહસૂસ કરશો.આ મૂલાંકવાળા લોકો બહુ રચનાત્મક હોય છે અને આ અઠવાડિયે આ લોકોનો આજ ગુણ એમને પ્રગતિ કરવામાં અને એક વેવસાયિક રૂપથી ઉભરવામાં મદદ કરશે.
પ્રેમ જીવન : પાર્ટનર સાથે અંદર નો તાલમેલ સારો બની રહેશે.મહત્વપૂર્ણ વિચારોના કારણે તમારા બંને ના વિચાર એકબીજા સાથે મળશે.તમને તમારા પાર્ટનર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનો મોકો પણ મળી શકે છે અને તમે આ મોકાનો ખુબ આનંદ ઉઠાવશો.તમારા પરિવારમાં કોઈ શુભ કામ થવાની પણ સંભાવના છે.તમે તમારી અંદર પ્યાર ની ભાવનાઓ ને મેહસૂસ કરશો અને આ પ્યાર થી પોતાના સબંધ ને સફળ બનાવામાં સક્ષમ હશો.
શિક્ષણ : આ અઠવાડિયે તમે ઉચ્ચ શિક્ષણ અને પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવામાં સક્ષમ રેહશો.આ સમયે તમારી એક એવી અલગ ઓળખ બનાવશો કે જેનાથી તમે અભ્યાસ માં પોતાને ઉપર પહાડ સુધી પોહ્ચાડવામાં સક્ષમ હશો.ત્યાં તમને આગળ ના અભ્યાસ માટે વિદેશ જવાનો મોકો પણ મળી શકે છે.પ્રતિયોગી પરીક્ષા માં તમે સારા નંબર લઈને આવશો અને તમે પ્રગતિ કરશો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરીના નવા મોકા મળવાથી તમે આનંદિત રેહશો.તમને વિદેશ જવાનો મોકો પણ મળી શકે છે અને સારી વાત એ છે કે આ મોકો તમારા માટે બહુ લાભકારી સિદ્ધ થશે.તમારા માટે કારકિર્દી માટે લાંબી દુરી ની યાત્રા માટે યોગ બની રહ્યા છે.કામ સબંધિત આ યાત્રાઓ તમને ઘણો લાભ આપી શકે છે.વેપારીઓ પોતાની સ્થિતિ ને સુધારવા અને વધારે નફો કમાવામાં સક્ષમ રહેશે.બિઝનેશ વિભાગમાં તમે સહજ મેહસૂસ કરશો.તમે કોઈ નવી બિઝનેશ ડીલ પણ કરી શકો છો જેમાં તમને વધારે નફો થવાના સંકેત છે.આનાથી તમે વેપાર ના ક્ષેત્ર માં પોતાને સાબિત કરી શકશો અને તમારી એક અલગ ઓળખ બનાવશો.તમે તમારા વિરોધીઓ ને પણ કડી ટક્કર દેવામાં સક્ષમ હશો.
આરોગ્ય : આ સમયે તમે ઉર્જા થી ભરપૂર મેહસૂસ કરશો અને આનાથી તમારા આત્મવિશ્વાસ માં પણ વધારો થશે.આના સકારાત્મક પ્રભાવ તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે.જોશ અને આત્મવિશ્વાસ વધવાના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેશે.તમારી સ્વભાવ કઈ એવો છે કે તમે કોઈપણ રીતે સફળતા મેળવા માંગો છો અને આ સમયે તમે કોઈપણ કમી વગર સફળ થવાનો પ્રયાસ કરશો.તમારી અધિયાત્મિક કામ માં રુચિ વધવાની સંભાવના છે અને તમે ધ્યાન અને યોગ પણ કરી શકો છો.યોગ અને ધ્યાન તમારા માટે બહુ લાભકારી સિદ્ધ સાબિત થશે.
ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ ભાર્ગવાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
મૂલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, કે 25 તારીખે થયો હોય)
કામ માં લાપરવાહી કરવાના કારણે તમારે નકારાત્મક પરિણામ જોવા પડી શકે છે એટલા માટે મૂલાંક 7 વાળા લોકોને પોતાના કામ ઉપર વધારે ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે.આ અઠવાડિયે તમારી રુચિ અધિયાત્મિક કામ તરફ વધશે અને તમે ઈશ્વર ની ભક્તિ માં લીન રેહશો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા માટે તમારા જીવનસાથી સાથે સબંધ માં તાલમેલ રાખીને ચાલવાની જરૂરત છે.જીવનસાથી સાથે બહેસ થવાના કારણે તમારા સબંધ બગડવાની આશંકા છે એટલા માટે સારું રહેશે કે તમે તમારી તરફ થી તમારા પાર્ટનર સાથે તાલમેલ બેસાડવાની કોશિશ કરો.અભિમાન વધવાના કારણે તમારા બંને વચ્ચે વિવાદ થઇ શકે છે અને આના કારણે તમારા સબંધ ના મીઠાસ માં કમી આવવાના સંકેત છે.પોતાના સબંધ માં સુખ શાંતિ બનાવી રાખવા માટે તમને શાંત રેહવાની સલાહ આપવામાં આવે છે.એનાથી તમારા સબંધ ને જાળવી રાખવા અને સંતુલન રાખવામાં મદદ મળશે.
શિક્ષણ : વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું વધારે અનુકુળ નથી રહેવાનું.શીખવાની અને સમજવાની આવડત કમજોર હોવાના કારણે તમે અભ્યાસ માં વધારે સારું પ્રદશન નહિ કરી શકો.ત્યાં ઉચ્ચ પ્રતિયોગી પરીક્ષા માટે પણ આ અઠવાડિયું વધારે અનુકુળ નથી રહેવાનું.જો તમે આ અઠવાડિયે પ્રતિયોગી પરીક્ષા આપો પણ છો,તમને પરીક્ષા માં નુકસાન અને ખરાબ પ્રદશન નો સામનો કરવો પડી શકે છે.શીખવાની આવડત કમજોર હોવાના કારણે તમને શિક્ષણ ક્ષેત્ર માં પ્રગતિ કરવામાં દિક્કત આવી શકે છે.જો તમે એમબીએ,સીએ જેવા પ્રોફેશનલ કોર્ષ નો અભ્યાસ કરી રહ્યા છો તો તમારે સફળતા મેળવા હજી પણ વધારે ગંભીરતા થી મેહનત કરવાની જરૂરત છે.ત્યાં પરીક્ષા માં સફળ થવા માટે તમારે વધારે પ્રાર્થનાઓ અને ધ્યાન કરવાની જરૂરત છે.આનાથી તમારી સફળતા ના રસ્તા ખુલશે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારી તમારા વરિષ્ઠ અધિકારી સાથે બહેસ થવાની આશંકા છે એટલા માટે સારું રહેશે કે તમે એની સાથે વાત કરતી વખતે થોડી સાવધાની રાખે અને મતભેદ ઉત્પન્ન થવાની સ્થિતિ થી બચવાના પ્રયાસ કરો.કામ નો બોજ વધવાના કારણે તમને ઘણો સમય કામ ને પૂરું કરવામાંજ લાગી જશે અને આના કારણે તમારા કામ ની ગુણવતા માં ગિરાવટ આવવાની સંભાવના છે.વરિષ્ઠ અધિકારી તમારા કામ ઉપર સવાલ ઉઠાવી શકે છે અને આ વાત તમને ઘણી પરેશાન કરી શકે છે.પરંતુ,તમને આ વસ્તુને ગંભીરતા થી લેવા અને તમારા વરિષ્ઠ અધિકારીઓ ની સામે તમારી સ્થિતિ ને સુધારવા માટે પોતાના કામ ઉપર થોડો કંટ્રોલ રાખવાની જરૂરત છે.વેપારીઓ માટે બિઝનેશ માં ક્યારેક ક્યારેક સ્થિતિઓ એમના નિયંત્રણ માંથી બહાર જઈ શકે છે એટલા માટે એમને નફા માટે થોડી સાવધાની રાખવી પડશે.આના સિવાય આ અઠવાડિયે તમે પાર્ટ્નરશિપ મેં બિઝનેશ ચાલુ કરવા માટે પણ બચો નહીતો તમે મુશ્કેલી માં મુકાય શકો છો.
આરોગ્ય : ગાડી ચલાવતી વખતે સાવધાન રહો નહિ તો તમને વાગી શકે છે અને વાહન ચલાવતી વખતે સાવધાન રહો.તમારા માટે અકસ્માત ની સ્થિતિ બનેલી છે એટલા માટે તમે આ અઠવાડિયે ભારી વાહન ચલાવાથી બચો.ત્યાં બીજી બાજુ તમને એલર્જી જેમકે ચામડી ઉપર છાલા પડવાની પણ આશંકા છે.આના કારણે તમને ચામડીમાં બહુ વધારે ખંજવાળ આવી શકે છે.
ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ગણેશાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
મૂલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે 26 તારીખે થયો હોય)
મૂલાંક 8 વાળા લોકો માટે આ અઠવાડિયું વધારે સારું નથી રહેવાનું અને એને સારા અને લાભકારી પરિણામ માટે રાહ જોવી પડી શકે છે.આ સમયે તમારી અધિયાત્મિક કામોમાં રુચિ વધવાની સંભાવના છે અને ધર્મશાસ્ત્ર વિશે જાણવા માટે તમે કોઈ જગ્યાએ યાત્રા ઉપર પણ જઈ શકો છો.આ અઠવાડિયે તમે તમારા પરિવાર સાથે ઓછો સમય વિતાવશો અને તમારા કામ ને લઈને વધારે પ્રોત્સાહિત રેહશો.કામમાં વ્યસ્ત રહેવાના કારણે તમારી તમારા જીવનસાથી સાથે બહેસ થવાની સંભાવના છે અને આના કારણે તમારા સબંધ માં પરેશાનીઓ ઉભી થઇ શકે છે.આની ઉપર તમારો ઘણો સમય બરબાદ થઇ શકે છે.તમારા સબંધ માં સુખ અને આપસી જૂડાવ ની કમી હોવાના સંકેત છે.
પ્રેમ જીવન : પારિવારિક સમસ્યા ના કારણે તમારી અને તમારા જીવનસાથી સાથે દુરીઓ વધવાના સંકેત છે.આનું કારણ તમારા સબંધ ની બધીજ ખુશીઓ પુરી થતી નજર આવશે અને તમને એવું પણ મેહસૂસ થઇ શકે છે,જેમકે તમે તમારું બધુજ ખોય નાખ્યું હોય.પોતાના જીવનસાથી સાથે તાલમેલ બનાવો અને પોતાના સબંધ માં આનંદ ને બરકરાર રાખવાની કોશિશ કરો.જીવનસાથી સાથે અંદર નો તાલમેલ અને જોશ માં કમી આવવાનું કારણ તમે નાખુશ મેહસૂસ કરી શકો છો.એટલા માટે પરિસ્થિતિઓ સાથે બેસીને અને પોતાના સબંધ માં સુખ શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરો.
શિક્ષણ : આ અઠવાડિયે અભ્યાસમાં પોતાને આગળ રાખવા માટે તમારે ધ્યાન કેદ્રિત કરવાની જરૂરત છે.પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લઇ રહેલા વિદ્યાર્થીઓ ને આ પરીક્ષા મુશ્કિલ લાગી શકે છે.સારું હશે કે તમે પ્રતિયોગી પરીક્ષા માં વધારે નંબર મેળવા માટે સારી તૈયારી કરીને ચાલો.ત્યાં આ સમયે તમારી એકગ્રતા માં પણ કમી આવવાના સંકેત છે જેના કારણે તમે વધારે નંબર લાવવામાં ચુકી શકો છો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો પોતાના કામને લઈને થોડું અસંતુષ્ટિ મેહસૂસ કરી શકે છે અને આના કારણે એમના મનમાં નોકરી બદલવાનો વિચાર પણ આવી શકે છે.ક્યારેક ક્યારેક તમે કાર્યક્ષેત્ર માં સારું પ્રદશન કરવામાં પણ અસફળ થઇ શકો છો અને આની બુરી અસર તમારા કામ ની ગુણવતા ઉપર પણ પડી શકે છે.કામનું દબાણ વધવાના કારણે તમને તમારા માટે ઓછો સમય મળશે.વેપારીઓ ને નફો કમાવા માં દિક્કત આવવાની આશંકા છે.બની શકે છે કે તમારે બહુ ઓછા પૈસા માં બિઝનેશ ચલાવો પડે.જો તમે આવું નથી કરતા,તો વેપાર માં નુકસાન પણ જોવું પડી શકે છે.ભાગીદારી માં બિઝનેશ કરી રહેલા લોકો પોતાના પાર્ટનર સાથે પરેશાનીઓ આવવાનો સંકેત છે.આના કારણે તમે સારું કામ કરવા અને વધારે નફો કમાવા માં અસફળ રહી શકો છો.
આરોગ્ય : આ અઠવાડિયે તમારે તણાવ ના કારણે પગોમાં દુખાવો અને જોડો માં અકડન મેહસૂસ થઇ શકે છે.પોતાને સ્વસ્થ રાખવા માટે તમારે ધ્યાન અને યોગ ની મદદ લેવી જોઈએ.તમને તાવ આવવાની પણ સંભાવના છે જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.કસરત ના કારણે તમે તમારા આરોગ્ય ને સારું રાખી શકો છો.
ઉપાય : દરરોજ 44 વાર ‘ઓમ મંડાય નમઃ’ મંત્ર નો જાપ કરો.
મૂલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, કે 27 તારીખે થયો હોય)
મૂલાંક 9 વાળા લોકો માટે આ અઠવાડિયું બહુ સારું રહેવાનું છે.આ અઠવાડિયે તમને કારકિર્દી,પૈસા નો લાભ કે નવા મિત્ર બનાવા જેવા ઘણા એવા મોકા મળવાની સંભાવના છે અને આ અવસર તમારા ભવિષ્ય ને સવારવાનું કામ કરશે.તમારે આ અઠવાડિયે પેહલા કરતા વધારે યાત્રા કરવી પડી શકે છે અને સારી વાત એ છે કે આ યાત્રાઓ તમારા માટે લાભદાયક રહેશે.મૂલાંક 9 વાળા લોકો વસ્તુઓ ને મેનેજ કરવામાં માહિર હોય છે અને એમનામાં પ્રશાસનિક ગુણ પણ હોય છે.ત્યાં આ સમયે તમારું બધુજ ધ્યાન સબંધ બનાવા ઉપર રહેશે.
પ્રેમ જીવન : જીવનસાથી સાથે તમારો સબંધ પ્રેમ થી ભરેલો અને શાંતિપૂર્ણ રહેશે.તમારા બંનેની વચ્ચે સારી સમજણ હોવાના કારણે તમારા સંબંધમાં પ્યાર ની મીઠાસ બની રહેશે.જે લોકો પ્રેમ સબંધ મેં છે,એ લોકો પોતાના પાર્ટનર સાથે ખુશ રહેશે.ત્યાં શાદીશુદા લોકોને પણ પોતાના જીવનસાથી સાથે ઘણા રોમેન્ટિક સમય પસાર કરવાનો મોકો મળશે.
શિક્ષણ : આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે બહુ આશાજનક રહેવાનું છે અને એમને સારા નંબર લાવવામાં સફળતા મળશે.તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગ જેવા વિષયો માં શાનદાર પ્રદશન કરશો.અભ્યાસ ના વિષય માં તમે તમારા માટે એક અલગ અને ખાસ જગ્યા બનાવશો.અભ્યાસના વિષય માં તમે આવડત ને દેખાડવામાં સક્ષમ હશો અને બહુ સામાન્ય રીતે અભ્યાસ કરશો.
વ્યાવસાયિક જીવન: મૂલાંક 9 વાળા લોકો ને આ અઠવાડિયે નોકરીના નવા અવસર મળવાની સંભાવના છે.જો તમે સરકારી નોકરી મેળવાની કોશિશ કરી રહ્યા છો,તો આ સમયે તમને બહુ સારા અવસર મળવાની સંભાવના છે.ત્યાં જો તમે સાર્વજનિક ક્ષેત્ર માં નોકરી શોધી રહ્યા છો,તો તમને આ દિશા માં સફળતા મળશે અને આ સમય તમારા માટે સારો સાબિત થશે.ત્યાંજ વેપારીઓ ને કોઈ નવી બિઝનેશ ડીલ મળી શકે છે જે એમને બહુ મોટો નફો કમાવાની તક આપશે.આના સિવાય તમને મલ્ટી લેવલ નેટવર્કિંગ બિઝનેશ સાથે જોડાવાનો મોકો પણ મળી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું શારીરિક આરોગ્ય બહુ સારું રહેવાનું છે.તમારા અંદર ની સકારાત્મકતા આ અઠવાડિયે તમને સ્વસ્થ રાખવામાં તમને મદદ કરશે.દ્રઢતા ની સાથે સાથે તમારી શક્તિ માં પણ વધારો થશે જેના કારણે તમે તમારા શરીર ને ફિટ રાખી શકશો.આના સિવાય તમારી અંદર સાહસ પણ વધશે અને આ સાહસ ના કારણે તમને સારા આરોગ્ય ઉપર ટકી રહેવાનો મોકો મળશે.
ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ ભૌમાય નમઃ’ નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!